GST હાજર છે. જ્યારે સમગ્ર દેશ સ્વાતંત્ર્ય પછીનો સૌથી મોટી આર્થિક અને કરવેરા સુધારણાને આવકારે છે, અહીં તમારા માટે એક ચેકલિસ્ટ છે – જેથી તમે સરળતાથી GSTમાં પરિવર્તિત થઈ શકો.

GST માં સરળ અને અસરકારક પરિવર્તન કરવા માટે આપને અહીં જાણવા યોગ્ય 5 મુખ્ય બાબતો આપેલ છે.

1. રજીસ્ટ્રેશન નું પરિવર્તન

વર્તમાન પદ્ધતિમાં રાજ્ય VAT, સેન્ટ્રલ એક્સાઇઝ, સર્વિસ ટેક્સ વગેરે હેઠળ નોંધાયેલ કોઈપણ વેપારી, અને જે માન્ય PAN ધરાવે છે – તેમણે ફોર્મ GST REG-25 માં GSTમાં નોંધણીનું કામચલાઉ પ્રમાણપત્ર આપવામાં આવશે. કામચલાઉ નોંધણી પ્રમાણપત્ર મળ્યા પછી, ડીલરે 90 દિવસના સમયગાળામાં કામચલાઉ નોંધણીને અંતિમ રજીસ્ટ્રેશનમાં રૂપાંતર કરવા માટે ફોર્મ GST REG-24 માં નિયત દસ્તાવેજો આપવાની જરૂર પડશે. જો આપેલ માહિતી સંપૂર્ણ અને સંતોષકારક હશે, તો ફોર્મ GST REG-06 માં અંતિમ રજીસ્ટ્રેશન પ્રમાણપત્ર આપવામાં આવશે. પરિવર્તન દરમિયાન, જો કરપાત્ર વ્યક્તિને GST હેઠળ નોંધણી કરાવવાની આવશ્યકતા નથી, પરંતુ અગાઉ રજીસ્ટર કરવામાં આવેલ છે (કેન્દ્ર અને રાજ્ય સરકાર ના નિયમ), તો GST અમલીકરણના 30 દિવસની અંદર એટલે કે 31 જુલાઇ, 2017 સુધીમાં ફોર્મ GST REG-28 રજૂ કરીને કામચલાઉ રજિસ્ટ્રેશનને રદ કરાવવાનો વિકલ્પ છે.

આ પણ વાંચો : GST પરિવર્તન: રજીસ્ટર્ડ વ્યવસાયો માટે

2. વર્તમાન પદ્ધતિમાં ફાઈલ કરેલા રિટર્ન ની ITC

રજિસ્ટર્ડ કરપાત્ર વ્યક્તિ તેના ઇલેક્ટ્રોનિક ક્રેડિટ લેજરમાં, 30 મી જૂન 2017ના રોજ સમાપ્ત થતા મહિને / ત્રિમાસિક ગાળા માટે તેના દ્વારા અગાઉના કાયદા હેઠળ ભરેલ રિટર્નમાં CENVAT, વેટ અને એન્ટ્રી ટેક્સની રકમને કેરી ફોરવર્ડ કરવાને હકદાર રહેશે. જોકે, વેપારી દ્વારા ITC નો દાવો ત્યારે જ કરી શકાય, જો તે GST અમલીકરણની તારીખ 1 જુલાઈ, 2017 થી 6 મહિનાના સમયગાળા માટે હાલના કાયદા હેઠળ જરૂરી તમામ રિટર્ન રજૂ કરે.

આ પણ વાંચો : GST પરિવર્તન: શું અંતિમ સ્ટોક પર ઇનપુટ ક્રેડિટ લઇ શકાય?

3. મૂડીગત માલ પર ચુકવેલ VAT / એક્સાઇઝ પર ITC

 હાલમાં, કેપિટલ ગુડ્સ (મૂડીગત માલ) ની ખરીદી સામે ITC, તરત જ ઉપલબ્ધ નથી, અને તે પણ, તે માત્ર કેટલાક નિર્દિષ્ટ કેપિટલ ગુડ્સ માટે જ ઉપલબ્ધ છે. 2004 ના CENVAT ક્રેડિટ નિયમ મુજબ, પ્રથમ વર્ષ દરમિયાન ફક્ત 50% ક્રેડિટ જ મેળવી શકાય છે અને બાકીની 50% ક્રેડિટ એ પછીના કોઈપણ નાણાકીય વર્ષોમાં મેળવી શકાય છે. તેવી જ રીતે, મોટા ભાગનાં રાજ્યોમાં, કેપિટલ ગુડ્સ માટે ITC વિવિધ મહિનાઓમાં હપ્તાના સ્વરૂપમાં ઉપલબ્ધ કરવામાં આવે છે; અન્યમાં, ITC માત્ર ત્યારે જ ઉપલબ્ધ છે જ્યારે મૂડીગત માલનો વ્યવસાયલક્ષી ઉપયોગ થાય છે. GST શાસન દરમિયાન થયેલા મહત્ત્વના ફેરફારો પૈકીનો એક એ છે કે વેપારી માટે મૂડીગત માલ પર VAT/ એક્સાઇઝ ક્રેડિટના સંપૂર્ણ બેલેન્સને વેપારી ITC તરીકે દાવો કરી શકે છે.

