ઓક્ટોબર 14, 2016 ના રોજ જીએસટીના વિષય પર, સમગ્ર દેશમાં લગભગ 6 લાખ વેપારીઓને તાલીમ આપવા માટે કન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (સીએઆઈટી) એ ટેલી સોલ્યુશન્સ સાથે કરાર કર્યા હતા. લક્ષ્ય મોટા પાયે ટ્રેડિંગ કમ્યુનિટી ને ડિજિટલ ટેક્નોલોજી નું મહત્વ સ્વીકારવા અને તેની સરાહના કરવા માટે સમર્થ કરવાનું હોવાથી, અને 1લી જુલાઈ થી આપણે જીએસટી ને વધાવતા હોવાથી આ સંઘ દેશભરના ટ્રેડર્સ માટે માર્ગદર્શક પ્રકાશ ની જેમ સેવા આપશે.

દેશની સૌથી મોટી ટ્રેડિંગ એસોસિએશનોમાંની એકે અમને 8 મહિના પૂર્વે સંપૂર્ણ શિક્ષણ આપવાનું પસંદ કર્યું છે, તે હકીકત દેશના લાખો વેપારીઓ પર થતી જીએસટી ની અસર દર્શાવે છે. જીએસટી પછી, વેપારીઓનું જીવન કેવી રીતે બદલાશે તે અહીં થોડું વધુ વિગતવાર સમજવામાં આવ્યું છે.

આનંદ ની બાબતો

રજીસ્ટ્રેશન માટે વધારેલી થ્રેશોલ્ડ લિમિટ

વર્તમાન પરોક્ષ કર પદ્ધતિમાં, મોટાભાગનાં રાજ્યોમાં વેટ રજીસ્ટ્રેશન માટે રૂ. 5 થી 20 લાખની થ્રેશોલ્ડ મર્યાદા છે. માલ અને સેવા કરમાં , વિશિષ્ટ કેટેગરી રાજ્યો (ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, સિક્કીમ અને 7 પૂર્વોત્તર રાજ્યો) માટે રૂ. 10 લાખની એકીકૃત થ્રેશોલ્ડ મર્યાદા અને બાકીના ભારતના રાજ્યો માટે રૂ. 20 લાખની મર્યાદા છે – જેનો અર્થ છે કે વધુ સંખ્યામાં વેપારીઓ કર રાહત મેળવવાની ધારણા છે. આ ખાસ કરીને સ્ટાર્ટ-અપ અને નવા વ્યવસાયોને સહાયરૂપ થશે અને તેઓ વધારેલ મર્યાદાનો લાભ લઇ શકશે જે વ્યવસાય સેટઅપ કહેવામાં ધ્યાન કેન્દ્રિત કરી શકશે જે પહેલા પરિપાલન કરવાની ચિંતામાં નહોતા કરી શકતા.

વધારેલ કોમ્પોઝિશન કર વસુલાત

હાલની પરોક્ષ કરવેરા પદ્ધતિમાં, મોટાભાગનાં રાજ્યોમાં કોમ્પોઝિશન વસુલાત રૂ. 50 છે. તાજેતરમાં યોજાયેલી જીએસટી કાઉન્સિલની બેઠકોમાં, સૂચિત કોમ્પોઝિશન થ્રેશોલ્ડની મર્યાદા રૂ. 50 લાખથી વધારીને રૂ. 75 લાખ કરવામાં આવી હતી, જ્યારે ખાસ કેટેગરી રાજ્યો માટે તે રૂ. 50 લાખ જ રહી હતી. કોઈપણ વેપારી માટે, રૂ. 25 લાખનું આ વધારાનું માર્જિન ચોક્કસપણે એક મોટો હકારાત્મક સંકેત છે, કારણ કે તેમણે તેમના ટર્નઓવરનો 1% ના નીચલા દર પર જીએસટી અથવા જો તેઓ એક નાનું રેસ્ટોરન્ટ ચલાવતા હોય તો 5% જીએસટી ચૂકવવો પડશે. ઉપરાંત, વધુ સારા સમાચાર ભારતીય વેપારીની રાહ જોવે છે – જીએસટી કાઉન્સિલની ભલામણો મુજબ, સરકાર 75 લાખની થ્રેશોલ્ડ મર્યાદા વધારીને મહત્તમ રૂ. 1 કરોડ સુધી કરી શકે છે.

