એસોચેમ-ફોરેસ્ટર ના સંયુક્ત અભ્યાસ મુજબ, ભારત નું ઈ-કોમર્સ સેક્ટર ૨૦૨૦ માં રૂ. ૧૨,૦૦૦ કરોડ ના આંકડાને પાર કરશે. એમ પણ માનવામાં આવે છે કે આ સેક્ટર ૫૧% ના વાર્ષિક દરથી વૃદ્ધિ પામશે, જે વિશ્વમાં સૌથી વધારે છે. ભારત સરકાર ના તાજેતર ના દ્વીમુદ્રીકરણ નું કદમ અને ડિજિટાઇઝેશન માટેની શક્તિશાળી પહેલે જીવન ના દરેક પાસામાં ઈ-કોમર્સ ઉદ્યોગના વિકાસ ને પ્રેરિત કર્યું છે.

ઈ-કોમર્સ પ્લેટફોર્મ ના સપ્લાયર માટે, તે ભૌગોલિક રીતે દૂર આવેલા ગ્રાહકો, ઓછો પરિચાલન ખર્ચ, અને ઈ-કોમર્સ દ્વારા આપવામાં આવતી માપનીયતા ને કારણે વ્યાપાર કરવા માટે ચોક્કસપણે આ એક આનંદનો સમય છે. સાથે જ ઈ-કોમર્સ વ્યવહારો માટેની વર્તમાન કરપઘ્ધતિ સંદિગ્ધ અને અસ્પષ્ટ છે તથા વિવિધ રાજ્યો માં વિવિધ પ્રકારના કર વસૂલાય છે. GST નું આગમન ઈ-કોમર્સ પ્લેટફોર્મ પરના સપ્લાયર ના મન માં ઘણા બધા પ્રશ્નો ઉભા કરશે. શું GST દેશભરના ઈ-કોમર્સ પરના ટેક્સ માં એકરૂપતા લાવશે? તેમના નફાના પ્રમાણ અને પરિચાલન ખર્ચ પર GST ની શું અસર થશે?

ચાલો આપણે ઈ-કોમર્સ પ્લેટફોર્મ પરના સપ્લાયર્સ પર થતી GST ની અસરો સમજીએ.

ઇનપુટ ક્રેડિટ ની અતૂટ ઉપલબ્ધતા

વર્તમાન કરપદ્ધતિ

હાલની કરપદ્ધતિ માં, ઈ-કોમર્સ પ્લેટફોર્મ તેમના પ્લેટફોર્મ જેવા કે વેરહાઉસિંગ, લોજિસ્ટિક્સ, બજાર આયોગ વગેરે પરના સપ્લાયર્સ ને પુરી પાડેલ સર્વિસ પર સર્વિસ ટેક્સ વસુલે છે. સપ્લાયર્સ આ સર્વિસ પર ચુકવેલ સર્વિસ ટેક્સ માટે ઇનપુટ ક્રેડિટ ક્લેઇમ કરી શકતા નથી અને તે એક ખર્ચ તરીકે ગણાય છે. તે જ રીતે, હાલની કરપદ્ધતિ માં માલ પર ચુકવેલ એક્સાઇઝ ડ્યૂટી પણ સપ્લાયર માટે ખર્ચ જ ગણાય છે.

GST કરપદ્ધતિ

GST પદ્ધતિ માં સારી હકારાત્મક બાબત છે તેમાં રહેલી ઇનપુટ ક્રેડિટ ની અખંડ ઉપલબ્ધતા. GST અંતર્ગત, વ્યવસાય માટે કે વ્યવસાય ની વૃદ્ધિ માટે વપરાયેલ દરેક ઇનપુટ પર ઇનપુટ ક્રેડિટ પ્રાપ્ય છે. પરિણામે, સપ્લાયર્સ માટે કાર્યકારી ખર્ચ ઓછો થશે કારણ કે હવે તેઓ ઇનપુટ પર ચુકવેલ ટેક્સ પર ક્રેડિટ લઇ શકશે જે અત્યાર સુધી તેમના ખર્ચ માં ઉમેરાતી હતી.

