(English) Language

  • English
  • Hindi
  • Marathi
  • Kannada
  • Telugu
  • Tamil
  • Gujarati

આ પોસ્ટ અદ્યતન ફેરફારોને સમાવિષ્ટ કરવા ૨૧, ઓક્ટોબર ૨૦૧૬ ના રોજ અપડેટ કરેલ છે.

જી.એસ.ટી. ની પાયાની વિશેષતાઓ માની એક છે – આખી ચેઇન દરમિયાન (માલ ના ઉત્પાદન થી લઈને તેના વપરાશ સુધી) અને પુરા દેશ માં ઇનપુટ ક્રેડિટ નો અખંડ પ્રવાહ. આ વિભાગ માં, આપણે
માલ કે સર્વિસ ના સપ્લાય પર જી.એસ.ટી. ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવવા માટે કાયદા દ્વારા મુકેલ વિવિધ શરતો વિષે ચર્ચા કરીશું.

જી.એસ.ટી. ઇનપુટ ક્રેડિટ મેળવવા માટે નીચે આપેલ બધી જ શરતો સંતોષાવી જરૂરી છે:
• ડીલર પાસે જી.એસ.ટી. એક્ટ હેઠળ રજીસ્ટર થયેલી ટેક્સ ઈન્વોઈસ/ ડેબિટ કે ક્રેડિટ નોટ/ પૂરક (સપ્લીમેન્ટરી) ઈન્વોઈસ હોવી જરૂરી છે.
• પૂર્વોક્ત માલ/સર્વિસ મળેલ હોવો જોઈએ.
• રિટર્ન (જી.એસ.ટી.આર.-૩) ફાઈલ કરેલ હોવા જોઈએ
• સપ્લાયરે સરકાર ને ચાર્જ કરેલ ટેક્સ ચુકવેલ હોવો જોઈએ

આ શરતો શું સૂચવે છે??

જયારે સપ્લાયર દ્વારા ફોર્મ જી.એસ.ટી.આર.-૧ (આઉટવર્ડ સપ્લાય ની વિગતો) ફાઈલ કરવામાં આવે છે, પ્રાપ્તકર્તા આપોઆપ ખૂલેલું ફોર્મ જી.એસ.ટી.આર.-૨A (ઇન્વર્ડ સપ્લાય ની વિગતો) જોઈ શકે છે. ફોર્મ જી.એસ.ટી.આર.-૨ માં જરૂરી સુધારાઓ, ઉમેરા (જો કોઈ હોય તો) અને સ્વીકૃતિ કર્યા પછી, ઇનપુટ ક્રેડિટ પ્રાપ્તકર્તા ના ઇલેક્ટ્રોનિક ક્રેડિટ લેજર માં કામચલાઉ ધોરણે જમા કરવામાં આવશે.

ફોર્મ જી.એસ.ટી.આર-૨ માં પ્રાપ્તકર્તા દ્વારા કરેલ ઉમેરા અને સુધારા સપ્લાયર માટે ફોર્મ જી.એસ.ટી.આર.-૧A માં તેમની સ્વીકૃતિ માટે પ્રાપ્ય કરવામાં આવશે.

ઇનપુટ ક્રેડિટ ત્યારે જ પ્રાપ્ય કરવામાં આવશે જયારે સપ્લાયર દ્વારા પેમેન્ટ ટેક્સ સાથે માસિક રિટર્ન્સ (ફોર્મ જી.એસ.ટી.આર.-૩) ફાઈલ કરવામાં આવે. ઇનપુટ ટેક્સ ક્રેડિટ ની અંતિમ સ્વીકૃતિ ની વિગતો ફોર્મ જી.એસ.ટી. મી.આઈ.એસ.-૧ માં જોવામાં આવશે.

ચાલો આપણે આને એક ઉદાહરણ સાથે સમજીએ.

સૂપર કાર્સ લી., એક કાર ઉત્પાદક, એ રત્ના સ્ટિલ્સ પાસેથી ૩૦ ટન સ્ટીલ ખરીદ્યુ. રત્ના સ્ટિલ્સ એ સ્ટીલ સપ્લાય કર્યું અને ૫મી એપ્રિલ ના રોજ ૨,૪૦,૦૦૦ ના જી.એસ.ટી. સાથેનું ટેક્સ ઈન્વોઈસ મોકલાવ્યું.

આ ઉદાહરણ સાથે, ચાલો આપણે ઇનપુટ ક્રેડિટ મેળવવાના પગલાંઓ ને સમજવાની પ્રક્રિયા ચકાસીએ.

નોંધ:
જી.એસ.ટી.આર.-૧: આગામી મહિનાની ૧૦મી તારીખે કે એ પહેલા, બધી જ આઉટવર્ડ સપ્લાય ની વિગતો પુરી પાડો.
જી.એસ.ટી.આર.-૨A: આગામી મહિનાની ૧૧મી તારીખે સિસ્ટમ દ્વારા આપોઆપ ખુલે છે. એમાં બધી જ ઇન્વર્ડ સપ્લાયની વિગતો નો સમાવેશ થાય છે.
જી.એસ.ટી.આર.-3: આગામી મહિનાની 20મી તારીખે સિસ્ટમ દ્વારા આપોઆપ ખુલતું માસિક રિટર્ન.

ટૂંક સમયમાં આવી રહેલા વધુ આર્ટિકલ્સ:
• રિટર્ન અપલોડ કરવું
• ઇનપુટ ટેક્સ ક્રેડિટ નું રિવર્સલ અને રી-ક્લેઇમ

Are you GST ready yet?

Get ready for GST with Tally.ERP 9 Release 6

81,472 total views, 3 views today

Yarab A

Author: Yarab A

Yarab is associated with Tally since 2012. In his 7+ years of experience, he has built his expertise in the field of Accounting, Inventory, Compliance and software product for the diverse industry segment. Being a member of ‘Centre of Excellence’ team, he has conducted several knowledge sharing sessions on GST and has written 200+ blogs and articles on GST, UAE VAT, Saudi VAT, Bahrain VAT, iTax in Kenya and Business efficiency.