કરવેરા ના કાયદાઓ (ટેક્સેશન લો) એ માલ અને સર્વિસ ની આયાત અને નિકાસ પર લાગુ પડતા ટેક્સ નક્કી કર્યા છે. વર્તમાન કર પદ્ધતિ માં, કસ્ટમ ડ્યૂટી, એક્સાઇઝ, સર્વિસ ટેક્સ અને VAT ના કાયદાઓ આયાત અને નિકાસ ની કર પ્રણાલી સેટ કરેલ છે. GST કર પદ્ધતિ માં, એક્સાઇઝ, સર્વિસ ટેક્સ અને VAT એ GST માં સમાવિષ્ટ થશે અને કસ્ટમ ડ્યૂટી પહેલાની જેમ જ અલગથી વસુલવામાં આવશે. ચાલો આપણે હાલની પદ્ધતિ ની તુલનામાં આયાત અને નિકાસ પર થતી ટેક્સ ની અસરો સમજીએ.

વર્તમાન કર પદ્ધતિ

માલ ની આયાત

હાલની કરપઘ્ધતિમાં, જે વ્યક્તિ માલ આયાત કરે છે તેણે કસ્ટમ ડ્યૂટી, કાઉન્ટરવેઇલિંગ (પ્રતિકારી) ડ્યૂટી (CVD) અને સ્પેશિઅલ એડીશ્નલ ડ્યૂટી (SAD) ચૂકવવી પડે છે. CVD એ માલ પરની એક્સાઇઝ ના દરે વસુલવામાં આવે છે, જો તેનું ઉત્પાદન ભારત માં કરવામાં આવ્યું હોય. SAD એ ભારત માં VAT ને સમકક્ષ છે. CVD અને SAD એ માલની આયાત કરેલ કિંમત ને ભારત ની ખરી બજાર કિંમત પર લાવવા માટે લાદવામાં આવે છે. જો આયાત કરનાર આયાત કરેલ માલને ભારત માં ડ્યુટીપાત્ર માલ નું ઉત્પાદન કરવામાં કે કરપાત્ર સર્વિસ આપવામાં ઉપયોગ કરે છે તો ઇનપુટ પર ચુકવેલ CVD એ ઇનપુટ ટેક્સ ક્રેડિટ તરીકે લઇ શકાય. જો આયાત કરનાર માત્ર ટ્રેડર – વેપારી જ છે તો આયાત પર લાગેલ CVD એ ક્રેડિટ તરીકે ઉપલબ્ધ નથી. આયાત પર ચુકવેલ SAD એ રિફંડને પાત્ર છે પરંતુ શરતો ને આધીન. તેમ છતાં, ચુકવેલ કસ્ટમ ડ્યૂટી પર કોઈ ક્રેડિટ આપવામાં આવતી નથી અને તે આયાત કરનાર માટે ખર્ચ બને છે.

ચાલો આપણે હાલની પદ્ધતિ માં માલની આયાત પર લગતી આયાત (ઈમ્પોર્ટ) ડ્યૂટી ને ઉદાહરણ દ્વારા સમજીએ.

ઉદાહરણ: બેંગ્લોર, કર્ણાટક સ્થિત મનોજ એપરલ સિડની, ઑસ્ટ્રેલિયા સ્થિત સપ્લાયર Oz ડિઝાઇનર્સ પાસેથી એપરલ ખરીદે છે.

ટેક્સ ગણતરી

વિગતસંખ્યાકિંમત પ્રતિ સંખ્યા (રૂ.)રકમ (રૂ.)
મહિલા ટી-શર્ટ2002,500 (51.68 AUD) *5,00,000
પુરુષ ટી-શર્ટ1005,000 (103.37 AUD) *5,00,000
કુલ30010,00,000
કસ્ટમ ડ્યૂટી @ 10% 1,00,000
કસ્ટમ શિક્ષણ ઉપકર @ 3% કસ્ટમ ડ્યૂટી પર (1,00,000*3%) 3,000
પેટ સરવાળો11, 03,000
CVD @ 12.5% 1,37,875
પેટ સરવાળો12,40,875
SAD @ 4% 49,635
કુલ આયાત ખર્ચ12,90,510

* એક્સચેન્જ રેટ: 0.021 AUD = 1 Rupee

સર્વિસ ની આયાત

કોઈ વ્યક્તિ જો સર્વિસ આયાત કરે તો તેણે ભારત માં લાગુ પડતા સર્વિસ ટેક્સ ના દરે આયાત કરેલ સર્વિસ પર સર્વિસ ટેક્સ ચૂકવવો પડે. આયાત કરનાર આયાત પર ચુકવેલ સર્વિસ ટેક્સ ને ઇનપુટ ટેક્સ ક્રેડિટ તરીકે કલેઇમ કરી શકે.