A great positive for e-commerce suppliers in the GST regime is the seamless availability of input creditClick To Tweet

વિવિધ રાજ્યો માં એકસમાન કર

વર્તમાન કરપદ્ધતિ

હાલની કરપદ્ધતિ માં, સપ્લાયર્સે જે વસ્તુ નો તેઓ વ્યવહાર કરતા હોય તેના રાજ્ય ના કર નિયમો યાદ રાખવા પડે છે. એક જ વસ્તુ માટે અલગ રાજ્ય માં અલગ ટેક્સ નો દર લેવાય છે. અમુક કિસ્સાઓમાં, ઈ-કોમર્સ વ્યવસાય ના મોડેલ સાથે વ્યવહાર કરતા થતી સંદિગ્ધતા ને લીધે, એક જ વસ્તુ પર એક કરતા વધારે ટેક્સ લાદવામાં આવ્યા છે. ઘણા રાજ્યો તો કોઈ ઓનલાઇન વેચેલી વસ્તુ ને તેમના રાજ્ય માં પ્રવેશ થતા તેના પર એન્ટ્રી ટેક્સ પણ લે છે.

GST કરપદ્ધતિ

GST અંતર્ગત, દરેક માલ અને સર્વિસ માટે નિયત ટેક્સ ના દર નક્કી કરવામાં આવશે જે આખા દેશ માટે સમાન જ હશે, પછી ભલે તેઓ દુકાનો પર વેચાતા હોય કે ઓનલાઇન. આથી, સપ્લાયર તરીકે, GST ગ્રાહકો માટે પુરા દેશ માં વધારે સારી અભિગમ્યતા લાવે છે.

For e-commerce suppliers, GST brings greater access to customers across the nationClick To Tweet

ફરજીયાત નોંધણી (રજીસ્ટ્રેશન)

વર્તમાન કરપદ્ધતિ

ઈ-કોમર્સ પ્લેટફોર્મ પરના ઘણા સપ્લાયર્સ વર્તમાન કરપદ્ધતિ હેઠળ રજીસ્ટર થયેલા નથી કારણ કે તેમનું ટર્નઓવર નિયત મર્યાદા થી વધતું નથી. તેનાથી વસ્તુનું વેચાણ રજીસ્ટર્ડ ડીલર ની તુલનામાં નીચા ભાવમાં શક્ય બન્યું. વિગતવાર ખાતાઓ અને ઈન્વોઈસ ની સાચવણી, અને રિટર્ન ફાઈલ કરવા જેવા પાલન કાર્યો પણ જરૂરી નથી.

