દરેક દિવસ પસાર થતા, GST વાસ્તવિકતા બનવા વધારે નજીક આવતું જાય છે. કાયદા ના ઘડવૈયાઓ GST નિયમ ને આખરી ઓપ આપી રહ્યા છે. પ્રગતિના ભાગરૂપે, સરકારે ડ્રાફ્ટ કાયદાની એક નકલ જાહેર માં ફીડબેક માટે મૂકી છે. અમે ટેલી સોલ્યુશન્સે નિયમો, કાયદાઓ, અને કાર્યવિધિને વિસ્તારથી સમજી છે. અમારું વાંચન અને સમજણ કહે છે કે કાયદાના વિવિધ પાસાઓનું પુનરાવર્તન થવું જોઈએ કારણ કે તેના હાલના સ્વરૂપમાં તેઓ દેશના લઘુ અને મધ્યમ ઉદ્યોગો માટે હાનિકારક છે અને પરિણામે અર્થતંત્ર ને.

અમે અમારી છેલ્લા ૩ દાયકાઓની મુસાફરી નો સારો હિસ્સો માત્ર વ્યવસાયોના જૂથ ને સોફ્ટવેર જ નહિ પરંતુ તેમના જીવનની રીત અને નાડી ને સમજવામાં વિતાવ્યા છે. જેથી અમને આશાઓ અને મહત્વકાંશાઓ ના ભાગરૂપે GST કાયદાનું સમીક્ષા કરવાનું માર્ગદર્શન મળ્યું છે. વધુ માં અમે આગળ વધ્યા અને સરકારને, ટેક્સ અને મહેસુલ અધિકારીઓને તથા ઉદ્યોગ સંસ્થાઓને કાયદા માટે નો ફીડબેક મોકલ્યો.

અમે નિશ્ચિતપણે માનીએ છીએ કે GST એ આપણા દેશ અને અર્થતંત્ર માટે એક મહાન વસ્તુ છે. તેમ છતાં, અમે ઓળખેલ મુદ્દાઓને આપણા માટે ઉપયોગી અને અસરકારક નિવડવા માટે ધ્યાન માં લેવાવા જોઈએ. અમે આ મુદ્દાઓને સંબંધિત સત્તાધીશો પાસે લઇ જવા બંધાયેલ છીએ જેથી કરીને જરૂરી સુધારા માટેના પગલાં લેવામાં આવે.

અમે મોકલેલ ફીડબેક અને રજુઆત નીચે આપેલ છે.

1.ઇનપુટ ક્રેડિટ સાથે પેમેન્ટ નું જોડાણ

કાયદો: સેક્સન ૧૬ (૧) દરેક રજીસ્ટર્ડ વ્યક્તિએ, સેક્સન ૪૯ માં આપેલ પદ્ધતિ માં શરતો અને નિયંત્રણ ને આધીન, જે તેમના વ્યાપાર ની પ્રગતિ માટે વપરાયેલ કે વાપરવા માટે ઈચ્છીત માલ કે સર્વિસ ના સપ્લાય પર લેવાયેલ ઇનપુટ ટેક્સ ની ક્રેડિટ લેવા માટે હકદાર છે અને આ જણાવેલ રકમ તે વ્યક્તિના ઇલેક્ટ્રોનિક ક્રેડિટ લેજર માં જમા કરવામાં આવશે.

(2) આ સેક્સન માં દર્શાવેલ કોઈ પણ બાબત નો વિરોધ કરતા, કોઈ પણ રજીસ્ટર્ડ વ્યક્તિ કરેલા માલ કે સર્વિસ ના સપ્લાય ના સંબંધિત ઇનપુટ ટેક્સ પર ક્રેડિટ મેળવવા હકદાર નહિ બને જો નીચે મુજબ ન થાય, ––

(c) સેકશન ૪૧ ની જોગવાઈઓને આધીન, આવા સપ્લાય સંબંધિત લીધેલ ટેક્સ ખરેખર રોકડ માં કે આવા સપ્લાય સંબંધિત લેવા પાત્ર ઇનપુટ ટેક્સ ક્રેડિટ ના ઉપયોગ દ્વારા સરકાર ને ચુકવેલ છે, અને

ટિપ્પણીઓ

જો સપ્લાયરે તેની ટેક્સ લાયબિલિટી ચુકવેલ ન હોય તો GST બિલમાં કરદાતા ને ઇનપુટ ક્રેડિટ આપવાની ના છે. આનાથી વેપાર માં વર્કિંગ કેપિટલ વધારવામાં ખુબ જ ઘર્ષણ પેદા થશે, ખાસ કરીને નાના ઉદ્યોગોને જે ઓછા માર્જિન થી કામ કરે છે. એની અર્થતંત્ર પર અનેકવિધ અસર થશે અને તે GST ના સફળ અમલીકરણ ને પાટા પરથી ઉતારી દેશે. સપ્લાયર દ્વારા ટેક્સ રિટર્ન ફાઈલ કરતી વખતે તેને લાગુ પડતા ટેક્સ સાથે ઈન્વોઈસ જમા કરાવતા જ અને ઈન્વોઈસ ને સરખાવતાં, પ્રાપ્તકર્તાએ ખરેખર તે ટેક્સ સરકારને ચુકવ્યો છે કે નહિ તે જાણવાની જવાબદારી થી ભારરૂપ કરી શકાય નહિ. અહીં સપ્લાયરે ટેક્સ જમા કરાવેલ છે તે સાબિત કરવાનો બોજો પ્રાપ્તકર્તા પર નાખવામાં આવે છે.

ઇનપુટ ક્રેડિટ સાથે પેમેન્ટ જોડાણ ની પૂરક સમસ્યા

SME નવા ગ્રાહક શોધવા અસમર્થ બની જશે અથવા એવા જ ગ્રાહક મળશે જેઓ ITC નો અસંગત રિપોર્ટ આવ્યા પછી જ ચુકવશે, જે કોઈ પણ માટે નવો વ્યવસાય શરુ કરવો કે ચાલુ વ્યવસાય માં વૃદ્ધિ કરવી અશક્ય બનાવશે.

SME ના રેટિંગ જાહેર બનતા તેઓ નાદાર તરીકે ન જાહેર થાય તેના ડરથી તેઓ ચિંતાકારક લોન લેશે. એવા કિસ્સાઓ થશે જ્યાં પ્રાસંગિક અને ત્રુટક ત્રુટક કેશ ફલૉ સમસ્યાઓ રેટિંગ ને ઘટાડશે, અને ગ્રાહકો નું ધોવાણ શરુ કરશે જે અંતે સમસ્યાઓ જટિલ બનાવશે અને SME ને ‘જંગી લોન’ લેવા મજબુર કરશે.

