ટેક્સ નું મૂલ્યાંકન એટલે કોઈ વ્યક્તિની ટેક્સ લાયબિલિટી નક્કી કરવી. વ્યક્તિની ટેક્સ લાયબિલિટી એટલે વ્યક્તિ દ્વારા કર સમયગાળામાં ચૂકવવી પડતી ટેક્સ ની રકમ. GST અંતર્ગત ટેક્સ ના મૂલ્યાંકન ની પદ્ધતિ અને હાલની કર પદ્ધતિ સરખી જ છે. વ્યાપક રીતે, મૂલ્યાંકન ના ૨ પ્રકાર છે – કરપાત્ર વ્યક્તિ દ્વારા પોતે જ મૂલ્યાંકન કરવું એટલે કે સેલ્ફ-એસેસમેન્ટ અને ટેક્સ અધિકારીઓ દ્વારા મૂલ્યાંકન કરવું.

ટેક્સ અધિકારીઓ દ્વારા મૂલ્યાંકન ૪ પ્રકારના છે:

  1. કામચલાઉ મૂલ્યાંકન (પ્રોવિઝનલ એસેસમેન્ટ)
  2. ચકાસણી મૂલ્યાંકન (સ્ક્રૂટિની એસેસમેન્ટ)
  3. શ્રેષ્ઠ ન્યાય મૂલ્યાંકન (બેસ્ટ જજમેન્ટ એસેસમેન્ટ)
  4. સારાંશ મૂલ્યાંકન (સમરી એસેસમેન્ટ)

ચાલો આપણે આને વિસ્તારથી સમજીએ.

સેલ્ફ-એસેસમેન્ટ (સ્વ-મૂલ્યાંકન)

દરેક રજીસ્ટર્ડ કરપાત્ર વ્યક્તિએ ચૂકવવા પાત્ર કર જાતે મૂલ્યાંકિત કરવો જોઈએ અને દરેક સમયગાળા માટે સંબંધિત રિટર્ન આપવા જોઈએ. કરપાત્ર વ્યક્તિના પ્રકારના આધારે, કયા રિટર્ન આપવા તે નિયત કરેલ છે. આપણા બ્લોગ GST અંતર્ગત રિટર્ન ના પ્રકારોમાં તે વિસ્તારથી સમજાવેલું છે.

ઉદાહરણ તરીકે: રજીસ્ટર્ડ રેગ્યુલર ડીલરે ફરજીયાત ફોર્મ GSTR -૩ માસિક ધોરણે અને ફોર્મ GSTR -૯ આપવું જોઈએ. આ ઘટના છે જ્યાં કરદાતા સ્વ-મૂલ્યાંકન કરે છે.

ટેક્સ અધિકારીઓ દ્વારા મૂલ્યાંકન

1. કામચલાઉ મૂલ્યાંકન (પ્રોવિઝનલ એસેસમેન્ટ)

જો કરપાત્ર વ્યક્તિ માલ અને/અથવા સર્વિસ ની કિંમત નક્કી કરી શકતા ના હોય અથવા લાગુ પડતા ટેક્સ નો દર નક્કી કરી શકતા ન હોય ત્યારે તે કોઈ અધિકારીને કામચલાઉ ધોરણે ટેક્સ ચુકવણી કરવા વિનંતી કરી શકે છે. અધિકારી તે વ્યક્તિ માટે કામચલાઉ ધોરણે ટેક્સ ચૂકવવા મંજૂરી આપતો આદેશ જાહેર કરશે. ટેક્સ નો દર અને કરપાત્ર કિંમત અધિકારી દ્વારા નક્કી કરવામાં આવશે. વ્યક્તિ દ્વારા એક બોન્ડ (કરાર) અને જામીન અથવા બાંયધરી જે અધિકારીને યોગ્ય લાગે તે કરવામાં આવશે. આ કરાર વ્યક્તિને કામચલાઉ ધોરણે થતો ટેક્સ અને અંતિમ મૂલ્યાંકન દ્વારા થતા ટેક્સ નો તફાવત ચૂકવવા માટે બંધનકર્તા કરે છે.

કામચલાઉ મૂલ્યાંકન આદેશની તારીખ થી ૬ મહિનાની અંદર અધિકારીએ ફરજીયાત આખર મૂલ્યાંકન આદેશ જારી કરવો જોઈએ.

જો કામચલાઉ મૂલ્યાંકન હેઠળ નિયત તારીખે એટલે કે મહિનાની ૨૦મી તારીખે ટેક્સ ચુકવેલ હોય નહિ તો વધારાના ચૂકવવા પાત્ર ટેક્સ પર વ્યાજ ચૂકવવા માટે બંધાયેલ છે. મહિનાની ૨૧મી તારીખથી સાચે કરેલ પેમેન્ટ ની તારીખ સુધી માં વ્યાજ ચુકવવાપાત્ર છે, પછી ભલે તે રકમ આખર મૂલ્યાંકન ઓર્ડર પહેલા ચુકવેલ હોય કે પછી. અંતિમ એસેસમેન્ટ ઓર્ડર મુજબ જો વ્યક્તિ રિફંડ મળવા પાત્ર હોય તો તે રિફંડ રકમ પર વ્યાજ ચુકવવામાં આવશે.

