તાજેતરના નોટબંધી ના આઘાત પર પ્રકાશ પડતા, ભારત સરકાર ની ભારત ને વધારે ડિજિટલ, વધારે સુસંગત, અને પરિણામસ્વરૂપ એક વધુ ગતિશીલ અર્થવ્યવસ્થા તરફ લઇ જવાની પહેલ અંદાજપત્ર પરથી એકદમ સ્પષ્ટ જણાય છે. નોટબંધી થી MSME સેક્ટર સખત અસર પામતા – ૧લી ફેબ્રુઆરી એ જાહેર થયેલા બજેટ (અંદાજપત્ર) એ MSME સેક્ટર માટે એક સ્પષ્ટ નોંધ સાથે અમુક સારા પ્રોત્સાહનો જાહેર કાર્ય છે જેથી ભારત માં આ સેક્ટર માં વિશાળ પાયે રોજગારી ની તકો ઉભી થાય.

નાણાંમંત્રીશ્રીએ MSME સેક્ટર ને વિકાસ તરફ લઇ જતા અને MSME ને વિમુદ્રીકરણ ની અસર સમજાવવા નીચે દર્શાવેલ ઉપક્રમો ની રૂપરેખા આપી હતી.

કોર્પોરેટ ટેક્સ ઘટાડવો

50 કરોડ સુધીનું ટર્ન-ઓવર ધરાવતી કંપનીઓ માટે આવક વેરો (ઈન્ક્મ ટેક્સ) 30% થી ઘટાડીને 25% કરવામાં આવ્યો છે.

આ 5% નો ઘટાડો એ MSME માટે એક આવકાર્ય પગલું છે કારણ કે મોટા ભાગની કંપનીઓ આ મર્યાદામાં આવે છે. જે તેમના વ્યાપાર ના વિકાસ માટે વધારાની કેશ લીકવીડિટી પુરી પાડશે. આ ફાયદો MSME માટે એક ઉચિત પ્લેટફોર્મ પૂરું પાડશે અને MSME અને મોટી કંપનીઓ વચ્ચેનો ગેપ ઘટાડશે. મોટી કંપનીઓ અત્યાર સુધી વધુ સારા પ્લેટફોર્મ અને વિવિધ પ્રોત્સાહનો, છૂટ વગેરે ઉપલબ્ધ ફાયદાઓ મેળવવાની કુશળતાનો સારો લાભ લઇ રહી હતી

આથી, આ ટેક્સ ના દરનો ઘટાડો એ લઘુ અને અતિલઘુ ઉદ્યોગ ઉત્પાદનો ને બજાર માં વધુ સ્પર્ધાત્મક બનાવશે, ખર્ચ-કાર્યક્ષમ સાબિત થશે અને વ્યાપાર ના વિકાસ ને વેગ આપશે.

સંભવિત યોજના માં ડિજિટલ ટર્ન-ઓવર

MSME ને ડિજિટલ મોડ દ્વારા સક્રિય રીતે પેમેન્ટ સ્વીકારવા માટે આ સંભવિત યોજનામાં ડિજિટલ ટર્ન-ઓવર નો ખ્યાલ સમાવિષ્ટ કરવામાં આવ્યો છે. આ યોજના 2 કરોડ થી વધુ ટર્ન-ઓવર ન હોય તેવા વ્યાપાર માટે લાગુ પડે છે. આ યોજના અંતર્ગત, કુલ ટર્ન-ઓવર અથવા ડિજિટલ મોડ દ્વારા સ્વીકારવામાં આવેલ એકંદર રસીદો ના સંબંધ માં ગણવામાં આવેલ નફા નો હાલનો દર 8% થી ઘટાડીને 6% કરવામાં આવ્યો છે. તેમ છતાં, ટર્ન-ઓવર અથવા રોકડ રસીદો પર આ ગણવામાં આવેલ નફા નો હાલનો 8% નો દર એ મુજબ જ ચાલુ રહેશે.

ચાલો આપણે આના વ્યાપારી ફાયદાઓ ૩ વિવિધ ઉદાહરણો દ્વારા સમજીએ.

