ભારતીય અર્થતંત્રનું હૃદય તેના નાના અને મધ્યમ વ્યવસાય સેગમેન્ટ છે. આજે આપણે ભારતમાં આશરે 5 કરોડ SME ધરાવીએ છીએ – જેમાં ઔદ્યોગિક ઉત્પાદનમાં આશરે 37% અને ભારતના કુલ નિકાસના 46% છે. 10 ટકાથી વધુના સ્થિર વૃદ્ધિદર સાથે, ભારતીય SME વર્ષમાં વિવિધ 120 મિલિયન લોકોનો સમાવેશ કરે છે અને વર્ષોથી મોટા રોજગારી સર્જન ક્ષેત્ર તરીકે ઊભરી આવ્યું છે. તે કહ્યા વગર સમજાઈ શકાય કે, જ્યારે દેશ GSTના રૂપમાં વિશાળ કરવેરા શાસન પરિવર્તન ની અણીએ છે ત્યારે – SMEના જીવન પર તેની અસર સમગ્ર રાષ્ટ્ર માટે ખુબ જટિલ છે.

11 મી જૂન, 2017 ના રોજ 16 મી GST પરિષદની બેઠકમાં – કોમ્પોઝિશન યોજના માટેની ટર્નઓવરની મર્યાદા હાલની રૂ. 50 લાખથી વધારી રૂ. 75 લાખ સુધી કરવાની ભલામણ કરવામાં આવી હતી. તાજેતરના આ વિકાસના સમયમાં, ચાલો આપણે ઘણા SME પર કોમ્પોઝિશન જોગવાઈ ની અસર પર ફરી એક નજર કરીશું, બંને જેમાં હાલના પદ્ધતિમાં કોમ્પોઝિશન છે તે અને GST હેઠળ જે ચાલુ રહેશે; અને ખાસ કરીને તે, જેઓ રજિસ્ટર્ડ થવાનું વિચારી રહ્યા હતા, પરંતુ હવે અચાનક કોમ્પોઝિશન યોજના લેવાનો વિકલ્પ વિચારે છે – તેમના માટે રૂ. 25 લાખની મર્યાદામાં વધારો થવો એ ખુબ જ સારું થયું છે.

ફાયદાઓ

થ્રેશોલ્ડ મર્યાદા માં વધારો

હાલની પદ્ધતિમાં, મોટાભાગનાં રાજ્યોમાં કોમ્પોઝિશન યોજના માટે ઉપલી થ્રેશોલ્ડ લિમિટ રૂ. 50 લાખ છે. GST, હેઠળ, આ મર્યાદા, શરૂઆતમાં 50 લાખ રૂપિયા રાખવામાં આવી હતી, પરંતુ હવે તે 75 લાખ રૂપિયા કરવામાં આવી છે (સિવાય કે ખાસ કેટેગરીના રાજ્યો – ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, સિક્કીમ અને 7 પૂર્વોત્તર રાજ્યો – જેની મર્યાદા રૂ. 50 લાખ સુધી રહે છે આગામી ચર્ચા ન થાય ત્યાં સુધી). તે સ્પષ્ટ છે, કે આનાથી વધુ SME કંપનીઓ કોમ્પોઝિશન યોજનાનો લાભ લેવા માટે લાયક બનશે. SME માટે વધુ સારા સમાચાર આવશે, કારણ કે GST કાઉન્સિલની ભલામણો પર મર્યાદા મહત્તમ રૂ. 1 કરોડ સુધી વધી શકે તેમ છે.

નીચા ટેક્સ દરો

ડીલર્સની તુલનામાં, જેમને રજીસ્ટર થવું જરૂરી છે, કોમ્પોઝિટ ડીલર (સંયુક્ત વેપારી) તુલનાત્મક રીતે ટેક્સના નીચા દર ચૂકવવાનો મુખ્ય લાભ લેશે. ટેક્સ દર – ઉત્પાદક માટે 2%, વેપારી માટે 1% અને નાના રેસ્ટોરન્ટ્સ માટે 5% જે માનવ વપરાશ માટે ખોરાક અને પીણાંના સપ્લાયમાં સંકળાયેલ છે.

