મેક ઈન ઇન્ડિયા” અભિયાને ભારતની સ્થિતિને દુનિયાના નકશામાં ઉત્પાદન હબ તરીકે જબરદસ્ત પ્રોત્સાહન પૂરું પાડયું છે. ડીલોઈટ અનુસાર, ભારત ૨૦૨૦ ના અંત સુધીમાં વિશ્વનો પાંચમો સૌથી મોટો ઉત્પાદન કરતો દેશ બનવાની ધારણા છે.

પરંતુ આપણા માટે વધુ અગત્યનું છે કે, તે ઉત્પાદન સેક્ટર માટે ચમત્કાર કરવાનું વચન આપે છે – જે છેલ્લા ૨ દાયકાઓમાં ગતિહીન જણાયેલ છે અને IBEF. મુજબ હાલમાં આપણા GDP માં ૧૬% ફાળો આપે છે. અને તે નિશ્ચિતપણે આપણા ઉત્પાદકો માટે સારા સમાચાર છે.

પણ શું કોઈ અભિયાન પરિસ્થિતિને રાતોરાત બદલી નાખશે? ઘણું કરીને નહિ. જયારે સરકાર પાસે વિચારો, નવીનતા, અને વ્યૂહરચનાઓ જેવા શસ્ત્રોનો ખજાનો છે કે કેવી રીતે “મેક ઈન ઇન્ડિયા” થવા દેવું – તેમણે તેમનું પહેલું શસ્ત્ર તો લોન્ચ કરી જ દીધું છે GST.

આથી, જો તમે એક ઉત્પાદક છો, તો શું GST તમારા માટે સારું કે ખરાબ થવા જઈ રહ્યું છે? શું એવી કોઈ બાબત છે જેના પર ફેર-વિચાર કરવો પડે, જયારે તમે ૧લી જુલાઈ થી GST ને ભેટવા જઈ રહ્યા છો? ચાલો સમજીએ.

સકારાત્મક અસર

ઓછો ઉત્પાદન ખર્ચ

વર્તમાન અપ્રત્યક્ષ કર પદ્ધતિ અંતર્ગત, ઉત્પાદક આંતર-રાજ્ય ખરીદી પર ચુકવેલ સેન્ટ્રલ સેલ્સ ટેક્સ પર ટેક્સ ક્રેડિટ કલેઇમ કરી શકતા નથી. તે જ રીતે, બીજા પણ ક્રેડિટ ના લઇ શકાય એવા ટેક્સ છે જેમ કે જકાત, લોકલ બોડી ટેક્સ, એન્ટ્રી ટેક્સ વગેરે. આ બધું ઉત્પાદન ખર્ચ માં ઉમેરાય છે.

આ સમસ્યા ઉત્પાદન પછી ના તબક્કા માં પણ ચાલુ રહે છે, કારણ કે ટેક્સ આગળ પાસ થતા રહે છે. ઉત્પાદક ની જેમ જ – ડીટ્રીબ્યુટર્સ, ડીલર્સ, અને રિટેલર્સ પણ તેમના ઇનપુટ પર ટેક્સ ક્રેડિટ ક્લેઇમ કરી શકતા નથી – આખરે ગ્રાહકો માટેના માલની કિંમત માં વધારો થાય છે. આની ભારત માં ઉત્પાદન થતા માલ સામે આયાત થતા માલ ની સ્પર્ધાત્મકતા પર સીધી અસર થાય છે અને છેવટે ભારતીય ઉત્પાદકો ને પરોક્ષ રીતે માર પડે છે.

દેશ માટે GST નું એકે મોટું વરદાન એ છે કે – ટેક્સ ની વારંવાર થતી અસરમાં ઘટાડો. માલ અને સર્વિસ બંને પર ઉત્પાદન તબક્કામાં ટેક્સ નો પ્રતિ દાવો (સેટ-ઓફ) મંજુર કરેલ છે – જેનાથી અસરકારક ઈન્ડાયરેક્ટ ટેક્સ ઘટશે અને ઉત્પાદક માટે એક સ્થિર ક્રેડિટ ફલૉ જાળવી શકાશે. એટલું જ નહિ – ઉત્પાદક તરીકે, તેમણે ક્યાંથી ખરીદી કરવી તે નક્કી કરવાની ચિંતા કરવાની જરૂર નથી – GST અમલમાં આવતા ઉત્પાદક ગમે ત્યાંથી ખરીદી કરે – લોકલ, આંતર-રાજ્ય કે આયાત કરે છે (એકમાત્ર અપવાદ છે કસ્ટમ ડ્યૂટી, જે આયાત પર લેવાની ચાલુ રહેશે.) તે ઇનપુટ ટેક્સ ક્રેડિટ ક્લેઇમ કરી શકશે.