ઉપર દર્શાવેલ પરિપાલન રેટિંગ વ્યખાયિત કરતો CGST કાયદાનો સેકશન
૧૪૯ (૧) આ કાયદાની જોગવાઈઓ મુજબ દરેક રજીસ્ટર્ડ વ્યક્તિને તેના પરિપાલન ના રેકોર્ડ ને આધારે સરકાર દ્વારા એક માલ અને સર્વિસ ટેક્સ પરિપાલન રેટિંગ આંક (સ્કોર) આપવામાં આવશે. (૨) માલ અને સર્વિસ ટેક્સ પરિપાલન રેટિંગ સ્કોર એવાં પરિમાણો ને આધારે નક્કી કરવામાં આવશે જે નિયત કરવામાં આવી શકે છે. (૩) માલ અને સર્વિસ ટેક્સ પરિપાલન રેટિંગ સ્કોર અમુક સમયાંતરે અપડેટ કરવામાં આવશે અને રજીસ્ટર્ડ વ્યક્તિ ને જાણ કરવામાં આવશે અને જાહેર ક્ષેત્ર માં પણ મુકવામાં આવશે જે નિયત કરવામાં આવી શકે છે.

૨. એડવાન્સ – વ્યવહાર અને સપ્લાય ના સમય નું નિર્ધારણ

કાયદો
૧૨. (૧) માલ પર ટેક્સ ચુકવવાની લાયબિલિટી (જવાબદારી) સપ્લાય ના સમયે, આ સેકશન ની જોગવાઈઓ અનુસાર નક્કી કર્યા પ્રમાણે, ઉભી થશે,

(૨) માલના સપ્લાય નો સમય નીચેના માંથી જે વહેલી તારીખ હોય તે હશે:

(a) સપ્લાયરે આપેલ ઈન્વોઈસ ની તારીખ અથવા સેકશન ૩૧ ના પેટા-સેકશન (૧) મુજબ, સપ્લાય સંબંધી ઈન્વોઈસ આપવા ની જરૂરી છેલ્લી તારીખે; અથવા

(b) જે તારીખે સપ્લાયરને સપ્લાય માટેનું પેમેન્ટ મળે છે: એ શરતે કે જયારે કરપાત્ર માલના સપ્લાયર, કહેલ સપ્લાયર ના વિકલ્પે, ટેક્સ ઈન્વોઈસ માં દર્શાવેલ રકમ કરતા એક હાજર રૂપિયા સુધી વધારે મેળવે, ત્યારે આવી વધારાની રકમ ને સંબંધી ઈન્વોઈસ આપ્યા તારીખ બનશે.

સમજૂતી ૧ – કલમ (a) અને (b) ના હેતુસર, ઈન્વોઈસ માં આપ્યા મુજબ ની હદ માં કે, જે કિસ્સો હોય તે, કે પેમેન્ટ પરથી “સપ્લાય” થયેલ છે એમ માનવામાં આવશે.

સમજૂતી ૨ – કલમ (b) ના હેતુસર, “સપ્લાયર પેમેન્ટ મેળવે છે તે તારીખે” એમાં પેમેન્ટ જયારે એકાઉન્ટ ની બુકમાં એન્ટ્રી થાય કે બેંક એકાઉન્ટ માં પેમેન્ટ જમા થાય, તેમાંથી જે વહેલી હશે તે તારીખ થશે.

(૩) રિવર્સ ચાર્જ પ્રમાણે જેના પર ટેક્સ ચુકવેલ છે કે ચુકવવાપાત્ર છે તેવા સપ્લાય ના કિસ્સામાં, સપ્લાય નો સમય નીચેનામાંથી જે સૌથી વહેલું હશે તે થશે:

(a) માલ મળ્યા તારીખ; અથવા

(b) પેમેન્ટ ની તારીખ જે પ્રાપ્તકર્તાની એકાઉન્ટ ની બુકમાં એન્ટ્રી પ્રમાણે કે જે તારીખે બેંક ખાતામાંથી પેમેન્ટ ઉધરાય, જે વહેલું હોય તે; અથવા

(c) સપ્લાયર કે તેના બદલામાં કોઈ પણ નામે, આપેલ ઈન્વોઈસ કે અન્ય કોઈ દસ્તાવેજ ની તારીખ થી તરત જ ૩૦ દિવસ પછીની તારીખે:

એ શરતે કે જયારે કલમ (a) કે કલમ (b) કે કલમ (c) હેઠળ સપ્લાય નો સમય નક્કી કરવો શક્ય ન હોય ત્યારે સપ્લાય પ્રાપ્તકર્તા ની ખાતા બુક માં પડેલ એન્ટ્રી ની તારીખ એ સપ્લાય નો સમય ગણાશે.

(૪) સપ્લાયર દ્વારા વાઉચર ના સપ્લાય ના કિસ્સામાં, સપ્લાય નો સમય થશે – (a) વાઉચર આપ્યા તારીખ, જો આ મુદ્દા પર સપ્લાય ઓળખી શકતો હોય; અથવા (b) વાઉચર નું વળતર મેળવ્યા તારીખ, અન્ય કિસ્સાઓમાં.

(૫) જયારે પેટા-સેક્શન (૨) કે પેટા-સેક્શન (3) કે પેટા-સેક્શન (4) ની જોગવાઈઓ હેઠળ સપ્લાય નો સમય નક્કી કરવો શક્ય નથી, ત્યારે સપ્લાય નો સમય થશે-

(a) એવા કિસ્સામાં, જયારે મુદતી રિટર્ન ફાઈલ કરવાનું હોય, ત્યારે આવા રિટર્ન ફાઈલ કરવાની તારીખ તે બનશે; અથવા

(b) બીજા કોઈ પણ કિસ્સામાં, જયારે ટેક્સ ચુકવેલ હોય તે તારીખ ગણાશે.

(૬) સપ્લાય નો સમય જયારે કોઈ સપ્લાય ની કિંમત કરતા કોઈ વધારાની કિંમત સંબંધિત હોય જેમ કે વ્યાજ, વિલંબ ફી, કે કોઈ પણ અવેજ માટેના વિલંબિત ચુકવણા માટે નો દંડ – ત્યારે સપ્લાયર આવી વધારાની કિંમત મેળવે છે તે તારીખ ગણાશે.

તે જ રીતે, સપ્લાય ના સમય માટે સેક્શન ૧૩ માં જોગવાઈ કરેલ છે.