ઓછી પરિપાલન પ્રવૃત્તિઓ

રજિસ્ટર્ડ ડીલરોની તુલનામાં, કોમ્પોઝિટ ડીલરને 3 માસિક રિટર્ન માંથી મુક્ત કરી – તેના બદલે તેમને 1 ત્રિમાસિક રિટર્ન, દર 3 મહિને અને એક વાર્ષિક રિટર્ન ફાઇલ કરવાની જરૂર પડશે. આ ચોક્કસપણે એક કોમ્પોઝિટ વેપારી માટે ઘણો સમય બચાવશે, જેનાથી તે મુખ્ય કારોબારી પ્રવૃત્તિઓ પર ધ્યાન કેન્દ્રિત કરી શકે છે, જે તેને બજારમાં સક્રિય રહેવા માટે ખુબ ઉપયોગી છે.

ગેરફાયદાઓs

માલ અને સર્વિસ ના પ્રકાર પર અંકુશ

કોઈ કોમ્પોઝિટ વેપારી ચોક્કસ સૂચિત ચીજોના ઉત્પાદનમાં સંકળાઈ શકશે નહિ, જે સરકાર અને GST કાઉન્સિલ દ્વારા નિર્દિષ્ટ કરવામાં આવશે. અમે તેના પર વધુ સ્પષ્ટતાની રાહ જોઈએ છીએ, પરંતુ સર્વિસમાં શેમાં પ્રતિબંધ છે તે સ્પષ્ટ છે – કોમ્પોઝિશન કરદાતા માનવ વપરાશ માટે ખાદ્ય અને પીણાના સપ્લાય કરતા અન્ય કોઈપણ સેવામાં જોડાઈ શકે નહિ – બીજા શબ્દોમાં કહીએ તો, નાના રેસ્ટોરાં તરીકે જ મહદઅંશે એક કોમ્પોઝિશન વેપારી સેટઅપનો વિચાર કરી શકે. ઉપરાંત, કોમ્પોઝિશન કરદાતા GSTના મર્યાદા બહાર માલનો સપ્લાય કરી શકતા નથી.

વેપારના પ્રકાર પર અંકુશ

GST કાયદા મુજબ એક કોમ્પોઝિટ ડીલર ઈ-કૉમર્સ પ્લેટફોર્મ પર વેપારમાં જોડાઈ શકતા નથી અને તે પણ માલસામાન અથવા સેવાઓના આંતરરાજ્ય બાહ્ય સપ્લાયમાં પણ જોડાઈ શકે નહિ. અન્ય શબ્દોમાં કહીએ તો, SME જે ઓનલાઇન માર્ગ પર જઈને તેમની હદોને પાર કરવા માંગે છે અને અન્ય રાજ્યોમાં ગ્રાહકોને સેવા આપવાનું ઈચ્છે, તેમના માટે ટર્નઓવરને ધ્યાનમાં લીધા વગર જ, કોમ્પોઝિશન યોજનાનો લાભ લેવાનો વિકલ્પ નહીં હોય.

કોઈ ‘પસંદગીલક્ષી’ કમ્પોઝિશન યોજના નહિ

વર્તમાન રજીસ્ટ્રેશન પ્રણાલીમાં બહુવિધ રજિસ્ટ્રેશન સાથે અનેક બિઝનેસ વર્ટિકલ અને સંસ્થાઓની એક માનક પ્રણાલી છે – જેમાં પસંદ કરેલ વ્યવસાયો માટે કોમ્પોઝિશન યોજનાનો લાભ લેવાની મંજૂરી આપી હતી. પરંતુ GST હેઠળ, રજીસ્ટ્રેશન PAN આધારિત રહેશે. સૌથી અગત્યનું, કોમ્પોઝિશન યોજના બધા બિઝનેસ વર્ટિકલ્સ માટે લાગુ પડશે – રાજ્યમાં કે આંતરરાજ્ય માટે – એ જ PAN સાથે રજીસ્ટર થયેલ. આમ, SMEમાં વિવિધ ધારાધોરણો પણ હોઈ શકે છે, જે વિવિધ રાજ્યોમાં ફેલાયેલ હોય – પરંતુ કોમ્પોઝિશન યોજના માટે ચોક્કસ વર્ટિકલ અને / અથવા શાખાઓ પસંદ કરી શકશે નહીં. તેનો અર્થ એ પણ છે – બહુવિધ રાજ્યોમાં કામગીરી માટે એક જ PAN સાથે રજિસ્ટર્ડ વ્યક્તિ, ક્યાં તો સમગ્ર દેશમાં તમામ વ્યવસાયો માટે “કોમ્પોઝિશન યોજના” નો વિકલ્પ પસંદ કરી શકે અથવા નિયમિત ડીલરશીપનો વિકલ્પ પસંદ કરી શકે છે.

