બ્રાન્ચ ટ્રાન્સફર એટલે એક એકમ / સ્થાનથી તે જ વ્યવસાય સંસ્થાની સાથે સંકળાયેલ અન્ય એકમ / સ્થાન પર માલસામાન – ચીજવસ્તુઓનું થતું સ્થાનનું સ્થાનાંતરણને. તેને સ્ટોક ટ્રાન્સફર તરીકે પણ ઓળખવામાં આવે છે. બ્રાન્ચ ટ્રાન્સફર વિવિધ કારણોસર કરવામાં આવે છે, જેમ કે:

 • અર્ધ-તૈયાર માલ નું ઉત્પાદન એકમ થી અન્ય એકમ માં વધુ પ્રક્રિયા માટે ટ્રાન્સફર
 • આગળ સપ્લાય માટે માલ નું ગોડાઉન/વેરહાઉસ સુધી ટ્રાન્સફર
 • માંગ ને કારણે વેપારી દ્વારા થતું માલનું અન્ય બ્રાન્ચ પર ટ્રાન્સફર
 • પાલનની દૃષ્ટિએ- ગ્રાહકોને (B2B) ઇનપુટ ટેક્સ ક્રેડિટ ,મેળવવા માટે સક્ષમ કરવા માટે, બ્રાન્ચ ટ્રાન્સફર કરવામાં આવે છે અને તે પછી વેચાણને અસર કરે છે.

માલના સ્થાનાંતરણનું કારણ ગમે તે હોય, આવા પરિવહન પર થતી ટેક્સ અસરોને સમજવી એ વ્યવસાય માટે આવશ્યક છે.

 • વૈધાનિક પાલનનાં હેતુસર આ પરિવહનનો કેવી રીતે જોવામાં આવે છે? શું તેઓ કરપાત્ર છે?
 • જો કરપાત્ર હોય તો કરવેરા વસૂલાતના હેતુ માટે ધ્યાનમાં લેવાતી કિંમત કેટલી છે?

ચાલો આપણે વર્તમાન પરોક્ષ કર શાસન હેઠળ અને GSTમાં પરિવહનની પદ્ધતિને સમજીએ

વર્તમાન કરપદ્ધતિ

સેન્ટ્રલ એક્સાઇઝ

સેન્ટ્રલ એક્સાઇઝ હેઠળ, સ્ટોક ટ્રાન્સફર નું મૂલ્યાંકન જેના માટે ઉત્પાદક દ્વારા ટ્રાન્સફર કરવામાં આવે છે તેના પ્રકાર અને હેતુ પર નિર્ભર કરે છે. ટ્રાન્સફર નીચેનામાંથી કોઈ પણ કારણોસર હોઇ શકે છે:

 • અન્ય ઉત્પાદન એકમ માં વધારાની પ્રક્રિયા માટે
 • કોઈ ડેપો સુધી ટ્રાન્સફર
 • જ્યાંથી વેચાણ થાય છે ત્યાંથી બીજા કોઈ પણ સ્થળે ટ્રાન્સફર
ટ્રાન્સફર નો પ્રકારમૂલ્યાંકનઉદાહરણ
તૈયાર માલનું મેન્યુફેકચરિંગ યુનિટમાંથી થતું ટ્રાન્સફર:

 • ડેપો
 • કન્સાઇન્મેન્ટ એજન્ટ ના સ્થળ પરt
 • અન્ય કોઈ સ્થળ કે ઇમારત જ્યાંથી એક્સાઈઝ પાત્ર માલ વેચવામાં આવે છે
મૂલ્ય એવા માલના સામાન્ય ટ્રાન્ઝેક્શન ની કિંમત હોવી જોઈએ જે આવા સ્થળેથી ત્યારે જ અથવા લગભગ તેવા જ સમયે વેચાય છે.દિલ્હીમાં એક રજિસ્ટર્ડ ઉત્પાદક રોઝ પોલિમર્સ, નોઇડા, યુપીમાં સ્થિત તેમના ડિપોટ પર તૈયાર માલ ટ્રાન્સફર કરે છે. નિકાલ કરવાના સમયે, ડિપોટ પર તૈયાર માલની વેચાણ કિંમત રૂ. 20000 છે.

