આ વિષય પરના આપણા અગાઉના બ્લોગમાં, આપણે GST ની દેશભરના ઉત્પાદકો પર થતી અમુક સકારાત્મક અસરો વિષે ચર્ચા કરી હતી જયારે વ્યાપાર કરવા માટેની સરળતા ના સંદર્ભ માં પાયાના લાભો ઉભા રહે છે, અને કેટલાક પોઇન્ટ પર ઘટેલ ખર્ચ હોવા છતાં GST ના અમુક પાસાઓ છે જે ઉત્પાદન સેક્ટર માટે અનુકૂળ ન હોય. ચાલો આપણે નજર કરીએ.

નકારાત્મક અસર

વર્કિંગ કેપિટલ માં ઘટાડો

વર્તમાન કર શાસન માં, સ્ટોક નું ટ્રાન્સફર એ ટેક્સ ને આધીન નથી, જો ફોર્મ F આપેલ હોય તો. ખરીદી પર ચુકવેલ ટેક્સ ના ૪% વધારા પર ઇનપુટ VAT ક્રેડિટ પ્રાપ્ય છે, અને આ રીતે ૪% રિવર્સ થયેલી પ્રોડક્ટ ખર્ચ માં જાય છે. તેમ છતાં, GST શાસન માં સ્ટોક નું ટ્રાન્સફર એ ‘સપ્લાય’ તરીકે માનવામાં આવે છે અને તે GST ને આધીન છે. ભલે કોઈ દલીલ કરે, કે આ તબક્કામાં ચુકવેલ GST પુરેપુરી ક્રેડિટ તરીકે પ્રાપ્ય થશે, તેની વસુલાત ત્યારે જ થશે જયારે અંતિમ સપ્લાય પૂરો થાય. ઉદાહરણ તરીકે, બેંગ્લોર સ્થિત એક સપ્લાયર ને ચેન્નાઇ માં સપ્લાય જોઈએ છે તેને ટેક્સ ખર્ચવો જરૂરી છે, જેની ક્રેડિટ તેને ત્યારે જ મળશે જયારે સપ્લાય પૂર્ણ થાય. આનાથી કેશ ફલૉ બ્લોક થશે અને આથી ઉત્પાદક ની વર્કિંગ કેપિટલ ને અસર થશે .

Under the GST regime, stock transfers are deemed to be ‘supply’ and are subject to GSTClick To Tweet
GST માંથી પેટ્રોલિયમ બાકાત

૫ પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ – ક્રૂડ પેટ્રોલિયમ, હાઈ-સ્પીડ ડીઝલ, મોટર સ્પિરિટ, કુદરતી ગેસ અને ઉડ્ડયન ઇંધણ – GST ના કાર્યક્ષેત્ર માં થી બહાર રહેશે. એનો અર્થ એમ કે કેન્દ્ર સરકાર એક્સાઇઝ ડ્યૂટી અને રાજ્ય સરકાર VAT લગાડવાનું ચાલુ રાખશે – અન્ય શબ્દો માં કહીએ તો, એક થી વધુ ટેક્સ ચાલુ રહેશે. તેમ છતાં, વાસ્તવિક સમસ્યા જુદી છે – હાલમાં, આ વસ્તુઓ પર ચુકવેલ એક્સસાઈઝ ડ્યૂટી પર ક્રેડિટ પ્રાપ્ય છે; પરંતુ GST આવતા ક્રેડિટ ઉપલબ્ધ નહિ રહે. પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ સામાન્ય રીતે વિવિધ ઉત્પાદન પ્રક્રિયાઓ માં તેમજ વિવિધ તબક્કાઓ માં પ્રોડ્યૂકટ્સ ના પરિવહન માટે ઉપયોગ થતો હોવાથી – તે ઉત્પાદન ખર્ચ ખાતરીપૂર્વક વધારશે. આ વિશિષ્ટ રીતે ઉદ્યોગો જેવા કે ટેલિકોમ, ખાતર, પાવર અને લોજિસ્ટિક્સ, જ્યાં પેટ્રોલિયમ નો મોટો ફાળો છે, તેમને અસર કરશે. GST આ પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ પર લાગતો GST સરકાર દ્વારા કાઉન્સીલ ની ભલામણ પર ભવિષ્ય માં નિર્ધારિત થશે.