ઉદાહરણ તરીકે: કોઈ રજીસ્ટર્ડ વ્યક્તિ એક નવી વસ્તુ નું ઉત્પાદન કરે છે જેમાં HSN કોડ છે અને ટેક્સ ના દર ઉપલબ્ધ નથી. આ કિસ્સામાં, તે વ્યક્તિ એણે ચુકવવાપાત્ર ટેક્સ નું કામચલાઉ મૂલ્યાંકન કરાવશે.

2. ચકાસણી મૂલ્યાંકન (સ્ક્રૂટિની એસેસમેન્ટ)

ચકાસણી મૂલ્યાંકન માં, અધિકારી રિટર્નની ખરાઈ કરવા માટે રિટર્ન નું અને તેમના દ્વારા આપેલી અન્ય માહિતીનું પરીક્ષણ કરી શકે છે.

જો કોઈ ફરક ધ્યાનમાં આવે તો અધિકારી તે વ્યક્તિને જાણ કરશે અને ખુલાસો માંગશે. જો ખુલાસો સંતોષકારક હશે તો કોઈ વધારે કાર્યવાહી કરવામાં આવશે નહિ. જો જાણ કર્યાના ૩૦ દિવસની અંદર સંતોષકારક ખુલાસો આપવામાં ન આવે અથવા જો તે વ્યક્તિ ફેરફાર નો સ્વીકાર કર્યા પછી રિટર્ન માં સુધારા કરશે નહિ તો અધિકારી કોઈ યોગ્ય પગલાં લેશે.

ઉદાહરણ તરીકે: નિયમિત ચકાસણી મૂલ્યાંકન ના ભાગરૂપે કોઈ અધિકારી રજીસ્ટર્ડ વ્યક્તિ દ્વારા ફાઈલ કરેલ ફોર્મ GSTR -૩ તપાસશે અને લેવડ-દેવડ ના મૂલ્ય અને અમુક વ્યવહારો પર લીધેલ ટેક્સ પર સંશય કરી શકે છે. આવા કિસ્સામાં, તે અધિકારી ડીલર પાસેથી ખુલાસો માંગશે.

3. શ્રેષ્ઠ ન્યાય મૂલ્યાંકન (બેસ્ટ જજમેન્ટ એસેસમેન્ટ)

શ્રેષ્ઠ ન્યાય મૂલ્યાંકન માં, કોઈ અધિકારી વ્યક્તિની ટેક્સ લાયબિલિટી ને તેના શ્રેષ્ઠ જજમેન્ટ પર મૂલ્યાંકિત કરશે. આના માટેના સંજોગો નીચે મુજબ છે:

a.રિટર્ન ફાઈલ ન કરતા હોય તેમનું મૂલ્યાંકન – જો કોઈ વ્યક્તિ તેને નોટિસ મળ્યા પછી પણ રિટર્ન આપી શકતા નથી, તો કોઈ અધિકારી તેમના શ્રેષ્ઠ જજમેન્ટ અનુસાર તેમની ટેક્સ લાયબિલિટી મૂલ્યાંકિત કરશે. દરેક ઉપલબ્ધ અથવા અધિકારીએ એકઠા કરેલ સાહિત્ય ને ધ્યાન માં લેવામાં આવશે. ત્યારપછી જે વર્ષે ટેક્સ રિટર્ન ફાઈલ કરેલ ન હોય તે વાર્ષિક રિટર્ન ની ફાઈલ કર્યા તારીખ થી ૫ વર્ષ માં અધિકારી એક મૂલ્યાંકન નો આદેશ આપશે.

જો તે વ્યક્તિ મૂલ્યાંકન આદેશ થી ૩૦ દિવસની અંદર જ રિટર્ન આપી દે તો મૂલ્યાંકન આદેશ (એસેસમેન્ટ ઓર્ડર) પાછો ખેંચી લેવામાં આવશે.

ઉદાહરણ તરીકે: રેગ્યુલર ડીલર ટેક્સ ડિપાર્ટમેન્ટ તરફથી નોટિસ મળ્યા પછી પણ કોઈ નાણાકીય વર્ષ માટે ફોર્મ GSTR -૯ જમા કરાવતા નથી, આવા કિસ્સામાં, અધિકારી તે વ્યક્તિ દ્વારા ચુકવવાપાત્ર ટેક્સ નું મૂલ્યાંકન કરવા માટે શ્રેષ્ઠ જજમેન્ટ મૂલ્યાંકન શરુ કરશે.

b. અનરજિસ્ટર્ડ વ્યક્તિ નું મૂલ્યાંકન – જો કોઈ કરપાત્ર વ્યક્તિ કરપાત્ર હોવા છતાં રજીસ્ટ્રેશન મેળવે નહિ, તો અધિકારી તેમની ટેક્સ લાયબિલિટી નું મૂલ્યાંકન તેમના શ્રેષ્ઠ જજમેન્ટ થી સંબંધિત ટેક્સ સમયગાળા માટે કરશે અને જે વર્ષે ટેક્સ ચુકવેલ નથી તે વાર્ષિક રિટર્ન ભર્યા તારીખ થી ૫ વર્ષ ની અંદર એક એસેસમેન્ટ (મૂલ્યાંકન) ઓર્ડર આપશે.

