ઉત્પાદકો માટે, એક મહત્ત્વની ચિંતા છે કે હાલની કરપદ્ધતિમાં જોબવર્ક માટે મોકલેલો માલ જે 1 લી જુલાઇ, 2017 – GST પરિવર્તન ની તારીખ – સુધી જોબવર્કર પાસે જ રહેવાનો છે તેની ટેક્સ ટ્રીટમેન્ટ કેવી રીતે કરવી. આવા પ્રિન્સિપાલ ઉત્પાદકો પાસે બે પ્રશ્નો હશે-

  • જ્યારે વર્તમાન શાસનમાં જોબવર્ક માટે મોકલેલા માલને GST શાસન માં પાછો લાવવામાં આવે છે અથવા સપ્લાય કરવામાં આવે છે ત્યારે શું કર લાગુ થશે?
  • 1 લી જુલાઈ, 2017 ના રોજ જોબવર્કર પાસે રહેલ માલ માટે જરૂરી દસ્તાવેજીકરણ શું છે?

ચાલો આપણે આ પ્રશ્નોના ઉત્તર સમજીએ.

1. વર્તમાન શાસનમાં જોબવર્ક માટે મોકલેલા માલ પર અને GST શાસનમાં પાછો આવતો અથવા સપ્લાય કરવામાં આવતા માલ પર કરપાત્રતા

a. 1 લી જુલાઈ, 2017 થી 6 મહિનાની અંદર પાછો આવેલ માલ

1 જુલાઈ, 2017 પહેલાં ઇનપુટ, અર્ધ-તૈયાર ચીજવસ્તુઓ અથવા તૈયાર માલ જોબ વર્કરને મોકલવામાં આવે અને પહેલી જુલાઈ, 2017 થી 6 મહિનાની અંદર પ્રિન્સિપાલ ના વ્યવસાયના સ્થળ પર લાવવામાં આવે, ત્યારે કોઈ કર લાગુ થશે નહીં.

b. પહેલી જુલાઈ, 2017 થી 6 મહિનાની અંદર જોબવર્કરના સ્થળેથી સપ્લાય કરેલ માલ

1લી જુલાઈ, 2017 પહેલાં જોબવર્કરને મોકલવામાં આવતા માલને 1 જુલાઇ, 2017 થી 6 મહિનાની અંદર જોબવર્કરમાં સ્થળેથી જો સપ્લાય ભારત ની અંદર જ હોય તો ટેક્સ ચુકવણા સાથે અને જો તે નિકાસ માટે હોય તો ટેક્સ ચુકવણા વગર સપ્લાય કરી શકાય.

નોંધ: જોબવર્કરના વ્યવસાયના સ્થળેથી માલના સપ્લાય માટે, પ્રિન્સીપાલે જોબવર્કરના વ્યવસાયના સ્થળને પોતાના વધારાના વ્યવસાય ના સ્થળ તરીકે જાહેર કરવું જોઈએ, જો નીચે મુજબ ન હોય તો –

  • જોબવર્કર રજીસ્ટર્ડ હોય અથવા
  • સપ્લાય સૂચિત માલનો હોય
c.  1 જુલાઈ, 2017 થી 6-મહિનાની અંદર પાછો લાવવામાં ના આવેલ અથવા સપ્લાય કરેલ માલ

જ્યારે 1લી જુલાઈ, 2017 પહેલાં જોબવર્કરને મોકલેલ માલને પ્રિન્સિપાલના સ્થળે પાછા લાવવામાં આવતા નથી અથવા 1 જુલાઇ, 2017 થી 6 મહિનાની અંદર સપ્લાય કરવામાં આવતો નથી, ત્યારે પ્રિન્સિપાલ પાસે મહત્તમ 2 મહિના સુધી વિસ્તરણની માંગ કરવાનો વિકલ્પ છે. આ માટે, પ્રિન્સિપાલે એક્સ્ટેંશન માટે પૂરતું કારણ બતાવવું પડશે અને કમિશનર પાસેથી મંજૂરી મેળવવી પડશે.

જો માલને 1 લી જુલાઈ, 2017 થી 6 મહિનાની અંદર પાછો આપવામાં અથવા સપ્લાય કરવામાં આવતો નથી અથવા વિસ્તારેલ તારીખ (કમિશનર દ્વારા મંજૂર થયેલ) પહેલા લાવવામાં આવતો નથી, તો આ ઇનપુટ્સ અથવા અર્ધ-તૈયાર માલ પર પ્રિન્સિપાલ દ્વારા લીધેલ ઇનપુટ ટેક્સ ક્રેડિટ ને ઉલટાવવામાં આવશે.

