(English) Language

  • English
  • Hindi
  • Marathi
  • Kannada
  • Telugu
  • Tamil
  • Gujarati
અર્થતંત્રમાં વપરાતા બધા સામાન અને સર્વિસીસ (Service) ની કિંમત એક ચોક્કસ મેટ્રિક્સ (metrics) ના આધારે મળે છે. ભારતમાં વર્તમાન કર શાસન પધ્ધતિમાં, આ કિંમત અલગ અલગ રીતે ગણવામાં આવે છે. ઝાંખી નીચે કોષ્ટકમાં આપવામાં આવેલ છે:

ટેક્ષસામાન/સર્વિસીસઓ ની કિંમત
એક્સાઈઝ (Excise)લેવડદેવડના મૂલ્ય અથવા સામાનનો જથ્થો કે એમ.આર.પી (MRP) પર આધારિત
વેટ (VAT)વેચાણ કિંમત પર આધારિત
સર્વિસ ટેક્ષ (Service Tax)પ્રસ્તુત સર્વિસીસના ટેક્સેબલ (taxable) મૂલ્ય પર આધારિત

સામાન અને સર્વિસીસ (Service) નું મૂલ્યાંકન

વર્તમાન કર શાસન પધ્ધતિ

વર્તમાન કર શાસન પધ્ધતિમાં સામાન અને સર્વિસીસ (Service) ની કિંમત કેવી રીતે ગણવામાં આવે છે તે એક ઉદાહરણ સાથે જોઈશુ:

કાર ઉત્પાદક સુપર કાર લિમિટેડ ૬૦૦૦ રૂપિયાની કિંમત ના સ્પેર પાર્ટ્સ તેના ડીલર રવીન્દ્ર ઓટોમોબાઇલ્સને વેચે છે. સ્પેર પાર્ટ્સ ની એમ.આર.પી (MRP) ૧૦૦૦૦ રૂપિયા છે. રવીન્દ્ર ઓટોમોબાઇલ્સને જારી કરાયેલ ઇન્વૉઇસ (Invoice) નીચે દર્શાવેલ છે:

GST-Regime(Value of goods and services for tax)

જીએસટી (GST) શાસન પધ્ધતિ હેઠળ

ચાલો હવે જોઈએ ઉપ્પર દર્શાવેલ ઉદાહરણ ને જીએસટી શાસન માં સામાન અને સર્વિસીસ (Service) ની મૂલ્યાંકન પધ્ધતિમાં શું ફેરફાર થશે :

GST-Regime
*ઓટોમોબાઇલ સ્પેર પાર્ટ્સ પર ૧૮% જીએસટી (GST) ની ખાતરી થયેલ છે.

જીએસટી (GST) શાસન પધ્ધતિમાં, સપ્લાય (Supply) કરેલ સામાન અને/અથવા સર્વિસીસ (Service) ની કિંમત એ લેવડદેવડની કિંમત પર નિર્ધારિત થશે. જેમ કે કિંમત ચૂકવેલ/ચુકવવાપાત્ર એ ઉપર મુજબ ના ઉદાહરણ માં ૬૦૦૦ રૂપિયા છે.

વધારાના ચાર્જ અને ખર્ચાઓ – જીએસટી (GST) શાસન પધ્ધતિમાં

જીએસટી (GST) શાસન પધ્ધતિમાં વધારાના ચાર્જ અને ખર્ચાઓ જેમ કે ડિસ્કાઉન્ટ (discount) , પેકિંગ (packing) ખર્ચ કેવી રીતે દર્શાવવામાં આવે છે? તેમનો લેવડદેવડ (Transaction) મૂલ્યમાં ઉમેરવું કે કાઢવું જોઈએ?

ચાલો તેનું એક ઉદાહરણ લઈએ

સુપર કાર લિમિટેડ ૪૦૦૦૦૦ રૂપિયાની કિંમતની કાર રવીન્દ્ર ઓટોમોબાઇલ્સને વેચે છે.

  • તેઓ કારની કિંમત પર ૫000 રૂપિયાનો પેકિંગ ખર્ચ ઉમેરેછે.
  • તેઓ દિવાળી યોજના ના ભાગ રૂપે કારની કિંમત પર ૧% ડિસ્કાઉન્ટ (Discount) પૂરું પાડે છે.
  • જો રવિન્દ્ર ઓટોમોબાઇલ્સ નેટ બેન્કિંગ (Net banking) દ્વારા જેતે મહિનાની ૩૧ તારીખ સુધી ચુકવણી કરે છે, તો સુપર કાર લિમિટેડ વધુ 0.૫% ડિસ્કાઉન્ટ (Discount) પૂરું પાડવા રાજી થાય છે. રવિન્દ્ર ઓટોમોબાઇલ્સ જેતે મહિનાની ૩૧ તારીખ સુધી નેટ બેન્કિંગ (Net banking) દ્વારા ચુકવણી કરે છે.