ટિપ્પણી

એડવાન્સ પેમેન્ટ પર ટેક્સ એ બિન-શરૂઆતી બનશે, સાથે જેની સામે એડવાન્સ મેળવેલ હોય તે HSN કોડ પણ ઓળખવા પડશે. મૂળભૂત રીતે, એક મોટા ઓર્ડર માં એક થી વધારે HSN હોઈ શકે, જયારે એડવાન્સ એ ઓર્ડર કિંમત નો એક અંશ હોય. હાલના નિયત કરેલા નિયમોને અલગ કરવા અને અનુકૂળ થવાની કોઈ વ્યવહારુ રીત રહેશે નહિ. એડવાન્સ પર ક્યારેય ટેક્સ હોવો જોઈએ નહિ, સિવાય કે એડવાન્સ નો સમયગાળો (ધારો કે) ૬ મહિના છે, જેમાં તેને ‘ખરીદી’ તરીકે ગણવામાં આવે છે અને ‘HSN’ ધોરણ નહિ સમાવવાના પ્રયાસ કરવા કરતા, પુરેપુરી એડવાન્સ રકમ પર પ્રમાણિત દર થી ટેક્સ લગાડવામાં આવે છે,

3.ઈ-વે બિલ નો વ્યવહાર

કાયદો: નિયમ ૧ (૧) દરેક રજીસ્ટર્ડ વ્યક્તિ જે પચાસ હાજર રૂપિયાથી વધારે રકમ ના કન્સાઇન્મેન્ટ ના માલની હેરફેર કરે છે. તેમણે

(i) સપ્લાય ના સંબંધ માં; કે

(ii) સપ્લાય સિવાય ના કારણોસર; કે

(iii) અનરજિસ્ટર્ડ વ્યક્તિ પાસેથી ઇન્વર્ડ સપ્લાય ને કારણે,

હેરફેર શરુ થયા પહેલા, ફોર્મ GST INS -૦૧ ના ભાગ A માં સૂચવેલ માલને લગતી માહિતી સામાન્ય પોર્ટલ પર ઇલેક્ટ્રોનિકલી પુરી પાડવી પડશે. અને

(a) જયારે એક રજીસ્ટર્ડ વ્યક્તિ દ્વારા માલ નું એક કન્સાઇનર તરીકે અથવા સપ્લાય લેનાર નું કન્સાઈની તરીકે વહન થાય છે ભલે તેમના પોતાના કે ભાડુતી વાહન માં, કહેલ વ્યક્તિ અથવા લેનાર ફોર્મ GST INS -૦૧ ના ભાગ B માં માહિતી ભર્યા બાદ ફોર્મ GST INS -૧ માં ઈ-વે બિલ ઇલેક્ટ્રોનિકલી કોમન પોર્ટલ પર ભરી શકે છે; અથવા

(b) જયારે કલમ (a) મુજબ ઈ-વે બિલ બનેલ નથી અને માલ ટ્રાન્સપોર્ટર ને સોંપી દીધેલ છે, ત્યારે રજીસ્ટર્ડ વ્યક્તિ ટ્રાન્સપોર્ટર ની માહિતી ફોર્મ GST INS -૦૧ ના ભાગ B માં કોમન પોર્ટલ પર આપી શકે છે અને ટ્રાન્સપોર્ટર દ્વારા ઈ-વે બિલ રજીસ્ટર્ડ વ્યક્તિએ ફોર્મ GST INS -૦૧ ના ભાગ A માં આપેલ માહિતી ને આધારે જનરેટ થશે:
એ શરતે કે રજીસ્ટર્ડ વ્યક્તિ કે ટ્રાન્સપોર્ટર કિસ્સા ને અનુરૂપ, તેમના વિકલ્પ પ્રમાણે ઈ-વે બિલ જનરેટ કરી શકે અને લઇ જય શકે પછી ભલે ને કન્સાઇન્મેન્ટ ની કિંમત પચાસ હાજર રૂપિયાથી ઓછી હોય.

વધુમાં શરત મુજબ, જયારે અનરજિસ્ટર્ડ વ્યક્તિ દ્વારા માલની હેરફેર કરવામાં આવી હોય – ચાહે પોતાના વાહન માં કે ભાડુતી કે કોઈ ટ્રાન્સપોર્ટર દ્વારા, તે કે ટ્રાન્સપોર્ટર તેમના વિકલ્પે કોમન પોર્ટલ પર નિયત કરેલ નિયમ મુજબ ફોર્મ GST INS-૦૧ માં ઈ-વે બિલ જનરેટ કરી શકે.

સમજૂતી – આ પેટા-નિયમ ના હેતુ થી, જ્યાં અનરજિસ્ટર્ડ સપ્લાયર દ્વારા રજીસ્ટર્ડ હોય તેવા પ્રાપ્તકર્તા ને માલ સપ્લાય કરવામાં આવે છે, ત્યારે માલની હેરફેર આવા પ્રાપ્તકર્તા દ્વારા કરાયેલ ગણાય છે જો માલની હેરફેર શરુ થતા પહેલા પ્રાપ્તકર્તા જાણીતો હોય તો.

ટિપ્પણી

૧. ઈ-વે બિલ જનરેટ કરવા માટે શરૂઆતી મર્યાદા રૂ. ૫૦,૦૦૦ થી વધારવી જોઈએ.

૨. B ટુ C (બિઝનેસ ટુ કન્ઝ્યુમર) ખરીદી માંથી ઈ-વે બિલ જનરેટ કરવાનું બાકાત રાખવું જોઈએ વૈકલ્પિક રીતે, શરૂઆતી મર્યાદા વધારે સેટ કરવી જોઈએ. (હાલમાં આઈફોન ૮૦,૦૦૦ રૂ. માં વેચાય છે)

કાયદો ૧ (૩) પરિવહન માટે એક વાહન માંથી બીજા વાહન માં માલ નું વહન કરતા ટ્રાન્સપોર્ટરે આવા વહન કરતા પહેલા અને માલ ની આગળ હેરફેર કરતા પહેલા, કોમન પોર્ટલ પર ટ્રાસન્પોર્ટ નો પ્રકાર સૂચવતા ફોર્મ GST INS-૦૧ માં નવું ઈ-વે બિલ જનરેટ કરવું જોઈએ.

ટિપ્પણી: આ જોગવાઈ માં રહેલી વ્યવહારુ મુશ્કેલીઓ

જયારે કુરિયર DTDC કે ફર્સ્ટફલાઈટ વગેરે જેવા કુરિયર દ્વારા બુક કરેલ હોય

તેમની બ્રાન્ચ કે બુકિંગ કાઉન્ટર તેમણે બુક કરેલા શિપમેન્ટ માટે એક ઈ-વે બિલ જનરેટ કરશે અને પછી તેઓ તેને નજીક ની બ્રાન્ચ માં મોકલશે. ફરી તે બ્રાન્ચ (જ્યાં એકથી વધારે બુકિંગ કાઉન્ટર તેમના લોડ ને એકઠો કરે છે) તેને હબ માં મોકલવા માટે ઈ-વે બિલ જનરેટ કરશે.

ફરી પાછું કુરિયર હબ એક ઈ-વે બિલ જનરેટ કરશે જેથી કરીને તેઓ

1) એરલાઇન્સ

2) ટ્રેન

3) રોડ

સાથે જોડાઈ શકે
અને પછી ફરીથી એરલાઇન્સ કે ટ્રેન કે રોડ સાથે ના સહ-લોડર માટે એક ઈ-વે બિલ બનશે. આ જ વિધિ પહોંચવાના સ્થળ થી છેલ્લે પ્રાપ્તકર્તા સુધી થશે. જે પ્રાયોગિક રીતે અશક્ય છે.

