વ્યવસાયોએ તેમના વ્યાપારનું વ્યવસ્થાપન અને નફાકારક સાહસ તરફ મથવું જરૂરી છે. સાથોસાથ, જમીનના વિવિધ કાયદાના પાલન માટે સાવધાની અને સંભાળ પણ જરૂરી છે. છેલ્લા એક દાયકામાં, આપણા દેશના અનુપાલનની સાથે, જો કે ટેક્નોલોજી માર્ગ લેવામાં આવ્યો છે, તો પણ આપવી પડતી માહિતીની સંખ્યામાં વધારો થયો છે. આ માટે સ્વાભાવિક રીતે પાલન માટે સમર્પિત સમયની જરૂર છે કારણ કે તે નિયત સમયમર્યાદામાં થવું જરૂરી છે.

ભારત મુખ્યત્વે SME-લક્ષી બિઝનેસ વાતાવરણ ધરાવે છે. જે ખાસ કરીને 3M – મેન (માનવ-શક્તિ), મની (પૈસા) અને મટીરીઅલ (સામગ્રી) ના સ્રોતોની મર્યાદાને છતી કરે છે, અને વિસ્તૃત પાલન વ્યવસાયોના નાના સેગમેન્ટ માટે મોંઘુ સાબિત થશે.

ઘણા બધા રેકોર્ડ્સ જાળવવા, માસિક ચૂકવણી, માસિક રિટર્ન ભરવા વગેરે નાના વેપારીઓ માટે વધુ પડતું છે, જે તેમના વ્યવસાયને વધારવાના પ્રયાસ કરી રહ્યા છે. પરિણામે, GSTમાં, કોમ્પોઝિશન યોજના નામની સ્કીમ રજૂ કરવામાં આવી છે.

આ યોજના હેઠળ, તમારે તમારા રિટર્ન ફાઇલ કરવાની, અને ત્રિમાસિક ધોરણે ટર્નઓવરની ચોક્કસ ટકાવારી પર કર ચુકવવા પડે છે. આનો અર્થ એ કે આઉટવર્ડ (બાહ્ય) સપ્લાય (વેચાણ) પર, તમને GST ચાર્જ કરવાની પરવાનગી નહીં મળે. તેના બદલે, તમારે નિશ્ચિત ટકાવારી પર ત્રિમાસિક ધોરણે ચૂકવણી કરવી પડશે અને વધુમાં તમે તમારા ઇન્વર્ડ સપ્લાય (ખરીદીઓ) પર ઇનપુટ ટેક્સ ક્રેડિટનો દાવો કરવા માટે પણ પાત્ર નથી.

આ પણ વાંચો : કોમ્પોઝિશન સ્કીમ – SME પર થતી અસર

કોમ્પોઝિશન સ્કીમ દરો
કોને લાગુ પડેદર
ઉત્પાદક2%
ટ્રેડર1%
માનવ વપરાશ માટે ખાદ્ય અને પીણાં ના સપ્લાયર5%

કંપોઝેશન સ્કીમ હેઠળ રજિસ્ટ્રેશન માટે તમારી કોમ્પોઝિશન યોગ્યતા ચકાસવા માટે નીચે આપેલ વિગત મદદ કરશે:

1. પાછલા નાણાકીય વર્ષ માં તમારા ટર્નઓવર ની થ્રેશોલ્ડ લિમિટ

કોમ્પોઝિશન યોજના માટે અરજી કરવા માટે, પાછલા નાણાકીય વર્ષમાં તમારૂ ટર્નઓવર રૂ. 75-લાખથી વધવું જોઈએ નહિ. જો તમારો વ્યવસાય આમાંના કોઈપણ રાજ્યોમાં સ્થિત હોય:
અરુણાચલ પ્રદેશ, આસામ, મણિપુર, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ, સિક્કીમ, ત્રિપુરા, હિમાચલ પ્રદેશ માટે અગાઉના નાણાકીય વર્ષમાં ટર્નઓવર રૂ. 50 લાખથી વધવું જોઈએ નહિ.

2. સર્વિસ પ્રોવાઇડર માટે લાગુ પડતું નથી

જો તમે સર્વિસ પ્રોવાઇડર છો, તો તમે GST માં કોમ્પોઝિશન યોજના માટે લઇ શકતા નથી. જો કે, જો તમે માનવ વપરાશ માટે ખાદ્ય અને પીણાંના સપ્લાય કરતાં સેવા પ્રદાતા છો, તો તમને કોમ્પોઝિશન યોજના પસંદગી કરવાની મંજૂરી આપવામાં આવશે.

3. સૂચિત માલના ઉત્પાદક માટે લાગુ પડતું નથી

આ યોજના આઈસ્ક્રીમના ઉત્પાદક અને અન્ય ખાદ્ય બરફ, પાન મસાલા, તમાકુ અને તમાકુ અવેજીના તમામ માલસામાન પર લાગુ થશે નહીં.