કરમુક્તિ માટે થ્રેશોલ્ડ મર્યાદા માં ઘટાડો

હાલના ટેક્સ માળખામાં, મોટા ભાગના રાજ્યો માં VAT માં કરમુક્તિ ની મર્યાદા રૂ. ૫-૧૦ લાખ છે; રૂ. ૧.૫ કરોડ કે વધુ ના ટર્નઓવર ધરાવતા ઉત્પાદન યુનિટો ને એક્સાઇઝ ડ્યૂટી લાગુ પડે છે અને કરપાત્ર સર્વિસ આપતા યુનિટ જેમની મહેસુલ રૂ. ૧૦ લાખ કે વધારે છે તેમના માટે સર્વિસ ટેક્સ ચુકવવાપાત્ર છે. પણ GST શાસન માં, વિશિષ્ટ કેટેગરી ના રાજ્યો માટે રૂ. ૧૦ લાખ અને બાકીના ભારતીય વિસ્તાર માટે રૂ. ૨૦ લાખની એકીકૃત થ્રેશોલ્ડ મર્યાદા રાખવામાં આવશે – જે અત્યાર સુધી કરમુક્તિ માણતા ઘણા બધા ઉત્પાદકો ને ટેક્સ બ્રેકેટ માં લઇ લેશે. તેમ છતાં, એવી પણ દલીલો થઇ શકે કે જે પહેલા રજીસ્ટર્ડ ડીલર નહોતા એવા ઉત્પાદકો, પણ હવે GST અંતર્ગત ટેક્સ ચૂકવવા પાત્ર બને છે, તેઓ તેમના વ્યવસાય ને આગળ લઇ જવા સંભવિત વિશાળ તકો મેળવી શકશે કારણ કે તે હવે એકબીજા સાથે વ્યાપાર કરવા માંગતા રજીસ્ટર્ડ વ્યક્તિઓ ના નેટવર્ક નો એક હિસ્સો બને છે.

GST will bring a huge number of manufacturers who were enjoying exemptions earlier into the taxable bracket.Click To Tweet

બનવું કે ન બનવું?

GST ના મોટા ભાગના પાસાઓ ની ઉત્પાદકો પર સીધી જ સકારાત્મક કે નકારાત્મક અસર હોઈ શકે, ત્યારે અમુક ચોક્કસ સ્થિતિઓ છે જેના માટે કોઈ સ્પષ્ટ જવાબ નથી અને માત્ર શ્રેષ્ઠ અટકળો જ કરી શકાય. ઉત્પાદક ને હવે મૂલ્યાંકન કરવું પડશે કે GST આવતા તેને લાભ થશે કે નુકસાન અને તેને અનુસાર પોતાનું વલણ બદલશે.

રાજ્ય પ્રોત્સાહનો (ઈન્સેન્ટીવ્સ)

વર્તમાન કરપદ્ધતિ માં, એવા ખુબ જ ઓછા ઉદાહરણ છે જ્યાં કંપનીઓએ ઈન્સેન્ટિવ આધારિત યુનિટ સેટઅપ કરવા પડે જે તેમને રાજ્ય દ્વારા તેમની રોકાણ પ્રમોશનલ નીતિ હેઠળ રજુ કરવામાં આવ્યા હોય. આવા ઈન્સેન્ટિવ મુખત્વે બે પ્રકારના હોય છે – ટેરિફ ઈન્સેન્ટીવ્સ (નીચા ટેક્સ દર, રિફંડ/ ટેક્સ મોકૂફી વગેરે) અને નોન-ટેરિફ ઈન્સેન્ટીવ્સ (સસ્તી જમીન પટ્ટે આપવાની શરતો, નીચી વીજ ડ્યૂટી વગેરે). હાલમાં, રાજ્યો ને આવા ઈન્સેન્ટીવ્સ ને શેલ આઉટ કરવાની સુગમતા છે, પરંતુ GST અંતર્ગત, દરેક રાજ્યો વચ્ચે નિર્ધારિત એકરૂપતા લાવવા માટે આવા દરેક ઈન્સેન્ટીવ્સ પર કાપ મુકવામાં આવશે. વર્તમાન ઈન્સેન્ટીવ્સ નું શું થશે તેના વિશે GST કાયદો કશું કહેતો નથી અને આથી ઉત્પાદકો એ તેમના નાણાકીય અનુમાનો નું ફેરમૂલ્યાંકન કરવું પડશે – કારણ કે કોઈ પણ રાજ્ય હવે અન્ય રાજ્ય જેમ સારા ઉત્પાદક હબ બની શકશે.

GST એ મંજિલ આધારિત વપરાશ કર છે એ હકીકત ને આધારે બીજો નોંધપાત્ર ફેરફાર લાવવામાં આવશે, અને આથી ખુબ જ વપરાશ વાળા રાજ્યો ને લાભ થશે. આથી, એ સ્પષ્ટ છે કે ઉત્પાદક રાજ્યો ને વપરાશકર્તા રાજ્યો ની સરખામણીએ નાણાકીય ઈન્સેન્ટીવ્સ ઘટાડવા પડશે, કારણ કે જ્યાં સપ્લાય નો વપરાશ કરવામાં આવે છે તે રાજ્યો માં GST સ્વીકૃત કરવામાં આવશે. આમ, સલામત રીતે એવું માની શકાય કે હવે આવતા બધા જ ઈન્સેન્ટીવ્સ સંભવિત માત્ર નોન-ટેરિફ આધારિત જ હશે.

