ઇલેક્ટ્રોનિક કોમર્સ કે ઈ-કોમર્સ એ ભારત માં વ્યાપાર ની પદ્ધતિ બદલી દીધી છે. હાલમાં, ભારત માં ઈ-કોમર્સ ઉદ્યોગ ને વિવિધ ટેક્સ વસુલાત નો સામનો કરવો પડે છે. દરેક રાજ્ય એ ઈ-કોમર્સ ઉદ્યોગ પર પોતાના નિયમો અને ટેક્સ નો સેટ લાગુ કર્યો છે. વિવિધ ઈ-કોમર્સ વ્યવહારો પર ટેક્સ પદ્ધતિ માં સ્પષ્ટતા નો અભાવ અને નવી વિશેષતાઓ જેવી કે ઈ-વોલેટ અને કેશબેક, એ ઇન્ડસ્ટ્રી માટે અસ્તવ્યસ્ત ટેક્સ વાતાવરણ ઉભું કર્યું છે.

ઈ-કોમર્સ પેઢીઓ વધારે સ્પષ્ટતા અને રાજ્ય ને અનુરૂપ નિયમ અને વસુલાત ની નાબુદી ની આશાએ જી.એસ.ટી. ના અમલીકરણ ની રાહ જુએ છે. જી.એસ.ટી. કાયદાનું ડ્રાફ્ટ મોડેલ ઈ-કોમર્સ ઉદ્યોગ ને લગતા નિયમો ને માન્ય કરે છે. આ બ્લોગ માં, આપણે જી.એસ.ટી. માં ઈ-કોમર્સ ને સંબંધિત ચોક્કસ જોગવાઈઓ પર ચર્ચા કરીશું.

 • ઈ-કોમર્સ ઓપરેટર અને
 • ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર સપ્લાયર્સ

હવે આપણે જી.એસ.ટી. હેઠળ ઈ-કોમર્સ ઓપરેટર અને ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર સપ્લાયર તરફથી જરૂરિયાતો ની વિગતવાર ચર્ચા કરીશું.

ઈ-કોમર્સ ઓપરેટર

ઈ-કોમર્સ ઓપરેટર એ એક વ્યક્તિ છે જે કોઈ ડિજિટલ કે ઇલેક્ટ્રોનિક સુવિધા કે ઇલેક્ટ્રોનિક કોમર્સ માટેનું પ્લેટફોર્મ ધરાવે છે, ઓપરેટ કરે છે કે મેનેજ કરે છે. જી.એસ.ટી. હેઠળ, એક ઈ-કોમર્સ ઓપરેટર પાસેથી હોવી જોઈતી જરૂરિયાતો છે –

1. ફરજીયાત રજીસ્ટ્રેશન
બધા જ ઈ-કોમર્સ ઓપરેટરો ફરજીયાત પણે જી.એસ.ટી. હેઠળ રજીસ્ટર થયેલા હોવા જરૂરી છે. એનો અર્થ એ છે કે ટર્ન-ઓવર ગમે તેટલું હોય પણ, જી.એસ.ટી. હેઠળ રજીસ્ટર કરવું જરૂરી છે.

2. ઈ-કોમર્સ ઓપરેટરે સૂચિત સર્વિસ પર ટેક્સ ભરવો
અમુક સર્વિસ કેટેગરી એવી સૂચિત કરવામાં આવે, કે જેના સપ્લાય પર ઈ-કોમર્સ ઓપરેટર દ્વારા, નહિ કે સપ્લાયર દ્વારા ટેક્સ ભરવા પાત્ર બને. આ કિસ્સા માં,

   • જો ઈ-કોમર્સ ઓપરેટર ને રાજ્ય માં સ્થાપના ન થયેલી હોય, તો રાજ્ય માં કોઈ પણ હેતુથી ઈ-કોમર્સ ઓપરેટર નું પ્રતિનિધિત્વ કરતી કોઈ પણ વ્યક્તિ ટેક્સ ભરવા માટે જવાબદાર થશે.
   • જો ઈ-કોમર્સ ઓપરેટર ને રાજ્ય માં સ્થાપના ન થયેલી હોય, અને રાજ્ય માં કોઈ પણ પ્રતિનિધિ ન હોય, તો ઈ-કોમર્સ ઓપરેટરે રાજ્ય માં કોઈ એક વ્યક્તિ ને ટેક્સ ભરવા માટે નિયુક્ત કરવી જોઈએ અને તે વ્યક્તિ ટેક્સ ભરવા માટે જવાબદાર થશે.