ટેક્સ કલેકશન નહિ, ITC નહિ

કોમ્પોઝિશન વેપારીને તેના બહાર જતા માલ કે સર્વિસના સપ્લાય પર ટેક્સ કલેક્ટ કરવાની જરૂર નથી. પરંતુ, સૌથી મહત્ત્વની બાબત એ છે કે, કોમ્પોઝિટ કરદાતા માલ અને / અથવા સર્વિસના – તમામ આંતરિક સપ્લાય પર ઇનપુટ ટેક્સ ક્રેડિટનો દાવો કરવા માટે લાયક નથી – ભલે ને તે નિયમિત કરપાત્ર વેપારી પાસેથી કરપાત્ર ખરીદી કરે તો પણ. પરિણામે, કરપાત્ર રકમ કોમ્પોઝિટ ડીલરના ખર્ચમાં ઉમેરાઈ જાય છે, જે આખરે તેના ગ્રાહકો માટે ખર્ચમાં વધારો કરે છે. નિયમિત ડીલર્સની તુલનામાં, આ તેની સ્પર્ધાત્મકતા પર બોજ નાખવાનું કાર્ય કરે છે.

પરિપાલન માં વધુ ઊંડાણ

વર્તમાન કોમ્પોઝિશન યોજનામાં, એક કોમ્પોઝિટ વેપારીને વેચાણમાં માત્ર એકંદર ટર્નઓવર જાહેર કરવાનું છે; તેમણે ઈન્વોઈસ દીઠ વિગતો જાહેર કરવાની જરૂર નથી. જોકે GSTમાં, સંયુક્ત કરદાતાને GST રીટર્ન ફાઇલ કરવાની જરૂર પડશે જેમાં બાહ્ય પુરવઠોના કુલ ટર્નઓવર સાથે ઇન્વર્ડ સપ્લાયની ઇનવોઇસ દીઠ વિગતો (જે તેમના સપ્લાયર દ્વારા ફાઇલ કરાયેલ ફોર્મ GSTR-1 ના આધારે આપોઆપ દેખાય છે) આમ, કોમ્પોઝિશન યોજના હેઠળના SME માટે તેના એકાઉન્ટિંગ અને ટ્રાન્ઝેક્શન રેકોર્ડને યોગ્ય રીતે જાળવી રાખવા જરૂરી બનશે.

આ પણ વાંચો :GST હેઠળ આપને કયા એકાઉન્ટ્સ અને અન્ય રેકોર્ડ્સ રાખવા પડશે.

ઉપસંહાર

આ બધું ધ્યાનમાં લેતા, SME માટે કોમ્પોઝિશન સ્કીમ પસંદ કરવી તે એક સારો વિચાર બની શકે નહિ, ભલે તેમ પાલનક્રિયા માં વધારો થાય છે, કારણ કે તે લાંબા ગાળે વધુ વ્યાવસાયિક લાભોનું માં પરિણમી શકે છે. તેમ છતાં, જો કોઈ SME સ્પષ્ટ રીતે B2C વ્યવસાયમાં છે, કોમ્પોઝિશન દર ઓછો હોય અને નેટ માર્જિન ઊંચું હોય, તો કોમ્પોઝિશન એક પોસાય તેવો વિકલ્પ બની શકે છે.

Are you GST ready yet?

Get ready for GST with Tally.ERP 9 Release 6

82,749 total views, 15 views today

Pramit Pratim Ghosh

Author: Pramit Pratim Ghosh

Pramit, who has been with Tally since May 2012, is an integral part of the digital content team. As a member of Tally’s GST centre of excellence, he has written blogs on GST law, impact and opinions - for customer, tax practitioner and student audiences, as well as on generic themes such as - automation, accounting, inventory, business efficiency - for business owners.