એક્સાઇઝ માટે આઈટીસી ની ઉપલબ્ધતા

હાલમાં, સમગ્ર દેશમાં મોટાભાગના વેપારીઓ પાસે માત્ર વેટ રજીસ્ટ્રેશન છે, અને તેઓ એક્સાઇઝ હેઠળ રજીસ્ટર્ડ નથી. પરિણામે, વેપારી એક્સાઇઝ માટે ઇનપુટ ટેક્સ ક્રેડિટ (આઈટીસી) લેવા પાત્ર નથી, જે આખરે તેમના ખરીદનારને ખર્ચ તરીકે પસાર થાય છે, જે કિંમત વધારે છે. જીએસટી પછી, કરવેરાની કાસ્કેડિંગ અસર નાબૂદ થશે – કારણ કે સીજીએસટી એ એક્સાઇઝના સમકક્ષ તરીકે લેવાશે. સીજીએસટીના ઇનપુટની સંપૂર્ણ ક્રેડિટ ઉપલબ્ધ હોવાથી, પુરી ચેઇન દરમિયાન આઈટીસીનો આપ્રતિબંધિત પ્રવાહ હશે. આ રીતે એસએમઈ તેની ટેક્સ જવાબદારીને સેટ-ઓફ કરવા માટે તેનો ઉપયોગ કરી શકે છે – તમામ, જાતે એક જ રજીસ્ટ્રેશનમાં.

ઇનપુટ સેવાઓ / વ્યવસાય ખર્ચ માટે આઈટીસીની ઉપલબ્ધિ

હાલમાં વેપારીઓને વ્યવસાય માટે વપરાયેલી ઇનપુટ સેવા પર ચુકવેલ ટેક્સ પર આઈટીસી મળી શક્તિ નહોતી. જીએસટીમાં, તેમ છતાં “વ્યવસાયની વૃદ્ધિ” ની વિભાવનાને રજૂ કરવામાં આવી છે, જેમાં વેપારી વ્યવસાય દરમિયાન ઉપયોગમાં લેવાતી સેવાઓ જેવી કે જાહેરાત સેવાઓ, પ્રચારો વગેરેના ઉપયોગ પર આઈટીસી મેળવી શકે છે. આનાથી તેમની નફાકારકતામાં વધારો થશે અને તેમની કાર્યકારી મૂડી પર પણ સારી અસર પડશે.

કેપિટલ ગૂડ્સની ખરીદી પર સંપૂર્ણ અને તાત્કાલિક આઈટીસી

હાલમાં, કેપિટલ ગુડ્સની ખરીદી સામે, વેપારીને તાત્કાલિક આઈટીસી ઉપલબ્ધ નથી, અને તે પણ, તે માત્ર કેટલાક નિર્દિષ્ટ કેપિટલ ગુડ્સ માટે જ ઉપલબ્ધ છે. મોટા ભાગનાં રાજ્યોમાં આઈટીસીને કેટલાંક મહિનાઓના હપ્તાના સ્વરૂપમાં ઉપલબ્ધ કરવામાં આવે છે; અન્યમાં, આઈટીસી માત્ર ત્યારે જ ઉપલબ્ધ છે જ્યારે મૂડીગત ચીજવસ્તુઓનો વ્યવસાય માટે ઉપયોગ થાય છે. જો કે, જીએસટી આવતા, કેપિટલ ગૂડ્ઝ અને વેપાર માટેના માલનો ઉપચાર એક સમાન બનશે અને કેપિટલ ગૂડ્ઝની ખરીદી પર સંપૂર્ણ આઈટીસી ઉપલબ્ધ રહેશે – ફરી એવી બાબત કે જે વેપારીની નફાકારકતા પર હકારાત્મક અસર કરશે. માત્ર નોંધપાત્ર અપવાદ મોટર વાહનો હશે, જેના પર આઈટીસી મેળવી શકાશે નહિ, સિવાય કે કરપાત્ર સેવાઓ પૂરી પાડવા માટે વપરાય તો – જેમ કે મુસાફરો અથવા માલસામાનનું પરિવહન અથવા મોટર વાહનો પર તાલીમ આપવી.

