ઇન્વોઇસિંગ દરેક વ્યવસાય માં કર પાલન માટે નું એક નિર્ણાયક પાસું છે. જીએસટી હેઠળ ઇન્વોઇસિંગના નિયમો વિશે આપણું પરિચિત હોવુ જરૂરી છે. ચાલો આપને એને વિગતવાર સમજીએ.

વર્તમાન કર પ્રથાઓમાં ઇન્વોઇસિંગ

વર્તમાન કર શાસન પધ્ધતિમાં , બે પ્રકારના ઇન્વૉઇસેસ જારી કરવામાં આવે છે:

  1. ટેક્ષ ઇન્વૉઇસ: આ ઇન્વૉઇસ રજિસ્ટર્ડ ડીલરોને આપવામાં આવી છે, અને તેનાથી ટેક્સ ક્રેડિટ માટે દાવો કરી શકાય છે. વર્તમાન કર શાસન પધ્ધતિમાં ટેક્ષ ઇન્વૉઇસેસના મુખ્ય બે પ્રકારના નમુના બંધારણ, નિયમ 11 પ્રમાણે એક્સાઇઝ ઇન્વૉઇસ અને ટેક્ષ ઇન્વૉઇસ નીચે બતાવેલ છે.
   invoicing-under-gst

 

 1. રિટેલ અથવા વ્યાવસાયિક ઇન્વૉઇસ: આ એક બિનનોંધાયેલ વેપારી અથવા છૂટક ગ્રાહક માટે જારી કરવામાં આવી છે, અને આ ઇન્વૉઇસ પર કોઈ ટેક્સ ક્રેડિટ માટે દાવો કરી શકાય નહિ. વર્તમાન કર શાસન પધ્ધતિમાં રિટેલ ઇન્વૉઇસ નમૂના બંધારણ નીચે દર્શાવેલું છે.
  retail-commercial-invoice

 

જીએસટી શાસન પધ્ધતિમાં ઇન્વોઇસિંગ

જીએસટી શાસન પધ્ધતિમાં, બે પ્રકારના ઇન્વૉઇસેસ જારી કરાયેલા છે:

 1. ટેક્ષ ઇન્વૉઇસ
 2. પુરવઠા બિલ

ટેક્ષ ઇન્વૉઇસ:

એક રજિસ્ટર્ડ કરપાત્ર વ્યક્તિ જયારે કરપાત્ર માલ કે સેવાઓ પૂરી પાડે છે, ત્યારે એક ટેક્ષ ઇન્વૉઇસ આપવામાં આવે છે. ટેક્ષ ઇન્વૉઇસ જરૂરી વિગતો સંબંધિત નિયમો પર આધારિત છે, ટેક્ષ ઇન્વૉઇસનો એક નમૂનો નીચે દર્શાવવામાં આવ્યો છે.
gst invoice sample

ટેક્ષ ઇન્વૉઇસ જારી કરવાની સમય મર્યાદા કેટલી?

માલ-ની સપ્લાયટેક્ષ ઇન્વૉઇસ સામાન નિકાસ દરમ્યાન, તથા સામાન ની સપ્લાય વખતે અથવા તેના પહેલા જારી થવું જોઈએ.

માલનું નિકાલ, જ્યાં પુરવઠો માલ ચળવળ સમાવેશ થાય છે

ઉદા. સુપર કાર લીમીટેડ જે પોતે કાર ઉત્પાદનકર્તા છે તેઓ જયારે કાર પોતાના ડીલર રવીન્દ્ર ઓટોમોબાઇલ્સ ને સપ્લાય કરતા જયારે કાર સુપર કાર લીમીટેડની ફેક્ટરી માંથી રવાના થાય તે વખતે ટેક્ષ ઇન્વૉઇસ જારી થાય છે. કારણ કે કાર ની સપ્લાય રવીન્દ્ર ઓટોમોબાઇલ્સ ને ત્યાં થઇ રહી છે.