ઉદાહરણ તરીકે: હૈદરાબાદ, તેલંગણા સ્થિત રાજેશ એપરલ્સ કોલંબો, શ્રીલંકા સ્થિત કૌષી ડિઝાઇન્સ પાસેથી રૂ. ૫૦,૦૦,૦૦૦ ની ફેશન ડિઝાઇનિંગ સર્વિસ મેળવે છે.

ટેક્સ ગણતરી

વિગતકિંમત (રૂ.)
ફેશન ડિઝાઇનિંગ સર્વિસ50,00,000
સર્વિસ ટેક્સ @14%7,00,000
કૃષિ કલ્યાણ ઉપકર @0.5%25,000
સ્વચ્છ ભારત ઉપકર @0.5%25,000
કુલ આયાત ખર્ચ 57,50,000
નિકાસ

હાલની કર પદ્ધતિમાં, માલ અને સર્વિસ ની નિકાસ એ શૂન્ય દરે છે એટલે કે નિકાસ ના ટેક્સ નો દર ૦% છે. નિકાસ કરનાર નિકાસ કરેલ માલ કે સર્વિસ ના ઉત્પાદન/ખરીદી/આપવા માટે ના ઇનપુટ પર ચુકવેલ ટેક્સ પર રિફંડ ક્લેઇમ કરી શકે છે.

GST કર પદ્ધતિ

માલ આયાત

GST કર પદ્ધતિ માં, જે વ્યક્તિ માલની આયાત કરે છે તેણે કસ્ટમ ડ્યૂટી અને IGST ચૂકવવી પડે છે. અહીં તફાવત એ છે કે હાલની પદ્ધતિ માં આયાત પર લેવાતા CVD અને SAD ને બદલે હવે GST માં IGST લેવાશે. ભારત માં આયાત થતા માલ પર લાગુ પડતા દરે IGST લેવામાં આવશે. આયાત કરનાર આયાત પર ચુકવેલ IGST પર પુરેપુરી ટેક્સ ક્રેડિટ ક્લેઇમ કરી શકશે. આથી, CVD કે SAD પર જે આયાત કરનાર પેહલે ક્રેડિટ ક્લેઇમ કરી શકતા નહોતા તે હવે આયાત પર ચુકવેલ IGST પર પુરી ક્રેડિટ મેળવી શકશે. જો કે, ચુકવેલ કસ્ટમ ડ્યૂટી પર કોઈ ટેક્સ ક્રેડિટ મળશે નહિ અને GST માં પણ તે આયાતકર માટે ખર્ચ જ રહેશે.

GST પદ્ધતિમાં, માલની આયાત પર લગતી ઈમ્પોર્ટ ડ્યૂટી ને સમજવા આપણે એક ઉદાહરણ લઈએ.

ઉદાહરણ: બેંગ્લોર, કર્ણાટક સ્થિત મનોજ એપરલ, સિડની ઑસ્ટ્રેલિયા સ્થિત સપ્લાયર Oz ડિઝાઇનર્સ પાસેથી એપરલ ખરીદે છે.

ટેક્સ ગણતરી

વિગતસંખ્યાપ્રતિ સંખ્યા કિંમત (રૂ.)કુલ કિંમત (રૂ.)
મહિલા ટી-શર્ટ2002,500 (51.68 AUD) *5,00,000
પુરુષ ટી-શર્ટ1005,000 (103.37 AUD) *5,00,000
કુલ30010,00,000
કસ્ટમ ડ્યૂટી @ 10%1,00,000
શિક્ષણ કર @ 3% કસ્ટમ ડ્યૂટી પર (10,000*3%)3,000
પેટ સરવાળો11,03,000
IGST @18% ** 1,98,540
કુલ આયાત ખર્ચ13,01,540

* એક્સચેન્જ રેટ: 0.021 AUD = 1 રૂપિયો
** એપરલ પર GST રેટ ૧૮% ધારેલ છે.

સર્વિસ ની આયાત

GST માં, કોઈ સપ્લાય ને સર્વિસ ની આયાત ત્યારે ગણવામાં આવશે જયારે-

  1. સર્વિસ ના સપ્લાયર ભારત બહાર આવેલ હોય
  2. સર્વિસ પ્રાપ્તકર્તા ભારત માં આવેલ હોય અને
  3. સર્વિસ ના સપ્લાય નું સ્થળ ભારત માં હોય

ઉદાહરણ તરીકે: હૈદરાબાદ, તેલંગણા સ્થિત રાજેશ એપરલ્સ, કોલંબો, શ્રીલંકા સ્થિત કૌષી ડિઝાઇનર્સ પાસેથી ભારતીય રૂ. ૫૦,૦૦,૦૦૦ ની ફેશન ડિઝાઇનિંગ સર્વિસ મેળવે છે.