વિવિધ મૂલ્યાંકન ની પદ્ધતિઓનો અંત

હાલમાં, ઉત્પાદિત માલ એ એક્સાઇઝ ડ્યૂટી ને આધીન છે – જેની વર્તમાન માં જુદી-જુદી રીતો થી ગણતરી કરવામાં આવે છે. અમુક કિસ્સાઓમાં – એડ વેલોરમ – કિંમત પ્રમાણે (લેવડ-દેવડ ની કિંમત પર) રીત લેવામાં આવે છે; અમુક કિસ્સાઓ માં એડ ક્વોન્ટમ (જથ્થા પર) રીત લેવામાં આવે છે; અમુક કિસ્સાઓ માં બંને ભેગી વપરાય છે. મોટા ભાગના ઉત્પાદ માલ MRP મૂલ્યાંકન ને અનુસરે છે, જેમાં મહત્તમ છૂટક કિંમત પર નિયત ટકાવારી થી ડ્યૂટી ની ગણતરી કરવામાં આવે છે. જટિલતામાં વધારો કરનાર એ છે કે MRP મૂલ્યાંકન નિયમો પોતે જ ખુબ જ અસ્પષ્ટ છે. વ્યક્તિગત રીતે વેચેલ પેકેજ્ડ માલ વી. સંસ્થા ને વેચેલ પેકેજ્ડ માલ વી. પ્રમોશનલ પેક તરીકે કે કોમ્બો-પેક તરીકે વેચેલ પેકેજ્ડ માલ માટે અલગ-અલગ નિયમો ચાલે છે.

તેમ છતાં GST શાસન માં, ઉત્પાદક દ્વારા ચુકવવાપાત્ર GST એ લેવડ-દેવડ ની કિંમત ના આધારે ગણવામાં આવશે. તે વિવિધ મૂલ્યાંકન ટેક્નિક ની જટિલતાને શોષી લેશે અને ઉત્પાદકો માટે જીવન સરળ બનાવશે. એકમાત્ર સંભવિત અપવાદ હશે તે ૨ પ્રોડક્ટ – કોલસો, જેની મહત્તમ ઉપકાર મર્યાદા છે રૂ. ૪૦૦/ટન અને તમાકુ, જેની મહત્તમ ઉપકાર મર્યાદા છે રૂ. ૪૧૭૦/હજાર સ્ટિક – માટેનું ઉપકર મૂલ્યાંકન.

રાજ્ય વાર રજીસ્ટ્રેશન વી. ફેક્ટરી વાર રજીસ્ટ્રેશન

આ પહેલા, ઉત્પાદક ને વિવિધ ફેકટરીઓ માટે વિવિધ ટેક્સ રજીસ્ટ્રેશન કરાવવું પડતું હતું, પછી ભલે ને તે એક જ વિસ્તાર કે રાજ્ય માં આવેલ હોય. ઉદાહરણ તરીકે – કોઈ ઉત્પાદક ને કર્ણાટક માં જ ૧૦ ફેકટરીઓ છે, તો તને ૧૦ અલગ રજીસ્ટ્રેશન લેવા પડે. ટૂંકમાં, આ કોઈ ઉત્પાદક જે ઊંચા સ્વપ્ન જોતા હોય તેમના માટે એક પરિપાલન નું ખરાબ સ્વપ્ન હતું. પરંતુ, GST શાસનમાં, કરપાત્ર ઘટના માટે કન્સીડ્રેશન એ સપ્લાય હોવાથી તે જ ઉત્પાદક હવે તેના એક રાજ્યમાં આવેલ બધા જ ૧૦ યુનિટ માટે એક જ રજીસ્ટ્રેશન લેશે. આથી, એક જ રાજ્ય માં આવેલ એક જ ઉત્પાદક માટે અલગ-અલગ રજીસ્ટ્રેશન લેવાની હવે જરૂર નથી.

આર્થિક પરિબળો પર આધારિત સપ્લાય ચેઇન પુનઃરચના

વર્તમાન શાસન દરમિયાન, કરવેરા ભરવાની સગવડના આધારે વ્યવસાયો અને સપ્લાય ચેઇન ની રચના કરવામાં આવી છે.