અથવા

પ્રાપ્તકર્તાને ત્યાં સામાનનું વિતરણ, જ્યાં પુરવઠા-માલને સપ્લાયની જરૂર નથી

ઉદા. સુપર કાર લિમિટેડ જનરેટર સેટની ખરીદી કરે છે, જેનું અસેમ્બલીંગ અને ઈંસ્ટોલેશન સપ્લાયર ના ફેક્ટરી સંકુલમાં કરવામાં આવશે. અહીં, કારણ કે જનરેટર સેટની સપ્લાયની જરૂર નથી, તેથી ટેક્ષ ઇન્વૉઇસ તે સમયે અદા થશે જ્યારે જનરેટર સેટ સુપર કાર લિમિટેડને ત્યાં ઉપલબ્ધ થશે.

સેવાઓનું આદાન-પ્રદાનઅહીં, ટેક્ષ ઇન્વૉઇસ સેવા પ્રદાન કરેલ તારીખથી ૩૦ દિવસ ની અંદર જારી થશે.
જ્યાં સપ્લાયર એક બેંક અથવા કોઇ પણ નાણાકીય સંસ્થા છે, તેવા કિસ્સામાં ટેક્ષ ઇન્વૉઇસ સેવા પ્રદાન કર્યાના ૪૫ દિવસ માં જારી થશે.

નોંધ: કદાચ, કોઈ વ્યક્તિ રિવર્સ ચાર્જ પર કર ભરવા એક બિનનોંધાયેલ સપ્લાયર પાસેથી માલ અથવા સેવાઓ મેળવે છે, તેવા કિસ્સામાં રીસીવરે માલ અથવા સેવાઓની રસીદની તારીખનું જ ઇન્વૉઇસ જારી કરવું જોઈએ.

ટેક્ષ ઇન્વૉઇસની કેટલી નકલો જરૂરી છે?

સામાનની સપ્લાય માટે, ઇન્વૉઇસની ત્રણ નકલો જરૂરી છે – મૂળ ઇન્વૉઇસ, ડુપ્લિકેટ (બીજી નકલ), ટ્ર્રીપ્લીકેટ (ત્રીજી નકલ).
મૂળ ઇન્વૉઇસ: મૂળ ઇન્વૉઇસ રીસીવરને આપવામાં આવે છે, અને ‘પ્રાપ્તકર્તા માટે મૂળ’ તરીકે ચિહ્નિત થયેલ હોય છે.

ડુપ્લિકેટ (બીજી નકલ): ડુપ્લિકેટ કોપી ટ્રાન્સપોર્ટરને આપવામાં આવે છે, અને ‘ટ્રાન્સપોર્ટર માટે ડુપ્લિકેટ’ તરીકે ચિહ્નિત થયેલ હોય છે.જો સપ્લાયર પાસે ઇન્વૉઇસ રેફરન્સ નંબર હોય તો આની જરૂર પડતી નથી. . જયારે સપ્લાયર પોતે જારી કરેલું ટેક્ષ ઇન્વૉઇસ જીએસટી પોર્ટલમાં અપલોડ કરે છે ત્યારે ઇન્વૉઇસ રેફરન્સ નંબર તેમને આપવામાં આવે છે. તે ઇન્વૉઇસ અપલોડ કર્યાના ૩૦ દિવસ સુધી માન્ય હોય છે.

ટ્ર્રીપ્લીકેટ (ત્રીજી નકલ): આ નકલ સપ્લાયર પાસે રહે છે, અને ‘સપ્લાયર માટે ટ્ર્રીપ્લીકેટ’ તરીકે ચિહ્નિત થયેલ હોય છે.

copies of GST tax invoice

સેવાઓના આદાન-પ્રદાન માટે, ઇન્વૉઇસની બે નકલો જરૂરી છે:

 • મૂળ ઇન્વૉઇસ: ઇન્વૉઇસની મૂળ નકલ રિસીવર ને આપવામાં આવે છે, અને ‘પ્રાપ્તકર્તા માટે મૂળ’ તરીકે ચિહ્નિત થયેલ હોય છે.
 • ડુપ્લિકેટ (બીજી નકલ): ડુપ્લિકેટ નકલ સપ્લાયર માટે હોય છે, અને ‘સપ્લાયર માટે ડુપ્લિકેટ’ તરીકે ચિહ્નિત થયેલ હોય છે.

Copies of tax invoice for supply of services

એક્સપોર્ટ માટેના ટેક્ષ ઇન્વૉઇસમાં કઈ વિગતો હોવી જોઈએ?