સમગ્ર ભારતની બજારો ખોલવી

વર્તમાન પરિસ્થિતિમાં, રાજ્યની અંદર માલના વેચાણ અને ખરીદીને અન્ય રાજ્યોના સપ્લાયરો અને ગ્રાહકો સાથે વ્યવહાર કરવા કરતા વધારે પસંદ કરવામાં આવે છે – મુખ્યત્વે ખરીદનારને ચુકવેલ સીએસટી માટે આઈટીસીનો દાવો કરવામાં અસમર્થતાને લીધે, જે પરિણામે અંતિમ ગ્રાહક માટે વધેલા ભાવ તરફ દોરી જાય છે. જો કે, જીએસટી શાસન દરમિયાન, સીએસટીને આઈજીએસટી દ્વારા બદલવામાં આવશે, જેના માટે ક્રેડિટ અખંડ રીતે ઉપલબ્ધ રહેશે, આમ ઇન્ટર-સ્ટેટ અને સ્થાનિક વેપારીઓ બંનેને સમાન સ્તરના ક્ષેત્રમાં મૂકવામાં આવે છે. માલ રાજ્ય ની સીમા ને પાર કરે ત્યારે લેવાતા પ્રવેશ કરના નિકાલનો એક વધુ ફાયદો થશે. આનાથી શું થશે તે સુનિશ્ચિત કરે છે કે દેશના એક ભાગમાં ઉત્પન્ન થયેલી સારી ગુણવત્તાની પ્રોડક્ટ્સ દેશના સૌથી દૂરના ભાગમાં બજાર શોધી કાઢશે – જે તમામ વેપારીઓ માટે ભારત ને એક સામાન્ય બજાર તરીકે ખુલ્લું મુકશે.

સાવધાની ના મુદ્દાઓ

સપ્લાયર દ્વારા અપરિપાલનને કારણે આઈટીસી નું બ્લોકેજ

જીએસટી શાસનમાં, સામાન્ય રીતે પાલન અને ખાસ કરીને આઈટીસી એ ઈન્વોઇસ સ્તરની માહિતી પર આધાર રાખે છે – કારણ કે ઇન્વૉઇસ મેચીંગ એ યોગ્ય આઈટીસીનો લાભ લેવા માટે સૌથી મહત્વનું હશે. જીએસટી હેઠળ વેપારીને સતાવતી વાસ્તવિક ચિંતામાંની એક, તેના સપ્લાયર દ્વારા કર ચુકવણી નહીં કરવાની સ્થિતિ હશે. જીએસટી કાયદા મુજબ, પ્રાપ્તકર્તાને તેની બાકી નીકળતી આઈટીસી ત્યારે જ મળશે, જો તેના સપ્લાયરે તમામ યોગ્ય વેચાણ ઇન્વૉઇસ અપલોડ કર્યાં હોય, જે પ્રાપ્તકર્તા સાથે મળતી અને સ્વીકારાતી હોય; અને, પ્રાપ્તકર્તા દ્વારા અપાતી કોઈ ખૂટતી ખરીદી ઇન્વૉઇસ પણ તે રીતે મેળ ખાવી અને સપ્લાયર દ્વારા સ્વીકારાતી હોય. ટૂંકમાં, જો કોઈ સપ્લાયર નાદાર થાય, તો તે વેપારી માટે આઈટીસીના નુકસાન તરફ દોરી જશે. આદર્શરીતે, આ ‘સુસંગત’ વેપારીઓ ‘અસંગત’ લોકો સાથે વ્યવહાર નહીં કરે – નહિ તો એક જ સમયના ટેક્સ ક્રેડિટનું નુકશાન સહન કરવું પડશે. જોકે, વેપારીઓ સંભવતઃ આવી સ્થિતિને અગાઉથી જ વિક્રેતા ના વ્યવસ્થાપન દ્વારા ટાળી શકશે – જેમાં તેમણે કયા વિક્રેતાઓ સુસંગત છે તે અને કોઈ પણ સાથે વ્યાપાર કરતા પહેલા તેમનું ક્રેડિટ રેટિંગ જોવાનું વ્યવસ્થાપન કરવું જોઈએ.