તેથી, મેન્યુફેક્ચરિંગ યુનિટમાંથી તેમાં ડિપોટ નોઈડા માં તૈયાર માલના ટ્રાન્સફરનું મૂલ્ય રૂ. 20000 થશે

અર્ધ-તૈયાર માલ વધુ પ્રક્રિયા માટે ઉત્પાદન એકમથી બીજા એકમમાં લઇ જવામાં આવે છે અથવા તૈયાર માલના ઉત્પાદનમાં ઉપયોગમાં લેવામાં આવે છેટ્રાન્સફરનું મૂલ્ય આવા માલના ઉત્પાદન ખર્ચના 110% જેટલું હશે.દિલ્હીમાં એક રજિસ્ટર્ડ ઉત્પાદક રોઝ પોલિમર્સ, વધુ પ્રક્રિયા માટે અર્ધ-તૈયાર માલ નોઇડા, યુપીમાં સ્થિત અન્ય ઉત્પાદન પ્લાન્ટમાં ટ્રાન્સફર કરે છે. અર્ધ-તૈયાર માલના ઉત્પાદનની કિંમત રૂ. 25,000 હતી.
ટ્રાન્સફર થયેલ માલનું મૂલ્ય રૂ. 27,500 (25,000 * 110/100) થશે
VAT

VAT હેઠળ, ‘ફોર્મ F’ રજુ કરવાથી સ્ટોક ટ્રાન્સફર એ કરપાત્ર નથી. જો કે, માલની ખરીદી પર ઇનપુટ VAT ચોક્કસ ટકાવારીમાં રિવર્સ થવી જોઈએ જે રાજ્ય-રાજ્યમાં અલગ હોય છે. ઉદાહરણ તરીકે, જો ખરીદી પર ચૂકવવામાં આવેલ VAT 12.5% હોય, તો વધારાનો 4% એટલે કે, 8.5% ઇનપુટ VAT ક્રેડિટ તરીકે મંજૂર છે અને 4% રિવર્સ કરવામાં આવશે.

વિગતમૂલ્યાંકનઉદાહરણ
એક બ્રાન્ચ થી અન્ય બ્રાન્ચ પર માલ નું ટ્રાન્સફરફોર્મ F રજુ કરવાથી સ્ટોક ટ્રાન્સફર ને કરમુક્તિ મળે છે.ફોર્મ F રજુ કરવાથી સ્ટોક ટ્રાન્સફર ને કરમુક્તિ મળે છે. કર્ણાટક સ્થિત ગણેશ ટ્રેડિંગ, મહારાષ્ટ્રમાં આવેલી બીજી શાખાને માલ ટ્રાન્સફર કરે છે.
આ સ્ટોક ટ્રાન્સફરને ફોર્મ F રજૂ કરવા પર મુક્તિ આપવામાં આવશે.

GST શાસન હેઠળ સ્ટોક ટ્રાન્સફર

GST હેઠળ, ટેક્સની વસૂલાત સપ્લાય પર થાય છે, જેમાં અલગ વ્યક્તિઓને કરેલ ટ્રાન્સફરનો સમાવેશ થાય છે, અને નીચેના બે કિસ્સાઓમાં ટ્રાન્સફર કરપાત્ર થશે:

 • રાજયાન્તર્ગત સ્ટોક ટ્રાન્સફર : એક જ રાજ્યમાં પાર્ટી પાસે એક કરતાં વધુ નોંધણી હોય ત્યારે જ કરપાત્ર થશે. આવી કંપનીઓને ‘ અલગ વ્યક્તિઓ (ડિસ્ટિન્ક્ટ પરસન્સ)’ તરીકે ગણવામાં આવશે.
 • આંતરરાજ્ય સ્ટોક ટ્રાન્સફર: એક જ PAN હેઠળના વિવિધ રાજ્યોમાં સ્થિત બે શાખાઓ / એકમો વચ્ચેના ટ્રાન્સફર કરપાત્ર રહેશે.

હવે, આપણે સ્ટોક પરિવહનની કરપાત્રતાને જાણીએ છીએ. ચાલો આપણે જેના પર GST લેવાય છે તેવા સ્ટોક પરિવહનના મૂલ્યની ગણતરીની ચર્ચા કરીએ.

આ પણ વાંચો: GST હેઠળ માલ અને સેવાઓનું મૂલ્ય કેવી રીતે નક્કી કરાય છે?