એક્સપોર્ટ ઇન્વૉઇસમાં, ઉપરાંત ટેક્ષ ઇન્વૉઇસમાં જરૂરી વિગતો, નીચેની વિગતો સમાવી:

નિકાસ ભરતિયું
આ શબ્દો હોવા જરૂરી છે, “પુરવઠા IGST ચુકવણી પર નિકાસ માટે જ” અથવા “પુરવઠા IGST ચુકવણી વિના બોન્ડ હેઠળ નિકાસ માટે જ”
પ્રાપ્તકર્તાનું નામ અને સરનામું
ડીલીવરી નું સરનામું
ARE-1 નો તારીખ અને નંબર (એક્સપોર્ટ માટે સામાન નિકાસ માટેની અરજી)

સપ્લાય બિલ

સપ્લાય બિલ નીચેના કિસ્સાઓમાં રજિસ્ટર્ડ સપ્લાયર દ્વારા જારી કરવામાં આવે છે:

 • છૂટ અપાયેલ સામાન અથવા સેવાઓની સપ્લાય
 • સપ્લાયર સમાધાન યોજના હેઠળ ટેક્ષ ભરે છે.

સપ્લાય બિલ જરૂરી વિગતો સંબંધિત નિયમો પર આધારિત છે, સપ્લાય બિલ નો એક નમૂનો નીચે દર્શાવવામાં આવ્યો છે.
GST Bill of Supply format

જ્યાં સુધી રિસીવર બિલ માટે આગ્રહ ના કરે ત્યાં સુધી, ૧૦૦ રૂપિયા થી ઓછી કિંમત ના સામાન અથવા સેવાઓ માટે સપ્લાય બિલ આપવાની જરૂર નથી. જો કે, આવા તમામ સપ્લાય જેના સપ્લાય બિલ અદા નથી કરાયા તે તમામ ના સંયુક્ત સપ્લાય બિલ દિવસ ને અંતે તૈયાર કરવા જોઈએ.

જારી થયેલા ઇન્વૉઇસની કિંમતો માં સુધારો કેવી રીતે કરવો?

કરપાત્ર મૂલ્ય અથવા જીએસટી બિલ માં સુધારો કરવા માટે, ડેબિટ નોટ અથવા પૂરક ઇન્વૉઇસ અથવા ક્રેડિટ નોટ સપ્લાયર દ્વારા જારી થવો જોઈએ.
ડેબિટ નોટ/પૂરક ઇન્વૉઇસ: આ કરપાત્ર મૂલ્યમાં વધારો અને / અથવા જીએસટી મૂળ ઇન્વૉઇસ માં કપાત ની નોંધણી માટે સપ્લાયર દ્વારા જારી કરવામાં આવે છે.

ક્રેડિટ નોટ: આ કરપાત્ર મૂલ્યમાં ઘટાડો અને / અથવા જીએસટી મૂળ ઇન્વૉઇસ માં કપાત ની નોંધણી માટે સપ્લાયર દ્વારા જારી કરવામાં આવે છે. ક્રેડિટ નોટ જે તે નાણાકીય વર્ષના અંત જેમાં સપ્લાય કરવામાં આવી હતી અથવા 30 મી સપ્ટેમ્બર પહેલાં જારી થવી જોઈએ. અથવા તેના વાર્ષિક રીટર્ન ફાઈલિંગ સંબંધિત તારીખ, જે વહેલું હોય તે.

ચાલો ક્રેડિટ નોટ જારી કરવાની સમય મર્યાદા એક ઉદાહરણ સાથે સમજીએ.
ઉદાહરણ

સુપર કાર લિમિટેડ ૬૦૦૦૦૦ રૂપિયાની કિંમત ના સ્પેર પાર્ટ્સ તેના ડીલર રવીન્દ્ર ઓટોમોબાઇલ્સને ૧ લી. નવેમ્બર ૨૦૧૭ ના દિવસે વેચે છે. ૨ જી નવેમ્બર ૨૦૧૭ ના દિવસે રવીન્દ્ર ઓટોમોબાઇલ્સ ૧૦૦૦૦૦ રૂપિયાની કિંમતના તૂટેલા/ખરાબ સ્પેર પાર્ટ્સ પરત કરે છે. સુપર કાર લિમિટેડ પરત કરેલા પાર્ટ્સ માટે ક્રેડિટ નોટ માંગે છે.
ચાલો છેલ્લી તારીખની ખાતરી કરીએ જયારે સુપર કાર લિમિટેડ બે કિસ્સામાં ક્રેડિટ નોટ જારી કરે છે.
કિસ્સો ૧. તેઓ ૧ લી. ડીસેમ્બર ૨૦૧૮ ના રોજ નાણાકીય વર્ષ ૨૦૧૭-૨૦૧૮ નું વાર્ષિક રીટર્ન ફાઈલ કરે છે.