જીએસટી (GST) શાસન પધ્ધતિ હેઠળ રવિન્દ્ર ઓટોમોબાઇલ્સને જારી થયેલ ઇન્વૉઇસ (Invoice)નીચે પ્રમાણે છે:

Invoice
*કાર પર ૧૮% જીએસટી ની ખાતરી થયેલ છે.

ઇન્વૉઇસ (Invoice) માં,

  • ૫,000 રૂપિયા પેકિંગ ચાર્જ લેવડદેવડ (Transaction) કિંમતમાં ઉમેરવામાં આવેલ છે. પેકિંગ ખર્ચ કે સંબંધિત કોઈપણ ખર્ચ પહેલાં અથવા સામાન અથવા સર્વિસીસ (Service) ના સપ્લાય (Supply) સમયે કે એની પહેલાં થયું હોય તો એ ખર્ચ ને લેવડદેવડ (Transaction) કિંમતમાં સમાવેશ કરેલો હોવો જોઈએ.
  • ૧% ડિસ્કાઉન્ટ (Discount) લેવડદેવડ (Transaction) કિંમતમાંથી કપાત કરવામાં આવેલ છે. સપ્લાય (Supply) પહેલા અથવા તે સમયે આપેલ ડિસ્કાઉન્ટ (Discount) ઇન્વૉઇસ (Invoice)માં દર્શાવેલ હોવું જોઈએ, તથા લેવડદેવડ (Transaction) મૂલ્યમાં કપાત કરી શકાય છે.
  • ૦.૫% ડિસ્કાઉન્ટ (Discount) ઇન્વૉઇસ (Invoice)માંથી કપાયેલ નથી. જેમ કે ૦.૫% ડિસ્કાઉન્ટ (Discount) સપ્લાય (Supply) પછી આપવામાં આવેલ છે જેથી તે ઇન્વૉઇસ (Invoice)માં દર્શાવામાં આવશે નહી. જો કે, ડિસ્કાઉન્ટ (Discount) સપ્લાય (Supply) સમયે જણાવેલ હતું, અને આ કોઈ ચોક્કસ ઇન્વૉઇસ (Invoice) સાથે લિંક કરી શકો છો, ડિસ્કાઉન્ટ (Discount) ની રકમ લેવડદેવડ (Transaction) કિંમત માંથી ઘટાડી શકાય છે. આ માટે, સુપર કાર લિમિટેડ ૨૩૬૦ રૂપિયાની ક્રેડિટ નોટ રવીન્દ્ર ઓટોમોબાઇલ્સ માટે જારી કરશે (૪,00,000 રૂપિયા પર 0.૫% = ૨,000 રૂપિયા + ૨૦૦૦ રૂપિયા પર ૧૮% જીએસટી = ૩૬૦ રૂપિયા), અને આ સંબંધિત ઇન્વૉઇસ (Invoice)માં દર્શાવેલ/જોડેલ હોવું જોઈએ.
    ડિસ્કાઉન્ટ (Discount) સપ્લાય (Supply) પછી આપવામાં આવેલ છે પણ તેની જાણ સપ્લાય (Supply) પહેલા, સપ્લાય (Supply) વખતે અથવા સપ્લાય (Supply) પછી થઇ, અને આ કોઈ ચોક્કસ ઇન્વૉઇસ (Invoice) સાથે લિંક કરી શકો છો, ડિસ્કાઉન્ટ (Discount)ની રકમ લેવડદેવડ (Transaction) કિંમત માંથી ઘટાડી શકાય છે.

આ નિયમ માટે અપવાદો શું છે?

જવાબ: ડિસ્કાઉન્ટ (Discount) સપ્લાય (Supply) પછી આપવામાં આવેલ છે અને સપ્લાય (Supply) સમયે તેની જાણ ન હતી.

ચાલો તેનું એક ઉદાહરણ લઈએ

સુપર કાર લિમિટેડ ૪૦૦૦૦૦ રૂપિયાની કિંમતની કાર રવીન્દ્ર ઓટોમોબાઇલ્સને વેચે છે. સ્થાયી કરાર મુજબ, ચુકવણી માટે ૩૦ દિવસની ક્રેડીટ આપેલ હોય છે. જો કે, રોકડ ની ગંભીર અછત ના કારણે, સુપર કાર લિમિટેડ ૨ દિવસમાં ચુકવણી માટે ૨% ડિસ્કાઉન્ટ (Discount) આપવાના વચન સાથે રવીન્દ્ર ઓટોમોબાઇલ્સને વિનંતી કરે છે. રવીન્દ્ર ઓટોમોબાઇલ્સ ૨ દિવસમાં ચુકવણી કરે છે.