૩. કાયદો નિયમ ૧ (૮) પેટા-નિયમ (૧) મુજબ બનેલ ઈ-વે બિલ ની વિગત પ્રાપ્તકર્તા , જો રજીસ્ટર્ડ હોય તો કોમન પોર્ટલ પર જે ઈ-વે બિલ માં આવેલ કન્સાઇન્મેન્ટ માટે પોતાની સ્વીકૃતિ કે અસ્વીકૃતિ જાહેર કરશે.

ટિપ્પણી જો પ્રાપ્તકર્તા ઈ-વે બિલ નો અસ્વીકાર કરે તો તે શિપમેન્ટ નું શું પરિણામ આવશે તેના પર કોઈ સ્પષ્ટતા નથી. શું સપ્લાય અને તેને અનુસાર ઈન્વોઈસ આપવાનું રોકી દેવામાં આવશે?

કાયદો નિયમ ૩ (૧) કમિશનર કે તેના દ્વારા થયેલ સશક્ત અધિકારી તેના વતી યોગ્ય અધિકારીને કોઈ પણ વાહનને તેના આંતર-રાજ્ય કે રાજયન્તર્ગત માલ પરિવહન દરમિયાન તેના ઈ-વે બિલ કે પ્રત્યક્ષ રૂપમાં ઈ-વે બિલ નંબર ની ચકાસણી હેતુથી રોકવા માટે અધિકૃત કરી શકે.

ટિપ્પણી – અધિકૃત ઓફિસર ના કોઈ પણ વાહન ને રોકીને ઈ-વે બિલ ની ચકાસણી કે નિરીક્ષણ કરવાથી ટ્રાન્સપોર્ટેશન માં વિલંબ થશે અને ચેક પોસ્ટ રાજ પાછું આવશે.

એકાઉન્ટ્સ અને રેકોર્ડ્સ ના ડ્રાફ્ટ નિયમો માં રહેલ મુદ્દાઓ

પ્રકરણ – એકાઉન્ટ્સ અને રેકોર્ડ્સ

1. રજીસ્ટર્ડ વ્યક્તિઓ દ્વારા એકાઉન્ટ્સ ની જાળવણી

નિયમ – (૨) પેટા-નિયમ (૧) માં દર્શાવેલ એકાઉન્ટ્સ અને રેકોર્ડ્સ દરેક પ્રવૃત્તિ જેમ કે ઉત્પાદન, વેચાણ, અને સર્વિસ આપવી વગેરે માટે અલગ અલગ રાખવાના છે.

ટિપ્પણી જયારે કોઈ ખાતાકીય પરિસ્થિતિ માં થતા બધા જ વ્યવહારો ને લે છે, ત્યારે તેમાં બધા જ પ્રકારના વ્યવહારો આવે છે જેમ કે આંતર-બેન્ક ટ્રાન્સફર, રોકડ-જમા અને ઉપાડ, ચુકવણા, પ્રાપ્તિ, ટેક્સ-રહિત લેવડ-દેવડ જેમ કે લોન, ભરપાઈ, વગેરે . આ બધા સામાન્ય રીતે કોઈ પ્રવૃત્તિ માટે નિર્ધારિત કરવામાં આવતા નથી – પરંતુ સ્વાભાવિક રીતે સંસ્થાત્મક હોય છે. એવી જરૂરિયાત સાથે કે દરેક લેવડ-દેવડ અલગ કરી દેવામાં આવે જેથી કરીને એકાઉન્ટ/રેકોર્ડ સ્વતંત્ર રીતે જાળવી શકાય તે કોઈ પણ સંસ્થા માટે લગભગ અશક્ય બની જાય.

સૂચિત: પેટા-નિયમ (૧) માં સૂચવેલ એકાઉન્ટ કે રેકોર્ડ એવી રીતે રાખવા કે જેથી દરેક સ્વતંત્ર ગતિવિધિ જેમ કે ઉત્પાદન, વેચાણ અને સર્વિસ આપવી વગેરે સાથે સંકળાયેલ બધી જ આવક ની માહિતી મેળવી શકાય.

નિયમ – (૩) દરેક રજીસ્ટર્ડ વ્યક્તિ, સિવાય કે જે સેક્શન ૧૦ હેઠળ ટેક્સ ચુક્વતો હોય, તેણે પોતાના દ્વારા સપ્લાય કરેલ અને મેળવેલ દરેક વસ્તુ સંબંધિત સ્ટોક નું એકાઉન્ટ જાળવવું પડશે, અને આવા એકાઉન્ટમાં પ્રારંભિક બેલેન્સ, પ્રાપ્તિ, સપ્લાય, ખોવાયેલ માલ, ચોરાયેલ માલ, નાશ પામેલ, માંડી વાળેલ કે ભેટ અથવા ફ્રી સેમ્પલ તરીકે નિકાલ કરેલ માલ ની વિગત અને સ્ટોક બેલેન્સ જેમાં કાચો માલ, તૈયાર થયેલ માલ, રદ્દી અને બગાડ ની વિગત હોય.

ટિપ્પણી
ઘણા પ્રકારના વ્યવસાયો ‘માલ નો ટ્રેક રાખવા’ કરતા ‘ફરી ભરવા’ માટે ‘માલ ના નિકાલ’ પર આધાર રાખતા હોય છે માત્ર વ્યાપાર ની પ્રકૃતિ ને કારણે જે વિપુલ પ્રમાણમાં SKU (સ્ટોક કીપિંગ યુનિટ) સાથે અથવા એવી વસ્તુઓ જેમને ગણવી/ચેક કરવી મુશ્કેલ હોય તેમની સાથે વ્યવહાર કરતા હોય છે. દાખલા તરીકે ફાર્મા શોપ, કરિયાણા/FMCG સ્ટોર્સ, ખાદ્ય/મીઠાઈ ની દુકાન, બોલ-બેરિંગ અને હાર્ડવેર સ્ટોર, કપડાનો સ્ટોર, અને ઘણા બધા. અમુક સંરચિત સંસ્થાઓ કે મોટી-કિંમત ના SKU સાથે વ્યવહાર કરતી સંસ્થાઓ ને બાદ કરતા, ઘણા આવા વ્યવસાયો માટે આ એક અવ્યવહારુ અપેક્ષા છે.

નિયમ – (૪) દરેક રજીસ્ટર્ડ વ્યક્તિએ મેળવેલ, ચુકવેલ એડવાન્સ અને તેના માટે કરેલ એડજસ્ટમેન્ટ ના અલગ અલગ એકાઉન્ટ રાખવા અને જાળવવા પડશે.

ટિપ્પણી: આ સંપૂર્ણ લેવડ-દેવડ ને ટ્રેસ કરવા માટે સારું છે, પરંતુ આને વિસ્તૃત સમય (ધારો કે ૬ મહિના) વીતી ના ગયા હોય તો તેને નેટ ટેક્સ પર લાવવું જોઈએ નહિ. આજે જો તે તે જ રિટર્ન સમયગાળા (તે જ મહિનો) માં વણચુકવાયેલ રહે તો તેને નેટ ટેક્સ પર લાવવાની જોગવાઈઓ કરેલ છે. આથી, અનિવાર્ય રીતે, જો ધારો કે મહિનાની ૨૮મી તારીખે એડવાન્સ મળેલ છે અને ઈન્વોઈસ આવતા મહિનાની ૩જી તારીખે બનાવવામાં આવે તો કરદાતાએ આગળના મહિના માટે અને અને ઈન્વોઈસ ના બેલેન્સ બંને માટે અલગ થી ‘એડવાન્સ પર ટેક્સ’ ચૂકવવો પડશે, જેનું પાલન કરવું જટિલ છે.