સપ્લાયર નું સ્થળ: કોલંબો, શ્રીલંકા

સપ્લાય નું સ્થળ: સપ્લાય નું સ્થળ એ પ્રાપ્તકર્તા નું સ્થળ થશે એટલે કે હૈદરાબાદ, તેલંગણા

આથી આ સપ્લાય એક આયાત ગણાશે

ટેક્સ ગણતરી

વિગતકિંમત (રૂ.)
ફેશન ડિઝાઇનિંગ સર્વિસ50,00,000
IGST @ 18%*9,00,000
કુલ આયાત ખર્ચ 59,00,000

* ફેશન ડિઝાઇનિંગ સર્વિસ પર GST રેટ ૧૮% ધારેલ છે.

નિકાસ

GST અંતર્ગત, નિકાસ શૂન્ય દરે છે જે હાલની પદ્ધતિ જેમ જ છે. નિકાસકર્તા માલ કે સર્વિસ આપવામાં/ઉત્પાદન/ખરીદી માટે વપરાયેલ ઇનપુટ પર ચુકવેલ ટેક્સ નું રિફંડ કલેઇમ કરી શકે છે.

સર્વિસ ની નિકાસ

GST માં, કોઈ સપ્લાય ને સર્વિસ ની નિકાસ તરીકે ગણવામાં ચોક્કસ શરતો રાખવામાં આવી છે. જેમ કે:

  1. સર્વિસ ના સપ્લાયર ભારત માં આવેલ છે
  2. સર્વિસ ના પ્રાપ્તકર્તા ભારત બહાર આવેલ છે
  3. સર્વિસ ના સપ્લાય નું સ્થળ એ ભારત બહાર છે
  4. સપ્લાયર ને સર્વિસ નું પેમેન્ટ રૂપાંતર કરી શકાય તેવા ફોરેન એક્સચેન્જ રેટ માં છે અને
  5. સપ્લાયર અને પ્રાપ્તકર્તા એક જ વ્યક્તિ ની પેઢી નથી

ઉદાહરણ તરીકે: મુંબઈ, મહારાષ્ટ્ર સ્થિત રોહન કન્સલ્ટન્ટ, સિંગાપોર માં અબે’સ એન્જિનિયરિંગ ને બિઝનેસ કન્સલ્ટન્સી સર્વિસ આપે છે. આ સર્વિસ નું પેમેન્ટ સિંગાપોર ડોલર માં મળેલ છે.

અહીં,

સપ્લાયર નું સ્થળ: મુંબઈ, મહારાષ્ટ્ર

પ્રાપ્તકર્તા નું સ્થળ: સિંગાપોર

સપ્લાય નું સ્થળ: પ્રાપ્તકર્તા નું સ્થળ એટલે કે સિંગાપોર

સર્વિસ નું પેમેન્ટ: પેમેન્ટ રૂપાંતર થઇ શકે તેવા ફોરેન એક્સચેન્જ માં થયું છે એટલે કે સિંગાપોર ડોલર

સપ્લાયર અને પ્રાપ્તકર્તા નો સંબંધ: સપ્લાયર અને પ્રાપ્તકર્તા બંને અલગ વ્યક્તિ છે.

આથી, આ સપ્લાય સર્વિસ ના નિકાસ તરીકે યોગ્ય છે, સપ્લાય પર ના ટેક્સ નો દર ૦% થશે.

Export of service under GST

આયાત અને નિકાસ ના કિસ્સામાં ટેક્સ ની વસૂલી અને ટેક્સ વ્યવહાર હાલના નિયમો અને GST માં મોટે ભાગે સમાન જ રહે છે. આયાતકર્તા ના કિસ્સામાં, આયાત પર ચુકવેલ IGST પર પુરી ઇનપુટ ક્રેડિટ મળી શકશે અને બધા જ પ્રકારના ઇનપુટ કે જે વ્યાપારની પ્રગતિ માટે કરવામાં આવ્યા હોય તેના પર ચુકવેલ GST પર વધારાની ઇનપુટ ક્રેડિટ પ્રાપ્ય બનશે. એ જ રીતે, નિકાસકર્તા માટે, વ્યાપાર માટે લીધેલ બધા જ ઇનપુટ પર ચુકવેલ ટેક્સ પર રિફંડ આપવામાં આવશે. ટૂંકમાં, GST માં આયાત અને નિકાસ નો ખર્ચ ઘટશે અને વિવિધ ટેક્સ નિયમોનું એક નિયમ માં એકીકરણ થતા તેનું પરિપાલન સરળ બનશે.

Are you GST ready yet?

Get ready for GST with Tally.ERP 9 Release 6

149,862 total views, 106 views today