કિસ્સાઓ100% રોકડ ટર્નઓવર સાથે વ્યાપાર50% ડિજિટલ ટર્નઓવર સાથે વ્યાપાર100% ડિજિટલ ટર્નઓવર સાથે વ્યાપાર
ટર્નઓવર2 કરોડ2 કરોડ2 કરોડ
રોકડ ટર્નઓવર2 કરોડ1 કરોડકંઈ નહિ
ડિજિટલ ટર્નઓવરકંઈ નહિ1 કરોડ2 કરોડ
રોકડ ટર્ન-ઓવર પર 8% માનેલો નફોr16 લાખ8 લાખકંઈ નહિ
ડિજિટલ ટર્ન-ઓવર પર 6% માનેલો નફોકંઈ નહિ6 લાખ12 લાખ
કુલ નફો (રોકડ+ડિજિટલ)16 લાખ14 લાખ12 લાખ
ચુકવવાપાત્ર ટેક્સ*પેઢી (@ 25%)4 લાખ3.5 લાખ3 લાખ
ખાનગી માલિકી
(ઈન્ક્મ ટેક્સ ના સ્લેબ પ્રમાણે)
2,54,9251,93,1251,31,325
ટેક્સ બચતપેઢીકંઈ નહિ50,0001,00,000
ખાનગી માલિકીકંઈ નહિ61,8001,23,600

* FY 2017-18 ના આધારે ટેક્સ ગણતરી

ચાલો અને વધારે સારી રીતે સમજીએ.

જયારે વ્યાપારી સમગ્ર વ્યવહાર રોકડ માં કરે છે, ત્યારે તેનો નફો 16 લાખ માનવામાં આવ્યો છે, જે 2 કરોડ ના 8% છે. તેમ છતાં, જો તે સમગ્ર વ્યવહાર ડિજિટલ મોડ થી કરવા ઈચ્છે (ચેક કે બીજી કોઈ ડિજિટલ પદ્ધતિ દ્વારા), ત્યારે તેનો નફો 12 લાખ માનવામાં આવ્યો છે જે 2 કરોડ ના 6% છે. જે પેઢી માટે રૂ. 1,00,000 ની અને માલિકી હક માટે રૂ. 1,23,600 ની ટેક્સ બચત માં પરિણમે છે.

ભલે ને જો વ્યાપારને અર્ધા ભાગનું ટર્ન-ઓવર ડિજિટલ મોડની રસીદો દ્વારા કે બેંક દ્વારા થયું હોય તો પણ રૂ. 50,000 (14,00,000 ના 25%) ની બચત પેઢી માટે અને રૂ. 61,800 ખાનગી માલિકી માટે મેળવી શકાય. આ MSME માટે એક ફાયદાની વાત છે. આમ, આવા લાભો મેળવવા માટે, MSME એ ડિજિટલ પ્લેટફોર્મ સ્વીકારવું પડશે.

વ્યાપારના ડિજિટાઇઝેશન ને સરળ બનાવવા માટેના પગલાં

ડિજિગાંવ પહેલ 1,50,000 થી વધારે ગ્રામ પંચાયતો ને હાઈ-સ્પીડ બ્રોડબેન્ડ જોડાણ પૂરું પાડવાનું, અને વર્ષ 2017-18 ના અંત સુધીમાં ડિજિટલ ટેક્નોલોજી પર શિક્ષણ અને કુશળતા પ્રદાન કરવાનું લક્ષ્ય ધરાવે છે. આ પહેલ ગ્રામ્ય વિસ્તારો ને ડિજિટલ બનાવવા ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને કુશળતા વિકસાવવાના પડકારો ને ઝીલવા લાંબી સફર કાપશે. સરકારશ્રી વ્યાપારીઓ દ્વારા BHIM એપ માં કેશબેક સ્કીમ્સ અને આધાર કાર્ડ આધારિત પેમેન્ટ સિસ્ટમ નું વ્યાપારી સંસ્કરણ – આધાર પે ને અપનાવવા માટે પ્રોત્સાહન આપવાની યોજનાઓ કરે છે.
આવા વિવિધ ઉપક્રમો, ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ના બજેટ ફાળવણી માં નોંધપાત્ર વધારા સાથે અને શહેરી વિસ્તારો માં અને મોટા પાયે ગ્રામ્ય વિસ્તારો માં સુરક્ષિત અને મજબૂત ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ને પ્રાધાન્ય આપવા MSME સેક્ટર ને કેશલેસ અર્થવ્યવહાર તરફ લઇ જવા માટે સહાય કરશે.

