તહેવારોની મોસમ આવી રહી છે, અને એ સમયે બજારમાં અનેક વસ્તુઓના વેચાણ માટે પ્રમોશનલ ઑફર સામાન્ય રીતે જોવા મળે છે. મોટે ભાગે, પ્રમોશનલ યોજનાઓનો ઉપયોગ પોતાના ઉત્પાદનને ખરીદવા માટે ગ્રાહકને આકર્ષવા માટે અસરકારક વેચાણ વ્યૂહરચના તરીકે થાય છે. વિવિધ પ્રમોશનલ ઑફરમાં, બાય-વન-ગેટ વન ફ્રી, ફ્રી ભેટ, ફ્લેટ ડીસકાઉન્ટ, અને તેના જેવી અનેક લોકપ્રિય યોજનાઓ જોવા મળે છે. નવી પ્રોડક્ટ્સ બજારમાં આવે એ કિસ્સામાં, બજારમાં પ્રવેશ મેળવવા માટે, ફ્રી સેમ્પલ આપવામાં આવે છે. આ યોજના હેઠળ, ઉત્પાદનોના સેમ્પલ મફતમાં પૂરા પાડવામાં આવે છે, અને આ પદ્ધતિ ફાર્માસ્યુટિકલ ઉદ્યોગમાં ખૂબ જ સામાન્ય છે વેચાણની આ પદ્ધતિ ઘણી સફળ થઈ છે, પરંતુ આ પદ્ધતિ વ્યવસાયો માટે જેટલી ધારીએ છીએ એટલી સરળ નથી. પ્રમોશનલ ઓફર્સ નક્કી કરવામાં, વ્યવસાયોએ આ યોજનાઓ પરના કરવેરાના સૂચિતાર્થ પર વિચાર કરવાની જરૂર પડે છે.

આ પહેલાંના બ્લોગ GST ચાર્જ કરવામાં આવે છે તેનું મુલ્ય કેવી રીતે નક્કી કરવું , તેમાં અમે GST હેઠળ મળતા ડીસ્કાઉન્ટ વિશે ચર્ચા કરી હતી. હવે આ બ્લોગમાં, આપણે પહેલાના ટેક્સ માળખા અને GST હેઠળ ફ્રી વેચાણ અને ફ્રી સેમ્પલ પર ટેક્સના સૂચિતાર્થ અંગે ચર્ચા કરીએ.

આ પહેલાના પરોક્ષ કરના માળખામાં, ફ્રી સપ્લાય અને ફ્રી સેમ્પલ પર VAT વસૂલવામાં આવતો ન હતો કારણ કે વેટ એ વેચાણ પર લાગુ પડતું ટેક્સ હતું. જો કે, મોટાભાગનાં રાજ્યોમાં, ખરીદી પરની ઇનપુટ ટેક્સ ક્રેડિટની પરવાનગી આપવામાં આવી ન હતી, અને તેને રિવર્સ કરવામાં આવતી હતી. જો કે સેન્ટ્રલ એક્સાઇઝના કિસ્સામાં, ફ્રી સેમ્પલ ઉપર પણ એક્સાઇઝ ડ્યુટી વસૂલ કરવામાં આવતી હતી. આનું કારણ એ છે કે, સેન્ટ્રલ એક્સાઈઝ હેઠળ કરપાત્ર વસ્તુઓ કોઈપણ માલસામગ્રીને બીજી જગ્યાએ મોકલવા પર હતી.

ફ્રી સેમ્પલ, બાય-વન-ગેટ વન ફ્રી, અને ફ્રી સપ્લાય પર લાગુ પડતું GST

GST હેઠળ ફ્રી સપ્લાય અને ફ્રી સેમ્પલ પર ટેક્સના નિયમો લગભગ VAT જેવા જ છે GST, હેઠળ, કોઇપણ વસ્તુ ‘ફ્રી’ તરીકે આપેલ હોય તો તેવી સપ્લાય પર ટેક્સ વસૂલ કરવામાં આવશે નહીં. જો કે, આમ કરવાથી, વ્યવસાયોને ઇનપુટ ટેક્સ ક્રેડિટનો લાભ મળી શકાશે નહી. આનો અર્થ એ છે કે, જે ‘ફ્રી’ તરીકે પૂરા પાડવામાં આવે છે તેવા માલ પર વ્યવસાયો ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવવા માટે હકદાર નહીં હોય, અને પ્રમાણમાં ITC ને રિવર્સ કરવાની જરૂર છે.

ચાલો એક ઉદાહરણ સાથે ફ્રી સપ્લાય પર GST ને સમજીએ

ઇલેક્ટ્રોનિક વર્લ્ડ એ ઇલેક્ટ્રોનિક ઉત્પાદનો માટેનો એક વિશિષ્ટ શોરૂમ છે. તેઓ તેમના ડિસ્ટ્રીબ્યુટર પાસેથી 49 ઈંચ અને 22 ઇંચના LED ટીવી ખરીદે છે. અહી નીચે તેમના શોરૂમમાં આવેલ માલના આવકની વિગતો છે:

TVસંખ્યાભાવરકમGST
49 Inch LED TV10 Nos50,0005,00,0001,40,000
22 Inch LED TV10 Nos10,0001,00,00028,000

ઇલેક્ટ્રોનિક વર્લ્ડ તહેવાર નિમિત્તે એક ઓફરની જાહેરાત કરે છે. આ ઓફર છે કે, 49 ઈંચ LED ટીવી ખરીદો અને 22 ઇંચ LED ટીવી ફ્રી મેળવો. હવે GST માં આ ફ્રી સપ્લાયને કેવી રીતે ગણવામાં આવશે?

જેમ આપણે અગાઉ ચર્ચા કરી એ મુજબ, ફ્રી સપ્લાય પર GST વસૂલવામાં આવશે નહીં. પરિણામ રૂપે, 22 ઇંચના LED ટીવીને ફ્રી સપ્લાય ગણવામાં આવશે અને તેના પર GST ચાર્જ લેવામાં આવશે નહીં. જોકે, ઇલેક્ટ્રોનિક વર્લ્ડને 22 ઈંચ LED ટીવી પર ભરેલા આવનાર સપ્લાય પર રૂ. 2,800 ના ITC ના દાવાને રિવર્સ કરવાની જરૂર પડશે.

આવી જ પદ્ધતિ ચોરી થયેલા માલ, નાશ પામેલ માલ, રદ કરવામાં આવેલ માલ અથવા ભેટ તરીકે આપવામાં આવેલ માલ પર લાગુ પડશે.

સારાંશ

ફ્રી સપ્લાયના કિસ્સામાં GST માં કોઈ નોંધપાત્ર ફેરફાર થયો નથી. તે VAT ના ભૂતપૂર્વ કાયદાની જોગવાઈઓ મુજબ જ રહેશે. જો કે, સમયાંતરે લાગુ પડતા હોય એ રીતે ITC ના રિવર્સલને ગણવામાં આવે તેની ખાતરી કરવી જોઈએ અને તેના માટે સાવચેતી રાખવી જોઈએ. આવું કરવાથી ટેક્સ ઓથોરિટી દ્વારા કરવામાં આવતી તપાસના કિસ્સામાં મુશ્કેલી અને દંડથી બચી શકાય છે.

Are you GST ready yet?

Get ready for GST with Tally.ERP 9 Release 6

30,906 total views, 44 views today