GST કરપદ્ધતિ

GST શાસન દરમિયાન ઇ-કોમર્સ પ્લેટફોર્મ્સ પરના તમામ સપ્લાયર્સને ફરજિયાતપણે રજિસ્ટર કરાવવું પડશે. તેથી, ભલેને તેમનું ટર્નઓવર ગમે તેટલું ઓછું હોય, ઇ-કોમર્સ પ્લેટફોર્મ પર માલ અથવા સેવાઓ પૂરી પાડતી વ્યકિતને રજિસ્ટર્ડ વેપારી તરીકે રજીસ્ટર થવું અને ફરજો પરિપૂર્ણ કરવી પડશે, જેમાં વિસ્તૃત એકાઉન્ટ્સ અને રેકોર્ડ્સ જાળવવા, માસિક ધોરણે રિટર્ન ફાઇલ કરવા અને કર ચૂકવવાનો સમાવેશ થાય છે. ઇ-કોમર્સ સપ્લાયરો માટે આને અનુચિત માનવામાં આવે છે કારણ કે, ભૌતિક દુકાનો મારફત સપ્લાય કરનારા વ્યક્તિઓ માટે થ્રેશોલ્ડ લિમિટને પાર કરવા પર નોંધણી કરવી એ નિયમ છે અને જો તેમનું ટર્નઓવર રૂ. 50 લાખ કરતા વધે નહિ તો તેમના માટે સંયુક્ત રીતે ટેક્સ ચૂકવવાનો વિકલ્પ છે. વધુમાં, જે સપ્લાયર્સ ઈ-કોમર્સ ના અવકાશ અંતર્ગત તેમના પોતાના પોર્ટલ ધરાવતા નથી અને તેઓએ તો જ રજીસ્ટર કરાવવાનું છે જો તેમનું ટર્નઓવર નિયત મર્યાદા થી વધી જાય. ઈ-કોમર્સ સપ્લાયર્સ માટે એક કલાક ની જરૂર છે જે વધારાની પરિપાલન પ્રવૃત્તિઓ અને ખર્ચ જે GST લાવશે તેને તૈયાર કરવામાં જોઈશે. ટેક્નોલોજી , ના ઉપયોગથી અને ખાતાઓ તથા રેકોર્ડ ની જાળવણી માં શિસ્ત ને મનમાં બેસાડી અને રોકડ પ્રવાહ ના કાળજીપૂર્વક આયોજન થી પરિપાલન , પ્રવૃત્તિઓ હજી વધારે સરળ બનાવી શકાય.

Under GST, all suppliers on e-commerce platforms have to mandatorily register.Click To Tweet

સંયુક્ત કરદાતા બની શકાય નહિ

વર્તમાન કરપદ્ધતિ

હાલની પદ્ધતિ માં VAT અંતર્ગત, રૂ. ૫૦ લાખ થી ઓછા ટર્નઓવર વાળા સપ્લાયર્સ સંયુક્ત યોજના પસંદ કરી શકે છે, જેના દ્વારા તેઓને તેમના ટર્નઓવર ના થોડાક જ ટકા ટેક્સ ચૂકવવો પડે છે અને સામાન્ય રીતે ત્રિમાસિક ધોરણે રિટર્ન ફાઈલ કરવાના હોય છે, જે તેઓ જે રાજ્ય માં વહીવટ કરે છે તેના પર આધારિત હોય છે.

GST કરપદ્ધતિ

GST અંતર્ગત, આવા સપ્લાયર્સ સંયુક્ત યોજના પસંદ કરી શકતા નથી પછી ભલે ને તેમનું ટર્નઓવર રૂ. ૫૦ લાખ થી ઓછું હોય. તેઓને સામાન્ય ડીલર તરીકે જ રજિસ્ટર કરાવવું પડે છે. આવા સપ્લાયર્સ માટે GST હેઠળ, માસિક ધોરણે રિટર્ન ભરવા અને ટેક્સ ચૂકવવાને કારણે અને સાથે ખાતાઓ અને રેકોર્ડ્સ પણ નિયત ફોર્મેટ માં રાખવાની ફરજ ને કારણે પરિપાલન પ્રવૃત્તિઓ અને ખર્ચ વધશે.

કેશ ફ્લો પર અસર થશે

વર્તમાન કરપદ્ધતિ/h4>
ઈ-કોમર્સ સપ્લાયર્સ સામાન્ય રીતે ખુબ જ ઓછા માર્જિન થી વ્યાપાર કરતા હોય છે. જયારે ઈ-કોમર્સ પ્લેટફોર્મ દ્વારા કોઈ વેચાણ થાય છે, ત્યારે ઈ-કોમર્સ ઓપરેટર ગ્રાહક પાસેથી પૈસા લે છે અને બજાર માં ચાલતું કમિશન કાપીને બાકીના સપ્લાયરને જમા કરે છે, ચાલો આપણે વર્તમાન કરપદ્ધતિ માં થતા સપ્લાય નું એક ઉદાહરણ લઈએ.