સ્ટોક ટ્રાન્સફર એક કરપાત્ર ઘટના બનશે

હાલના શાસનમાં, સ્ટોક પરિવહન કરપાત્ર નથી – જો ફોર્મ એફ આપેલ હોય તો, વેટ નો ચાર્જ લેવાતો નથી. જો કે, ઇનપુટ વેટ ક્રેડિટ ચોક્કસ ટકાવારી (મોટા ભાગના રાજ્યોમાં 4%) થી ઉલટાવાય છે, અને બાકીની વેપારીને ક્રેડિટ તરીકે ઉપલબ્ધ છે. જીએસટી શાસન દરમિયાન, સ્ટોક ટ્રાન્સફર એક કરપાત્ર . ઘટના બનશે. જ્યારે ચુકવેલ ટેક્સ સંપૂર્ણપણે ક્રેડિટ તરીકે ઉપલબ્ધ થશે અને સાથે, ક્રેડિટ રિવર્સલ ની કોઈ જરૂર નહિ પડે – આની કાર્યકારી મૂડી પર અસર પડશે. આનું કારણ એ છે કે, સ્ટોક ટ્રાન્સફરની તારીખે ચુકવેલા ટેક્સ માટે, આઈટીસી માત્ર ત્યારે પ્રાપ્ત થાય છે જ્યારે સ્ટોક પ્રાપ્તકર્તા શાખા દ્વારા પ્રવાહિત કરવામાં આવે છે. આ રીતે, જો લોજિસ્ટિક્સ આયોજન નબળું હોય તો, જે શાખાઓમાં ઓવરસ્ટોકિંગ તરફ દોરી જાય છે, તેનાથી કાર્યકારી મૂડી લાંબા સમય સુધી અવરોધિત થઈ જશે – એવા એસએમઈ માટે એક સીધો પડકાર જે ઓછી કાર્યકારી મૂડી સાથે કામ કરે છે. ઇન્ટર-સ્ટેટ ખરીદી પર ક્રેડિટની અખંડિત ઉપલબ્ધતા અને રાજ્યના બિઝનેસ સીમાઓને અસરકારક રીતે દૂર કરવાથી, શાખાઓ / વેરહાઉસીસની સંખ્યામાં સંભવિત ઘટાડો થઈ શકે છે – કારણ કે તેઓ પાલન ના બદલે કાર્યકારી કારણોસર જ અસ્તિત્વ ધરાવતા હશે. આનાથી સ્ટોક પરિવહનમાં ઘટાડો થઈ શકે છે, જે વેપારીની કાર્યકારી મૂડી પર સ્ટોક ટ્રાન્સફરની અસરને દૂર કરશે.

પરિપાલન પ્રવૃત્તિ અને ખર્ચ

તેની સામે, જીએસટી હેઠળ વેપારી માટે અનુપાલનની પ્રવૃત્તિ મોટેભાગે વધશે – કેટલાક રાજ્યોમાં દર વર્ષે 4 વેટ રિટર્ન્સ (ત્રિમાસિક) થી અમુકમાં દર વર્ષે 12 વેટ (માસિક) રિટર્ન છે, જીએસટી શાસનમાં તેના બદલે અસરકારક રીતે દર વર્ષે 37 રિટર્ન (3 માસિક અને 1 વાર્ષિક) આવશે. જો કે, જો આપણે વર્તમાન પાલન પ્રવૃત્તિનું વિશ્લેષણ કરીએ તો – તેમાં સામાન્ય રીતે ફોર્મ દ્વારા માસિક રિટર્ન સબમિટ કરવાના છે, ત્યારબાદ યોગ્ય આઈટીસીની ગણતરી કરવા માટે વેચાણ / ખરીદી વ્યવહારોની વિગતો સાથે જોડાણો સબમિટ કરવાના છે. આમ, પ્રવૃતિઓ તો સમાન જ રહે છે, જીએસટી આવ્યા પછી પણ. તેમ છતાં, જીએસટી હેઠળ જે પ્રવૃત્તિઓ કરવામાં આવે છે તેની ઊંડાઈ વધુ છે કારણ કે પરિપાલન માટે અને યોગ્ય આઈટીસી મેળવવા માટે, દરેક વ્યવહારો મેચ થવા જોઈએ અને ચોક્સાઇપૂર્વક ફાઈલ થવા જોઈએ. જટિલતા માત્ર ત્યારે જ વધે છે જ્યારે કોઈને વિવિધ રાજ્યોમાં કામગીરી થાય છે, કારણ કે દરેક રાજ્યને અલગ રજીસ્ટ્રેશનની જરૂર પડશે. સર્વિસ પ્રોવાઇડર્સ આ પરિવર્તન ના આઘાતને કાબૂમાં રાખવા માટે બંધાયેલા છે કારણ કે તેઓ કેન્દ્રીય સેવા કર શાસનમાંથી જીએસટી હેઠળ સેવાઓના વિકેન્દ્રિત સપ્લાય પર શિફ્ટ કરે છે. આમ, વેપારીઓએ યોગ્ય જીએસટી સોફ્ટવેર અને ટેક્નોલૉજીમાં રોકાણ કરવાની જરૂર છે જેથી કરીને ખાતરી થાય કે કામ સચોટ રીતે તેમજ સમયસર કરવામાં આવે છે – જેમાં અલબત્ત, વધારાનો ખર્ચ આવશ્યક છે.