વ્યાપકપણે, GST એવા વ્યવહાર ની કિંમત પર લાદવામાં આવે છે જ્યારે ભાવ એ સપ્લાય માટે લેવાતી એકમાત્ર અવેજી હોય અને જ્યારે સપ્લાય સંબંધિત અથવા અલગ વ્યક્તિઓ વચ્ચે ન હોય. પરિણામે, સ્ટોક ટ્રાન્સફર પર, ટ્રાન્ઝેક્શન વેલ્યુ લાગુ કરી શકાતી નથી કારણ કે તે એક જ એન્ટિટીની 2 શાખાઓ વચ્ચેનો સપ્લાય છે, જેને એક ‘અલગ વ્યક્તિ’ તરીકે ઓળખવામાં આવે છે. તેથી, સ્ટોક પરિવહન માટે, પુરવઠાની કિંમતની ગણતરી નીચેનાં મેટ્રિક્સને લાગુ કરીને કરવામાં આવે છે:

સી. નં.મૂલ્યાંકન નો પ્રકારસમજૂતી
1ઓપન માર્કેટ વૅલ્યુમાલ અથવા સેવાઓના સપ્લાયની ઓપન માર્કેટ વૅલ્યુ એ નાણાંકીય સ્વરૂપમાં સંપૂર્ણ મૂલ્ય છે, જે GST અને ઉપકરને બાદ કરતાં, ટ્રાન્ઝેક્શન માટે વ્યક્તિ દ્વારા ચૂકવવાપાત્ર છે.
માલ અથવા સેવાઓના સપ્લાયની ઓપન માર્કેટ વૅલ્યુ એ નાણાંકીય સ્વરૂપમાં સંપૂર્ણ મૂલ્ય છે, જે GST અને ઉપકરને બાદ કરતાં, ટ્રાન્ઝેક્શન માટે વ્યક્તિ દ્વારા ચૂકવવાપાત્ર છે.
2સમાન પ્રકાર અને ગુણવત્તાના માલ અને / અથવા સર્વિસની ની કિંમતઆ પદ્ધતિ ત્યારે લાગુ પડે છે જ્યારે માલ કે સેવાઓની ઓપન માર્કેટ વૅલ્યુ ઉપલબ્ધ નથી.
3સંબંધિત ગ્રાહક ન હોય તેવા ગ્રાહકને પ્રાપ્તકર્તા દ્વારા સમાન પ્રકાર અને ગુણવત્તા વાળા માલ અને/અથવા સેવાઓના સપ્લાય માટે ભાવના 90% લીધેલ હોયઆ મેટ્રિક્સ સપ્લાયરની પસંદગી પર છે અને ત્યારે જ લાગુ પડે છે જો માલ પ્રાપ્તકર્તા દ્વારા વધુ સપ્લાય માટે માંગેલ હોય

ચાલો આપણે વિવિધ કિસ્સાઓમાં ઉપરોક્ત મૂલ્યાંકન કેવી રીતે લાગુ પડે તે સમજીએ

કિસ્સોઉદાહરણમૂલ્યાંકન
તૈયાર માલ મેન્યુફેક્ચરિંગ યુનિટમાંથી એક ડિપોમાં ટ્રાન્સફર કરવામાં આવે છે, જ્યાંથી માલનું વેચાણ થાય છેદિલ્હીમાં એક રજિસ્ટર્ડ ઉત્પાદક રોઝ પોલિમર્સ, નોઇડા, યુપીમાં સ્થિત તેમના ડિપોટ પર તૈયાર માલને ટ્રાન્સફર કરે છે.

ટ્રાન્સફર સમયે, તૈયાર માલની ઓપન માર્કેટ વૅલ્યુ 20,000 રૂપિયા હતી. ઉપરાંત, ડિપોટે રૂ. 22,000 ની કિંમતે સમાન પ્રકારની અને ગુણવત્તાવાળા માલનો સપ્લાય પૂરો પાડ્યો.

