પહેલી જુલાઈ, 2017 ના રોજ GST ને એક વ્યાપક પરોક્ષ કર પ્રણાલી તરીકે રજૂ કરવામાં આવી રહ્યું છે. બધા વ્યવસાયો હાલમાં સંક્રમણના તબક્કામાં છે અને આ નવા કરવેરા સુધારણાથી સજ્જ થવા માટે શક્ય એ બધું જ કરી રહ્યા છે. તેના વિવિધ પાસાઓ પૈકી, ઇનપુટ ટેક્સ ક્રેડિટ (ITC) નું સ્થાનાંતરણ એ એક મહત્વનું પાસું છે. CENVAT, VAT, સર્વિસ ટેક્સના 30 મી જૂન, 2017 ના ITC ના બંધ સ્ટોકને GST માં ઇનપુટ ટેક્સ ક્રેડિટ તરીકે આગળ લાવવાની મંજૂરી આપવામાં આવી છે. CENVAT (જેમાં સર્વિસ ટેક્સ શામેલ છે) તે CGST ઇનપુટ ટેક્સ ક્રેડિટ તરીકે આગળ વધશે અને VAT ને SGST ઇનપુટ ટેક્સ ક્રેડિટ તરીકે આગળ લઇ જવામાં આવશે.

આમ જોઈએ તો આ એક સરળ જણાય છે પરંતુ દરેક વ્યવસાય માટે ચોક્કસ શરતો અને ક્રિયાઓ છે જેના લીધે વ્યવસાયો કોઈ પણ નુકસાન વગર સંપૂર્ણ ITC મેળવી શકે છે. ITC ને GST માં આગળ લઇ જવા માટે 5 મહત્વના પગલાઓ છે:

આ પણ વાંચો:  GSTR-3B માં ટ્રાન્ઝિશનલ આઈટીસીનો કેવી રીતે દાવો કરવો

1. ઇનપુટ ટેક્સ ક્રેડિટની કલોઝિંગ બેલેન્સ આગળ લઇ જવા માટેની પાત્રતા:

ઇનપુટ ટેક્સ ક્રેડિટ આગળ લઇ જવા માટે, તમારે નીચેની શરતો પૂરી કરવાની જરૂર છે:

 • ઇનપુટ ટેક્સ ક્રેડિટનું કલોઝિંગ બેલેન્સ તમારા દ્વારા દાખલ થયેલ છેલ્લા રીટર્નમાં પ્રતિબિંબિત થવું જોઈએ
  જૂન, 2017 ના મહિના માટે તમારૂ રીટર્ન ફાઈલ કરતા પહેલાં, એ ખાતરી કરો કે તમારી બધી કરપાત્ર ખરીદીની ગણતરી કરવામાં આવી છે, જે તમારા રીટર્નમાં પ્રતિબિંબિત થાય છે.
 • GST હેઠળ ઈનપુટ ટેક્સ ક્રેડિટની મંજૂરી હોવી જરૂરી છે.
  આ સૂચવે છે કે GST માં ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવવા માટે પાત્ર થવા માટે તમારે નિયમિત વેપારી હોવું જરૂરી છે.
 • અગાઉનાં કાયદા હેઠળ ફાળવવામાં આવેલા બધા રીત્રણ છેલ્લા 6 મહિના માટે દાખલ કરવામાં આવેલા હોવા જોઈએ.
  સેન્ટ્રલ એક્સાઇઝ, વેટ અને સર્વિસ ટેક્સ હેઠળ આવશ્યક રીટર્ન 1 જુલાઇ, 2017 પહેલાંના છેલ્લા 6 મહિના માટે ફાઈલ કરવામાં આવવા જોઈએ.

જ્યારે ઉપરોક્ત તમામ શરતો પૂર્ણ થાય, ત્યારે જ તમે તમારી હાલની ઇનપુટ ક્રેડિટ GST માં સ્થાનાંતરિત કરી શકો છો.