સ્ટાર્ટ-અપ ઉદ્યોગો માટે વધારે અનુકૂળ ટેક્સ રજાઓ

સ્ટાર્ટ-અપ ઉદ્યોગો માટે વ્યાપારમાંથી નફા અને લાભ પર કપાત વળતર (ક્લેઇમ ડીડક્સન) કરવા માટેની ટેક્સ રજાઓ (ટેક્સ હોલિડેઝ) હાલની મર્યાદા ૫-વર્ષ ને બદલે ૭ વર્ષ માંથી ૩ સળંગ વર્ષ સુધી લંબાવવામાં આવી છે. આનાથી રોકાણ વધશે અને વધારે રોજગારી ની તકો ઉભી થશે.

કેશ પેમેન્ટ માટે નીચલી મર્યાદા

વ્યક્તિ માટે એક દિવસમાં કરી શકતા કેશ પેમેન્ટ (રોકડ વ્યવહાર) ની મહત્તમ મર્યાદા રૂ. 20,000 થી ઘટાડીને રૂ.10,000 કરી દેવામાં આવી છે. એનો અર્થ એ થાય કે આ મર્યાદાથી વધારે કરેલ કેશ પેમેન્ટ એ કોઈ ધંધા કે વ્યાપાર માંથી આવેલ નફા કે લાભ ની આવકની ગણતરી ના કપાત માટે મંજુર ગણાશે નહિ. આની MSME પર તેમના અસંગઠિત અને અનૌપચારિક કાર્યપદ્ધતિ ને કારણે, અને તેઓ દૈનિક પેમેન્ટ માટે ઘણું કરીને રોકડ પર આધારિત હોવાથી, ખરેખર એક સારી અસર છોડશે. બીજું, MSME દ્વારા ચૂકવેલા વેતન અને પગાર 8,000 થી 15,000 સુધીમાં હશે. હવે, 1 એપ્રિલ, 2017 થી ક્રેડિટ મેળવવા માટે, આ પેમેન્ટ બેંક દ્વારા અથવા તો ડિજિટલ મોડ થી થયેલા હોવા જોઈએ.

આ પહેલ રોકડ વ્યવહારો ને ઓછા કરવા અને ડિજિટાઇઝેશન ને અપનાવવા નો અમલ કરવા માટે છે.

વધુ ઉન્નત ફંડ ઉપલબ્ધતા

પ્રધાન મંત્રીશ્રી એ ૩૧મી ડિસેમ્બર, ૨૦૧૬ ના રોજ જાહેર કરેલી ક્રેડિટ ગેરંટી સ્કીમ જેમાં MSME માટે રૂ. ૨ કરોડ (જે પહેલા ૧ કરોડ હતી) સુધીની લોન ઉપલબ્ધ છે તે MSME સેક્ટર ને તેમના વ્યાપાર માં વૃદ્ધિ કરવા માટે વધારે ફંડ મેળવવામાં સહાયરૂપ થશે.

MSME માટે પ્રદાન કરેલા બજેટ લાભો નોટબંધી ના પ્રત્યાઘાતોની અસર થોડા અંશે ઓછી કરશે, અને MSME ને ડિજિટાઇઝેશન ના વિવિધ લાભો ના વધારે સારા પાલન તરફ લઇ જવામાં સહાય કરશે, અને આ રીતે MSME માટે વ્યવહારુ અને ગતિશીલ વિકાસ પથ બનાવશે.

બજેટ માં આપેલી તકો અને ફાયદાઓ લેવા માટે ડિજિટલ બનો, અને ટેક્નોલોજી નો ઉપયોગ કરો.

Are you GST ready yet?

Get ready for GST with Tally.ERP 9 Release 6