જેની ખૂબ જ રાહ જોવાઈ રહી હતી, એ બહુ ચર્ચિત GST હવે વાસ્તવિકતા બની ગઈ છે. 30 જૂનની મધ્યરાત્રીથી 1 જુલાઈ સુધીમાં, સમગ્ર ભારતના મોટાભાગના વ્યવસાયો તેમના વેપારને એકીકૃત કરવા સક્ષમ હતા, કારણ કે તેઓએ GST યુગના સ્વાગત માટે જરૂરી પગલા લીધા હતા.

પરંતુ જો તમે આવું કર્યું નથી, તો ચિંતા કરશો નહીં, કારણ કે હજી મોડું થયું નથી. અહીં અમે 4 ઝડપી પગલાં વિષે ચર્ચા કરી છે જે તમને તમારા ટ્રૅક પર પાછા લઈ જવા માટે સક્ષમ છે અને તમે GST સાથે તમારો વ્યવસાય કરી શકો છો.

પગલું 1: એ જાણો કે તમારે ફરજિયાત રજીસ્ટર કરવું પડશે કે નહીં

GST રજિસ્ટ્રેશનની , માર્ગદર્શિકા મુજબ, જો તમે નીચે મુજબના સપ્લાયરોની શ્રેણીમાં આવતા હો તો તમારે GST ની નોંધણી ફરજિયાત કરવાની જરૂર પડશે:

 • રૂ. 20 લાખથી વધુની ટર્નઓવર ધરાવતી કરપાત્ર વ્યક્તિ (ખાસ વર્ગનાં રાજ્યોમાં રૂ. 10 લાખ)
 • આંતરરાજ્ય પુરવઠો વહન કરપાત્ર વ્યક્તિs
 • કેઝ્યુઅલ અને નોન નિવાસી કરપાત્ર વ્યક્તિઓ
 • રિવર્સ ચાર્જ હેઠળ ટેક્સ ચૂકવવાપાત્ર વ્યવસાયો
 • કરપાત્ર વ્યક્તિ વતી સપ્લાય આપતા એજન્ટ્સ
 • ઇનપુટ સેવા વિતરક
 • બધા ઇ-કોમર્સ ઓપરેટર્સ
 • ભારતની બહારથી ભારતમાં રહેતા અને નોંધણી વગરની વ્યક્તિને ઑનલાઇન માહિતી અને ડેટાબેઝ એક્સેસ અથવા પુનઃપ્રાપ્તિની સેવાઓ પૂરી પાડતી વ્યક્તિ
 • ટીડીએસ ડીડકટ માટેની જવાબદાર વ્યક્તિ

નોંધ – અગાઉ, ઇ-કોમર્સ પરના તમામ વેચાણકર્તાઓ, ટર્નઓવરને ધ્યાનમાં લીધા વગર GST નોંધણી કરવા માટે જવાબદાર હતા. જો કે, નવીનતમ નિયમો મુજબ, 20 લાખ રૂપિયાથી ઓછુ ટર્નઓવર ધરાવતા સપ્લાયર્સને ઈ-કોમર્સ પોર્ટલ મારફતે માલ કે સેવાઓ વેચવા માટે GST હેઠળ પોતાની નોંધણી કરાવવાની જરૂર નથી. ઉપરાંત, સરકારે TDS અને TCS ની જોગવાઈઓ માટે બે વર્ગોને બાકાત કર્યા છે. – સરકાર, સ્થાનિક સત્તાવાળાઓ અને ઈ-કૉમર્સ કંપનીઓ અને તેમના સપ્લાયર્સ.

પગલું 2: GST હેઠળ રજીસ્ટર કરો

એકવાર તમે એ સ્પષ્ટ કરો કે તમે રજીસ્ટર કરવા માટે જવાબદાર છો કે નહીં, પછી તમે નીચેના 2 કેસો પૈકી એક હેઠળ આવશો:

કેસ 1: GST હેઠળ નોંધણી કરવા માટે જવાબદાર:

આ કિસ્સામાં, તમારે અગાઉના કરવેરા કાયદા હેઠળ તમારી નોંધણીને GST માં આગળ લઈ જવાની જરૂર પડશે. અને તમે તે નીચેના પગલાં લઈને કરી શકો છો –