નિયમ – (૬) દરેક રજીસ્ટર્ડ વ્યક્તિએ (a) સપ્લાયર, જેમની પાસેથી માલ કે સર્વિસ મેળવેલ હોય તેમના નામ અને સંપૂર્ણ સરનામાં; (b) જેમને પોતાનો માલ કે સર્વિસ સપ્લાય કરેલ હોય તેમના નામ અને સંપૂર્ણ સરનામાં; (c) જ્યાં માલ સંગ્રહ કરવામાં આવે છે તે જગ્યાઓના સંપૂર્ણ સરનામાં, જેમાં પરિવહન દરમિયાન સ્ટોર કરેલ માલનો પણ સમાવેશ થાય છે રાખવા પડશે, સાથે તેમાં સ્ટોર કરેલ માલ ની વિગત પણ.

ટિપ્પણી: આ કોઈ પણ રિટેઇલ સપ્લાયર માટે પાલન કરવું અશક્ય જણાય છે – જેમ કે તેમણે માલ અને સર્વિસ નો સપ્લાય કરેલ વ્યક્તિના નામ અને સંપૂર્ણ સરનામાં રાખવા. તે જ રીતે, શાકભાજી અને ફળ બજાર (મંડી) માટે તો આ અશક્ય જ છે. માલ જ્યાં સ્ટોર કરવામાં આવે છે તે જગ્યા નું સરનામું રાખી શકાય છે પરંતુ, રજીસ્ટર્ડ વ્યક્તિ માટે માલ ના પરિવહન દરમિયાન જ્યાં માલ સ્ટોર થાય છે તે બધાના સરનામાં રાખવા અશક્ય જણાય છે – કારણ કે તેઓ તેમના નિયંત્રણ ની બહાર છે, અને તેમના નિયંત્રણમાં છે જેમણે માલને ડિલિવર કરવા માટે તેનો કબ્જો લીધેલ છે.

સૂચિત – દરેક રજીસ્ટર્ડ વ્યક્તિએ (a) રજીસ્ટર્ડ સપ્લાયર, જેમની પાસેથી માલ કે સર્વિસ મેળવેલ હોય તેમના નામ અને સંપૂર્ણ સરનામાં; (b) જેમને પોતાનો માલ કે સર્વિસ સપ્લાય કરેલ હોય તેમના નામ અને સંપૂર્ણ સરનામાં; (c) જ્યાં માલ સંગ્રહ કરવામાં આવે છે તે જગ્યાઓના સંપૂર્ણ સરનામાં રાખવા પડશે.

નિયમ – (૭) જો કોઈ કરપાત્ર માલ પેટા-નિયમ (૬) માં જાહેર કરેલ જગ્યા સિવાય, યોગ્ય દસ્તાવેજો વગર, બીજે ક્યાંય સ્ટોર કરેલ ધ્યાન માં આવે તો યોગ્ય અધિકારી આવા માલ પર ચૂકવવો પડતો ટેક્સ નક્કી કરશે, જેમ કે આ માલ કોઈ રજીસ્ટર્ડ વ્યક્તિ દ્વારા સપ્લાય કરેલ છે.

ટિપ્પણી: આમાં કોઈ ઓર્ગેનાઇઝેશન દ્વારા પડતી આવશ્યકતાઓ ને લીધે પડતી મુશ્કેલીઓ ને ધ્યાન માં લીધેલ નથી જેમ કે ઘણી વાર જગ્યા ની અછત ને કારણે ક્યારેક કન્સાઇન્મેન્ટ આવે અને માલને કામચલાઉ સ્ટોરેજ માં રાખવો પડે છે, ક્યારેક પ્રાકૃતિક સમસ્યાઓ (વરસાદ/પૂર) ને કારણે માલ ને ખસેડવો પડે છે, ક્યારેક પોતાની જ જગ્યા પર રિસ્ટ્રક્ચરિંગ/કન્સ્ટ્રકશન ને કારણે માલ ખસેડવો પડે છે, ધૂણી/પેસ્ટ કંટ્રોલ પ્રક્રિયા ને કારણે માલ ખસેડવો વગેરે. આને એક વ્યાપક વિધાન બનાવતા એ માત્ર મનસ્વી અર્થઘટન કરવાનો વિષય ખોલશે.

સૂચિત – (૭) જો કોઈ કરપાત્ર માલ પેટા-નિયમ (૬) માં જાહેર કરેલ જગ્યા સિવાય, યોગ્ય દસ્તાવેજો કે યોગ્ય ખુલાસા વગર, બીજે ક્યાંય સ્ટોર કરેલ ધ્યાન માં આવે તો યોગ્ય અધિકારી આવા માલ પર ચૂકવવો પડતો ટેક્સ નક્કી કરશે, જેમ કે આ માલ કોઈ રજીસ્ટર્ડ વ્યક્તિ દ્વારા સપ્લાય કરેલ છે.

નિયમ – (૮) દરેક રજીસ્ટર્ડ વ્યક્તિએ વ્યાપાર ના મુખ્ય સ્થળ પર અને તેમના રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ માં દર્શાવેલ વ્યાપારના દરેક સંબંધિત સ્થળ પર ખાતા બુક રાખવી પડશે અને આવી ખાતા બૂક માં કોઈ પણ ઇલેક્ટ્રોનિક સાધન માં સંગ્રહિત માહિતી પણ રાખવી પડશે.

ટિપ્પણી: હાલના યુગમાં, જ્યાં માહિતી ના ‘સંગ્રહ’ કરતા માહિતી માં ‘પ્રવેશ’ વધુ મહત્વનો છે, આ એક અધોગામી જોગવાઈ છે.

સૂચિત: દરેક રજીસ્ટર્ડ વ્યક્તિએ ખાતા બુક એ રીતે રાખવી જોઈએ કે તે વ્યાપાર ના મુખ્ય સ્થળ અને તેના રજીસ્ટ્રેશન ના સર્ટિફિકેટ માં દર્શાવેલ વ્યાપારના દરેક સંબંધિત સ્થળ પરથી પ્રવેશ-સુલભ હોવી જોઈએ, અને આવી ખાતા બૂક માં કોઈ પણ ઇલેક્ટ્રોનિક સાધન માં સંગ્રહિત માહિતી પણ રાખવી પડશે. ઇલેક્ટ્રોનિક ફોર્મ માં સંગ્રહિત માહિતી ભારતીય ગણરાજ્ય ની સીમાઓ માં જ સંગ્રહીત હોવી જોઈએ.

