Language

  • English
  • Hindi
  • Marathi
  • Kannada
  • Telugu
  • Tamil
  • Gujarati

આપણી અગાઉની પોસ્ટમાં આપણે જીએસટી રજિસ્ટર્ડ ડીલરને તમે કઈ રીતે ટ્રાન્ઝિશન કરી શકો  અને નવી જીએસટી રજિસ્ટ્રેશન માટે તમે શું કરી શકો તે વિશે ચર્ચા કરી હતી.

ચાલોહવે સમજી લઈએકઈ રીતે:

  • તમારી રજિસ્ટ્રેશનની વિગતોમાં ફેરફાર.
  • રજિસ્ટ્રેશન કેન્સલ કરવા માટે અરજી કરો.
  • જો તમારું રજિસ્ટ્રેશન રદ કરો કેન્સલેશનની અરજી પછી.

તમારું રજિસ્ટ્રેશન રદ કરો કેન્સલેશનની અરજી પછી.

  • રજિસ્ટ્રેશન સમયે આપેલી વિગતોમાં કોઈ પણ ફેરફાર ફોર્મ જીએસટી આઈજી-11માં (GST REG-11) ફેરફાર 15 દિવસમાં સબમિટ કરવાનું આવશ્યક છે.
  • ફોર્મજીએસટી આરઈજી-11માં વેપારનું નામ, ભાગીદારની વિગતો, મેનેજિંગ કમિટી વગેરેમાં ચોક્કસ ફેરફાર માટે અધિકારી પાસેથી મંજૂરી આવશ્યક છે. વેરિફિકેશન પછી અધિકારી દ્વારા વિગતોમાં ફેરફાર માટે મંજૂરીનો આદેશ ફોર્મ જીએસટી આરઈજી-12માં (GST REG-12) મોકલવામાં આવે છે.
  • • જો રજિસ્ટર્ડ કરદાતાના પેન નંબરમાં ફેરફાર થાય તે રીતે વેપારની વિગતોમાં ફેરફાર હોય તો ફોર્મ જીએસટી આરઈજી-1માં (GST REG-01) નવી નોંધણી આવશ્યક છે.

Amending-GST-Registration-Details

રજિસ્ટ્રેશન રદ કરવા માટે અરજી

  • રજિસ્ટર્ડ કરપાત્ર વ્યક્તિ રજિસ્ટ્રેશન રદ કરવા માગે તો તેણે ક્લોઝિંગ સ્ટોક અને અન્ય સુસંગત દસ્તાવેજોની વિગતો સાથે ફોર્મ જીએસટી આરઈજી-14 (GST REG-14) સબમિટ કરવાનું રહેશે.
  • 7 દિવસમાં ફોર્મ જીએસટી આરઈજી-15માં (GST REG-15) આ રીતે રદ કરવા માટેના કારણ સાથે કર પાત્ર વ્યક્તિને નોટિસ જારી થશે.
  • અધિકારી પાસેથી વેરિફિકેશન અને મંજૂરી પછી ફોર્મ જીએસટી આરઈજી-15 પ્રાપ્તિની અથવા કારણ દર્શાવોના 30 દિવસમાં ફોર્મ જીએસટી આરઈજી-16માં (GST REG-16) રદ કરવાનો ઓર્ડર જારી થશે.

Applying-for-Cancellation-of-Registration

સ્વેચ્છાથી રજિસ્ટ્રેશન કરાવનાર કરપાત્ર વ્યક્તિને 1 વર્ષ પૂર્ણ કર્યા પછી જ રદ કરવાની અરજી કરી શકે. અધિકારી કરપાત્ર વ્યક્તિને કોઈ પણ બાકી કર કે દંડ ભર્યા પછી રદ કરવાની તારીખ નક્કી કરે છે.

રદ કરેલી રજિસ્ટ્રેશનનું કેન્સલેશન (cancellation)

  • જો અધિકારી દ્વારા રજિસ્ટ્રેશન કેન્સલ કર્યું હોયતો કરપાત્ર વ્યક્તિ 30 દિવસમાં ફોર્મ જીએસટી આરઈજી-17માં(GST REG-17) રદ કરવાની અરજી આપીશકે છે.
  • જો અધિકારીને વધારાની વિગતો કે સ્પષ્ટીકરણ આવશ્યક લાગે તો ફોર્મ જીએસટી આરઈજી-3 (GST REG-3) 3 કામકાજના દિવસમાં જારી કરવામાં આવે છે.
  • આ પછી કરપાત્ર વ્યક્તિએ ફોર્મ જીએસટી આરઈજી 4 (GST REG-4) 7 કામકાજના દિવસમાંમાં ઉત્તર આપવાનું જરૂરી છે.
  • જો અધિકારીને સંતોષ થાય તો આવી અરજીને 30 દિવસમાં ફોર્મ જીએસટી આરઈજી-18માં (GST REG-18) રદ કરવાનો આદેશ જારી કરાશે.
  • જો અધિકારીને સંતોષ નહીં થાય તો રદ કરવાની અરજી ફોર્મ જીએસટી આરઈજી-5માં (Form GST REG-5) નકારી કાઢવામાં આવશે. આ નકાર પૂર્વે કરપાત્ર વ્યક્તિને ફોર્મ જીએસટી આરઈજી-19માં (Form GST REG-5) કારણદર્શક નોટિસ જારી કરાશે અને સુનાવણી કરાશે.

GST---Revoking-a-Cancelled-Registration

Are you GST ready yet?

Get ready for GST with Tally.ERP 9 Release 6

91,456 total views, 15 views today