સ્ટોક ટ્રાન્સફરની કિંમત રૂ. 20,000 ની ઓપન માર્કેટ વૅલ્યુ પર થશે. જો કે, રોઝ પોલિમર સમાન પ્રકારની અને ગુણવત્તાવાળા માલના સપ્લાય માટે લીધેલ કિંમતના 90% ચૂકવવાનો વિકલ્પ પણ પસંદ કરી શકે છે એટલે કે રૂ. 19,800. આનું કારણ એ છે કે, તૈયાર માલ વધુ સપ્લાય માટે ટ્રાન્સફર કરવામાં આવે છે.
વધુ પ્રક્રિયા માટે અર્ધ-તૈયાર માલ ઉત્પાદન એકમથી બીજા એકમ સુધી દૂર લઇ જવામાં આવે છે..દિલ્હીમાં રજિસ્ટર્ડ ઉત્પાદક રોઝ પોલીમર્સ, વધુ પ્રક્રિયા માટે અર્ધ-તૈયાર માલને નોઈડા, યુપીમાં રજિસ્ટર્ડ અન્ય ઉત્પાદન પ્લાન્ટમાં ટ્રાન્સફર કરે છે. આ માલનું ઈન્વોઈસ મૂલ્ય રૂ. 18,000 હતું.મેન્યુફેકચરિંગ યુનિટ નોઈડામાં રજીસ્ટર થયું હોવાથી અને ઈનપુટ ટેક્સ ક્રેડિટ માટે સંપૂર્ણ રીતે પાત્ર હોવાથી, રૂ. 18,000 નું ઇન્વૉઇસ મૂલ્ય ઓપન માર્કેટ વેલ્યુ તરીકે ગણવામાં આવશે અને રોઝ પોલિમરને રૂ. 18,000 GST ચૂકવવો પડશે.
તૈયાર માલ મેન્યુફેકચરિંગ યુનિટમાંથી 100% ઉત્પાદન અને મુક્તિપાત્ર માલસામાન સાથે સંકળાયેલા અન્ય એકમમાં ટ્રાન્સફર થાય છે.દિલ્હીમાં રજિસ્ટર્ડ ઉત્પાદક, રોઝ પોલીમર્સ, હરિયાણામાં રજિસ્ટર્ડ અન્ય ઉત્પાદન પ્લાન્ટમાં તૈયાર માલ ટ્રાન્સફર કરે છે. હરિયાણામાં આવેલ એકમ એવા માલના મેન્યુફેકચરિંગ સાથે સંકળાયેલ છે જે મુક્તિ પાત્ર છે.

ધારો કે, ટ્રાન્સફર સમયે ઓપન માર્કેટ વૅલ્યુ ઉપલબ્ધ નથી અને સમાન પ્રકાર અને ગુણવત્તાવાળા માલની કિંમત રૂ. 25,000 હતી.

આવા ટ્રાન્સફરની કરપાત્ર મૂલ્ય સુધી આવતા, રોઝ પોલિમરને સમાન પ્રકાર અને ગુણવત્તાવાળા માલ અને / અથવા સર્વિસ ની કિંમત કરવાની જરૂર છે. આથી, બ્રાન્ચ ટ્રાન્સફર રૂ. 25,000 ની મૂલ્યની હશે અને તેના પર GST લેવામાં આવશે.

અહીં, ઇન્વૉઇસ મૂલ્યને ઓપન માર્કેટ વેલ્યુ તરીકે ગણી શકાય નહીં કારણ કે હરિયાણામાં નોંધાયેલી મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ 100% મુક્તિપાત્ર માલના સપ્લાય સાથે સંકળાયેલી છે અને ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવવા પાત્ર નથી.

જો કોઈ કારણસર ઉપરોક્ત પદ્ધતિઓ સપ્લાયની કિંમત નક્કી કરવા માટે લાગુ કરી શકાતી ન હોય, તો પ્રોડક્ટની કિંમત + 10% અથવા શેષ (રેસિડયુઅલ) પદ્ધતિનો ઉપયોગ કરીને તે નક્કી કરવામાં આવશે. તે અમારા આગામી બ્લોગ્સમાં વિગતવાર સમજાવવામાં આવશે.

આગામી બ્લોગ
પ્રિન્સિપાલ અને એજન્ટ વચ્ચેના સપ્લાય ની કિંમત નક્કી કરવી

Are you GST ready yet?

Get ready for GST with Tally.ERP 9 Release 6

177,145 total views, 246 views today

Yarab A

Author: Yarab A

Yarab is associated with Tally since 2012. In his 7+ years of experience, he has built his expertise in the field of Accounting, Inventory, Compliance and software product for the diverse industry segment. Being a member of ‘Centre of Excellence’ team, he has conducted several knowledge sharing sessions on GST and has written 200+ blogs and articles on GST, UAE VAT, Saudi VAT, Bahrain VAT, iTax in Kenya and Business efficiency.