GST, 1 લી જુલાઈ, 2017 ના રોજ લાગુ પાડવામાં આવેલ એક વ્યાપક પરોક્ષ ટેક્સ પ્રણાલી છે જેને કેન્દ્ર અને રાજયના જુદા જુદા કર તથા ઉપકારોને એક કર્યા છે અને તેને સમગ્ર રાષ્ટ્રને ‘એક-રાષ્ટ્ર એક-ટેક્સ એક-બજાર’ તરીકે રૂપાંતરિત કર્યું છે. એક પરોક્ષ ટેક્સ પ્રણાલીને લીધે ટેક્સના સંપાતમાં નોંધપાત્ર સિદ્ધિ જોવા મળી છે. તેનો હેતુ સપ્લાઈની શૃંખલા અને રાજ્યની સરહદો પર ઈનપુટ ટેક્સ ક્રેડિટ (ITC) ની સીમિત ઉપલબ્ધતા અને કાસ્કેડિંગ અસરને દૂર કરવાનો છે. સમાન ઉદ્દેશ સાથે, GST ને 30 જૂન, 2017 ના રોજ બંધ થતા સ્ટોક પર ટેક્સ અને ડ્યુટીની ટેક્સ ક્રેડિટ અંગેની મંજૂરી આપવા માટે જોગવાઈ કરવામાં આવી છે.

જેમ કહેવાય છે કે ‘ શરૂઆતમાં ફેરફાર કઠીન છે, મધ્યમાં અવ્યવસ્થિત હોય છે અને અંતમાં ખૂબસૂરત હોય છે’, અહીં GST માં પરિવર્તન એ વ્યવસાયો માટે ખુબ મોટો પડકાર છે. વિવિધ પડકારો વચ્ચે પૈકી વ્યવસાયો માટે એક પડકાર એ છે કે, બંધ થતા સ્ટોક પર કરપાત્ર ડ્યુટી અને ચૂકવાયેલ ટેક્સને લઈને ટેક્સ ક્રેડિટનો દાવો કેવી રીતે કરવો. આનું કારણ એ છે કે વ્યવસાયને બંધ થતા સ્ટોક પર ટેક્સ ક્રેડિટનો દાવો કરવા માટે કાયદા દ્વારા નક્કી કરવામાં આવેલી વિવિધ શરતોનો અમલ કરીને તેને પૂરી કરવી પડે છે.

અમારા અગાઉનાં બ્લોગ GST માં જવું : શું હું બંધ થતા સ્ટોક પર ઈનપુટ ક્રેડીટ મેળવી શકું છુ ? , માં આપણે ટેક્સ ક્રેડિટનો દાવો કરવા માટે પાત્ર થવા વિવિધ મુદ્દાઓ વિશે ચર્ચા કરી છે. આપણે તે બ્લૉગમાં ચોક્કસ વ્યવસાયની પરિસ્થિતિઓ વિશે પણ ચર્ચા કરી છે, GST માઈગ્રેશન – બંધ થતા સ્ટોકના સંકટમાંથી મુક્તિ . આ બ્લોગમાં, આપણે વિવિધ પ્રકારની ડ્યુટી અને ટેક્સની સૂચીઓ જોઈશું કે જે બંધ સ્ટોક પર ITC નો દાવો કરવા માટે જરૂરી છે.

મોટાભાગે, ઇનપુટ પર ચૂકવવામાં આવેલા એક્સાઇઝ ડ્યુટીને CGST ઇનપુટ ટેક્સ ક્રેડિટ તરીકે અને VAT ને SGST તરીકે મંજૂરી આપવામાં આવશે. નીચે કેટલાક ચોક્કસ ડ્યુટી અને ટેક્સ આપેલા છે જે દાવો કરવા માટે જવાબદાર છે.

ડ્યુટીનો પ્રકાર વિગતો GST ક્રેડીટનો પ્રકાર
સેન્ટ્રલ એક્સાઇઝ ડ્યુટી (મૂળભૂત એક્સાઇઝ ડ્યુટી)CETA એક્ટની સૂચિ- I અને સૂચિ II માં સૂચિબદ્ધ ઇનપુટ્સ પર ચૂકવવામાં આવતી એક્સાઇઝ ડ્યુટી.CGST
પ્રતિવર્તી ડ્યુટી (CVD)આ માલની આયાત પર લાદવામાં આવેલી વધારાની ડ્યુટી છે. આ મૂળભૂત એક્સાઇઝ ડ્યુટી જેવી જ છે જે ડોમેસ્ટિક ટેરિફ એરિયા (DTA) અંતર્ગત સામાનને દૂર કરવા પર લાદવામાં આવે છે.CGST
ખાસ વધારાની ડ્યુટી (SAD)રાજયની અંદર માલના વેચાણ પર વેટની વસૂલાતને સંતુલિત કરવા માટે ફરીથી સામાનની આયાત પર આ વસૂલવામાં આવે છે.CGST
એક્સાઇઝની વધારાની ડ્યુટીઓ (GSI)વિશિષ્ટ માપદંડ એક્ટ, 1957 મુજબ આ ચોક્કસ માલસામાન પર લાદવામાં આવે છે.CGST
એક્સાઇઝની વધારાની ડ્યુટીઓ (TTA)ટેક્સટાઇલ અને ટેક્સટાઇલ આર્ટીકલ એક્ટ, 1978 મુજબ આ ચોક્કસ માલ પર લાદવામાં આવે છે.CGST
રાષ્ટ્રીય આપત્તિ પ્રાસંગિક

ડ્યુટી (NCCD)

આમાં લાગુ પાડવામાં આવતી એક્સાઇઝ ડ્યુટી ઉપરાંત, સૂચિ -7 માં સૂચિબદ્ધ માલસામાન જેવા કે પાન મસાલા, સિગારેટ, વાહનો વગેરે પર લાદવામાં આવે છે.CGST
વેલ્યૂ એડેડ ટેક્સ (VAT)તમારા રાજ્ય સાથે સંબંધિત વેટ કાયદા અનુસાર તમારા ઇનપુટ પર ચૂકવવામાં આવેલ VAT (એન્ટ્રી ટેક્સ સહિત).SGST

ઉપરોક્ત ડ્યુટીઓ અને ટેક્સ પર ઇનપુટ ટેક્સ ક્રેડિટનો દાવો શરતોને આધીન છે (ઉપરોક્ત ઉલ્લેખિત અમારા અગાઉનો બ્લોગ). GST TRAN-1 ફોર્મમાં 1 લી જુલાઇ, 2017 ના દિવસથી 90 દિવસની અંદર દાવો કરવો જરૂરી છે. GST TRAN -1 ફોર્મના કોષ્ટક નં. 7 માં માન્ય ડ્યુટી અને ટેક્સની વિગતો દાખલ કરવી.

અમારા આગામી બ્લોગમાં, આપણે બંધ થતા સ્ટોક પર આઈટીસીનો દાવો કરવા માટે GST TRAN-1 ફોર્મ કેવી રીતે ભરવું, તે અંગેની વિગતવાર ચર્ચા કરીશું.

Are you GST ready yet?

Get ready for GST with Tally.ERP 9 Release 6

40,680 total views, 14 views today

Yarab A

Author: Yarab A

Yarab is associated with Tally since 2012. In his 7+ years of experience, he has built his expertise in the field of Accounting, Inventory, Compliance and software product for the diverse industry segment. Being a member of ‘Centre of Excellence’ team, he has conducted several knowledge sharing sessions on GST and has written 200+ blogs and articles on GST, UAE VAT, Saudi VAT, Bahrain VAT, iTax in Kenya and Business efficiency.