તમે તમારી હાલની નોંધણીમાંથી GST રજીસ્ટ્રેશનમાં સ્થાનાંતર કર્યું છે, અથવા નવી નોંધણી માટે અરજી કરી છે અને એ કરી લીધા પછી, ક્યારેક તમને કેટલીક વિગતોમાં સુધારો કરવાની જરૂર પડે છે, અથવા તમારી નોંધણીને રદ કરવાની પણ જરૂર પડી શકે છે.

તમારી GST નોંધણીની વિગતોમાં ફેરફાર કરવા માટે અને તે કેવી રીતે ચાલુ રાખવી તે અંગેના 3 વિકલ્પોની અહી ચર્ચા કરવામાં આવી છે:

નોંધણીમાં સુધારણા કરવા

જો તમે રજિસ્ટ્રેશનની કોઈ પણ વિગતોમાં સુધારો કરવા માંગતા હો, તો તમારે નીચેના મુદ્દાઓ ધ્યાનમાં રાખવાની જરૂર છે:

 • રજિસ્ટ્રેશનના સમયે આપેલી વિગતોમાં કોઈ ફેરફાર કરવા માટે, ફોર્મ GST REG -13 માં કરવામાં આવનાર ફેરફારોની તારીખથી 15 દિવસની અંદર અ વિગતિ ફરીથી આપવી જોઈએ.
 • વ્યવસાયનું નામ, ભાગીદારની વિગતો, મેનેજિંગ કમિટી વગેરે જેવી વિગતો માટે ફોર્મ GST REG-11 માં કરવામાં આવેલા વિશિષ્ટ ફેરફારો માટે અધિકારી પાસેથી મંજૂરીની જરૂર પડશે. અને તેની ચકાસણી કર્યા પછી, આ વિગતોને સુધારવા માટે ફોર્મ GST REG-14 માં અધિકારી દ્વારા મંજૂરીનો આદેશ મોકલવામાં આવશે.
 • જો તમે તમારી વ્યવસાયની વિગતોમાં કોઈ ફેરફાર કરવા માગો છો, જેના પરિણામે PAN નંબરમાં પણ ફેરફાર થશે, તો તમને ફોર્મ GST REG -01 માં નવી નોંધણીની જરૂર પડશે.

રજીસ્ટ્રેશન કે નોંધણી રદ કરાવવી

ઓટોમેટીક રદ થવી

આ એક એવી પરિસ્થિતિ છે જેમાં તમે પહેલાંની કરવેરા પદ્ધતિથી GST રજીસ્ટ્રેશનમાં તમારી નોંધણી સ્થાનાંતરિત કરી હોય અને કામચલાઉ નોંધણી મેળવી હોય, પરંતુ આવશ્યક વિગતો સબમિટ ન કરી હોય તો આવી સ્થિતિમાં, ફોર્મ GST REG-27 માં એક કારણ દર્શક નોટિસ આપવામાં આવશે, અને કામચલાઉ નોંધણી રદ કરવા પહેલાં તેની સુનાવણી કરવામાં આવશે. જો કારણની સુનાવણી યોગ્ય ન હોય અથવા જો વિગતો નિર્ધારિત સમયગાળામાં પૂરી પાડવામાં ન આવે, તો ફોર્મ GST REG-26 માં ઓર્ડર કરીને ફોર્મ GST REG-25 માં ફાળવવામાં આવેલી કામચલાઉ નોંધણી રદ કરવામાં આવશે.

નોંધણી રદ્દ કરવા માટે અરજી કરવી

જો તમે તમારી નોંધણી રદ્દ કરવા માટે અરજી કરી રહ્યા હો, તો તમને નીચેના મુદ્દાઓ લાગુ પડશે:

 • GST હેઠળ નોંધણી કરાવવા માટે જવાબદાર હોવાને લીધે કરવામાં આવેલ નોંધણી માટે – આ કિસ્સામાં તમારે ફોર્મ GST REG-14 રજૂ કરવું જોઈએ. આ ફોર્મમાં 30 દિવસની અંદર સંબંધિત દસ્તાવેજો સાથે કલોઝિંગ સ્ટોક (ઇનપુટ્સ, અર્ધ તૈયાર થયેલ માલ, તૈયાર માલ અને કેપિટલ ગુડ્સ), ટેક્સની જવાબદારી અને કર ચુકવણીની વિગતોનો સમાવેશ કરવો આવશ્યક છે.
 • સ્વૈચ્છિક નોંધણી માટે – આ કિસ્સામાં, રજિસ્ટ્રેશનના 1 વર્ષ પૂર્ણ થયા પછી જ રદ માટે અરજી કરવાની મંજૂરી આપવામાં આવશે. જો કોઈ વ્યક્તિએ સ્વૈચ્છિક નોંધણી મેળવી હોય પરંતુ રજિસ્ટ્રેશનની તારીખથી 6 મહિનાની અંદર વ્યવસાય શરૂ ન કર્યો હોય, તો તેની નોંધણી આપમેળે રદ થશે.
અધિકારી દ્વારા નોંધણી રદ કરવી

