ઇનપુટ ટેક્સ ક્રેડિટ જીએસટી હેઠળ અનુપાલનનું મહત્વનું ઘટક છે. જીએસટીમા ઇનપુટ ટેક્સ ક્રેડિટ વ્યવસાય દરમિયાન અથવા વ્યવસાયને આગળ વધારવા માટે વપરાતી તમામ ઇનપુટ પર ઉપલબ્ધ છે, પરંતુ ઇનપુટ ક્રેડિટનો દાવો કરવા માટે અમુક શરતો નક્કી કરવામાં આવી છે. આ ઉપરાંત, અમુક ઇનપુટ પર ઇનપુટ ટેક્સ ક્રેડિટની મંજૂરી નથી. આ ચેકલિસ્ટ તમારા માટે ઇનપુટ ટેક્સ ક્રેડિટનો યોગ્ય રીતે દાવો કરવા માટે ઉપયોગી એવી તૈયાર ગાઈડ છે જે તમને ચોક્કસપણે મદદ કરશે.

ઇનપુટ ટેક્સ ક્રેડિટનો દાવો કરવા માટેની શરતોનકારાત્મક યાદી (એવા માલસામાન અથવા સેવાઓ કે જેમાં ઇનપુટ ટેક્સ ક્રેડિટનો દાવો કરી શકાતો નથી)
ઇનપુટ્સનો ઉપયોગ વ્યવસાય દરમિયાન અથવા વ્યવસાયને આગળ વધારવા માટેનો થયો હોવો જોઈએમોટર વાહનો અથવા અન્ય વાહન, જ્યાં સુધી મુસાફરોને હેરફેર કરવા માટે સપ્લાય અથવા ઉપયોગ કરવામાં ન આવે ત્યાં સુધી અથવા વાહનો ડ્રાઇવિંગ કરવા, ઉડાન કરવા અથવા નેવિગેટ કરવા લોકોને તાલીમ આપવા માટે ઉપયોગમાં લેવાતો માલસામાન
નોંધાયેલ વ્યક્તિ દ્વારા જારી કરાયેલ હોય એવા ટેક્સ ઇન્વોઇસ / ડેબિટ નોટ તમારી પાસે હોવું જોઈએખોરાક અને પીણાં, આઉટડોર કેટરિંગ, સૌંદર્યલક્ષી સારવાર, આરોગ્ય સેવાઓ, કોસ્મેટિક અને પ્લાસ્ટિક સર્જરી, સિવાય કે તેઓનો ઉપયોગ માલસામાન અને સેવાઓની સમાન શ્રેણીના બાહ્ય સપ્લાય માટે કરવામાં આવે
તમે માલ કે સેવા મેળવી હોવી જોઈએક્લબ અને આરોગ્ય અને ફિટનેસ કેન્દ્રોનું સભ્યપદ
સપ્લાયરે સરકારને કરવેરો ભર્યો હોવો જોઈએકર્મચારીઓ માટે કેબ સેવાઓઅને જીવન અને સ્વાસ્થ્ય વીમો, જ્યાં સુધી આ સેવાઓ કર્મચારીઓને પૂરી પાડવા માટે ફરજિયાત હોય તેવું સૂચવવામાં આવ્યું હોય અથવા તેઓનો ઉપયોગ સામાન અથવા સેવાઓની સમાન શ્રેણીના બાહ્ય પુરવઠો મોકલવા માટે કરાયો હોય.
તમે જે તે મહિના માટે ફોર્મ GSTR-3 રજૂ કર્યું હોવું જોઈએવેકેશન પર કર્મચારીઓને રજા, જેમકે રજાનો લાભ અથવા હોમ ટ્રાવેલ કોન્સેશનનો લાભ
જો વસ્તુઓ ઘણાં બધાં હપતાથી પ્રાપ્ત થાય છે, તો ઇનપુટ ક્રેડિટ માત્ર છેલ્લા લોટ અથવા હપતો મળ્યા પછી લઈ શકાય છેસ્થાવર મિલકત (પ્લાન્ટ અને મશીનરી સિવાય) બાંધકામ માટે ઉપયોગમાં લેવાતી વર્ક્સ કૉન્ટ્રેક્ટ સેવાઓ, સિવાય કે વર્કસ કૉન્ટ્રેક્ટ સર્વિસની વધુ સેવાઓનો ઉપયોગ કરવામાં આવે
ઈનપુટ માત્ર કરપાત્ર સપ્લાય પર જ મળે છે નહિ કે કરમુક્ત સપ્લાયસ્થાવર મિલકતોના નિર્માણ માટે મળેલી ચીજો અથવા સેવાઓ (પ્લાન્ટ અને મશીનરી સિવાય)
ઇનપુટ ક્રેડિટ આગામી નાણાંકીય વર્ષના સપ્ટેમ્બર માટે અથવા વાર્ષિક રીટર્ન ફાઈલ કરવાની તારીખ, જે પહેલુ હશે ત્યારે મેળવી શકાશેખોવાઈ ગયેલ કે ચોરાઇ ગયેલ માલ સામાન નાશ થયેલ કે ભેટ અપાયેલ સામાન અથવા અથવા મફત નમૂનાઓ તરીકે અપાયેલ સામાન

તમે આ ચેકલિસ્ટ (પીડીએફ ફાઇલ) ડાઉનલોડ કરી શકો છો અને તેનો ઉપયોગ તરત જ શરૂ કરી શકો છો! ડાઉનલોડ કરો

Are you GST ready yet?

Get ready for GST with Tally.ERP 9 Release 6

180,940 total views, 7 views today