 • સામાન્ય GST પોર્ટલ (http://www.gst.gov.in/) ઍક્સેસ કરો અને તમારા ઈ-મેલ આઈડી અને મોબાઇલ નંબરને માન્ય કરીને નોંધણી કરો. તે અત્યંત મૈત્રીપૂર્ણ પોર્ટલ છે, જે તમને ઓનલાઇન GST સ્થાનાંતર નોંધણીને એકીકૃત કરવા માટે સક્ષમ બનાવશે.
 • GST માટે નોંધણી કરતી વખતે, તમારે ફોર્મ GST REG -25 માં રજીસ્ટ્રેશનનું કામચલાઉ પ્રમાણપત્ર ફાળવવામાં આવશે. કૃપા કરીને નોંધ કરો કે જો તમે હાલના કરવેરાના કાયદા હેઠળ સિંગલ પેનલના આધારે બહુવિધ રજિસ્ટ્રેશન મેળવી લીધાં હોય, તો પણ તમને GST હેઠળ જ એક અસ્થાયી નોંધણી આપવામાં આવશે. સર્વિસ ટેક્સ હેઠળ કેન્દ્રીય નોંધણીના કિસ્સામાં, તમને રાજ્ય અથવા કેન્દ્રશાસિત પ્રદેશમાં એક અસ્થાયી રજિસ્ટ્રેશન આપવામાં આવશે જેમાં તમે અગાઉ નોંધણી કરાવી હતી. તેમ છતાં, જો તમે બહુવિધ રાજ્યોમાં સેવાઓ પૂરી પાડવાના વ્યવસાયમાં છો, તો તમારે આવા તમામ રાજ્યો માટે અલગ નોંધણી કરવાની જરૂર છે, જ્યાં તમે તમારી સેવાઓ પૂરી પાડશો.
 • 3 મહિનાની અંદર, તમારે GST પોર્ટલમાં GST REG-24 ફોર્મ અને માહિતી અને દસ્તાવેજો સાથે નિર્ધારિત ફોર્મ રજૂ કરવાની જરૂર રહેશે. જો પૂરી પાડવામાં આવેલ માહિતી સંપૂર્ણ અને સંતોષકારક છે, તો તમને ફોર્મ GST REG-06 માં અંતિમ રજીસ્ટ્રેશન પ્રમાણપત્ર આપવામાં આવશે.

કેસ 2: GST હેઠળ નોંધણી કરાવવા માટે જવાબદાર નથી

GST મુજબ જો તમારું ટર્નઓવર તેની થ્રેશોલ્ડ સીમાથી ઓછુ હોય તો આવા સંજોગોમાં, તમારી પાસે 30 દિવસના સમયગાળામાં, ફોર્મ GST REG-28 ફોર્મ સબમિટ કરીને અસ્થાયી રજિસ્ટ્રેશન રદ કરવાનું વિકલ્પ ઉપલબ્ધ હશે.

આ માટે GST નોંધણી/નોંધણીની પ્રક્રિયા GST પોર્ટલ (www.gst.gov.in) fપર 25 જુન 2017 થી ફરી ખોલવામાં આવ્યુ છે અને તે 30 સપ્ટેમ્બર 2017 સુધી ખુલ્લુ રહેશે, તે એવા બાકીના કરદાતાઓને બીજી તક આપવા માટે કરવામાં આવ્યું છે જેઓ અત્યાર સુધી GST માં સ્થાનાંતરિત કરી શક્યા નથી. વળી, જો તમે પહેલી જુલાઇ પહેલાં નોંધણી કરાવી લીધી હોય, પરંતુ પ્રવેશ ફોર્મમાં ડિજીટલ સહી કરી શકયા ન હો, તો હવે તમે નોંધણીની પ્રક્રિયા પૂર્ણ કરવા માટે આ વિન્ડોનો ઉપયોગ કરી શકો છો.

પગલું 3: તમારા HSN કોડ્સ/SAC કોડ્સ અને ટેક્સના દરોને જાણો

મે 18, 2017 થી, GST કાઉન્સિલે વિવિધ માલ અને સેવાઓના દર જાહેર કરવા માટે 4 વાર મીટીંગ કરી હતી. જેમાં અનેક સુધારા લાગુ કરવામાં આવ્યા છે. તેની સાથે, HSN કોડ્સ (માલ માટે) અને SAC કોડ (સેવાઓ માટે) પણ જાહેર કરવામાં આવ્યા છે. આ તે તમારા માટે એક જટિલ પ્રક્રિયા છે, તમારે માત્ર આ કરના દરોથી પરિચિત હોવું જ જરૂરી નથી, પરંતુ HSN/SAC કોડ્સ જાણવા મુખ્યત્વે આ 2 કારણો માટે પણ જરૂરી છે.