સ્પષ્ટીકરણ: બેંગ્લોરમાં રજિસ્ટર્ડ એપરલ ઉત્પાદક રાજેશ એપેરલ્સ 15 મી જૂન, 17 ના રોજ રજીસ્ટર્ડ જોબવર્કર, રમેશ એમ્બ્રોઇડર્સને 100 કુર્તા એમ્બ્રોઇડરી કામ માટે મોકલે છે. 1 લી જાન્યુઆરી, 2018 ના રોજ, ભરતકામ માટે મોકલવામાં આવેલા કુર્તાની સ્થિતિ નીચે પ્રમાણે છે:

સ્થિતિજથ્થોટેક્સ કાર્યવાહી
20 ઑગસ્ટ 17 ના રોજ રાજેશ ઍપેરલ્સ દ્વારા પાછા મેળવવામાં આવ્યા40કોઈ ટેક્સ લાગુ નહિ પડે
15 મી સપ્ટેમ્બર ’17 ના રોજ રમેશ એમ્બ્રોઇડર્સના સ્થળેથી બેંગલોરમાં ગ્રાહકને સપ્લાય કરેલ30ગ્રાહક ને કરેલ કુર્તા ના સપ્લાય પર CGST + SGST લાગુ પડશે.
પાછા આવ્યા નહિ અથવા સપ્લાય કરેલ નથી30રાજેશ એપરલ્સ દ્વારા કુર્તા પર મેળવેલ ITC રિવર્સ કરવામાં (ઉલટાવવામાં) આવશે.

 

2. 1 જુલાઈ, 2017 ના રોજ જોબવર્કર દ્વારા રાખવામાં આવેલા માલ માટે જરૂરી દસ્તાવેજીકરણ

1 લી જુલાઈ, 2017 ના રોજ પ્રિન્સિપાલ ઉત્પાદક વતી જોબવર્કર દ્વારા રાખવામાં આવેલ માલ માટે, ઉત્પાદકે અને જોબવર્કરે (જો રજિસ્ટર્ડ હોય) માલની વિગતો જાહેર કરવી પડે. આ ડીક્લેરેશન 1 લી જુલાઇ ‘17 થી 90 દિવસની અંદર ફોર્મ GST TRAN-1 માં ઇલેક્ટ્રોનિકલી રજૂ કરવાની રહેશે.

પ્રિન્સીપાલે ફોર્મ GST TRAN-1 ના વિભાગ 9 (a) માં જોબવર્કર દ્વારા રાખેલા માલની વિગતો જાહેર કરવી જરૂરી છે જે નીચે દર્શાવેલ છે:

a. સેક્શન 141 હેઠળ પ્રિન્સીપાલે જોબવર્કરને મોકલવામાં આવેલા માલની વિગતો

1

જોબ વર્કરે (જો રજિસ્ટર્ડ હોય તો) ફોર્મ GST TRAN-1 ના વિભાગ 9 (b) માં પ્રિન્સિપાલ ઉત્પાદક દીઠ રાખેલા સ્ટોકની વિગતો જાહેર કરવાની રહેશે, જે નીચે પ્રમાણે છે:

b. વિભાગ 141 હેઠળ પ્રિન્સિપાલ વતી જોબવર્કર પાસે રાખેલ માલની વિગતો

2

ઉપસંહાર

GSTમાં પરિવર્તન પ્રક્રિયા અને જોબવર્કરો પાસે પડેલા સ્ટોકના અહેવાલની પ્રક્રિયાને GST શાસન હેઠળ સરળ બનાવવામાં આવી છે. 1 લી જુલાઈ 2017 ના રોજ જોબવર્કર પાસે રહેલા માલની વિગતોને ફોર્મ GST TRAN-1 માં 90 દિવસની અંદર ઉત્પાદક અને જોબવર્કરો (જો રજિસ્ટર્ડ હોય) દ્વારા જાહેર કરવી જોઈએ. ઉપરાંત, માલ પર મેળવેલ ITC રિવર્સ ના થઇ જાય તે સુનિશ્ચિત કરવા માટે માલ 6 મહિનાની અંદર પાછો લાવવો અથવા સપ્લાય થવો જોઈએ.

Are you GST ready yet?

Get ready for GST with Tally.ERP 9 Release 6

123,055 total views, 53 views today