વિવાદિત મુદ્દાઓ

ઈ-કોમર્સ

ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર વેપારીઓ માટે, જીએસટી ચોક્કસપણે ઇનપુટ ક્રેડિટની પ્રાપ્યતા અને સમગ્ર રાષ્ટ્રમાં સપ્લાય પર સિંગલ ટેક્સની વસૂલાતના રૂપમાં ખર્ચમાં ઘટાડો લાવે છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે ઇ-કોમર્સના વ્યવહારોના સંચાલન પર વધુ સ્પષ્ટતા સાથે અને લેવાતા કર ની રકરૂપતાને લીધે જીએસટી શાસનમાં વેપાર કરવું સરળ બનશે. જોકે, વેપારીઓએ તેમના રોકડ પ્રવાહ પર થતી અસર – ઇ-કોમર્સ ઓપરેટર્સ દ્વારા ટેક્સ કલેક્શન એટ સોર્સ (ટીસીએસ), તેમના વિક્રેતાઓની અસંગતતા અને માસિક ધોરણે ટેક્સ ચુકવણી – માટે તૈયાર રહેવું પડશે. સૌથી મહત્વપૂર્ણ, ઇ-કોમર્સ વેપારીઓ માટે જીએસટી શાસનમાં ફરજિયાત રજિસ્ટ્રેશનને કારણે પરિપાલન પ્રવૃત્તિઓમાં વધારો થશે; ટૂંકમાં, તેઓ કોમ્પોઝિશન વસુલાત ની પસંદગી કરી શકશે નહિ, ભલે ને તેમનું કુલ ટર્નઓવર રૂ. 75 લાખથી ઓછી હોય. જીએસટી હેઠળ પાલનની જરૂરીયાતોની જાગૃતિ, આ જરૂરીયાતોને નિયંત્રિત કરવા માટે સ્રોતની યોગ્ય તાલીમ અને આ બધું સરળ બનાવવા માટે ટેક્નોલૉજીનો ઉપયોગ – સુનિશ્ચિત કરે છે કે ઈ-કોમર્સ ટ્રેડર્સ ભારતમાં ઈ-કોમર્સના નવા યુગમાં મૂડીકરણ કરી શકે છે.

રિવર્સ ચાર્જ

વેટ હેઠળ, અનરજિસ્ટર્ડ વેપારીઓ પાસેથી ખરીદી પર, માલના પ્રાપ્તકર્તા (રજિસ્ટર્ડ વેપારી) ને ‘પરચેઝ ટેક્સ – ખરીદ કર’ તરીકે ઓળખાતો કર ચૂકવવાનો હોય છે. જીએસટી અંતર્ગત, આ જ ખ્યાલ સરકાર દ્વારા રિવર્સ ચાર્જના નામ હેઠળ રાખવામાં આવ્યો છે – મુખ્યત્વે તે ખાતરી કરવા માટે કે, વિવિધ અસંગઠિત ક્ષેત્રોમાંથી માલના વેચાણ અથવા સેવાઓના વેચાણ પર કર એકત્રિત કરવામાં આવે છે. આ હેઠળ, કર ચૂકવવાની જવાબદારી પ્રાપ્તકર્તા પર છે. આ સરકાર દ્વારા નિર્દિષ્ટ .માલ અને સેવાઓના ચોક્કસ સપ્લાય પર લાગુ થાય છે. જો કે, રિવર્સ ચાર્જ પદ્ધતિ હેઠળ કર ચૂકવવા પાત્ર વ્યક્તિને ફરજિયાત રજીસ્ટ્રેશનની જરૂર પડશે.

