(English) Language

  • English
  • Hindi
  • Marathi
  • Kannada
  • Telugu
  • Tamil
  • Gujarati

8 નવેમ્બર 2016 ના રોજ, ભારતના પ્રધાનમંત્રીએ 500 અને 1000 રૂપિયાની નોટો બંધ કરવાની જાહેરાત કરી. આ સમાચાર આપણામાંના ઘણા લોકો માટે એક આશ્ચર્યના રૂપમાં સામે આવ્યા! જો કે, જો તમે સરકાર દ્વારા કરવામાં આવેલ ઉપાયોને ક્રમબદ્ધ રીતે જુઓ, જેમ બેંક ખાતા ખોલવા, આધાર નંબર સાથે લિંક કરવું, કર માફી કાર્યક્રમનો પરિચય આપવો, અપરાધીઓને ચેતવણી આપવી અને આવા જ બીજા, તો તમને લાગશે કે કેવું આયોજનપૂર્ણ હતું.

નોટબંદીના માધ્યમથી, 20 નવેમ્બરના રોજ, આઈટી વિભાગે જાહેરાત કરી કે જે પણ બેંક ખાતાઓમાં 2.5 લાખથી વધારે રકમ જમા કરાવશે તેને નોટિસ મોકલવામાં આવશે.
હવે, એક વ્યવસાય માટે આનો અર્થ શું છે? આ સંકેત છે કે સરકાર અત્યંત ગંભીર છે, અને શિસ્ત જાળવી રાખવા માટે કડક પગલાં લેવામાં આવશે.

આનો અર્થ એમ પણ છે કે જેમણે એક જ દિવસમાં અલગ-અલગ બેંકમાં 2.5 લાખથી વધારે રકમ જમા કરી છે, તેવા વ્યક્તિઓની ઓળખ માટે ટેક્સ વિભાગ બેંકમાંથી વધારે માત્રામાં ડેટા લેવા હેતુ પહેલાથી જ આઈટીના પાવરનો ઉપયોગ કરી રહ્યો છે. સૌથી મહત્વપૂર્ણ, આ પ્રકટ કરે છે કે સરકાર કાયદો લાગૂ કરવા માટે આઈટીને મુખ્યઆધાર બનાવવાની ઈચ્છા રાખે છે.

આનો અર્થ એમ પણ છે કે જેમણે એક જ દિવસમાં અલગ-અલગ બેંકમાં 2.5 લાખથી વધારે રકમ જમા કરી છે, તેવા વ્યક્તિઓની ઓળખ માટે ટેક્સ વિભાગ બેંકમાંથી વધારે માત્રામાં ડેટા લેવા હેતુ પહેલાથી જ આઈટીના પાવરનો ઉપયોગ કરી રહ્યો છે. સૌથી મહત્વપૂર્ણ, આ પ્રકટ કરે છે કે સરકાર કાયદો લાગૂ કરવા માટે આઈટીને મુખ્યઆધાર બનાવવાની ઈચ્છા રાખે છે.

નોટબંદીની નાના વ્યવસાયો પર કેવી અસર થઇ

મલ્લેશ્વરમ્, બેંગલુરુમાં ભાસ્કર મારા પડોસની કરિયાણાની દુકાનનો માલિક છે. તેનો વેપાર માત્ર રોકડથી ચાલે છે. તે ખાતાઓની ચોપડી નથી રાખતો. હોમ ડિલીવરી ઓર્ડર ફોન અને વોટ્સએપ દ્વારા થાય છે, જેની ચૂકવણી ડિલીવરી બાદ થાય છે. તેના ઘણા નિયમિત ગ્રાહકો મહિનામાં એક વાર પૈસાની ચૂકવણી કરે છે. તેનો એકાઉન્ટન્ટ ટેક્સની ભરપાઈ પહેલા તેની ટેક્સની ગણતરી વર્ષમાં એક વાર કરે છે.