Worried about GST compliance? Use Tally.ERP 9 and file the most accurate GST Returns

2. ફોર્મ GST TRAN – 1 માં ઇનપુટ ટેક્સ ક્રેડિટની ઘોષણા

GST હેઠળ ક્રેડીટ ટેક્સ માટે સૌથી મહત્ત્વપૂર્ણ પગલું એ છે કે, તમારે GST ના અમલીકરણની તારીખથી 90 દિવસની અંદર ફોર્મ GST TRAN – 1 માં ઈ-ઘોષણા કરવાની જરૂર છે. ઇનપુટ ટેક્સ ક્રેડિટના દાવા સાથે તમારે અલગ ટેક્સના પ્રકાર, જેમ કે, બેઝિક એક્સાઇઝ ડ્યુટી, CVD, અને સર્વિસ ટેક્સ વગેરેની યાદી આપવાની જરૂર છે.

આ પણ વાંચો:ફોર્મ GST TRAN-1 અને ક્યારે ફાઇલ કરવું તે છે

3. CENVAT ક્રેડિટ આગળ લઇ જવા માટે ફોર્મ GST TRAN-1 માં દર્શાવવાની વિગતો

તમારે કોષ્ટક નં. 5 (a) માં નીચેની વિગતો આપવાની જરૂર છે:

  • એક્સાઇઝ અને સર્વિસ ટેક્સના નોંધણી નંબર.
  • કરવેરાનો સમયગાળો, જેના માટે પાછલા કાયદા હેઠળ છેલ્લુ રીટર્ન દાખલ કરવામાં આવ્યું હતું.
  • રીટર્ન ભરવાની તારીખ
  • છેલ્લા રીટર્નમાં આગળ લેવામાં આવેલું CENVAT બેલેન્સ
  • સેનવેટ ક્રેડિટ, પરિવર્તનીય જોગવાઈઓ અનુસાર CGST ITC તરીકે સ્વીકાર્ય છે: આનો અર્થ એવો થાય છે કે અગાઉની પદ્ધતિ દરમિયાન ITC નો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને GST પદ્ધતિ દરમિયાન, તેને મુક્તિ આપવામાં આવે છે. તેનો ઉપયોગ બિન-ધંધાકીય હેતુ માટે અથવા કોઈ એવા કારણસર થાય છે કે જેના માટે ITC ને GST માં મંજૂરી આપવામાં આવી નથી. તમારે તમારા દાવાની કિંમતને તમારા અંતિમ રીટર્નના કલોઝિંગ સ્ટોક સુધી ઘટાડવાની જરૂર છે.

 CGST Input Tax Credit

4. જેના માટે ક્રેડિટ આગળ ધરવામાં આવી રહી છે તે મેળવવામાં આવેલ કાનૂની ફોર્મની વિગતો

પહેલી એપ્રિલ, 2015 થી 30 મી જૂન, 2017 સુધીના સમયગાળા માટે તમારે દરેક ઘોષણા ફોર્મની વિગતો જાહેર કરવાની જરૂર છે, જેમ કે C ફોર્મ, F ફોર્મ અને H/I ફોર્મ. આ વિગતોને ફોર્મ-મુજબ જાહેર કરવામાં આવશે. જેમ કે જે વ્યકિતએ ફોર્મ ઇસ્યુ કર્યું હોય તેનું નામ, સીરીયલ નંબર, વેચાણની રકમ અને પ્રોડક્ટ/કોમોડિટી પર લાગુ પડતા વાસ્તવિક VAT ના દર દર્શાવવા જોઈએ. આ વિગતો ફોર્મ GST TRAN-1 ના ટેબલ નંબર 5 (b) માં દર્શાવવાની જરૂર છે.