કિસ્સો ૨. તેઓ ૩૧મી મે ૨૦૧૮ ના રોજ નાણાકીય વર્ષ ૨૦૧૭-૨૦૧૮ નું વાર્ષિક રીટર્ન ફાઈલ કરે છે.

કિસ્સામૂળ સપ્લાયની તારીખવાર્ષિક રીટર્ન ફાઈલીંગ તારીખક્રેડિટ નોટ જારી કરવા માટેની છેલ્લી તારીખ નક્કી કરવા માટેની શરતોક્રેડિટ નોટ જારી કરવા માટેની છેલ્લી તારીખ
કિસ્સો ૧૧ નવેમ્બર ૨૦૧૭૧ ડીસેમ્બર ૨૦૧૮30 મી સપ્ટેમ્બર નાણાકીય વર્ષના અંત જેમાં સપ્લાય કરવામાં આવી હતી અથવા તેના વાર્ષિક રીટર્ન ફાઈલિંગ સંબંધિત તારીખ, જે વહેલું હોય તે.૩૦ સપ્ટેમ્બર ૨૦૧૮
કિસ્સો ૨૩૧ મે ૨૦૧૮૩૧ મે ૨૦૧૮

 

ડેબિટ નોટ, પૂરક ઇન્વૉઇસ અને ક્રેડિટ નોટ માં કઈ વિગતો હોવી જોઈએ.

ડેબિટ નોટ, પૂરક ઇન્વૉઇસ અને ક્રેડિટ નોટ માં આ પ્રમાણેની વિગતો હોવી જોઈએ:

ડેબિટ નોટ/પૂરક ઇન્વૉઇસ/ક્રેડિટ નોટ
દસ્તાવેજનો પ્રકાર આગવી રીતે સૂચવેલો હોવો જોઈએ જેમ કે જેમ કે ‘સુધારેલા ઇન્વૉઇસ’ અથવા ‘પૂરક ઇન્વૉઇસ’
નામ, સરનામું અને સપ્લાયરનો GSTIN નંબર
અનુક્રમિક નંબર, માત્ર મૂળાક્ષરો અને / અથવા અંકો સમાવતી, એક વિશિષ્ટ નાણાકીય વર્ષ માટે
દસ્તાવેજ જારી કરાયેલ તારીખ
જો પ્રાપ્તકર્તા રજીસ્ટર્ડ હોય તો – નામ, સરનામું અને પ્રાપ્તકર્તાનો GSTIN નંબર /આધાર કાર્ડ નંબર
જો પ્રાપ્તકર્તા રજીસ્ટર્ડ ન હોય તો – નામ, પ્રાપ્તકર્તાનું સરનામું, રાજ્યના નામ અને પીન નંબર સાથે ડીલીવરી નું સરનામું,
સીરીયલ નંબર અને મૂળ ટેક્ષ ઇન્વૉઇસની તારીખ અથવા સપ્લાય બિલ
સામાન અથવા સેવાઓ નુ કરપાત્ર મૂલ્ય, ટેક્ષ નો દર અને ટેક્ષની જમા રકમ અથવા પ્રાપ્તકર્તા ખાતે ડેબિટ
હસ્તાક્ષર અથવા સપ્લાયરના ડિજિટલ હસ્તાક્ષર અથવા તેના અધિકૃત પ્રતિનિધિ

 

આવી રહ્યું છે:

હિસાબો જાળવી રાખવાનો સમયગાળો

ટેક્ષ ની ચુકવણી

 

Are you GST ready yet?

Get ready for GST with Tally.ERP 9 Release 6

370,438 total views, 163 views today