નિયમ – (૯) રજીસ્ટર, એકાઉન્ટ્સ, કે દસ્તાવેજ માં રહેલ કોઈ પણ એન્ટ્રી ભૂંસાવી, નષ્ટ કરવી, કે ઓવરરાઇટ થવી જોઈએ નહિ અને બધી જ ભૂલવાળી એન્ટ્રીઓ પ્રમાણિત થયેલી અને ત્યારપછી ખરી એન્ટ્રી રેકોર્ડ થવી જોઈએ, અને જ્યાં રજિસ્ટર્સ અને અન્ય દસ્તાવેજો સ્ટોર રાખવામાં આવે છે ત્યાં દરેક સુધરેલી કે ડીલીટ થયેલી એન્ટ્રીનો લોગ મેઈન્ટેઈન થવો જોઈએ.

ટિપ્પણી: આનાથી દેશ નો દરેક વ્યવસાય, નાનો કે મોટો, દરેક બિન-સુસંગત બનશે. મોટા વ્યવસાયો પાસે નિર્માતા, ખરાઈ કરનાર, મંજુર કરનાર વગેરે પ્રક્રિયાઓ હોય છે માત્ર એટલા માટે કે માનવીય ભૂલો તો અપેક્ષિત છે (અને એ કોઈ અપવાદ નથી). ઇલેક્ટ્રોનિક વાતાવરણ માં કી દબાવાના કારણે થતી માનવીય ભૂલો એ માનવીય ઇન્ટરફેસ ને લીધે વારંવાર થતી હોય છે. ભૂલો એ નથી દર્શાવતી કે એ છેડછાડ માટે કે બદઈરાદાથી કરવામાં આવી છે. કોઈ એન્ટ્રી ને ટેકો આપવામાં – કાઉન્ટર પાર્ટી વ્યવહાર ને લીધે, અને/અથવા બેન્ક રેકોર્ડ્સ અને/અથવા અન્ય જાતે સહકાર આપવો એ કેન્દ્ર હોવું જોઈએ નહિ કે ‘ભૂલ સુધાર ની અજમાયશ’. દરેક ભૂલ ‘દ્રશ્યમાન’ રહેવી જોઈએ એ દરેક રેકોર્ડ ની સિસ્ટમ ને ગડબડી બનાવશે અને લોકો ને તે ‘રેકોર્ડ ની સિસ્ટમ થી દૂર’ રાખશે જ્યાં સુધી તેઓ ‘ભૂલ વગર ચોકસાઈ થી કી પ્રેસ કરી શકે’ અને તે ફાયદા કરતા નુકસાન વધારે કરશે. આ જોગવાઈ એવી છે જે માઈક્રોસોફ્ટ જેવી કંપની ને કહે કે ‘ડીલીટ’ અને ‘બેકસ્પેસ’ કી દૂર કરે અને લોકો ‘ભૂલથી દૂર રહેવા’ અને નહિ કે તેમણે ‘છેકવા’ સમર્થ બનાવે!

મહેસુલ દ્રષ્ટિકોણ થી આ કલમ ના ફાયદા અને હેતુ એ પણ ચર્ચા ને પાત્ર છે – કે એ કોઈ મૂલ્યવાન ઇનપુટ કે મહેસુલ વધારવાની કે નીતિ હસ્તક્ષેપ આપશે કે નહિ. વાસ્તવમાં, તેનાથી વિરુદ્ધ પરિણામો આવવાની શક્યતા છે કારણ કે લોકો ઇલેક્ટ્રોનિક માધ્યમ વાપરવાનું ટાળશે અથવા નિયમિતપણે રેકોર્ડિંગ ઘટના ને ટાળશે – જેનાથી વધારે અપારદર્શક રેકોર્ડ કે ઓછા અસરકારક વ્યાપાર પેદા કરશે (પરિણામે ઓછી મહેસુલ ની આવક).

સૂચિત: રજીસ્ટર, એકાઉન્ટ્સ અને દસ્તાવેજો ની કોઈ પણ એન્ટ્રી સ્કેન કરેલા કે કાગળ ના દસ્તાવેજો ને પૂર્ણ રીતે સમર્થન આપવા જોઈએ, અથવા કાઉન્ટરપાર્ટી રેકોર્ડ ટ્રેસ કરી શકાય એવા (બેંક ની જેમ) અને રિટર્ન માં આપેલ બધા જ રેકોર્ડ, અને જો સુધારા હોય તો આવા સબમિટ કરેલા રેકોર્ડ્સ માં કરેલ સુધારા સાથે સુસંગત હોવા જોઈએ,

નિયમ – (૧૦) રજીસ્ટર્ડ વ્યક્તિ દ્વારા જળવાતી બધી જ ખાતા બુક અનુક્રમ નંબરવાળી હોવી જોઈએ.

સૂચિત:રજીસ્ટર્ડ વ્યક્તિ દ્વારા જળવાતી બધી જ મેન્યુઅલ ખાતા બુક અનુક્રમ નંબર વાલી હોવી જોઈએ

નિયમ – (૧૩) દરેક માલનું ઉત્પાદન કરતી રજીસ્ટર્ડ વ્યક્તિએ માસિક ઉત્પાદન ના એકાઉન્ટ્સ જાળવવા જોઈએ જેમાં કાચા માલ કે ઉત્પાદન માં ઉપયોગ થયેલ સર્વિસની જથ્થાત્મક વિગતો અને આ રીતે વેસ્ટ અને ઉપપેદાશો દ્વારા બનેલ માલની જથ્થાત્મક વિગતો બતાવેલ હોય.

ટિપ્પણી: ઘણા SME ઉત્પાદકો માટે આ એક અશક્ય કાર્ય છે. ઉદાહરણ તરીકે લેથ/દળવાની દુકાન, સુથારીકામ,કુંભારીકામ, રમકડાં/કલાકૃતિ, વગેરે. તેમના કાચા માલના અચોક્કસ સ્વભાવને લીધે અને તેમના તૈયાર માલ કોઈ પણ વિગત સ્ટોર કરવાની સમર્થતા ને રોકશે.

નિયમ – (૧૪) સર્વિસ આપતી દરેક રજીસ્ટર્ડ વ્યક્તિ એ દરેક સર્વિસ માં વપરાતા માલની જથ્થાવાર વિગતો, સપ્લાય કરેલ સર્વિસ અને ઉપયોગ કરેલ ઇનપુટ સર્વિસ ની વિગત દર્શાવતા એકાઉન્ટ્સ મેઈન્ટેઈન કરવા જોઈએ.

ટિપ્પણી: SME માટે આગળના મુદ્દા પર તે જ નિરીક્ષણ. બ્યુટી પાર્લર, રેસ્ટોરન્ટ્સ વગેરે માટે. સામાન્ય રીતે, કલમ માં સૂચિત માહિતી ને સહસંબન્ધિત કરવી એ ઘણા માટે અવ્યવહારુ બનશે અને અમુક માટે અશક્ય બનશે.