ક્ષેત્ર આધારિત છૂટછાટો

અમુક ચોક્કસ ઉત્પાદન એકમો અમુક વિસ્તારોમાં કરમુક્તિ મેળવે છે, ઉદાહરણ તરીકે, નિયત પછાત વિસ્તારોમાં, ઉત્તર-પૂર્વ, અને પહાડી રાજ્યોમાં. GST કાયદો આવા વિસ્તાર-આધારિત છૂટછાટ ના વ્યવહાર પર કોઈ સ્પષ્ટતા આપતા નથી – પરંતુ GST ના ભારત ને એકીકૃત બજાર બનાવવા ના હેતુ તરફ જતા, મોટા ભાગની છૂટછાટ દુર કરવામાં આવશે અને જે થોડી બાકી રહેશે તે રિફંડ ના સ્વરૂપ માં મળશે. જયારે કંપનીઓ હંમેશા સરકાર યોગ્ય વપરાશ માટે સામે લડી શકે છે, તેઓ જુલાઈ માં GST આવતા તેઓ ત્વરિત નુકસાન નો સામનો કરશે.

ઇ-વે બિલ

ભારતના ચીફ ઇકોનોમિક એડવાઈઝર અરવિંદ સુબ્રમણિયને સબમિટ કરેલ મહેસુલ તટસ્થ રેટ રિપોર્ટ જોતા હાલમાં ભારતમાં ટ્રકો પ્રતિદિન આશરે ૨૮૦ કિલોમીટર સફર કરે છે જેની સામે US માં તે પ્રતિદિન ૮૦૦ કિલોમીટર સફર કરે છે. કારણ? રાજ્ય સીમાઓ પર ની ચેકપોસ્ટ પરિવહન થતા માલ-સામાન ની ચકાસણી કરીને તેમજ અનુપાલન સંબંધિત દસ્તાવેજો જેવા કે વે બિલ, પ્રવેશ પરવાનગી વગેરે માંગીને તેમનો નોંધપાત્ર સમય બગાડે છે – આ રીતે ભારત ની ઉત્પાદન ક્ષમતા માં નોંધપાત્ર ઘટાડો કરે છે.

GST શાસનમાં – જયારે, વેપાર અવરોધો માં ઘટાડો થશે કારણ કે સંબંધિત ટેક્સ પણ GST માં સમાવિષ્ટ કરેલા છે, ત્યારે તેનું અમલીકરણ કરવું એ વધારે સરળ બનશે. GST અંતર્ગત, રજીસ્ટર્ડ વ્યક્તિ જે રૂ. ૫૦,૦૦૦ થી વધારે રકમ ના માલની હેરફેર કરવા માંગતા હશે તેમને ઈ-વે બિલ જનરેટ કરવું પડશે. જયારે હેતુ ભારતીય બજાર ને એકીકૃત કરવાનો અને માલ ના સરળ પરિવહન માં મદદ કરવાનો છે, સમગ્ર પ્રક્રિયા કષ્ટદાયક છે. તેમાં સપ્લાયર, ટ્રાન્સપોર્ટર અને પ્રાપ્તકર્તા સુદ્ધા દ્વારા ભાગીદારી જરૂરી છે – જેમણે પોતાની ઈ-વે બિલ માં આવેલ કન્સાઇન્મેન્ટ ની સ્વીકૃતિ કે અસ્વીકૃતિ ટૂંક સમયમાં જાહેર કરવી પડશે. આમ, એવો ચોખ્ખો અવસર છે કે ઘટાડેલી ઇન્વેન્ટરી ખર્ચ ના સદ્ગુણ દ્વારા ભેગું કરેલું જે કંઈ સેવિંગ્સ હોય તે બધું, પરિપાલન ને અને સંબંધિત ટેક્નોલોજી ને અમલી કરવાના ખર્ચ ને અનુસરતા, વપરાઈ જશે. તેમ છતાં, જયારે અંતિમ અવરોધો પાર થઇ જશે અને વધારે સારી ટેક્નોલોજી ના ઉપયોગથી, હાલની લોજીસ્ટીકલ જટિલતા સમય જતા ઘટે તેવી આશા છે.

સારાંશ માં, હકારાત્મકતા સામે નકારાત્મકતા ને તોળતા, સુરક્ષિત રીતે એવું કહી શકાય કે GST નિશ્ચિતરૂપે ઉત્પાદન વિભાગ માટે ફાયદાકારક બનશે – મોટાભાગના ત્વરિત ફાયદા સાથે, અને અમુક લાંબા ગાળાના ફાયદાઓ સાથે. ટૂંકા ગાળા માટે પડકારરૂપ અમુક પાસાઓ હોઈ શકે, પણ એ મોટા બદલાવ ના ભાગરૂપે એક મોટો તટસ્થ હિસ્સો બની શકે જે ભવિષ્ય માં સારો સમય સૂચવે છે અને જે “મેક ઈન ઇન્ડિયા!” પાછળ ના પ્રયાસો અને વિચારો માં ખરી રીતે જીવન માં લાવી શકે.

Are you GST ready yet?

Get ready for GST with Tally.ERP 9 Release 6

100,104 total views, 59 views today

Pramit Pratim Ghosh

Author: Pramit Pratim Ghosh

Pramit, who has been with Tally since May 2012, is an integral part of the digital content team. As a member of Tally’s GST centre of excellence, he has written blogs on GST law, impact and opinions - for customer, tax practitioner and student audiences, as well as on generic themes such as - automation, accounting, inventory, business efficiency - for business owners.