ધંધા માં વેચેલો માલ પરત આપવો એ સામાન્ય છે. હાલના શાસન હેઠળ માલ પરત આપવો એ જો માલ નિશ્ચિત સમયગાળામાં પરત કરેલ હોય તો કુલ વેચાણમાંથી બાદ કરાય છે. આ ટેક્સ નો ઘટાડો લેવા માટેની પાત્રતા દર રાજ્ય થી રાજ્ય બદલાય છે, પરંતુ તે સામાન્ય રીતે વેચાણની તારીખના ૬ મહિનાની હોય છે.

GST ,એ એક પરોક્ષ કર નો મુખ્ય સુધારો છે જે જુલાઈ ૨૦૧૭ ની પહેલી તારીખથી લાગુ થવાનું અનુમાન છે. ‘પુરવઠો’ જે એક કરપાત્ર ચીજ છે, તે ધંધાઓ માટે ખુબ જ અગત્યનું છે જેનાથી GST લાગુ થતા પૂર્વે અને GST લાગુ થયા પછી વેચેલા માલ પાર કર ની કેવી અસરો થાય છે તે સમજી શકાય છે.

આ પણ વાંચો

GST તરફ પ્રયાણ : નોંધાયેલા ધંધાઓ માટે

GST તરફ પ્રયાણ : શું હું અંતિમ સ્ટોક પર ઇનપુટ ક્રેડિટ લઇ શકું?

માલ અને સેવા પુરી પાડવી: તેનો મતલબ શું થાય?

કેટલાક પ્રશ્નો કે જે તમને હોઈ શકે છે

 • જો માન્ય કરપાત્ર વ્યક્તિ દ્વારા કરપાત્ર માલ પરત આપવામાં આવે તો શું થશે?
 • જો અમાન્ય વ્યક્તિ દ્વારા કરપાત્ર માલ પરત આપવામાં આવે તો શું થશે?
 • જે વર્તમાન પદ્ધતિ હેઠળ માલ પરત કરતા ટેક્સ ની મુક્તિ આપે છે અને GST હેઠળ કરપાત્ર થાય છે તો શું થશે?

સરળ રીતે સમજવા માટે , ચાલો આપણે તેનું વિભાજન કરીએ:

 • કરપાત્ર માલ ની પરત
 • કરમુક્ત માલની પરત

કરપાત્ર માલ ની પરત

ચાલો આપણે એક દ્રશ્ય લેખ સમજીએ કે જ્યાં કરપાત્ર માલ GST પૂર્વે વેચેલો હોય, પરંતુ પરત GST લાગુ થાય ત્યારે કે થયા પછી કરેલ હોય. પરત આપવાનો માલ માન્ય કરપાત્ર વ્યક્તિ અથવા અમાન્ય વ્યક્તિ દ્વારા હોઈ શકે છે.

દ્રશ્ય લેખસમજૂતીઉદાહરણકરપાત્રતા
માન્ય કરપાત્ર વ્યક્તિ દ્વારા પરત કરેલમાન્ય કરપાત્ર વ્યક્તિ દ્વારા પરત કરેલ માલ પુરવઠા તરીકે ગણવામાં આવે છે અને તે બાબત માં GST લાદવામાં આવશે. આનું કારણ એ છે કે , માલ ખરીદીની તારીખે લેનાર દ્વારા ચૂકવવામાં આવેલ કર ઇનપુટ ટેક્સ ક્રેડિટ તરીકે માન્ય ગણાય છે અને તે જ રીતે તે તેના દ્વારા ઉપયોગમાં લેવાય છે, અથવા તેને તે કર GST માં ઇનપુટ ટેક્સ ક્રેડિટ તરીકે આગળ વધારવામાં આવે છે. આવા માલ ની GST હેઠળ પરત કરવી તે વ્યક્તિ કે જે પરત કરનાર છે તેને GST વસૂલવો જોઈએ અને વેચવામાં આવેલા માલ પર ચૂકવવામાં આવતો GST મૂળ વેચનારને ઇનપુટ ટેક્સ ક્રેડિટ તરીકે માન્ય ગણાશે. 

