હાલના માર્કેટ પર નજર કરતા તમને નોંધ લીધી હશે કે બે કે તેથી વધુ વસ્તુઓ કે માલ કે સર્વિસ નું કોમ્બિનેશન એકસાથે આપતા હોય છે. આના કારણો નીચે મુજબ હોઈ શકે:

  • વધારે ગ્રાહકો ને આકર્ષવા માટે ની વેચાણ નીતિ (સેલ્સ સ્ટ્રેટેજી)
  • માલ કે સર્વિસ નો પ્રકાર કે જે તેમને સાથે બંડલ કે સપ્લાય કરવા ની જરૂર પાડે છે.

સર્વિસ ટેક્સ હેઠળ, આ પદ્ધતિ ને બન્ડલ્ડ સર્વિસ કહેવાય છે – જે એક સર્વિસ કે સર્વિસો નું અન્ય સર્વિસ કે સર્વિસો ના એલિમેન્ટ સાથે રેન્ડરિંગ (બદલો) છે.

સુધારેલા ડ્રાફ્ટ જી.એસ.ટી. કાયદા હેઠળ, બે કે વધારે માલ કે સર્વિસ ના સપ્લાય કે માલ કે સર્વિસ ના કોમ્બિનેશન સાથે બંડલ થયેલા સપ્લાય, અલગ વિશેષતાઓ થી નીચે મુજબ વર્ગીકૃત કરવામાં આવે છે:

  • મિક્સ (મિશ્ર) સપ્લાય
  • કમ્પોઝિટ (સંયુક્ત) સપ્લાય

મિક્સ સપ્લાય

ટેક્ષેબલ વ્યક્તિ દ્વારા, એક જ કિંમત પર, બે કે વધારે માલ કે સર્વિસ ના સ્વતંત્ર સપ્લાય અથવા માલ અને સર્વિસ ના કોઈ કોમ્બિનેશન ને મિક્સ સપ્લાય કહે છે.
મિક્સ સપ્લાય માં, માલ અને/અથવા સર્વિસ કુદરતી જરૂરિયાત ના કારણે ભેગા કરવા માં આવતા નથી, અને તેમને વ્યાપાર ની સામાન્ય રીત મુજબ અલગ-અલગ સપ્લાય કરી શકાય છે.

મિક્સ સપ્લાય નક્કી કેવી રીતે કરવું?

ચાલો આપણે અને એક ઉદાહરણ સાથે સમજીએ.

ધારો કે ૪,૫૦૦ રૂ. માં એક કીટ છે જેમાં એક ટાઈ, એક ઘડિયાળ, એક વૉલેટ, અને એક પેન એક કોમ્બો તરીકે છે.

GST Mixed Supply

ઉદાહરણ માં કહ્યા પ્રમાણે,

  • ટાઈ, ઘડિયાળ, વૉલેટ અને પેન એક કીટ તરીકે બંડલ થયેલા છે.
  • ટાઈ નો સપ્લાય પ્રાકૃતિક રીતે અન્ય વસ્તુઓ (ઘડિયાળ, વોલેટ, પેન) ની પ્રાકૃતિક રીતે જરૂરિયાત ઉભી કરતો નથી કે એથી ઉલટું પણ નથી.
  • કીટ એક સિંગલ કિંમત પર આપવામાં આવે છે.

આથી આ કીટ નો સપ્લાય એ એક મિક્સ સપ્લાય છે.

મિક્સ સપ્લાય પર ટેક્સ લાયાબીલિટી

મિક્સ સપ્લાય પર ટેક્સ લાયાબીલિટી ની ગણતરી કરવા માટે, માલ અને સર્વિસ ના કોમ્બીનેશન માં વધુમાં વધુ ટેક્સ આવેલ રેટ ને માલ કે સર્વિસ પર લાગુ પડતો ટેક્સ રેટ ગણવામાં આવશે.
ચાલો આપણે કીટ નું ઉદાહરણ ફરીથી ધ્યાન માં લઈએ.

વસ્તુટેક્સ નો દર*
ટાઈ12%
ઘડિયાળ18%
વોલેટ12%
પેન5%

*સૂચક રેટ

આ કિસ્સામાં, મિક્સ સપ્લાય માં ઘડિયાળ વધુમાં વધુ ટેક્સ નો રેટ બતાવે છે જ ૧૮% છે. આથી આ મિક્સ સપ્લાય પર ૧૮% ટેક્સ લેવામાં આવશે.

કમ્પોઝિટ સપ્લાય

માલ અને સર્વિસ નો કમ્પોઝિટ સપ્લાય એ ટેક્ષેબલ વ્યક્તિ દ્વારા પ્રાપ્તકર્તા ને કરવામાં આવે છે અને:

  • એમાં બે કે વધુ માલ કે સર્વિસ ના સપ્લાય નો સમાવેશ થાય છે, અથવા
  • એ એવા માલ અને સર્વિસ નું કોમ્બિનેશન છે જેઓ સામાન્ય વ્યાપાર ની રીતે પ્રાકૃતિક રીતે જોડાયેલ હોય અને સપ્લાય કરવામાં આવતા હોય છે.