ઉદાહરણ: ફાસ્ટ ડિલ્સ એક ઈ-કોમર્સ ઓપરેટર છે અને રાકેશ પ્રા. લી. એ પ્લેટફોર્મ પરના એક રજીસ્ટર્ડ સપ્લાયર છે. રાકેશ પ્રા. લી. ફાસ્ટ ડિલ્સ પર એક મોબાઈલ ફોન રૂ. ૧૧,૨૦૦ (VAT સાથે) ની કિંમત માં ૧લી મેં, ૨૦૧૭ ના રોજ સપ્લાય કરે છે.

વિગતરૂ.
વેચેલ મોબાઈલ ફોન ની કિંમત10,000
વેટ @ 12%  1,200
વેચાણ કિંમત11,200
(-) બજાર માં ચાલતું કમિશન, સર્વિસ ટેક્સ સાથે *(-) 200
ઈ-કોમર્સ ઓપરેટર દ્વારા સપ્લાયર ને આપેલ રકમ11,000

* ઉદાહરણ માટે બજાર માં ચાલતું કમિશન રૂ. ૨૦૦ ધારેલ છે.

GST કરપદ્ધતિ

GST અંતર્ગત, ઈ-કોમર્સ સપ્લાયર્સ 2 પડકાર નો સામનો કરશે:

    1. તેમના કેશ ફ્લૉ પર ઓપરેટર દ્વારા 2% ટેક્સ કલેકશન એટ સોર્સ (TCS) ની અસર થશે. GST કરપદ્ધતિ માં, ઓપરેટર તેમના પ્લેટફોર્મ પર થયેલ સપ્લાય પર ટેક્સ કલેક્ટ કરવા ત્યારપછી વધેલ રકમ સપ્લાયર ને જમા કરવા માટે હકદાર છે.

ચાલો આપણે આ જ ઉદાહરણ ને GST કરપદ્ધતિ થી સમજીએ:

વિગતરૂ.
વેચેલ મોબાઈલ ફોન ની કિંમત10,000
જીએસટી @ 12%  1,200
વેચાણ કિંમત11,200
(-) બજાર માં ચાલતું કમિશન, GST સાથ *(-) 200
(-) રૂ. 10,000 પર TCS @ 2%(-)200
ઈ-કોમર્સ ઓપરેટર દ્વારા સપ્લાયર ને આપેલ રકમ10,800

* ઉદાહરણ માટે બજાર માં ચાલતું કમિશન રૂ. ૨૦૦ ધારેલ છે.

અહીં, ઈ-કોમર્સ ઓપરેટર દ્વારા સપ્લાયર ને TCS કાપ્યા પછી જમા કરાવેલ રકમ રૂ. ૧૦,૮૦૦ છે. આથી, જયારે ઈ-કોમર્સ સપ્લાયર પર ની માસિક TCS ની અસર નું વિશ્લેષણ કરવામાં આવશે, ત્યારે કેશ બ્લોકેજ (રોકડ અવરોધ) ની રકમ તદ્દન નોંધપાત્ર બનશે, ખાસ કરીને ઓછા માર્જીનથી વ્યાપાર કરતા નાના વેપારીઓ માટે. આ ચુકવેલ ટેક્સ એ સપ્લાયર માટે આવતા મહિના ની ૧૫મી તારીખે ઇનપુટ ક્રેડિટ તરીકે પ્રાપ્ય બનશે, જેનો અર્થ એમ થાય કે ૩૦-૪૫ દિવસ સુધી કેશ બ્લોક રહેશે.