3.ઈ-કોમર્સ ઓપરેટરે સોર્સ પાસેથી ટેક્સ કલેક્ટ કરવો પડે
દરેક ઈ-કોમર્સ ઓપરેટરે તેમના પ્લેટફોર્મ પરથી થયેલ ટેક્ષેબલ સપ્લાય ની નેટ કિંમત પર ૨% ના દરે ટેક્સ કલેક્ટ કરવો જોઈએ, જ્યાં આવા સપ્લાય ને અનુલક્ષીને કન્સિડરેશન (અવેજ) ઓપરેટર દ્વારા કલેક્ટ કરવી જોઈએ.

ટેક્ષેબલ સપ્લાય ની નેટ કિંમત = ઓપરેટર દ્વારા દરેક રજીસ્ટર્ડ ટેક્ષેબલ વ્યક્તિએ કરેલા ટેક્ષેબલ સપ્લાય ની કિંમત, સિવાય કે સૂચિત સપ્લાય જેના પર ઓપરેટર દ્વારા ટેક્સ ચુકવવામાં આવે છે (-) સપ્લાયર્સ ને રિટર્ન કરવામાં આવતા ટેક્ષેબલ સપ્લાય ની કિંમત

ઉદાહરણ: ફાસ્ટ ડિલ્સ એક ઈ-કોમર્સ ઓપરેટર છે. રાકેશ પ્રા. લી. અને રોહન પ્રા. લી. એ ફાસ્ટ ડિલ્સ ના સપ્લાયર્સ છે. ઓક્ટોબર ’17 માં ફાસ્ટ ડિલ્સ પર નીચે મુજબ ના સપ્લાય કરવામાં આવેલ છે:

ફાસ્ટ ડિલ્સ નું આઉટવર્ડ સપ્લાય રજીસ્ટર
સપ્લાયર
ટેક્ષેબલ સપ્લાય (રૂ.)ટેક્ષેબલ રિટર્ન થયેલા સપ્લાય (રૂ.)નેટ ટેક્ષેબલ સપ્લાય (ટેક્ષેબલ સપ્લાય – રિટર્ન થયેલા ટેક્ષેબલ સપ્લાય) (રૂ.)2% ટી.સી.એસ. કલેક્ટેડ (રૂ.)
રાકેશ પ્રા. લી1,00,00,00010,00,00090,00,0001,80,000
રોહન પ્રા. લી.2,00,00,00020,00,0001,80,00,0003,60,000
કુલ3,00,00,00030,00,0002,70,00,0005,40,000

અહીં, ફાસ્ટ ડિલ્સ નું નેટ ટેક્ષેબલ સપ્લાય રૂ. 2,70,00,000 અને કલેક્ટ કરેલ જી.એસ.ટી. રૂ. 5,40,000 છે.

