Language

  • English
  • Hindi
  • Marathi
  • Kannada
  • Telugu
  • Tamil
  • Gujarati

આ પોસ્ટ 2 ડિસેમ્બર, 2016ના રોજ અપડેટ (update) કરવામાં આવી છે.
તમે રજિસ્ટર્ડ ડીલર (Registered dealer) છો? જીએસટીમાં ટ્રાન્ઝિશન કઈ રીતે કરવું તે શીખો ,  શીર્ષક હેઠળની પોસ્ટમાં અમે જીએસટી રજિસ્ટ્રેશન અને મોજૂદ ડીલર રજિસ્ટ્રેશન માટે જરૂરી ફોર્મ્સની મહત્ત્વપૂર્ણ માહિતી આપી હતી. આ પોસ્ટમાં આપણે નવા વેપાર રજિસ્ટ્રેશન માટે રજિસ્ટ્રેશન પ્રક્રિયા સમજી લઈશું.

જીએસટીમાં રજિસ્ટ્રેશનમાટે લાયેબિલિટી

પ્રદેશએકત્રિત ટર્નઓવર
નોર્થ ઈસ્ટ ઈન્ડિયા + સિક્કિમ, અને જમ્મુ- કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડરૂ. 10 લાખ
દેશના અન્ય ભાગરૂ. 20 લાખ

 

જો તમે નિયમિત ડીલર હો અથવા કમ્પોઝિટ કરદાતા (composite tax payer) હોય તો તમારે જીએસટીરજિસ્ટ્રેશન માટે નિમ્નલિખિત કરવાનુ રહેશેઃ

  1. ફોર્મ જીએસટી આરઈજી-1નો પાર્ટ-એ (Part-A of Form GST REG-01) ભરો. તમારો પેન, મોબાઈલ નંબર, ઈમેઈલ આઈડી આપો અને ફોર્મ સબમિટ (submit) કરો.
  2. પેન જીએસટી પોર્ટલ પર વેરિફાઈ થશે. મોબાઈલ નંબર, ઈમેઈલ આઈડી વન- ટાઈમ પાસવર્ડ (ઓ.ટી.પી) સાથે વેરિફાઈ થશે.
  3. તમને તમારા મોબાઈલ અને ઈમેઈલ પર એપ્લિકેશન રેફરન્સ નંબર (application reference number) પ્રાપ્ત થશે.
  4. ફોર્મ જીએસટી આરઈજી-1નો પાર્ટ-બી (Part- B of Form GST REG-01) ભરો અને તમને પ્રાપ્ત એપ્લિકેશન રેફરન્સ નંબર લખો. અન્ય આવશ્યક દસ્તાવેજો એટેચ (attach) કરો અને ફોર્મ સબમિટ કરો.નિમ્નલિખિત દસ્તાવેજો અપલોડ કરવાના રહેશેઃ
    • ફોટોગ્રાફ: પ્રોપ્રાઈટર (Proprietor), ભાગીદાર (Partner), મેનેજિંગ ટ્રસ્ટી (Managaing Trustee), કમિટી (Committee) વગેરે અને અધિકૃત સહીકર્તાના ફોટોગ્રાફ.
    • કરદાતાનું કોન્સ્ટિટ્યુશનઃ : પાર્ટનરશિપ ડીડ (Partnership deed), રજિસ્ટ્રેશનસર્ટિફિકેટ (Registration certificate) અને કોન્સ્ટિટ્યુશનનો અન્ય પુરાવો.
    • વેપારની મુખ્ય /વધારાની જગ્યાનો પુરાવોઃ
      • પોતાના પ્રિમાઈસીસ માટેઃ –  પ્રિમાઈસીસની માલિકીને ટેકો આપતા કોઈ પણ દસ્તાવેજ, જેમ કે, નવી પ્રોપર્ટી ટેક્સ (property tax) રસીદ અથવા મ્યુનિસિપલ ખાતા (Municipal Khata) કોપી અથવા વીજ બિલની નકલ.
      •  ભાડાના કે લીઝ્ડ પ્રિમાઈસીસ માટેઃ – ભાડું /લીઝ કરારની નકલ સાથે માલિકી (લેન્ડલોર્ડ)ના દસ્તાવેજો, જેમ કે, પ્રોપર્ટી ટેક્સ રસીદ (property tax)કે મ્યુનિસિપલ ખાતા(Municipal Khata) કોપી અથવા વીજ બિલની નકલ.
    • બેન્ક ખાતા સંબંધી પુરાવોઃ : બેન્ક પાસ બુકના પ્રથમ પાનાની સ્કેન્ડ કોપી કે બેન્ક સ્ટેટમેન્ટ.
    • ઓથોરાઈઝેશન ફોર્મ્સઃ : Fદરેક અધિકૃત સહીકર્તા માટે ઓથોરાઈઝેશન કોપી અથવા મેનેજિંગ કમિટી કે બોર્ડ ઓફ ડાયરેક્ટરોના મુકરર ફોર્મમાં ઠરાવની નકલ.
  5. જો વધારાની માહિતી આવશ્યક હોય તો ફોર્મ જીએસટી આરઈજી-03 (GST REG-03) તમને જારી કરાશે. તમારે ફોર્મ જીએસટી આરઈજી 3 પ્રાપ્ત થયાની તારીખથી 7 કામકાજના દિવસમાં આવશ્યક માહિતી સાથે ફોર્મ જીએસટી આરઈજી 4માં જવાબ આપવો જરૂરી છે.
  6. જો તમે ફોર્મ જીએસટી આરઈજી 1 અથવા ફોર્મ જીએસટી આરઈજી 4 બધી આવશ્યક માહિતી આપી હોય તો જીએસટી આરઈજી 6 (GST REG-06) માં રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ ફોર્મ જીએસટી આરઈજી 1 અથવા ફોર્મ જીએસટી આરઈજી 4 પ્રાપ્તિની તારીખથી 3 દિવસમાં જારી કરાશે.
  7. જો સબમિટ કરેલી વિગતો સંતોષકારક નહીં હોય તો રજિસ્ટ્રેશનનું અરજી ફોર્મ જીએસટી આરઈજી 5 (GST REG-05) નો ઉપયોગ કરીને નકારી કઢાશે.

અન્ય હિસ્સાધારકો માટે જીએસટી રજિસ્ટ્રેશન ફોર્મ

ફોર્મ નં.ફોર્મનો પ્રકાર
ફોર્મ GST REG-07ટેક્સ ડિડકટર (Tax Deductor) અથવા ટેક્સ કલેકટર એટ સોર્સ (Tax collector at source) તરીકે રજિસ્ટ્રેશન માટે અરજી.
ફોર્મ GST REG-08ટેક્સ ડિડકટર (Tax Deductor)કે ટેક્સ કલેકટર એટ સોર્સ (Tax collector at source)માટે અરજી રદનો આદેશ
ફોર્મ GST REG-09યુએન સંસ્થાઓ/ રાજદૂતાલયો (UN Agencies/ Embassies)ને યુનિક આઈડી (unique ID) ફાળવવા અરજી
ફોર્મ GST REG-10નોન રેસિડેન્ટ ટેક્સેબલ પર્સન (Non Resident taxable person) માટે રજિસ્ટ્રેશનની અરજી

Are you GST ready yet?

Get ready for GST with Tally.ERP 9 Release 6