Input Tax Credit statutory forms

વ્યવસાયોએ ઉપર જણાવેલ ફોર્મ સામે થયેલા તમામ વેચાણને ટ્રેક કરવાની જરૂર છે. તેમણે એ સુનિશ્ચિત કરવાની જરૂર છે કે તેમના ગ્રાહકો/શાખા/વિભાગ પાસેથી બધા બાકી ફોર્મ પ્રાપ્ત થઈ ગયા છે. નહિંતર, તેઓને તફાવતની રકમ ચૂકવવાનું જોખમ રહેશે. એટલે કે, કાનૂની ફોર્મમાં ચાર્જ કરવામાં આવેલ રેટ અને ઉત્પાદન/કોમોડિટી પર લાગુ વાસ્તવિક VAT દર વચ્ચે.

5. VAT ક્રેડિટ આગળ લઇ જવા માટે ફોર્મ GST TRAN-1 માં દર્શાવવાની વિગતો

તમારે કોષ્ટક નં. 5 (c) માં નીચેની વિગતો આપવાની જરૂર છે:

   • VAT નોંધણી નંબર
   • છેલ્લા રિટર્નમાં VAT ની ITC ની બેલેન્સ.
   • બાકી રહેલા ફોર્મ્સ ( C,F,H/I) ની વિગતો પૂરો પાડો:
    • દરેક ફોર્મ સામે ટર્નઓવરની વિગતો.
    • વૈધાનિક ફોર્મ્સને બદલે ચાર્જ કરેલ દરને ધ્યાનમાં રાખીને ચૂકવવાપાત્ર વિભેદક રકમ ઓછા(-)પ્રોડક્ટ/કોમોડિટી પર લાગુ કરાયેલ વાસ્તવિક VAT દર.
   • VAT ITC નો અંતિમ યોગ્ય દાવો – જે ફોર્મ બાકી છે તે વેચાણ પર ચૂકવવાપાત્ર દર, છેલ્લા VAT રીટર્ન પ્રમાણે ITC ના બેલેન્સથી ઘટાડવું જોઈએ અને બાકીનું બેલેન્સ SGST ક્રેડિટ તરીકે તમારી અંતિમ પાત્ર ITC તરીકે આગળ લઇ જવામાં આવશે.

Input Tax Credit VAT

સારાંશ

ભૂતકાળના કાયદા માંથી વર્તમાન GST પદ્ધતિ માટેનું ઇનપુટ ક્રેડિટનું સ્થળાંતર ખૂબ જ સરળ છે. તેમાં ઘણી વિગતો પૂરી પાડવાની છે, ખાસ કરીને જે લોકોએ નવી ટેક્નૉલૉજીને સંપૂર્ણપણે અપનાવી નથી તેવા લોકો માટે સંબંધિત ટર્નઓવર અને વિવિધ જાતના ફોર્મની વિગતો પૂરી પાડવી એક મુશ્કેલ કાર્ય બની રહેશે.

આ માટે બે મહત્વના પરિબળોને ધ્યાનમાં રાખવાની જરૂર છે:

  • તમે ફાઈલ કરી રહ્યા છો તે છેલ્લા રીટર્નમાં પાત્ર હોય તેવી તમામ ઇનપુટ ક્રેડિટ માટે દાવો કરો.
  • સમયસર ઇનપુટ ક્રેડિટ માટે ફોર્મ GST TRAN-1 મુજબ જરૂરી વિગતો જાહેર કરો, અને આ માટેનો સમયગાળો 90 દિવસનો છે.

Are you GST ready yet?

Get ready for GST with Tally.ERP 9 Release 6

100,550 total views, 65 views today

Yarab A

Author: Yarab A

Yarab is associated with Tally since 2012. In his 7+ years of experience, he has built his expertise in the field of Accounting, Inventory, Compliance and software product for the diverse industry segment. Being a member of ‘Centre of Excellence’ team, he has conducted several knowledge sharing sessions on GST and has written 200+ blogs and articles on GST, UAE VAT, Saudi VAT, Bahrain VAT, iTax in Kenya and Business efficiency.