એક, તે તમારી GST ઇન્વોઇસિંગ પર અસર કરશે – જો તમારૂ ટર્નઓવર રૂ. 1.5 કરોડથી વધુ છે પણ 5 કરોડથી ઓછુ છે તો તમારે 2-આંકડાનો કોડ વાપરવાની જરૂર છે અને જો તમારૂ ટર્નઓવર રૂ. 5 કરોડ અને તેનાથી વધુ છે, તો તમારે 4- અંકનો કોડ વાપરવો પડશે. જો તમારૂ ટર્નઓવર 1.5 કરોડ રૂપિયાથી ઓછુ છે, તો તમારે તે ઇન્વૉઇસમાં HSN કોડનો ઉલ્લેખ કરવાની જરૂર નથી.

બે, જ્યાં સુધી માલ/સેવાઓના નામો સંબંધિત જાણકારીની વાત છે તો તેના માટે ઉચ્ચતમ સુસંગતતા હોવી જરૂરી છે. વિવિધ ધંધાઓ અ માટે વિવિધ નામોનો ઉપયોગ કરે છે જયારે સરકાર પાસે બધા માલસામાન/સેવાઓ માટે એક માનક નામ છે જે સ્પષ્ટ છે. માટે અવિરત વ્યવસાય કરવા અને તેનું પાલન કરવા માટે વધુ સારું એ છે કે એક જ સમાન કોડનો ઉપયોગ કરવામાં આવે, અને આ કારણે જ તમારે HSN/SAC કોડ વિષે જાણવું મહત્વનું છે.

બીજું અને મહત્વનું કાર્ય તમારા ઉત્પાદનો માટે GST ના દરો જાણવા માટેનું છે.

માલ માટે અંતિમ GST ટેક્સ દર પુસ્તિકા માટે અહી ક્લિક કરો અને સેવાઓ માટે અંતિમ GST ટેક્સ દરની પુસ્તિકા માટે અહીં ક્લિક કરો.

પગલું 4: તમારા વિક્રેતાઓ અને ગ્રાહકો બંનેના GSTIN જાણવા

સંભવતઃ GST યુગમાં તમારા વ્યવસાય માટે સૌથી મહત્વપૂર્ણ પગલાઓ પૈકી આ એક છે કે તમે યોગ્ય અને સમયસર ઇનપુટ ટેક્સ ક્રેડિટ લેવા માટે સક્ષમ છો, અને તે જ રીતે, તમારા ગ્રાહક તમારી સપ્લાય પર તેના પોતાના ઈનપુટ ક્રેડિટનો ઉપયોગ કરી શકે છે. આવું કરવા માટે, તમારે તેની ખાતરી કરવાની જરૂર છે કે તમે તમારા વિક્રેતાને તમારા GSTIN આપ્યા છે, જેથી તે તમારી ખરીદીમાં ‘ટેક્સ ઇન્વોઇસ’ માં રેકોર્ડ કરી શકે. તેવી જ રીતે, એ પણ ખાતરી કરો કે તમે તમારા ગ્રાહકના વેચાણના ‘ટેક્સ ઇન્વૉઇસ’ પર GSTIN લખી રહ્યાં છો, જેથી તમારા ગ્રાહક પોતાના ઇનપુટ ક્રેડિટનો દાવો કરી શકે. આ તમને તમારા વ્યવસાયને અવિરત અને સારી રીતે ચાલુ રાખવા, અને તમને તમારા વિક્રેતાઓ અને ગ્રાહકો સાથે સુમેળ સાધવા અને તેમને અસરકારક રીતે સંચાલિત કરવામાં મદદ કરશે.

Are you GST ready yet?

Get ready for GST with Tally.ERP 9 Release 6

39,074 total views, 38 views today

Pramit Pratim Ghosh

Author: Pramit Pratim Ghosh

Pramit, who has been with Tally since May 2012, is an integral part of the digital content team. As a member of Tally’s GST centre of excellence, he has written blogs on GST law, impact and opinions - for customer, tax practitioner and student audiences, as well as on generic themes such as - automation, accounting, inventory, business efficiency - for business owners.