  1. ઈ-કોમર્સ સપ્લાયર માટે ઉપલબ્ધ ઇનપુટ ટેક્સ ક્રેડિટ (ITC) એ તેમના વિક્રેતા ના પરિપાલન પર આધારિત છે. ઈ-કોમર્સ સપ્લાયર દ્વારા તેમના વિક્રેતા પાસેથી ખરીદેલ માલ પર ચુકવેલ ટેક્સ ITC તરીકે તો જ મેળવી શકાય જો ઈ-કોમર્સ સપ્લાયર ના વિક્રેતા એ માસિક રિટર્ન ભરેલ હોય અને બાકી રહેતો ટેક્સ નું પૂર્ણ ચુકવણું કરેલ હોય. વિક્રેતા ના અપરિપાલન ના કિસ્સામાં, ઈ-કોમર્સ સપ્લાયર પોતાને મળતી ITC ગુમાવી દેશે. આવી પરિસ્થિતિ માં પણ, સપ્લાયર ની કેશ ફલૉ નોંધપાત્ર રીતે અસર પામશે.

માટે, ઈ-કોમર્સ સપ્લાયર્સે વિક્રેતા પસંદ કરતી વખતે, વસ્તુના ભાવતાલ અને વર્કિંગ કેપિટલ નક્કી કરતી વખતે, TCS ની અસર અને તેમના વિક્રેતા દ્વારા થયેલ અપરિપાલન ફરજીયાત ને ફરજીયાત ધ્યાન માં રાખવું જ પડશે.

ઉપસંહાર

ઈ-કોમર્સ પ્લેટફોર્મ પરના સપ્લાયર્સ માટે, GST ઇનપુટ ક્રેડિટ ની ઉપલબ્ધતા અને દેશભરમાં સપ્લાય પર એક સમાન જ ટેક્સ વસૂલાતના સ્વરૂપમાં ખર્ચ માં ઘટાડો લાવે છે. એવી આશા રાખવામાં આવે છે કે GST શાસન માં ઈ-કોમર્સ વ્યવહારો ના વહીવટ પર વધારે સ્પષ્ટતા અને લેવાતા કરો પર ની એકસમાનતા ને લીધે, વ્યાપાર કરવો વધારે સરળ બનશે. તેમ છતાં, ઈ-કોમર્સ ઓપરેટરો દ્વારા સ્ત્રોત પર થતા કર વસુલાત (TCS) ને લીધે, તેમના વિક્રેતાઓ દ્વારા અપરિપાલન ને લીધે અને માસિક ધોરણે કરવા પડતા કર ચુકવણા ને લીધે કેશ ફલૉ પર પડતી અસર માટે સપ્લાયર્સે તૈયાર રહેવું પડશે. GST શાસન માં સપ્લાયર્સ માટે ફરજીયાત રજીસ્ટ્રેશન ને કારણે પરિપાલન પ્રવૃત્તિઓ પણ વધશે. તેઓનું સરેરાશ ટર્નઓવર રૂ. ૫૦ લાખ થી ઓછું હોવા છતાં તેઓ સંયુક્ત કર વસુલાત પસંદ કરી શકશે નહિ. એક નિયમિત વિક્રેતા હોવાથી માસિક ધોરણે રિટર્ન ભરવા અને વિગતવાર ખાતાઓ અને રેકોર્ડ્સ રાખવા જરૂરી બનશે. એક સપ્લાયર તરીકે, GST કરપદ્ધતિ માટે તૈયાર રહેવું અને તેને અનુરૂપ આયોજન કરવું એ મહત્વનું છે. પરિપાલન જરૂરિયાતો ની સભાનતા, આ જરૂરિયાતો ને પુરી પાડવા માટે ના સાધનો ની યોગ્ય તાલીમ અને આ બધાને સરળ બનાવવા માટે ટેક્નોલોજી નો ઉપયોગથી આ બધું સરળ બનાવવાથી ભારત ના ઈ-કોમર્સ ના નવા યુગ માં સપ્લાયર્સ મૂડીકરણ કરી શકશે.

Are you GST ready yet?

Get ready for GST with Tally.ERP 9 Release 6

104,441 total views, 35 views today