ઓર્ડર માટે અગાઉથી રકમ મેળવવી સામાન્ય વ્યવસાયિક ઘટના છે. સપ્લાયર્સ સામાન્ય રીતે ગ્રાહકોને ઓર્ડર માટે અગાઉથી ચૂકવણી કરવાનું કહે છે કારણકે તેનાથી તેઓને ઓર્ડર રદ નહીં કરવા થવા માટેની પ્રતિબદ્ધતા મળે છે. એક્સાઇઝ એન્ડ વેટ હેઠળ નોંધાયેલા વ્યક્તિઓ માટે, એડવાન્સ પ્રાપ્ત કરવા એ કરવેરા અંતર્ગત મહત્વનું બિંદુ છે જેને ધ્યાને લેવાનું ઘણી વાર ભુલાઈ જાય છે. સોદા પર કર ચૂકવવાની જવાબદારી અનુક્રમે એક્સાઈઝ એન્ડ વેટ હેઠળ માલના વેચાણ પર દૂર કરવામાં આવી છે.


ઉત્પાદકો અને વેપારીઓએ હવે નોંધ લેવી જરૂરી છે કે તેઓ ગ્રાહકો પાસેથી મળેલ એડવાન્સ પર GST ચૂકવવા માટે જવાબદાર રહેશે. સર્વિસ સપ્લાયર્સ તો પહેલેથી જ સર્વિસ ટેક્સના આ નિયમથી પરિચિત છે, જ્યાં તેઓ પ્રાપ્ત કરેલા એડવાન્સ પર કર ચૂકવવા જવાબદાર છે. અહીં, GST હેઠળ પ્રાપ્ત થતા એડવાન્સ સાથે અસરકારક રીતે કેવી રીતે વ્યવહાર કરવો તે અંગે અમે તમને માર્ગદર્શન આપીશું.

એડવાન્સ પ્રાપ્ત કરતી વખતે કયા દસ્તાવેજો આપવામાં આવે છે?

ઑર્ડર પર એડવાન્સ મેળવવા પર, સપ્લાયરે અગાઉથી ચૂકવણી કરનારને રસીદ વાઉચર આપવું જોઈએ. એ નોંધવું પણ અગત્યનું છે કે સપ્લાયર GST હેઠળ મેળવેલા એડવાન્સ પર ટેક્સ ચૂકવવા માટે જવાબદાર છે. આથી, અગાઉથી આપવામાં આવેલ રકમ પર લાગુ થયેલ કરને રસીદ વાઉચરમાં બતાવવો જોઈએ. જે સામાન અને સેવાઓ પર એડવાન્સ પ્રાપ્ત થયા હોય તેના પર લાગુ થયેલ કરના દર પર જ ટેક્સની ગણતરી કરવી જોઈએ.પ્રાપ્ત કર્તા આંતરરાજ્ય વહીવટ કરતો હોય કે પછી માત્ર રાજ્યમાં જ વહીવટ કરતો હોય તેના આધારે કર ચાર્જ CGST + SGST (રાજ્યની અંદર) અથવા IGST (આંતરરાજ્ય) લાગુ પડશે

GST હેઠળ એડવાન્સ રસીદ વાઉચરમાંની મહત્વની વિગતો

    1. સપ્લાયરનું નામ,સરનામું અને GSTIN
    2. રસીદ વાઉચરના સીરીયલ નંબર, જે 16 અક્ષરો કરતા વધુ હોવા જોઈએ નહીં, જેમાં મૂળાક્ષરો અથવા સંખ્યાઓ અથવા વિશિષ્ટ અક્ષરો હાઇફન (-) અથવા સ્લેશ (/) હોવું જોઈએ. આ ઉપરાંત જે તે નાણાકીય વર્ષ માટે તે નંબર અનન્ય હોવો આવશ્યક છેr
    3. ઇસ્યુ તારીખ
    4. જો પ્રાપ્તકર્તા નોંધાયેલ છે, તો પ્રાપ્તકર્તાનું નામ, સરનામું અને GSTIN અથવા UID
    5. માલ કે સેવાઓનું વર્ણન
    6. એડવાન્સ આપેલ રકમ
    7. કરવેરાનો દર (CGST, SGST, IGST, UTGST અથવા સેસ)
    8. કરવેરાની રકમ(CGST, SGST, IGST, UTGST અથવા સેસ)
    9. જો સપ્લાય આંતરરાજ્ય છે, તો રાજ્યનું નામ અને રાજ્ય કોડ સાથે સપ્લાયની જગ્યા
    10. રીવર્સ ચાર્જ પર ટેક્સ ચૂકવવાપાત્ર છે કે કેમ
    11. સપ્લાયર અથવા તેના અધિકૃત પ્રતિનિધિના હસ્તાક્ષર અથવા ડિજિટલ હસ્તાક્ષર

ઉદાહરણ : ગણેશજી પ્રા.લી.બેંગલોરને બેંગલોરમાંના જ પાયોનિયર ઇલેક્ટ્રોનિક્સમાંથી બે સૉફ્ટવેરના ઓર્ડર માટે 10,000 (કર સિવાય)એડવાન્સ મળે છે. આ એડવાન્સ 10,000 પર ગણેશજી પ્રા. લિમિટેડને @ 18% ટેક્સ ચાર્જ કરવો જોઈએ, જે સોફ્ટવેરને લાગુ પડતો GST રેટ છે. પાયોનિયર ઇલેક્ટ્રોનિક્સ પણ બેંગ્લોરમાં સ્થિત હોવાના કારણે CGST + SGST ચાર્જ વસૂલવો જોઈએ. ગણેશજી પ્રા.લી. દ્વારા જારી કરાયેલ એડવાન્સ રસીદ વાઉચર નીચે બતાવેલ પ્રમાણે દેખાશે:

Advance Receipt GST

જો એડવાન્સ પ્રાપ્ત થવાના સમયે કરનો દર નક્કી ન કરી શકાય તો શું કરવું?

જો તમે એડવાન્સ પ્રાપ્ત કરતા સમયે ટેક્સનો દર નક્કી કરી શકતા નથી, તો તમારે 18% વસૂલવો જોઈએ

જો તમે એડવાન્સ પ્રાપ્ત કરતા સમયે તમે સપ્લાય રાજ્યની અંદરની છે કે આંતર રાજ્ય એ નક્કી ના કરી શકો તો તમારે શું કરવું જોઈએ?

આ સંજોગોમાં આ સપ્લાયને આંતરરાજ્ય ગણવામાં આવશે

GST હેઠળ પ્રાપ્ત થતા એડવાન્સની વિગતો કેવી રીતે આપી શકાય?

પ્રાપ્ત થયેલ એડવાન્સની વિગતો, જે તે મહિનામાં ઇન્વોઇસ જારી કરવામાં આવ્યો ન હોય તો ફોર્મ GSTR-1મા આપવી જોઈએ
advance-recieved

Are you GST ready yet?

Get ready for GST with Tally.ERP 9 Release 6

159,877 total views, 86 views today