રવિન્દ્ર ઓટોમોબાઇલ્સ એક માન્ય સ્પેર પાર્ટ્સના ડીલર છે જે કર્ણાટકમાં સ્થિત છે. ૧૫ મી જૂન ૨૦૧૭ ના રવિન્દ્ર ઓટોમોબાઈલ્સ ૩૦ નંગ સ્પેર પાર્ટ્સ રૂ. ૧,૦૦,૦૦૦ ઉપરાંત ૧૪.૫ % વેટ માં રાજેશ ઓટો પાર્ટ્સ કે જે પણ કર્ણાટકમાં માન્ય ડીલર છે તેને વેચે છે. ૫ મી જુલાઈ ૨૦૧૭ ના રોજ રાજેશ ઓટો પાર્ટ્સ તેમાંથી ૧૫ નંગ સ્પેર પાર્ટ્સ રવિન્દ્ર ઓટોમોબાઇલ્સને પરત કરે છે.

રાજેશ ઓટો પાર્ટ્સ નું માલની પરત સપ્લાય તરીકે ગણાશે અને તે GST તરફ લક્ષ કરશે. તેથી, ખરીદી કરેલ માલ પરત આપતા, રાજેશ ઓટો પાર્ટ્સ ને ૧૮% ગેસ્ટ લાગુ પડશે.
કરપાત્ર માલ જે અમાન્ય વ્યક્તિ દ્વારા પરત કરેલ હોયકરપાત્ર માલ જે અમાન્ય વ્યક્તિ દ્વારા પરત કરેલ હોય તેવા સંજોગોમાં વેચનાર જે હાલની વ્યવસ્થા મુજબ રિફંડ માટે પાત્ર થાય છે. વુંચનાર દ્વારા જે રિફંડનો દાવો કરવામાં આવેલ હોય તે નીચેની શરતો વિષયક છે:

 1. માલના વેચાણ ની પરત તારીખ GST અમલ થયાના ૬ મહિનાથી વધુ હોવી ન જોઈએ./li>
 2. માલ ની પરત GST અમલ થયાના ૬ મહિના ની અંદર થવી જોઈએ.
રવિન્દ્ર ઓટોમોબાઇલ્સ એક માન્ય સ્પેર પાર્ટ્સના ડીલર છે જે કર્ણાટકમાં સ્થિત છે. ૨૫ મી જૂન ૨૦૧૭ ના રોજ રવિન્દ્ર ઓટોમોબાઇલ્સ રૂ. ૧૦,૦૦૦ ઉપરાંત ૧૪.૫ % વેટ માં સ્પેર પાર્ટ તેમના ગ્રાહક મિસ્ટર કુમારને વેચે છે.

૨ જી જુલાઈ ૨૦૧૭ ના રોજ , મિસ્ટર કુમાર આ સ્પેર પાર્ટ્સ રવિન્દ્ર ઓટોમોબાઇલ્સ ને પરત કરે છે.

રવિન્દ્ર ઓટોમોબાઇલ્સ રૂ. ૧૪૫૦ ના રિફંડ માટે હકદાર બને છે, તેનું કારણ એ છે કે વેચાણ નો સમયગાળો GST અમલ થયા ના ૬ મહિનાની અંદર નો છે અને સ્પેરપાર્ટ ની પરત GST અમલ થયા ના ૬ મહિનાની અંદર નો છે

કરમુક્ત માલની પરત

ચાલો આપણે એક દ્રશ્ય લેખ સમજીએ કે જ્યાં કરમુક્ત માલ જે ગેસ્ટ અમલ થયા પૂર્વે વેચાયો છે પરંતુ આ માલ કરપાત્ર થાય છે અને જે GST અમલ થયા પછી કે ત્યારે પરત કરેલ હોય.