નિયમ – (૧૫) દરેક રજીસ્ટર્ડ વ્યક્તિ જે કામ નો કરાર ચલાવે છે તેમણે દરેક વર્ક કોન્ટ્રાકટ ના અલગ એકાઉન્ટ રાખવા પડશે જેમાં – (a) વ્યક્તિનું નામ અને સરનામું જેના વાટી વર્ક કોન્ટ્રાક્ટ ચાલે છે; (b) વર્ક કોન્ટ્રાક્ટ ચલાવવા માટે મળેલ માલ કે સર્વિસ નું વર્ણન, મૂલ્ય અને સંખ્યા (લાગુ પડે ત્યાં); (c) વર્ક કોન્ટ્રાક્ટ ચલાવવા માટે વાપરેલ માલ કે સર્વિસ નું વર્ણન, મૂલ્ય અને સંખ્યા (લાગુ પડે ત્યાં); (d) જેની પાસેથી માલ કે સર્વિસ લીધેલ છે તે સપ્લાયર ના નામ અને સરનામાં.

ટિપ્પણી: ફરીથી SME કોન્ટ્રાક્ટર માટે આ કરવું અશક્ય છે – અને હકીકતમાં, લગભગ કોઈ પણ કોઈન્ટ્રાક્ટર માટે અશક્ય છે (એટલે કે દરેક કોન્ટ્રાક્ટ નું અલગ એકાઉન્ટ જાળવવું). મોટા ભાગના કિસ્સાઓમાં, લોકો એકસાથે એક જ હોસ્ટ દ્વારા ચાલતા વિવિધ કોન્ટ્રાક્ટ માટે એક થી વધારે શેરડ સર્વિસ ઉપયોગ કરતા હોય છે, અને તેથી કઈ સર્વિસ કાયા કોન્ટ્રાક્ટ માટે વપરાઈ છે તે ખુબ જ સરસ રીતે સ્ટ્રક્ચર થયેલ સંસ્થા માટે પણ અલગ પાડવું અશક્ય છે (જે કોઈ ‘વહેંચણી’ ની રીત ઉપયોગ કરી પણ શકતા હોય), પરંતુ કોઈ SME તેને સમજપૂર્વક કરી શકશે નહિ. મહેસુલ ના દ્રષ્ટિકોણ થી આ કલમ નો ફાયદો અને હેતુ ચર્ચા ને પાત્ર છે – કે કે એ કોઈ મૂલ્યવાન ઇનપુટ કે મહેસુલ વધારવાની કે નીતિ હસ્તક્ષેપ આપશે કે નહિ.

નિયમ – (૧૬) આ નિયમ હેઠળ રેકોડ્સ ઇલેક્ટ્રોનિક ફોર્મ માં જળવાશે અને આ રીતે જળવાયેલા રેકોર્ડ ને ડિજિટલ સિગ્નેચર દ્વારા અધિકૃત કરવામાં આવશે.

ટિપ્પણી: એકાઉન્ટ ના રેકોર્ડ ડેટાબેઝ માં સ્ટોર થવાનું વલણ ધરાવે છે, અને ‘ડિજિટલ સિગ્નેચર’ નો ખ્યાલ એ કોઈ ‘દસ્તાવેજ’ માં સહી કરવા માટે છે નહિ કે કોઈ ‘ડેટાબેઝ’. આ માટે, આ એક ‘નોન-એક્ઝિક્યુટેબલ’ કલમ છે.

નિયમ – (૧૭) રજીસ્ટર્ડ વ્યક્તિ દ્વારા જાળવતા એકાઉન્ટ્સ બધા જ ઈન્વોઈસ, સપ્લાય ના બિલ, ક્રેડિટ/ડેબિટ નોટ, અને સ્ટોક સંબંધિત ડિલિવરી ચલન, ડિલિવરી, ઇન્વર્ડ સપ્લાય અને આઉટવર્ડ સપ્લાય બધા કાયદા ના સેક્શન ૩૬ માં કહ્યા પ્રમાણે સાચવવા પડશે અને રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ માં દર્શાવ્યા પ્રમાણેના બધા જ વ્યાપારના સંબંધિત સ્થળો પર રાખવા જોઈશે.

ટિપ્પણી: રેકોર્ડ ને વ્યાપારના બધા જ સંબંધિત સ્થળો પર રાખવા એ અવ્યવહારુ બનશે – અને ખાસ કરીને જયારે કાગળ પરના રેકોર્ડ પણ સમાવિષ્ટ હોય (જે મેન્યુઅલ કે ઇલેક્ટ્રોનિક રેકોર્ડ ને સમર્થન કરતા હોય). જયારે કોઈ રજીસ્ટર્ડ વ્યક્તિ ના કોઈ શહેર કે રાજ્ય માં એક થી વધારે આઉટલેટ હોય (જે વ્યાપારના સંબંધિત સ્થળો છે), એ આશા રાખવી અવ્યવહારુ છે કે બધા જ રેકોર્ડ ની નકલ કરીને દરેક જગ્યા પર રાખવામાં આવે. ઉપરાંત, ઇલેક્ટ્રોનિક રેકોર્ડ માટે, ‘પ્રવેશ’ ની જરૂર હોય છે, નહિ કે દરેક સ્થળ પર પ્રત્યક્ષ ઉપલબ્ધતા અને ઘણા (ભલે બધા નહિ) વ્યાપારો તેમના વ્યવહારોને ચલાવવા કેન્દ્રીકૃત સિસ્ટમ નો ઉપયોગ કરવાનું વલણ ધરાવે છે.

2. ઇલેક્ટ્રોનિક રેકોર્ડ નું ઉત્પાદન અને જાળવણી

નિયમ – (૧) રેકોર્ડ નું યોગ્ય ઇલેક્ટ્રોનિક બેકઅપ એવી રીતે જળવાવું અને સાચવવું જોઈએ કે કુદરતી કે આપાતકાલીન કારણોસર આવા રેકોર્ડ ના નાશ ની ઘટના માં માહિતી વ્યાજબી સમયગાળામાં ફરી પાછી લાવી શકાય.

ટિપ્પણી: આ કોઈ ‘નિયમ’ નહીં પરંતુ એક ‘સૂચન’ હોવું જોઈએ કારણ કે આ નિયમ ને વળગી રહેવાની સમર્થતા દરેક SME પાસે ન પણ હોય, અને કદાચ મોટા ભાગની મોટી કંપનીઓ પાસે પણ ન હોય. ડિઝાસ્ટર રિકવરી નો ખ્યાલ એ હજી નવીનતમ છે અને તેનો ખર્ચ વધારે છે, અને એ કહેવું પર્યાપ્ત હોવું જોઈએ કે લોકો ને જયારે ગમ થાય ત્યારે તેમની ખાતા બુક ફરીથી બનાવવાની સમર્થતા હોવી જોઈએ, નહિ કે ઉપર મુજબ ના શબ્દો મુજબ. સામાન્ય રીતે, આમાં પહેલા સરકાર,GSTN, બેન્ક, કાઉન્ટરપાર્ટી, અને અન્ય મેન્યુઅલ કે ઇલેક્ટ્રોનિક રેકોર્ડ જે બચી ગયા હોય તેમાં જમા કરાવેલી માહિતી પરથી થતા રિકંસ્ટ્રક્શન નો સમાવેશ થાય છે.