તમને આપવામાં આવેલ રજિસ્ટ્રેશન નીચેના કિસ્સામાં અધિકારી દ્વારા રદ કરવામાં આવી શકે છે:

 • તમારા દ્વારા જાહેર કરવામાં આવેલ વ્યવસાયના સ્થળે વ્યવસાયનું સંચાલન કરવામાં આવતું નથી.
 • GST એક્ટ અથવા નિયમોની જોગવાઈઓનું ઉલ્લંઘન કરીને માલ અથવા સેવાઓના સપ્લાય વગર ઇન્વૉઇસ અથવા બિલ આપવામાં આવે છે.
 • નિયમિત વેપારી તરીકે, તમે સળંગ 6 મહિના સુધી રીટર્ન ભર્યું નથી, અથવા તો કામચલાઉ વેપારી તરીકે તમે સળંગ 3 ત્રિમાસિક રીટર્ન આપ્યું નથી.
 • તમારા વ્યવસાયો બંધ કરવામાં આવ્યા છે, અથવા અન્ય એકમ સાથે ભેળવી દેવામાં આવ્યા છે, અથવા તે ડીમર્જ્ડ કરવામાં આવેલ છે.
 • તમારા વ્યવસાયના બંધારણમાં ફેરફાર થયો છે.
 • આ રજીસ્ટ્રેશન છેતરપિંડી દ્વારા મેળવવામાં આવ્યું છે, અથવા હકીકતોને ખોટી રીતે છુપાવવામાં આવી છે અથવા તથ્યોને જાહેર કરવામાં આવ્યા નથી, અને તેના જેવા અનેક કિસ્સાઓમાં.

એકવાર આ કાર્યવાહી અધિકારી દ્વારા શરૂ કરવામાં આવે, પછી નીચેની પ્રક્રિયાનું પાલન કરવું જોઈએ:

 • તમને 7 દિવસની અંદર ફોર્મ GST REG-16 માં કારણદર્શક નોટિસ આપવામાં આવશે. અને તમારું રજિસ્ટ્રેશન રદ શા માટે ન કરવું જોઈએ તેનો તમારે ફોર્મ GST REG 17 માં આ નોટિસનો જવાબ આપવો પડશે.
 • જો તમારો જવાબ સંતોષકારક હશે તો આ અધિકારી રદ કરવાની કાર્યવાહીને ફોર્મ GST REG-19 માં ઓર્ડર આપીને છોડી દેશે. પરંતુ જો તમે જવાબમાં આપેલી વિગતો સંતોષકારક ન હોય તો, અધિકારી કારણદર્શક નોટીસની તારીખથી 30 દિવસની અંદર નોંધણીને રદ કરવા માટે ફોર્મ GST REG 18 માં ઓર્ડર બહાર પાડશે.
રદ કરેલા રજીસ્ટ્રેશનને રદ કરાવવું
 • જો કોઈ અધિકારી દ્વારા રજીસ્ટ્રેશન રદ કરવામાં આવે તો, આ રદ કરવાની અરજીની તારીખથી 30 દિવસની અંદર ફોર્મ GST REG-20 સબમિટ કરીને તમે આ રદ કરવાની વિરુદ્ધ અરજી કરી શકો છો.
 • જો અધિકારી આનાથી સંતુષ્ટ હોય, તો અરજી રદ કરવાની તારીખથી 30 દિવસની અંદર ફોર્મ GST REG-21 માં ઓર્ડર કરીને કરવામાં આવેલ રદ્દીકરણ ફરીથી રદ કરે છે.
 • જો અધિકારી સંતુષ્ટ ન હોય તો રદ કરવાની અરજી ફોર્મ GST REG-5 માં ફગાવી દેવામાં આવે છે. જો કે આ
  અસ્વીકાર કરત પહેલા, તમને ફોર્મ GST REG-22 માં કારણદર્શક નોટિસ જારી કરવામાં આવશે. અને તમારે આ ઓર્ડર રદ કરવાની અરજી શા માટે નકારી ન શકાય તે માટે તમારે 7 કાર્યકારી દિવસની અંદર ફોર્મ GST REG-23 માં જવાબ આપવો પડશે.

Are you GST ready yet?

Get ready for GST with Tally.ERP 9 Release 6

11,968 total views, 30 views today