4. રિટર્ન અને ટેક્સ ચુકવણી ની પ્રક્રિયા

   • મહિના ની ૧૦ મી તારીખે, ઈ-કોમર્સ ઓપરેટર ને આગળના મહિના માં તેના પ્લેટફોર્મ દ્વારા થયેલા આઉટવર્ડ સપ્લાય અને રિટર્ન થયેલા સપ્લાય ની વિગત વાળું ફોર્મ જી.એસ.ટી.આર.-8 આપવાનું છે. ફોર્મ જી.એસ.ટી.આર.-૮ માં, રજીસ્ટર્ડ ટેક્ષેબલ વ્યક્તિ ને આપેલ સપ્લાય અને રજિસ્ટર્ડ નથી એવા વ્યક્તિ ને આપેલ સપ્લાય ની કુલ એકંદર રકમ ની ઈન્વોઈસ દીઠ વિગત આપવી જરૂરી છે. ઈ-કોમર્સ ઓપરેટરે સપ્લાયર્સ પાસેથી કલેક્ટ કરેલો ટેક્સ પણ ચૂકવવો પડે.
    GST-Ecommerce-Operator
   • મહિના ની ૨૧મી તારીખે, ઈ-કોમર્સ ઓપરેટરે રિપોર્ટ કરેલા સપ્લાય અને સપ્લાયર્સ વચ્ચે કોઈ અસંગતતા હશે તો એ ફોર્મ જી.એસ.ટી. આઈ.ટી.સી.-૧ માં પ્રાપ્ય થશે. કોઈ અસંગતતા હોય તો તે જે મહિના માં સંદેશા-વ્યવહાર થયેલ હોય તે વખતે ના રિટર્ન માં ફરિજયાત સુધરાવી જોઈએ. ઉપરના ઉદાહરણ માં, ફાસ્ટ ડિલ્સ ઓક્ટોબર મહિનાના સપ્લાય નું ફોર્મ જી.એસ.ટી.આર. -૮ ૧૦મી નવેમ્બર, ‘૧૭ ના રોજ આપે છે. જો ૨૧મી નવેમ્બર ‘૧૭ ના ફોર્મ જી.એસ.ટી. આઈ.ટી.સી.-૧ માં કોઈ અસંગતતા જણાય તો એ નવેમ્બર ‘૧૭ ના રિટર્ન માં સુધરવું જોઈએ જે ૧૦મી ડિસેમ્બર ‘૧૭ ના રોજ ભરાશે.

ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર સપ્લાયર્સ

ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર સપ્લાયર્સ એટલે એ વ્યક્તિઓ કે જે ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર માલ કે સર્વિસ સપ્લાય કરે છે. ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર સપ્લાયર્સ ની જરૂરિયાતો છે-

1.ફરજીયાત રજીસ્ટ્રેશન
ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર બધા જ સપ્લાયર્સ જી.એસ.ટી. હેઠળ ફરજિયાતપણે રજીસ્ટર થયેલા હોવા જરૂરી છે. આથી, ભલે ઈ-કોમર્સ સપ્લાયર્સ જેનું કુલ એકંદર ટર્નઓવર રજીસ્ટ્રેશન ની થ્રેશોલ્ડ લિમિટ કરતા વધુ નથી, એમણે પણ ફરજિયાતપણે રજીસ્ટર કરવું જરૂરી છે.

2. કમ્પોઝીશન સ્કીમ હેઠળ અયોગ્યતા
જે વ્યક્તિ કોઈ ઈ-કોમર્સ ઓપરેટર ના માધ્યમ થી માલ કે સર્વિસ નો સપ્લાય કરે છે, એ કમ્પોઝીશન સ્કીમ હેઠળ રજીસ્ટ્રેશન કરવા માટે યોગ્ય/હકદાર નથી. તેથી, ભલે તે વ્યક્તિ નું એકંદર ટર્નઓવર ૫૦ લાખ થી વધતું ના હોય તો પણ તે કમ્પોઝીશન ટેક્સ પેયર બનવા માટે લાયક નથી.