ઉદાહરણ તરીકે: કોઈ નિરીક્ષણ દરમિયાન, એક અધિકારી ના ધ્યાન માં કોઈ વ્યક્તિ આવે છે જેમનું ટર્નઓવર મર્યાદા કરતા વધી જવા છતાં તેમણે GST માં રજીસ્ટ્રેશન કરાવેલ નથી. આવા કિસ્સામાં અધિકારી તે વ્યક્તિની ટેક્સ લાયબિલિટી નું મૂલ્યાંકન કરવા શ્રેષ્ઠ જજમેન્ટ એસેસમેન્ટ શરુ કરશે.

4.સારાંશ મૂલ્યાંકન (સમરી એસેસમેન્ટ)

અમુક ચોક્કસ કિસ્સાઓમાં, એક અધિકારીને કોઈ વ્યક્તિની ટેક્સ લાયબિલિટી દેખાડતો પુરાવો શોધતા એમની નોંધ માં આવે છે,તો એડીશ્નલ/જોઈન્ટ કમિશનર ની પરવાનગી દ્વારા, તે વ્યક્તિની ટેક્સ લાયબિલિટી મહેસુલ ના વ્યાજ ને રક્ષિત કરવા માટે મૂલ્યાંકિત કરે છે, અને એવું જણાવાથી કે એમાં મોડું કરવાથી તે મહેસુલ ના વ્યાજ પર પ્રતિકૂળ અસર કરશે તેઓ મૂલ્યાંકન માટેનો આદેશ આપે છે.

ઉદાહરણ તરીકે: રજીસ્ટર્ડ રેગ્યુલર ડીલરે ભરેલ ફોર્મ GSTR -૩ ના આધારે, અધિકારી તે વ્યક્તિ પાસેથી નોંધપાત્ર મહેસુલ ના નુકસાન નું વળતર મળવાના પૂરતા પુરાવા મળતા સમરી એસેસમેન્ટ (સારાંશ મૂલ્યાંકન) શરુ કરે છે.

એક કરપાત્ર વ્યક્તિ માટે એ મહત્વનું છે કે તે GST અંતર્ગત વિવિધ પ્રકારના મૂલ્યાંકન થી વાકેફ રહે અને તેમનું પાલન કરવાની જરૂરિયાતો ને વળગી રહે. સ્વ-મૂલ્યાંકન એ દરેક રજીસ્ટર્ડ વ્યક્તિ માટે ખુબ જ મહત્વનું છે. નિયત કરેલ તારીખો પર સચોટ માહિતી પુરી પાડવી અને સમયસર ટેક્સ ચૂકવવો એ ખુબ મહત્વનું છે. યોગ્ય રીતે કરેલ સ્વ-મુલ્યાંકન એ ખાતરી આપે છે મૂલ્યાંકન ટેક્સ અધિકારીઓ દ્વારા શરુ કરેલ નથી. ટેક્સ અધિકારી દ્વારા શરુ કરેલ મૂલ્યાંકન ના કિસ્સામાં, ડીલરે તેઓ દ્વારા માંગેલ માહિતી સમયસર આપવાનું સુનિશ્ચિત કરવું જોઈએ. વ્યવસાયોએ GST ને સુસંગત રહેવા માટે ટેક્નોલોજી અને પરિપાલન સુવિધાઓનો ઉપયોગ કરવો જોઈએ.

અમને તમારી મદદની જરૂર છે
કૃપા કરીને આ બ્લોગ પોસ્ટ પર તમારો ફીડબેક નીચેની કૉમેન્ટ્સ નો ઉપયોગ કરીને શેર કરો. વધુમાં, અમને જણાવો કે જી.એસ.ટી. સંબંધિત કયા વિષય પર વધુ જાણવામાં તમને રસ છે. અમે તેને અમારા કન્ટેન્ટ પ્લાન માં સમાવિષ્ટ કરવા આનંદ અનુભવીશુ.

શું તમને આ સહાયરૂપ લાગ્યું? નીચેના સોશિઅલ શેર બટન નો ઉપયોગ કરીને તેને અન્ય સાથે શેર કરો.

Are you GST ready yet?

Get ready for GST with Tally.ERP 9 Release 6

120,365 total views, 41 views today