અમે અમારા અગાઉના બ્લોગમાં એ ચર્ચા કરી છે કે જેના પર રિવર્સ ચાર્જ કરવેરા ચુકવવા પડે છે. આ સ્થિતિમાં જ્યારે પ્રાપ્તકર્તાઓ એવી સપ્લાય પર અગાઉથી ચુકવણી કરે છે જેના પર તેઓ રિવર્સ ચાર્જ માટે કરવેરા ચૂકવવા માટે જવાબદાર છે, તો તેઓએ અગાઉથી કરવામાં આવેલી આવી ચુકવણી પર પણ ટેક્સ ચૂકવવો પડશે. સર્વિસ ટેક્સ હેઠળ રજિસ્ટર્ડ થયેલા લોકો સર્વિસ ટેક્સ પદ્ધતિમાં આ સમાન જરૂરિયાતથી પરિચિત છે.

આ બ્લૉગમાં, જે એવી સપ્લાય વિષે વાત કરશું જેના પર રિવર્સ ચાર્જ પર ટેક્સ ચુકવવાનું છે અને તેના માટે અગાઉથી ચુકવણી કરવામાં આવી છે તેને અસરકારક રીતે કેવી રીતે કરવું તે અંગે અમે તમને માર્ગદર્શન આપશું.

રિવર્સ ચાર્જ હેઠળ અગાઉથી ચૂકવણી કરતી વખતે રેકોર્ડ કરવા જરૂરી એવા દસ્તાવેજ

રિવર્સ ચાર્જ પર કર ચૂકવવા માટે જવાબદાર છે તે ઓર્ડર માટે જો અગાઉથી ચુકવણી કરી હોય તો, તેના ચુકવણી વાઉચરને રેકોર્ડ કરવામાં આવે છે. આ એડવાન્સ ચુકવણી પર લાગુ થતું કર ચુકવણી વાઉચરમાં દર્શાવવું જોઈએ. ટેક્સની રકમ માલ અને/અથવા સેવાઓ કે જેના પર અગાઉથી કર ચૂકવવામાં આવે છે તેના પર લાગુ થતા રેટ મુજબ ગણતરી કરવામાં આવે છે. સપ્લાયર રાજ્યની અંદર અથવા રાજ્યની બહાર સપ્લાય કરે છે તેના આધારે, ચાર્જ કરાયેલ ખર્ચ CGST + SGST / UTGST (રાજ્યની અંદર) અથવા IGST (આંતરરાજ્ય) હશે.

ચુકવણી વાઉચરમાં લખવાની મહત્વપૂર્ણ વિગતો

   1. જો સપ્લાયર રજીસ્ટર થયેલ હોય, તો સપ્લાયરનું નામ, સરનામું અને GSTIN
   2. ચુકવણી વાઉચરના સીરીયલ નંબર, જે 16 અક્ષરો કરતા વધુ હોવા જોઈએ નહીં, જેમાં મૂળાક્ષરો અથવા સંખ્યાઓ અથવા વિશિષ્ટ અક્ષરો હાયફન (-) અથવા સ્લેશ (/) સામેલ છે. અને તે નાણાકીય વર્ષ માટે અનન્ય હોવું આવશ્યક છે.
   3. ઇશ્યૂ કર્યાની તારીખ
   4. પ્રાપ્તકર્તાનું નામ, સરનામું અને GSTIN
   5. માલ કે સેવાઓનું વર્ણન.
   6. એડવાન્સ ચૂકવણીની રકમ
   7. ટેકસનો દર (CGST, SGST, IGST, UTGST અથવા સેસ)
   8. ટેક્સની રકમ (CGST, SGST, IGST, UTGST અથવા સેસ)
   9. જો પુરવઠો રાજ્યની બાહર મોકલવામાં આવેલ છે, તો રાજ્યનું નામ અને કોડ સાથે સપ્લાયની જગ્યા.
   10. સપ્લાયર અથવા તેના અધિકૃત પ્રતિનિધિના હસ્તાક્ષર અથવા ડિજિટલ હસ્તાક્ષર.

ઉદાહરણ :રમેશ પ્રા. લિમિટેડ દિલ્હીમાં મનિષ પરિવહનની પરિવહન સેવાઓનો ઉપયોગ દિલ્હીમાં તેના માલને ગ્રાહકો સુધી પહોંચાડવા માટે કરે છે. તેના માલની ડીલેવરી 15 મી ઑગસ્ટ, 17, ના રોજ કરવાની છે. રમેશ પ્રા. લિ. 1 લી ઓગસ્ટ, ૨૦૧૭ ના રોજ મનીષ પરિવહનને આ માટે રૂ. 20,000 ની ચુકવણી કરે છે. આ અગાઉથી કરવામાં આવેલ ચૂકવણી માટે એક ચુકવણી વાઉચર રમેશ પ્રા.લિ. દ્વારા રેકોર્ડ કરવામાં આવશે જે નીચે બતાવેલ પ્રમાણે હશે:

જે સપ્લાય પર રિવર્સ ચાર્જ ટેક્સ ચૂકવવાનો છે તેની એડવાન્સ ચુકવણીની વિગતો કેવી રીતે આપી શકાય?

જે સપ્લાય પર રિવર્સ ચાર્જ ટેક્સ ચૂકવવાનો છે તેની એડવાન્સ ચુકવણીની વિગતો ફોર્મ GSTR-2 માં દર્શાવવાની હોય છે:

3

Are you GST ready yet?

Get ready for GST with Tally.ERP 9 Release 6

98,029 total views, 10 views today