અગાઉની ટેક્સ વ્યવસ્થામાં રિવર્સ ચાર્જ એ એક એવો ખ્યાલ છે કે જેનાથી આપણે પરીચીત છીએ. સરળ રીતે કહીએ તો, રિવર્સ ચાર્જ હેઠળ, સરકારને ટેક્ષ ચૂકવવાની જવાબદારી પ્રાપ્તકર્તા પર છે.અગાઉ સર્વિસ ટેક્સ હેઠળ, ચોક્કસ સૂચિત સેવાઓના કિસ્સામાં રિવર્સ ચાર્જ લાગુ પડ્યો હતો.લગભગ દરેક રાજ્યમાં વેટ હેઠળ નોંધણી વગરના વેપારીઓ પાસેથી ખરીદી પર,રજિસ્ટર્ડ વ્યક્તિએ નોંધણી વગરના વિક્રેતા વતી વેરો ચૂકવવો પડ્યો હતો.તે આયાતોના કિસ્સામાં પણ લાગુ પડતું હતું, જ્યાં આયાતકારે સરકારને આયાત કર ચૂકવવાનો હતો.

GST હેઠળ, આ 3 દૃશ્યોમાં રિવર્સ ચાર્જ લાગુ પડે છે:

• સૂચિત માલ અને સેવાઓની નોંધણી વગરના સપ્લાયરો પાસેથી ખરીદી
• આયાતો
• ખરીદનાર વેપારી

સૂચિત સામાન અને સેવાઓ પૂરી પાડવી

અમુક વસ્તુઓ અને સેવાઓને સૂચિત કરવામાં આવી છે,જેને પ્રાપ્ત કરવા પર પ્રાપ્તકર્તાએ સરકારને કર ચૂકવવાનો રહેશે.આ સૂચિત માલમાં ફોતરા સાથેના કાજુ,બીડી રેપરના પાંદડા અને તમાકુના પાંદડાનો સમાવેશ થાય છે. જે સેવાઓ પર પ્રાપ્તકર્તા દ્વારા રિવર્સ ચાર્જ પર કર ચૂકવવાનો છે તે અહીં ઉપલબ્ધ છે.

આયાતો

જ્યારે તમે માલ અને/અથવા સેવાઓને આયાત કરો છો, ત્યારે તમારે માલ અને/અથવા સેવાઓને લાગુ પડતા દર મુજબ, આયાત પર સરકારને કર ચૂકવવો પડશે.આયાતી વસ્તુઓ અથવા સેવાઓના મૂલ્ય પર, કસ્ટમ્સ ડ્યૂટી અલગથી વસૂલ કરવામાં આવશે, કેમ કે તે GST હેઠળ સમાવિષ્ટ નથી.મૂળભૂત કિંમત + કસ્ટમ ડ્યુટી પર, GST વસૂલવામાં આવશે.

નોંધણી વગરના ડિલર્સ પાસેથી ખરીદી

જ્યારે તમે રજિસ્ટર્ડ ડિલર્સ પાસેથી કરપાત્ર માલ અને / અથવા સેવાઓ ખરીદી કરો છો, ત્યારે તમારે સરકારને પુરવઠા પર કર ચૂકવવો પડશે.આ માલ અને / અથવા સેવાઓને લાગુ પડતા દરે હશે.કૃપા કરીને નોંધો કે જો નોંધાયેલ ન હોય તેવા વેપારીઓ પાસેથી ખરીદીનું એકંદર મૂલ્ય રૂ. ૫૦૦૦ હોય તો આ રિવર્સ ચાર્જ લાગુ પડતો નથી.

રિવર્સ ચાર્જ પર ટેક્સ કેવી રીતે ચુકવવાનો છે તે પુરવઠા માટે ઇન્વોઇસ કેવી રીતે બનાવવું?

તમે રિવર્સ ચાર્જ પર ટેક્ષ ચૂકવવાનો છે તે પુરવઠા માટે ઇન્વોઇસ બનાવી શકો છો,જે નીચે બતાવેલ પ્રમાણે છે:

જેના પર રિવર્સ ચાર્જ નો કર ચૂકવવાનું છે તે પુરવઠાની વિગતો કેવી રીતે આપવી?

સૂચિત માલ અને/ અથવા સેવાઓના બાહ્ય પુરવઠાની વિગતો, જેના પર પ્રાપ્તકર્તા દ્વારા રિવર્સ ચાર્જ આધારે ટેક્ષ ચૂકવવાનો છે, તે ફોર્મ GSTR-1 માં રજૂ કરવું જોઈએ.

ઇનવર્ડ સપ્લાયની વિગતો જેના પર રિવર્સ ચાર્જને આધારે તમારે ટેક્ષ ચૂકવવાનો છે તે આવકની વિગતોની વિગતો ફોર્મ GSTR-2માં રજૂ કરવી જોઈએ.

Are you GST ready yet?

Get ready for GST with Tally.ERP 9 Release 6