દ્રશ્ય લેખસમજૂતીઉદાહરણકરપાત્રતા
માન્ય કરપાત્ર વ્યક્તિ દ્વારા પરત કરેલકરમુક્ત માલ કે જે હાલની વ્યવસ્થા મુજબ વેચાયેલ હોય અને GST અમલ થયા પછી પરત કરેલ હોય તેવા કિસ્સા માં કોઈપણ કર લેવામાં આવતો નથી. આ નીચેની શરતો મુજબ અમલી થાય છે:

 1. માલના વેચાણ ની પરત તારીખ GST અમલ થયાના ૬ મહિનાથી વધુ હોવી ન જોઈએ

2.માલ ની પરત GST અમલ થયાના ૬ મહિના ની અંદર થવી જોઈએ.

 1. ૧૫ જૂન ૨૦૧૭ ના રોજ રવિન્દ્ર ઓટોમોબાઇલ્સ રૂ. ૧,૦૦,૦૦૦ ની કિંમત નો માલ કે ને વેટ માંથી મુક્તિ છે તે વેચે છે. ૨૦ જુલાઈ ૨૦૧૭ ના રોજ આ માલ રવિન્દ્ર ઓટોમોબાઇલ્સ ને પરત કરવામાં આવે છે.
 2. ૧૫ જૂન ૨૦૧૭ ના રોજ રવિન્દ્ર ઓટોમોબાઇલ્સ રૂ. ૧,૦૦,૦૦૦ ની કિંમત નો માલ કે જે વેટ માંથી મુક્તિ છે તે વેચે છે. ૨૦ જાન્યુઆરી ૨૦૧૮ ના રોજ સ્પેર પાર્ટ્સ રવિન્દ્ર ઓટોમોબાઇલ્સ ને પરત કરવામાં આવે છે.

 

 1. માલની પરત પર કોઈ કર લાગુ થતો નથી. તેનું કારણ એ છે કે વેચાણ નો સમયગાળો GST અમલ થયાના ૬ મહિના પહેલાનો છે અને માલ ની પરત કરવાનો સમયગાળો GST અમલ થયાના ૬ મહિનાની અંદર નો છે.
  2.માલની પરત કરતા કર ચૂકવવો પડશે. એનું કારણ એ છે કે માલ ની પરતનો સમયગાળો GST અમલ થયાના ૬ મહિનાની અંદરનો નથી.
કરપાત્ર માલ જે અમાન્ય વ્યક્તિ દ્વારા પરત કરેલ હોયમાલ કે જેના પર હાલની વ્યવસ્થા મુજબ કરમુક્તિ અપાયી છે અને જે અમાન્ય વ્યક્તિ દ્વારા GST વ્યવસ્થા માં પરત આપે છે , તો તેવા પરત પર કોઈ કર લાગતો નથી.૨૫ જૂન ૨૦૧૭ ના રોજ રવિન્દ્ર ઓટોમોબાઇલ્સ રૂ. ૧૦,૦૦૦ ની કિંમત નો માલ કે જે વેટ માંથી મુક્તિ છે તે મી. કુમાર ને વેચે છે.૨ જુ જુલાઈ ૨૦૧૭ ના રોજ મી.
કુમાર રવિન્દ્ર ઓટોમોબાઇલ્સ ને આ માલ પરત કરે છે.
આવી પરત પર કોઈ કર લાગતો નથી.

અમારે તમારી મદદની જરૂર છે
કૃપા કરી તમારો આ બ્લોગ પોસ્ટ પરનો પ્રતિસાદ નીચે કમેન્ટસ માં શેર કરો. તથા અમને એ પણ જણાવો કે GST ના ક્યાં વિષયો શીખવામાં તમે રસ દાખવો છો, અમે તે વિષયો અમારા કન્ટેન્ટ પ્લાન માં સમાવેશ કરતા આનંદ અનુભવીશું.

તમને તે ઉપયોગી નીવડ્યું? તો નીચે સોશ્યિલ શેર બટન નો ઉપયોગ કરીને બીજા સાથે શેર કરો.

Are you GST ready yet?

Get ready for GST with Tally.ERP 9 Release 6

68,988 total views, 23 views today