ઈ-વે બિલ

જીએસટી શાસન દરમિયાન – જ્યારે અનુરૂપ કર જીએસટી હેઠળ આવી ગયો હોવાને કારણે, વેપારના અવરોધોમાં ઘટાડો આવશે, પરંતુ તેના અમલીકરણની કાર્યવાહી કરવા કરતા કહેવામાં જ સરળ રહેશે. જીએસટી હેઠળ એક રજિસ્ટર્ડ વ્યક્તિ રૂ. 50,000 થી વધુ મૂલ્યના માલસામાનની હેરફેર શરૂ કરવા ઇચ્છે છે, તેને ઈ-વે બિલ બનાવવાની જરૂર પડશે. જ્યારે ઉદ્દેશ્ય ભારતીય બજારોને એકીકૃત કરવાનો અને માલના સરળ પ્રવાહને મદદ કરવાનો છે, ત્યારે સમગ્ર પ્રક્રિયા બોજારૂપ છે. તેમાં સપ્લાયર, ટ્રાન્સપોર્ટર અને પ્રાપ્તકર્તા નું પણ યોગદાન જરૂરી છે – જેમને ટૂંકા ગાળાના અંતર માટે પણ ઇ-વે બિલ .દ્વારા આવરી લેવાતા માલની સ્વીકૃતિ અથવા અસ્વીકારની વાતચીત કરવી પડે છે. આ રીતે, વાજબી ઇન્વેન્ટરી ખર્ચને કારણે જે બચત થાય છે તે પાલન અને સંકળાયેલ તકનીકી અમલીકરણના ખર્ચને આવરી લેવા માટે જ વપરાઈ જઈ શકે છે. જો કે, એક વખત પ્રારંભિક અવરોધો પાર કરી દેવામાં આવે અને ટેકનોલોજી અપનાવવાથી, સમયાંતરે વર્તમાન લોજીસ્ટીકલ જટિલતાઓને ઘટાડવાની અપેક્ષા છે. જેમ કે, તાજેતરના જાહેરનામા મુજબ, જ્યાં સુધી સિસ્ટમ્સ તૈયાર ન થાય ત્યાં સુધી સરકારે ઇ-વે બિલના અમલીકરણને રોકવાનો નિર્ણય લીધો છે.

ઉપસંહાર

એકંદરે, જીએસટી એ ટ્રેડિંગ કોમ્યુનિટી માટે સારા સમાચાર છે. જ્યાં સુધી કોઈ વેપારી તેની કારોબારી ઇકોસિસ્ટમને ચપળતાપૂર્વક સંચાલિત કરે, તેની સપ્લાય ચેઇનની કાર્યક્ષમતાને સંચાલિત કરે અને જીએસટીને સુસંગત રહે છે ત્યાં સુધી તે જીએસટી હેઠળ લાભો લેતા રહેશે. જો કે, આ બાબતે ટેક્નોલૉજી ચોક્કસપણે ખેલ-પરિવર્તક બનશે, કારણ કે જીએસટીના પાલનનો બોજ અસરકારક રીતે શોષાવા માટે અને ભારતીય વેપારીને વધુ વ્યવસાયિક લાભોમાં રૂપાંતરિત કરવાનો એ એકમાત્ર માર્ગ છે.

Are you GST ready yet?

Get ready for GST with Tally.ERP 9 Release 6

372,321 total views, 21 views today

Pramit Pratim Ghosh

Author: Pramit Pratim Ghosh

Pramit, who has been with Tally since May 2012, is an integral part of the digital content team. As a member of Tally’s GST centre of excellence, he has written blogs on GST law, impact and opinions - for customer, tax practitioner and student audiences, as well as on generic themes such as - automation, accounting, inventory, business efficiency - for business owners.