4.સ્ટોક માં રહેલ માલ પર ચુકવેલ એક્સાઇઝ ની ક્રેડિટ

સંભવતઃ પરિવર્તનના તમામ નિયમોની સૌથી વધુ ચિંતા, સ્ટોકમાં પડેલા માલ માટે ચૂકવવામાં આવેલી એક્સાઇઝ ડ્યુટીનું શું થશે એ છે.મુખ્યત્વે 3 કેસ હોઈ શકે:

  • કેસ 1: એક્સાઇઝ ઈન્વોઈસ ઉપલબ્ધ – ઉત્પાદકો પાસેથી, પ્રથમ તબક્કા અને બીજા તબક્કાના ડીલર્સ પાસેથી ખરીદી કરનાર ડીલર્સ પાસે એક્સાઇઝ ડ્યૂટી વાળા ઈન્વોઈસ હશે તેઓ ચુકવેલ એક્સાઈઝની 100% ક્રેડિટ લઈ શકશે.
  • કેસ 2: ક્રેડિટ ટ્રાન્સફર ના દસ્તાવેજો (CTD) ઉપલબ્ધ – રિટેલર ડીલરો અને ઉપરોક્ત સિવાયની પાર્ટી પાસેથી ખરીદી કરેલ હોય, તેમની પાસે એક્સાઇઝની રકમ ચૂકવ્યાનો ઉલ્લેખ કરતી કોઈ ઈન્વોઈસ હશે નહિ, કારણ કે તે જ તેના દ્વારા ખર્ચ તરીકે ગણવામાં આવે છે. તેમ છતાં, જો તે ઉત્પાદક દ્વારા ક્રેડિટ ટ્રાંસ્ફર ડોક્યુમેન્ટ તેને આપવામાં આવ્યું હોય, તો તે એક્સાઇઝ ડ્યૂટી ચુકવેલ છે તેવા પુરાવા તરીકે ગણાશે. આવા દસ્તાવેજ ઉત્પાદક દ્વારા ઉત્પાદકના બ્રાન્ડ નામ સાથે રૂ. 25,000 પ્રતિ વસ્તુ કરતાં વધુ મૂલ્ય ધરાવતા સામાન માટે રજુ કરી શકાય છે, જો ચકાસણી કરી શકાય તેવા ઈન્વેન્ટરી અને સપ્લાય ચેઇન રેકોર્ડ જાળવવામાં આવે તો.
  • કેસ 3: એક્સાઇઝ ઈન્વોઈસ કે CTD માંથી કાંઈ પણ ઉપલબ્ધ નથી – આવી સ્થિતિમાં, ડીલર GST હેઠળ આઉટવર્ડ સપ્લાય પર ચુકવેલ CGST ના 60% ઇનપુટ ટેક્સ ક્રેડિટ લઈ શકે છે, જ્યાં CGST દર 9% અથવા વધુ છે (એટલે કે GST દર 18% કે તેથી વધુ છે) અને અન્ય કિસ્સાઓમાં 6 મહિનાના સમયગાળા માટે આઉટવર્ડ સપ્લાય પર ચુકવેલ CGST ના 40%, જે અગાઉ બિન-શરતી રીતે મુક્તિ મળેલ હતા તેવા સ્ટોક પર. અંતર-રાજ્ય સપ્લાયના કિસ્સામાં, ચુકવેલ IGST પર મળતી ક્રેડિટ અનુક્રમે 30% અને 20% હશે.

આ સ્થિતિઓને ધ્યાનમાં લીધા વગર, તમામ રજિસ્ટર્ડ વ્યક્તિઓ જેઓ એક્સાઇઝ ડ્યુટી પર ક્રેડિટને હકદાર છે, તેઓએ 90 દિવસના સમયગાળામાં, ડીક્લેરેશન ફોર્મ GST TRAN. -1 દ્વારા કોમન પોર્ટલ પર યોગ્ય રીતે હસ્તાક્ષર કરીને ઇલેક્ટ્રોનિકલી રજૂ કરવું જોઈએ.

5. પરિવહન થતા માલ પર ક્રેડિટ

રજિસ્ટર્ડ કરપાત્ર વ્યક્તિ GST પછી પ્રાપ્ત કરેલ માલ / સેવાઓ પર ચૂકવવામાં આવેલ બંને કેન્દ્રીય / રાજ્ય કર (વર્તમાન શાસનમાં લાગુ પડતો) પર ઇનપુટ ટેક્સ ક્રેડિટનો દાવો કરી શકે છે. શરત એ છે કે GST અમલીકરણની તારીખથી 30 દિવસની અંદર ઈન્વોઈસ ખાતાંબુક માં નોંધાયેલ હોવી આવશ્યક છે. જો કે, પૂરતા કારણોસર 30 દિવસનો મૂળ સમય વધુ 30 દિવસ સુધી વિસ્તૃત કરી શકાય છે. રજિસ્ટર્ડ કરપાત્ર વ્યક્તિએ લીધેલ ક્રેડિટના સંદર્ભમાં એક નિવેદન અથવા સંબંધિત દસ્તાવેજો રજૂ કરવા જોઈશે.

વધુ મુદ્દાઓ પર અહીં જોતા રહેશો – કારણ કે અમે GST યુગનું સ્વાગત કરવા માગીએ છીએ!

આ આર્ટિકલ શ્રી. તેજસ ગોયેન્કા, એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર, ટેલી સોલ્યુશન્સ દ્વારા લખવામાં આવેલ છે, જે મૂળ ધ ઇકોનોમિક્સ ટાઈમ્સ માં પ્રકાશિતથયો હતો.

યોગદાનકર્તા: પુગલ ટી. અને પ્રમિત પ્રતિમ ઘોષ

Are you GST ready yet?

Get ready for GST with Tally.ERP 9 Release 6

92,489 total views, 2 views today

Pramit Pratim Ghosh

Author: Pramit Pratim Ghosh

Pramit, who has been with Tally since May 2012, is an integral part of the digital content team. As a member of Tally’s GST centre of excellence, he has written blogs on GST law, impact and opinions - for customer, tax practitioner and student audiences, as well as on generic themes such as - automation, accounting, inventory, business efficiency - for business owners.