આ કિસ્સામાં, ડિસ્કાઉન્ટ (Discount) સપ્લાય (Supply) સમયે જાણમાં ન હતું, તેથી જીએસટી ની ગણતરી પ્રમાણે ડિસ્કાઉન્ટ (Discount) ની વ્યવહાર (Transaction) મૂલ્યમાંથી કપાત કરી શકાય નહિ.

લેવડદેવડ (Transaction) મૂલ્ય પર ડિસ્કાઉન્ટ (Discount) ની અસર નો સારાંશ નીચે આપવામાં આવેલ છે:

ડિસ્કાઉન્ટ (Discount) નો પ્રકારલેવડદેવડ (Transaction) મૂલ્ય પર અસર
જો ડિસ્કાઉન્ટ (Discount) સપ્લાય (Supply) પહેલા અથવા સપ્લાય (Supply) સમયે આપવામાં આવેલ હોય અને તે ઇન્વૉઇસ (Invoice) માં સમાવેલ હોય તોલેવડદેવડ (Transaction) મૂલ્યમાંથી કપાત માટે દાવો કરી શકાય છે
જો ડિસ્કાઉન્ટ (Discount) સપ્લાય (Supply) પછી આપવામાં આવેલ હોય, પણ તેની જાણ સપ્લાય (Supply) પહેલા, સપ્લાય (Supply) વખતે અથવા સપ્લાય (Supply) પછી થઇ, અને આ કોઈ ચોક્કસ ઇન્વૉઇસ (Invoice) સાથે લિંક (link) કરી શકો છોલેવડદેવડ (Transaction) મૂલ્યમાંથી કપાત માટે દાવો કરી શકાય છે
જો ડિસ્કાઉન્ટ (Discount) સપ્લાય (Supply) પછી આપવામાં આવેલ હોય, અને તેની જાણ સપ્લાય (Supply) સમયે ન હતીલેવડદેવડ (Transaction) મૂલ્યમાંથી કપાત માટે દાવો કરી શકાય નહિ

 

વ્યવહાર (Transaction) કિંમત પર વિવિધ સપ્લાય (Supply) ચાર્જીસ(charges)/ ખર્ચાઓ ની અસર નીચે પ્રમાણે છે:

સપ્લાય (Supply) સંબંધિત ચાર્જ (charge)/ખર્ચ લેવડદેવડ (Transaction) મૂલ્ય પર અસર
આકસ્મિક જેમ કે કમિશન અને પેકિંગ ખર્ચલેવડદેવડ (Transaction) મૂલ્ય માં સમાવેલ છે
સપ્લાયર (Supplier) દ્વારા વિલંબિત ચુકવણી માટે ચાર્જ તરીકે વ્યાજ / લેટ ફી / દંડલેવડદેવડ (Transaction) મૂલ્ય માં સમાવેલ છે
કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા પૂરી પાડવામાં આવેલ સબસિડી સિવાય બીજી સબસિડી (આર્થિક સહાય)લેવડદેવડ (Transaction) મૂલ્ય માં સમાવેલ છે
જીએસટી સિવાય અન્ય કોઈ પણ ટેક્ષલેવડદેવડ (Transaction) મૂલ્ય માં સમાવેલ છે
સપ્લાયર (Supplier) દ્વારા ચૂકવવાપાત્ર પરંતુ રીસીવર (receiver) ને ભોગવવી પડતી અન્ય કોઈપણ રકમલેવડદેવડ (Transaction) મૂલ્ય માં સમાવેલ છે

દેશની વર્તમાન ટેક્ષ પ્રણાલીમાં જીએસટી(ગુડ્ઝ અને સર્વિસ ટેક્ષ) ફેરફારો લાવશે તે ઇચ્છનીય છે. ઉત્પાદન ભાવો, ચીજો અને સર્વિસીસ (Service) ના મૂલ્યાંકન, અને અન્ય વિવિધ પાસાંઓ માં નોંધપાત્ર પરિવર્તન નો અનુભવ થશે કારણ કે જીએસટી ટેક્ષ પ્રણાલી સરળ છે.

 

Are you GST ready yet?

Get ready for GST with Tally.ERP 9 Release 6

143,799 total views, 31 views today