આનો અર્થ એ થાય કે માલ અને સર્વિસ પ્રાકૃતિક જરૂરિયાતો ને કારણે જોડવામાં આવ્યા હોય છે. માલ અને સર્વિસ ના કમ્પોઝિટ સપ્લાય ના ઘટકો એ માલ ને સર્વિસ ના ‘પ્રાથમિક સપ્લાય’ પર આધારિત ઘટકો છે.

પ્રાથમિક સપ્લાય એટલે શું?

માલ કે સર્વિસ ના સપ્લાય માં, કમ્પોઝિટ સપ્લાય નો એક હિસ્સો બનાવતું મુખ્ય ઘટક એ પ્રાથમિક સપ્લાય છે, અને કમ્પોઝિટ સપ્લાય ના ભાગરૂપે બીજા આધારિત ઘટકો એ પ્રાથમિક સપ્લાય માટે ગૌણ છે.

કમ્પોઝિટ સપ્લાય નક્કી કરવાની રીત

ચાલો આપણે આને એક ઉદાહરણ સાથે સમજીએ,

  1. મુંબઈ સ્થિત એક ફાઈવ-સ્ટાર હોટેલ ૪ દિવસ/૩ રાત્રી નું પેકેજ, નાસ્તા સાથે આપે છેGST Composite supply

આ એક કમ્પોઝિટ સપ્લાય છે કારણ કે એક હોટેલ માટેના સામાન્ય વ્યાપાર માં રહેવાની સુવિધા સાથે નાસ્તો એ એક પ્રાકૃતિક સંયોજન છે. આ કિસ્સામાં, હોટેલ માં રોકાણ એ પ્રાથમિક સપ્લાય છે અને નાસ્તો એ હોટેલ રોકાણ ની સાથે આનુષંગિક (સહાયક) છે.
2. મુંબઈ સ્થિત એક ફાઈવ-સ્ટાર હોટેલ ૪ દિવસ/૩ રાત્રી નું પેકેજ, નાસ્તા સાથે આપે છે અને સાથે એક દિવસ નું મુંબઈ દર્શન પણ.
આ પેકેજ સાથે મુંબઈ દર્શન નો સમાવેશ એ હોટેલ માં રોકાણ સાથેની કોઈ પ્રાકૃતિક જરૂરિયાત નથી. આથી, અને કમ્પોઝિટ સપ્લાય ગણી શકાશે નહિ. આ એક મિક્સ સપ્લાય છે.
3.લેપટોપ સાથે બેગ નું વેચાણ -આ એક કમ્પોઝિટ સપ્લાય છે કારણ કે લેપટોપ બેગ એ લેપટોપ ને લાવવા-લઇ જવા માટે ની એક પ્રાકૃતિક જરૂરિયાત છે. પણ જો ગ્રાહક કોઈ મલ્ટી-પરપઝ બેગ જેવી કે જેકપેક બેગ લે છે, તો એને કમ્પોઝિટ સપ્લાય કહેવાય નહિ કારણ કે એ પ્રાકૃતિક રીતે જોડાયેલ નથી.

3.કમ્પોઝિટ સપ્લાય ની ટેક્સ લાયાબીલિટી

ટેક્સ લાયાબીલિટી ની ગણતરી કરવાના હેતુ થી, કમ્પોઝિટ સપ્લાય પર આવા માલ અને સર્વિસ ના પ્રાથમિક સપ્લાય પર ના ટેક્સ ના દર પર અસર કરશે. ચાલો આપણે એક ઉદાહરણ સાથે આ સમજીએ,
મુંબઈ સ્થિત એક ફાઈવ-સ્ટાર હોટેલ ૪ દિવસ/૩ રાત્રી નું પેકેજ, નાસ્તા સાથે આપે છે. હવે ધારો કે હોટેલ માં રોકાણ પર ૧૮% ટેક્સ લાગે છે અને રેસ્ટોરન્ટ સર્વિસ પર ૧૨% ટેક્સ લાગે છે.
આ ઉદાહરણ પ્રમાણે, હોટેલ માં રોકાણ એ પ્રાથમિક સપ્લાય છે આથી આ આખા સપ્લાય પર ૧૮% ટેક્સ લાગશે
વ્યાપાર માટે તેમણે કરેલા સપ્લાય ના પ્રકાર પર ધ્યાન આપવું મહત્વનું છે અને માલ અને સર્વિસ ના જોડાણ નો ધ્યેય સાર્થક કરવા મિક્સ-સપ્લાય અને કમ્પોઝિટ સપ્લાય ના સંદર્ભ માં તેની ફરીથી-ચકાસણી કરવી જોઈએ.

Are you GST ready yet?

Get ready for GST with Tally.ERP 9 Release 6

50,279 total views, 1 views today