નિયમ – (૨) રજીસ્ટર્ડ વ્યક્તિ જે ઇલેક્ટ્રોનિક રેકોર્ડ મેન્ટેઇન કરે છે તેમણે જરૂર પડ્યે સંબંધિત રેકોર્ડ કે દસ્તાવેજો યથાયોગ્ય તેમના દ્વારા અધિકૃત કરેલ, કાગળ કોપી માં કે ઇલેક્ટ્રોનિકલી વાંચી શકાય તેવા ફોર્મ માં રજુ કરવાના રહેશે.

ટિપ્પણી: દરેક જણ ને એ ચોક્કસથી ખબર હોવી જોઈએ કે ‘યોગ્ય રીતે અધિકૃત’ નો ખ્યાલ એટલે એવું મેન્યુઅલ સર્ટિફિકેટ જેમાં એવું ક્લેઇમ કરેલ હોય કે આપેલ રેકોર્ડ નો ચોક્કસ સેટ ખરેખર તેમના વહેવારોની રજુઆત કરે છે – કારણ કે ડેટાબેઝ માં કોઈ ઇલેક્ટ્રોનિક પ્રમાણીકરણ પ્રક્રિયા હોતી નથી. જમા કરેલ ઇલેક્ટ્રોનિક માહિતી ની ચકાસણી કરાવવી એ પુરેપુરી રીતે શક્ય છે જેથી કરીને એવું સાબિત કરી શકાય કે ચકાસણી કરેલ રેકોર્ડ્સ અને જમા કરાવેલ રેકોર્ડ્સ સરખા જ છે – અને જેથી કરદાતા પછી એવો દાવો કરી શકે કે આ રેકોર્ડ્સ એ તેઓએ જમા કરાવેલ નથી.

નિયમ – (૩) રજીસ્ટર્ડ વ્યક્તિએ ઓડિટ ટ્રેઇલ નું એકાઉન્ટ અને મૂળ દસ્તાવેજ સહીતનું આંતર-જોડાણ ચાહે કાગળ પર હોય કે ઇલેક્ટ્રોનિક, અને નાણાકીય ખાતાઓ, રેકોર્ડ લેઆઉટ, ડેટા ડીક્ષનરી અને ઉપયોગ કરેલ કોડ ની સમજૂતી અને દસ્તાવેજોની સેમ્પલ કોપી સાથે દરેક ફિલ્ડ ના રેકોર્ડ ની સંખ્યા પણ જરૂર પડ્યે આપવી પડશે.

ટિપ્પણી: સોફ્ટવેર એપ્લિકેશન ડેવલોપર પાસેથી આ માહિતી લેવી કદાચ સંભવિત રીતે શક્ય બને, પરંતુ રજીસ્ટર્ડ વ્યક્તિને જયારે ટેક્નિકલ માહિતી પૂછવામાં આવે ત્યારે તેના માટે અસંભવિત બને છે. આ એના જેવું છે કે તમે કોઈ કાર ખરીદનાર ને તેના હાઇડ્રોલિક્સ અને તેની સાથે સંકળાયેલી ગણતરીઓ વિશે પૂછો જે બ્રેકીંગ સિસ્ટમ થી વધારે અઘરા છે. આ ઉપરાંત, ઘણા હજારો (કે લાખો) SME એવા સોફ્ટવેર નો ઉપયોગ કરે છે જે ભારત માં બનેલ નથી, અને તેમની આ કલમ ને પાલન કરવાની સમર્થતા શંકાસ્પદ છે. આપણે ફરીથી આ કલમ ના ફાયદાઓ અને હેતુ તથા તે કઈ સમસ્યા ને હાલ કરવાનો પ્રયત્ન કરે છે તેનું પરીક્ષણ કરવું

3.ગોડાઉન કે વેરહાઉસ ના માલિક કે ઓપરેટર અને ટ્રાન્સપોર્ટર્સે રાખવાના રેકોર્ડ્સ

નિયમ – (૫) નિયમ ૧ ની જોગવાઈઓ ને આધારે, દરેક ગોડાઉન કે વેરહાઉસ ના માલિક કે ઓપરેટરે ખાતા બુકમાં વેરહાઉસ માં નિયત માલ કેટલા સમય સુધી રહે છે તે સંબંધિત અને આવા માલની રવાનગી, હેરફેર, પ્રાપ્તિ, અને નિકાલ સંબંધી વિગતો મેઈન્ટેઈન કરવી પડશે.

ટિપ્પણી: આ નિયમનું નરી વાસ્તવિકતા ના સંદર્ભે ફરીથી પરીક્ષણ થવું જોઈએ જેમ કે કેવી રીતે ટ્રાન્સ-શિપમેન્ટ ડેપો કામ કરે છે, અને તેમના વ્યાપારી સંદર્ભ ને લક્ષ માં લઇ ને સખત રેકોર્ડ ને મેઈન્ટેઈન કરવાની કાર્યદક્ષતા અને આવા સંદર્ભે કામ કરતા લોકોનું કુશળતા-સ્તર વગેરે.

નિયમ – (૬) ગોડાઉન ના ઓપરેટર કે માલિકે માલ ને એ રીતે સંગ્રહ કરવો જોઈએ કે કોઈ યોગ્ય અધિકારીની માંગ પર તે વસ્તુ-વાર અને માલિક-વાર ઓળખી શકાય અને કોઈ પ્રત્યક્ષ ચકાસણી કે નિરીક્ષણ ની સુવિધા આપી શકે.

ટિપ્પણી: આ મૂળભૂત રીતે અવ્યવહારુ બનશે જયારે માલની નાના જથ્થા માં હેરફેર થાય – જે સામાન્ય રીતે SME શિપ કરે છે – તે ટ્રાન્સપોર્ટેશન દ્રષ્ટિકોણ થી એકીકૃત થાય છે. જયારે આવા શિપમેન્ટ/કન્ટેઇનર ની ટ્રેસ કરવાની સમર્થતા અંતે મૂળ ઘટકો અને માલિકો ને જ નિપજાવશે, અને તેથી આ કલમ દરેક મુસાફરી ના મધ્યવર્તી પોઇન્ટ ની વસ્તુ-વાર/માલિક-વાર ઓળખવાની સમર્થતા દર્શાવે છે અને તે ઉપલબ્ધ થઇ શકે એમ લાગતું નથી. આ કહેવું પૂરતું છે કે તેઓ ‘શિપમેન્ટ નો સ્ત્રોત’ અને ‘શિપમેન્ટ સાથે સંકળાયેલ દસ્તાવેજ’ ને ઓળખવા માટે સમર્થ થવા જોઈએ – અને આ ઉલટી ગતિવિધિ અંતે જે વિગત જોઈતી હતી તે આપશે જ.

Are you GST ready yet?

Get ready for GST with Tally.ERP 9 Release 6

109,937 total views, 12 views today