વર્તમાન અપ્રત્યક્ષ કર પ્રણાલી અંતર્ગત બધાજ રજીસ્ટર્ડ કરપાત્ર વ્યક્તિઓ આપોઆપ જી.એસ.ટી. માં પરિવર્તિત થઇ જશે અને તેમને એક કામચલાઉ રજીસ્ટ્રેશન ID આપવામાં આવશે. નોંધણી દરમિયાન આપેલ વિગતોની પુષ્ટિ કર્યા પછી, કાયમી રજિસ્ટ્રેશન IDs આપવામાં આવશે. તે જ રીતે, એવા વેપારીઓ જેમણે કમ્પોઝિશન કર વસુલાત પસંદ કરેલ છે તેઓ આપોઆપ જી.એસ.ટી. માં પરિવર્તિત થઇ જશે.

જી.એસ.ટી. અંતર્ગત, રજીસ્ટર્ડ કરપાત્ર વ્યક્તિ જેઓનું સરેરાશ ટર્નઓવર નાણાકીય વર્ષ દરમિયાન રૂ. ૫૦ લાખ થી વધારે નથી, તેઓ કમ્પોઝિશન કર વસુલાત પસંદ કરી શકે છે. વળી, આ પણ અમુક શરતો ને આધીન છે. તદ્દનુસાર, જી.એસ.ટી. માં પરિવર્તન દરમિયાન એક કમ્પોઝિશન ડીલર નિયમિત (રેગ્યુલર) ડીલર માં પણ પરિવર્તિત થઇ શકે.

જી.એસ.ટી. અંતર્ગત કમ્પોઝિશન ડીલર થી રેગ્યુલર ડીલર માં પરિવર્તિત થતા, તમારે રેગ્યુલર ડીલર ની અનુપાલન જરૂરિયાતો ને વળગી રહેવું પડશે. તમને તમારા ઇન્વર્ડ સપ્લાય પર ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવવાની અને આઉટવર્ડ સપ્લાય પર જી.એસ.ટી. વસુલવાની મંજૂરી છે.

જયારે આ બધું સારું જણાય છે, તેની સાથે તમે ‘જી.એસ.ટી. હેઠળ જો કોઈ કમ્પોઝિશન ડીલર રેગ્યુલર ડીલર બને તો તેના અંતિમ સ્ટોક પર ચુકવેલ ટેક્સ નું શું થશે? ‘ તે જાણવા ઇચ્છતા હશો.

ચાલો આપણે આને વિસ્તારથી સમજીએ.

કોઈ કમ્પોઝિશન ડીલર નીચેના માંથી કોઈ એક કારણસર રેગ્યુલર ડીલર માં પરિવર્તિત થઇ શકે:

  • સ્વૈચ્છીક રીતે રેગ્યુલર ડીલર બનવાનું પસંદ કરે
  • કાયદાના અમલીકરણ ને લીધે: સરેરાશ ટર્નઓવર રૂ. ૫૦ લાખની નિર્ધારિત મર્યાદા કરતા વધી જાય અથવા તો નિયત શરતો મુજબ, જી.એસ.ટી. હેઠળ તે કમ્પોઝિશન વસુલાત પસંદ કરવા માટે લાયક ના હોય.

રેગ્યુલર ડીલર બનતા, તમે ઇનપુટ (કાચો માલ), અર્ધ-પૂર્ણ માલ અને તૈયાર માલ ના અંતિમ સ્ટોક માં રાખેલ ટેક્સ ક્રેડિટ મેળવવા યોગ્ય બનો છો. તેમ છતાં, તમારા અંતિમ સ્ટોક માં રાખેલ ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવવા ને લાયક બનવા માટે તમારે અમુક શરતો ને અનુરૂપ થવું પડે છે.

તમારા અંતિમ સ્ટોક માં રહેલ ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવવા માટે ની યોગ્યતા શરતો

તમે તમારા અંતિમ સ્ટોક માં રહેલ ઇનપુટ ટેક્સ ક્રેડિટ નીચે મુજબની શરતો ને આધીન મેળવી શકો છો:

  • કાચો માલ, અર્ધ-પૂર્ણ માલ કે તૈયાર માલ ના સ્વરૂપે રહેલ અંતિમ સ્ટોક ફરજીયાત કરપાત્ર સપ્લાય માટે ઉપયોગ થવો જોઈએ કે ઉપયોગ થવા માટે હોવો જોઈએ
  • અંતિમ સ્ટોક માં રહેલ ઇનપુટ પર ચુકવેલ VAT પહેલાના નિયમ મુજબ ક્રેડિટ તરીકે લઇ શકાવો જોઈએ. આ માત્ર VAT ની ક્રેડિટ કલેઇમ કરવા માટે જ લાગુ પડે છે.
  • તમારી પાસે ઈન્વોઈસ અથવા ઇનપુટ (અર્ધ-પૂર્ણ માલ અને તૈયાર માલ સહીત) ના સંદર્ભ માં અન્ય ડ્યૂટી/ટેક્સ ચુકવતા દસ્તાવેજો હોય
  • ઈન્વોઈસ ની તારીખ અથવા અન્ય નિયત ડ્યૂટી/ટેક્સ ચુકવણીના દસ્તાવેજો GST માં પરિવર્તિત થયાની તારીખથી ૧૨ મહિના સુધીના જ હોવા જોઈએ.આ બધી શરતો પુરી થતા જ મળતી ક્રેડિટ ની રકમ તે પદ્ધતિ થી ગણાઈ જશે જે હજી નિર્ધારિત કરવાની બાકી છે.

અમારે તમારી મદદની જરૂર છે
કૃપા કરી તમારો આ બ્લોગ પોસ્ટ પરનો ફીડબેક નીચે કમેન્ટસ માં શેર કરો. તથા અમને એ પણ જણાવો કે GST ના ક્યાં વિષયો શીખવામાં તમે રસ દાખવો છો, અમે તે વિષયો અમારા કન્ટેન્ટ પ્લાન માં સમાવેશ કરતા આનંદ અનુભવીશું.

તમને આ ઉપયોગી નીવડ્યું? તો નીચે સોશ્યિલ શેર બટન નો ઉપયોગ કરીને બીજા સાથે શેર કરો.

Are you GST ready yet?

Get ready for GST with Tally.ERP 9 Release 6