GST ના આગમન સાથે, ઉત્પાદક હવે જે ખરેખર મહત્વનું છે તેના પર ધ્યાન કેન્દ્રિત કરી શકશે – વ્યવસાયિક કાર્યક્ષમતા – અને વેરહૉઉસિંગ નિર્ણયો – કાર્યકારી અને આર્થિક પરિબળો જેવા કે ખર્ચ, જગ્યાના લાભો, મહત્વના ગ્રાહકો થી સમીપતા વગેરે – ને આધારે લઇ શકાય. વાસ્તવમાં, હવે તે ઉત્પાદકો માલ અને સર્વિસ ના આંતર-રાજ્ય સપ્લાય ઇનપુટ ટેક્સ ક્રેડિટ કલેઇમ કરી શકશે, જેનાથી આપણે આખું વેરહાઉસ ને સપ્લાય ચેઇન માંથી નીકળી ગયેલ જોઈએ છીએ – જે તેને વધુ સારા ખર્ચ માં ફાયદાઓ કરાવશે.

વર્ગીકરણના વિવાદો માં ઘટાડો

હાલમાં, એક્સાઇઝ ડ્યૂટી અને વિવિધ પ્રોડક્ટ્સ પરના VAT ના બદલાતા દરો ને કારણે, તેમજ એક્સાઇઝ અને VAT કાયદામાં આપેલ કેટલીક કરમુક્તિ ને કારણે, વર્ગીકરણ ના વિવાદો એ સેન્ટ્રલ એક્સાઇઝ અને VAT હેઠળ મુકાદમ નું એક નિયમિત કારણ બનશે, ખાસ કરીને ઉત્પાદન સેક્ટર માટે. GST ના આરંભ સાથે – જે એક સરળ દર માળખા પર અને કરમુક્તિ ના ઘટાડા પર ચાલે છે – ત્યાં વાસ્તુના વર્ગીકરણ ને લગતા વિવાદો માં નોંધપાત્ર ઘટાડો આવશે.

કોઈ બેવડું નિયંત્રણ નહિ

વર્તમાન કરપદ્ધતિમાં, ઉત્પાદક બેવડા નિયંત્રણ ને આધીન છે – કારણ કે તે સામાન્ય રીતે એક્સાઇઝ માટે કેન્દ્ર અને VAT માટે રાજ્ય દ્વારા મૂલ્યાંકિત થાય છે. GST યુગમાં પણ, ઉત્પાદક CGST અને SGST બંને ચૌકકવાપાત્ર હોવાથી – એક ખરો નિસ્બત એ હતો કે ઉત્પાદકને બેવડી રીતે મૂલ્યાંકિત કરવાનું ચાલુ રહે. આ બેવડા નિયંત્રણ ના પાસાની ઊંડાણ થી ચર્ચા થવી જોઈએ અને બંને રાજ્ય અને કેન્દ્ર દ્વારા તર્ક-વિતર્કો થવા જોઈએ. તેમ છતાં, સરકાર જાન્યુઆરી ૨૦૧૭ માં આ બેવડા નિયંત્રણ ને રોકવા માટે એક સર્વસંમતિ પર આવી. સૂચિત GST શાસન હેઠળ, કુલ મૂલ્યાંકન ના ૯૦% જેમનું ટર્નઓવર રૂ. ૧.૫ કરોડ કે તેથી ઓછું હશે તેઓ ચકાસણી અને રાજ્ય સત્તાધીશો દ્વારા મૂલ્યાંકિત અને ઓડિટ કરવામાં આવશે અને બાકીના ૧૦% કેન્દ્ર દ્વારા. આ મર્યાદા થી વધારે વાળા માટે, કેન્દ્ર અને રાજ્ય ૫૦:૫૦ ના ગુણોત્તર માં મૂલ્યાંકન કરશે. આ પગલું નિશ્ચિતપણે પર્યાપ્તપણે નાના વેપારીઓ ની રુચિનું રક્ષણ કરતા લાંબી સફર કાપશે, અને GST પરિવર્તન સરળ અને અસરકારક બનાવશે.

એકંદરે, GST એ ઉત્પાદક માટે એક કરતા વધારે રીતે સારું જણાય છે – સૌથી નોંધપાત્ર એ કે વ્યાપાર કરવાની વધતી સરળતા અને કેટલાક તબક્કામાં ઘટેલ ખર્ચ. પરંતુ, શું તેમાં ધ્યાન રાખવા માટે ના કોઈ પાસ પણ છે? આ વિષય પર વધારે ચર્ચા આપણા હવે પછીના બ્લોગ માં કરીશું.

Are you GST ready yet?

Get ready for GST with Tally.ERP 9 Release 6

55,499 total views, 5 views today