10 નવેમ્બરના રોજ, ભાસ્કર હમેશાની પેઠે પોતાની બેંકમાં પૈસા જમા કરાવવા ગયો, અને તે અચંબામાં પડી ગયો કે તેને વિગત વિશે પૂછવામાં આવ્યું! કોઈ પણ પ્રકારનું લખાણ નહિ હોવાને લીધે, આકસ્મિક આ એક અઘરી સ્થિતિ બની ગઈ કારણ કે સામાન્ય રીતે તે પોતાની આવકના રૂપમાં જેટલી રકમ બતાવતો હતો આ રકમ તેનાથી વધારે છે.

શું થાત જો ભાસ્કરે ચૂકવણી અને રસીદોનો રેકોર્ડ રાખવાની એક સરળ પદ્ધતિ રાખો હોત તો? તેના અંગત ખાતાની ચોપડીનો ઉપયોગ એકાઉન્ટન્ટ દ્વારા ટેક્સની ગણતરી કરવામાં થયો હોત. ભાસ્કર માટે પોતાના ખાતાની ચોપડીઓ દ્વારા રકમની સ્થિતિને સમજાવવી સરળ થઇ ગઈ હોત.

કોઈ વ્યવસાય માટે ફરિયાદ-રહિત રહેવા માટેની સૌથી સરળ રીત ચૂકવણી અને પ્રાપ્તિની રસીદોનો રેકોર્ડ રાખવાની છે.
લેવડ-દેવળ રેકોર્ડ કરવાની બાબતમાં આવી શિસ્ત લાવવાથી, વેપાર ખરીદદારો, વિક્રેતાઓ, દેવાદારો, લેણદારો, ચૂકવણી, રસીદોની માહિતી શોધી શકે છે, અને બેંક સ્ટેટમેંટ્સની સાથે તેનું સમાધાન કરી શકે છે. જયારે શંકા હોય કે કોને ચૂકવણી કરવાની છે, શું આ ઘણું સરળ ના હોત, જો તમે જાણતા હોય કે બીજા કોને ચૂકવણી કરવાની છે, પ્રાથમિકતા ક્રમ શું છે, બેંકમાં કેટલી રોકડ છે, અને આગલા કેટલાક દિવસોમાં કેટલી ચૂકવણી થવાની બાકી છે?

બદલતી વ્યવસાયિક સ્થિતિની અનિશ્ચિતતા ઓછો પ્રભાવ નાખશે જયારે તમે તેના પરિણામને ઝડપીથી સમજી શકો અને દૃઢતાથી નિર્ણય લઇ શકો. ખાતાઓની ચોપડી રાખવાની શરુ કરવાની સૌથી સરળ રીત છે એકાઉન્ટિંગ સોફ્ટવેરના ઉપયોગની શરૂઆત. જો તમારો વ્યવસાય હજી સુધી પણ સ્વયંસંચાલિત નથી તો, પ્રથમ ચરણ તરીકે એક એકાઉન્ટિંગ સોફ્ટવેરના ઉપયોગની શરૂઆત કરવી એ સૌથી વધારે યોગ્ય છે. જયારે થોડાક જ મહિનાઓમાં GST બહાર આવશે, ત્યારે તેની માટે તૈયાર રહેવામાં પણ આ તમારી મદદ કરશે.

વર્તમાન ચલણના અભાવને કારણે, ઘણા વ્યવસાયોએ પ્લાસ્ટિક કાર્ડ્સ, ઓનલાઈન બેંક ટ્રાન્સફર અને મોબાઈલ વોલેટ્સની સેવાઓ દ્વારા પૈસા મેળવવાની શરૂઆત કરી દીધી છે. આ ઈ-ચુકવણીની વ્યવસાય પર કેવી અસર થશે? શું કોઈ એવી મોટી રમત છે જે વ્યવસાયોના વિકસિત થવાની પદ્ધતિઓને પ્રભાવિત કરશે અને નિયમો પ્રતિ આજ્ઞાકારી બની રહેશે? અને વધુ જાણકારી માટે જોડાયેલા રહો!

 

Are you GST ready yet?

Get ready for GST with Tally.ERP 9 Release 6

206,030 total views, 156 views today

Avatar

Author: Santosh AR