4.અમુક માલના સપ્લાય પર મર્યાદા

જો તમારો વ્યવસાય નીચેનામાંથી કોઈ સપ્લાય સાથે સંકળાયેલ હોય તો કોમ્પોઝિશન સ્કીમ લાગુ પડશે નહિ:

• માલનો આંતર-રાજ્ય આઉટવર્ડ સપ્લાય
• બિન-કરપાત્ર માલ નો સપ્લાય
• ઈ-કોમર્સ બિઝનેસ જેવા કે એમેઝોન, ફ્લિપકાર્ટ વગેરે મારફત થતો સપ્લાય

5.અંતિમ સ્ટોક ના આધારે યોગ્યતા

તમારા દ્વારા રાખવામાં આવેલ અંતિમ સ્ટોક નીચે મુજબની ખરીદીમાંથી કરેલ કોઈ પણ સ્ટોક ધરાવતો હોવો જોઈએ નહીં:

• આંતરરાજ્ય ખરીદી, ભારત બહારથી આયાત કરેલ અથવા રાજ્યની બહાર સ્થિત તમારી શાખા / એજન્ટ / પ્રિન્સિપાલ તરફથી મેળવેલ: આ એક વ્યવસાય માટે અનન્ય રીતે લાગુ પડે છે જે અગાઉના શાસનકાળ દરમિયાન રજિસ્ટર્ડ હતા અને GSTમાં પરિવર્તિત થવા માટે કોમ્પોઝિશન યોજનાને પસંદ કરવા માગે છે.

• અનરજિસ્ટર્ડ ડીલર (URD) પાસેથી કરેલ ખરીદી – જો ક્લોઝિંગ સ્ટોકમાં અનરજિસ્ટર્ડ વેપારી પાસેથી કરેલ ખરીદી સમાયેલ હોય, તો તમારે રિવર્સ ચાર્જ આધારે GST ચૂકવવો પડશે.

6. જો તમારો વ્યવસાય કેઝ્યુઅલ કરપાત્ર વ્યક્તિ અથવા બિન-નિવાસી વ્યક્તિ તરીકે રજીસ્ટર્ડ હોય, તો તમે GST હેઠળ કોમ્પોઝિશન યોજના માટે અરજી કરી શકતા નથી.

ઉપરોક્ત તમામ શરતો મળતી હોય ત્યારે જ, તમે કોમ્પોઝિશન ડીલર તરીકે GST નોંધણી માટે પાત્ર છો.

ઉપરોક્ત માપદંડ મેળવ્યા પછી, તમારે નીચેની ફોર્મમાં ઈંટીમેશન ફાઈલ કરવું જોઈશે:

1. ફોર્મ GST CMP-1: એવા વ્યવસાય જે અગાઉના શાસનકાળ દરમિયાન રજીસ્ટર થયેલ હતા અને જે GSTમાં પરિવર્તિત થવા માટે કોમ્પોઝિશન યોજનાનો વિકલ્પ પસંદ કરવા માગતા હોય. આ ઈંટીમેશન 21 મી જૂન, 2017, તારીખ કે જેના પર આ જોગવાઈ અમલમાં છે ત્યારથી 30 દિવસની અંદર થવી જોઈએ.

2.ફોર્મ GST CMP -2: આ એવા વ્યવસાયો માટે લાગુ પડે છે કે જેમણે GST શાસન હેઠળ નિયમિત વેપારી તરીકે નોંધણી કરાવી હોય અને કોમ્પોઝિશન યોજનાનો વિકલ્પ પસંદ કરવા માંગતા હોય. આ ફોર્મ દ્વારા થતું ઈંટીમેશન નાણાકીય વર્ષની શરૂઆત પહેલાં કરવાની જરૂર છે.

GSTમાં નવેસરથી રજિસ્ટ્રેશન , માટે અરજી કરતા, અને કોમ્પોઝિશન યોજનાનો વિકલ્પ પસંદ કરવા માંગતા બિઝનેસને, રજીસ્ટ્રેશન ફોર્મ GST REG-1 આપતી વખતે ઈંટીમેશન આપી શકે છે..

ઉપસંહાર
કોમ્પોઝિશન યોજના ચોક્કસપણે નાના ઉદ્યોગો માટે સરળ અનુપાલન આપશે. પરંતુ તમારા વ્યવસાય પરની આ શરતો અને નિયંત્રણોની અસરોનું મૂલ્યાંકન કરવું સલાહભર્યું છે, અને તે પ્રમાણે નિર્ણય કરવા જોઈએ.
સામાન્ય રીતે, B2C જેવા નાના વેપારીઓને આ યોજનાથી મોટા પાયે ફાયદો થશે. B2B ના કિસ્સામાં, તમારા વ્યવસાય ગ્રાહક તમારી પાસેથી ખરીદી કરવા માંગશે નથી કારણ કે તેમને ઇનપુટ ક્રેડિટનો લાભ મળશે નહીં. તમે અપ્રતિસ્પર્ધી રહેશો કારણ કે તમારી ઇનપુટ ક્રેડિટ B2B બિઝનેસ માટે ઉત્પાદન ખર્ચમાં પરિણમશે.

Are you GST ready yet?

Get ready for GST with Tally.ERP 9 Release 6

226,795 total views, 129 views today

Yarab A

Author: Yarab A

Yarab is associated with Tally since 2012. In his 7+ years of experience, he has built his expertise in the field of Accounting, Inventory, Compliance and software product for the diverse industry segment. Being a member of ‘Centre of Excellence’ team, he has conducted several knowledge sharing sessions on GST and has written 200+ blogs and articles on GST, UAE VAT, Saudi VAT, Bahrain VAT, iTax in Kenya and Business efficiency.