3.રિટર્ન પ્રક્રિયા
ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર સપ્લાયરે નિયમિત વેપારી (રેગ્યુલર ડીલર) ને લાગુ પડતી જી.એસ.ટી. રિટર્ન પ્રોસેસ ને અનુસરવું પડે છે. વધુમાં, ઈ-કોમર્સ પ્લેટફોર્મ ના માધ્યમ થી થયેલા સપ્લાય ને સંબંધિત આપવી પડતી વિગતો નીચે મુજબ છે-

   • મહિના ની ૧૦મી તારીખે, સપ્લાયરે ઈ-કોમર્સ પ્લેટફોર્મ દ્વારા કરેલા આઉટવર્ડ સપ્લાય ની વિગત વાળું ફોર્મ જી.એસ.ટી.આર.-૧ આપવું પડે છે. ફોર્મ જી.એસ.ટી.આર.-૧ માં, ઈ-કોમર્સ પ્લેટફોર્મ દ્વારા રજીસ્ટર્ડ ટેક્ષેબલ વ્યક્તિ ને કરેલ સપ્લાય અને અનરજિસ્ટર્ડ વ્યક્તિ ને કરેલ સપ્લાય ની એકંદર રકમ ઈન્વોઈસ દીઠ આપવી ફરજીયાત છે.
   • મહિના ની ૧૧ મી તારીખે, સપ્લાયર માટે ફોર્મ જી.એસ.ટી.આર.-2A પ્રાપ્ય કરવામાં આવશે. ઈ-કોમર્સ ઓપરેટરે ભરેલ ફોર્મ જી.એસ.ટી.આર.-૮ ને આધારે, ઈ-કોમર્સ ઓપરેટરે આગળના મહિના માં કલેક્ટ કરેલ ટેક્સ ની એકંદર રકમ આપોઆપ દેખાશે.
    GST-Ecommerce-Suppliers
   • મહિનાની ૧૫મી તારીખે, સપ્લાયરે ફોર્મ જી.એસ.ટી.આર.-૨ આપવું પડે છે, જેની અંદર ઈ-કોમર્સ ઓપરેટરે કલેક્ટ કરેલ ટેક્સ ની વિગત સ્વીકારી કે સુધારી શકાય છે. કલેક્ટ કરેલો ટેક્સ સપ્લાયર ના ઇલેક્ટ્રોનિક કેશ લેજર માં કામચલાઉ ધોરણે જમા લઇ શકાય, જે બાકી નીકળતા ટેક્સ સામે સેટ-ઑફ કરી શકાય.
   • મહિના ની ૨૧મી તારીખે, ફોર્મ જી.એસ.ટી. આઈ.ટી.સી. -૧ સપ્લાયર માટે પ્રાપ્ય રાખવામાં આવે છે. સપ્લાય અને ઈ-કોમર્સ ઓપરેટર દ્વારા રિપોર્ટ કરવામાં આવેલા સપ્લાય વચ્ચે રહેલી કોઈ અસંગતતા બતાવવામાં આવશે. કોઈ અસંગતતા હોય તો, જે મહિનામાં સંદેશા-વ્યવહાર થયો હોય એ મહિના ના રિટર્ન માં એ સુધરી જવું જોઈએ.જો સુધારો ના થયો હોય અને ઓપરેટર દ્વારા રજુ કરેલી રકમ એ સપ્લાયર દ્વારા રજુ કરેલી રકમ કરતા વધારે હોય તો ફેરફારની રકમ વ્યાજ સાથે ત્યારપછીના મહિના ના બાકી નીકળતા ટેક્સ માં ઉમેરવામાં આવશે.ઉપરના ઉદાહરણ માં, રાકેશ પ્રા. લી. ઓક્ટોબર ના સપ્લાય નું ફોર્મ જી.એસ.ટી.આર.-૧, ૧૦મી નવેમ્બર ‘૧૭ ના રોજ રજુ કરે છે. જો ૨૧મી નવેમ્બર ‘૧૭ ના રોજ ફોર્મ જી.એસ.ટી. આઈ.ટી.સી.-૧ માં કોઈ અસંગતતા જણાય છે, તો એ નવેમ્બર ‘૧૭ ના રિટર્ન કે જે ૧૦મી ડિસેમ્બર ‘૧૭ માં ભરાશે, તેમાં ફરજીયાત સુધરી જવું જોઈએ.

Are you GST ready yet?

Get ready for GST with Tally.ERP 9 Release 6

107,129 total views, 49 views today