જી.એસ.ટી. હેઠળ, ઉત્પાદન પર, ટેક્ષેબલ સેવાઓ ની જોગવાઈ, અને માલના વેચાણ પર કર વસુલાત ની વર્તમાન સિસ્ટમ, સપ્લાય (SUPPLY)
ના ખ્યાલ સાથે બદલાઈ જશે. જી.એસ.ટી. હેઠળ, માલ કે સર્વિસ નો ‘સપ્લાય’ એ ટેક્ષેબલ ઇવેન્ટ છે. પરિણામે, સપ્લાય પરનો સાચો ટેક્સ નક્કી કરવા માટે સપ્લાય નું સ્થળ સમજવું ખુબ જ મહત્વનું છે. જી.એસ.ટી. કાયદા નું મોડેલ, સપ્લાય નું સ્થળ નક્કી કરવા માટે ના માપદંડ ને નિર્ધારિત કરે છે. આ માપદંડ ને આધારે, તમે માલ કે સર્વિસ ના સપ્લાય ને ઇન્ટ્રા-સ્ટેટ (રાજ્ય ની અંદર નું) અથવા ઇન્ટર-સ્ટેટ (રાજ્ય બહાર નું) તરીકે ગણી શકો છો.

સપ્લાય પર લેવાતો ટેક્સ નક્કી કરવા માટે બે પ્રકાર ના મહત્વના ઘટકો છે:
સપ્લાયર નું સ્થળ (લોકેશન): આ સપ્લાયર ના વ્યાપાર નું રજીસ્ટર થયેલું સ્થળ છે.
સપ્લાય નું સ્થળ: આ મેળવનાર ના વ્યાપાર નું રજીસ્ટર થયેલું સ્થળ છે.

ચાલો આને એક ઉદાહરણ સાથે સમજીએ.

બ્રાડ કાર્સ પ્રા. લી. નું વ્યાપાર નું રજીસ્ટર્ડ સ્થળ જયપુર, રાજસ્થાન છે. તે રવિન્દ્ર ઓટોમોબાઇલ્સ ને કાર સપ્લાય કરે છે, જેનું વ્યાપાર માટે નું રજીસ્ટર્ડ સ્થળ ઉદયપુર, રાજસ્થાન માં છે.

1

 

અહીં બ્રાડ કાર્સ પ્રા. લી. નું સ્થળ રાજસ્થાન માં છે અને સપ્લાય નું સ્થળ પણ રાજસ્થાન જ છે. આથી, આ એક ઇન્ટ્રા-સ્ટેટ સપ્લાય છે, એટલે કે, રાજ્ય ની અંદર જ સપ્લાય. ઇન્ટ્રા-સ્ટેટ સપ્લાય માં લેવાતા ટેક્સ છે સી.જી.એસ.ટી (CGST) અને એસ.જી.એસ.ટી. (SGST)..

ચાલો હવે આપણે એક બીજું ઉદાહરણ જોઈએ.

બ્રાડ કાર્સ પ્રા. લી. નું વ્યાપાર માટેનું રજીસ્ટર થયેલું સ્થળ રાજસ્થાન માં છે. તે રામ ઓટોમોબાઇલ્સ ને કાર સપ્લાય કરે છે, જેનું વ્યાપાર માટેનું રજીસ્ટર થયેલું સ્થળ લખનૌ, ઉત્તર પ્રદેશ માં છે.

2

આ ઉદાહરણ માં બ્રાડ કાર્સ પ્રા. લી. નું સ્થળ રાજસ્થાન માં છે અને સપ્લાય નું સ્થળ ઉત્તર પ્રદેશ માં છે. આ એક ઇન્ટર-સ્ટેટ સપ્લાય છે, એટલે કે, રાજ્ય ની બહાર સપ્લાય. ઇન્ટર-સ્ટેટ સપ્લાય માં લેવાતો ચાર્જ છે આઈ.જી.એસ.ટી. .

નીચે દર્શાવેલ બાબતો પણ ઇન્ટર-સ્ટેટ સપ્લાય તરીકે ગણવામાં આવે છે:
• માલ કે સેવા ની આયાત
• માલ કે સેવા ની નિકાસ
• સેઝ ડેવલોપર અથવા સેઝ યુનિટ દ્વારા કે સેઝ ડેવલોપર કે યુનિટ ને કરેલ માલ કે સેવા નો સપ્લાય, પછી ભલે તે સપ્લાય રાજ્ય ની અંદર જ હોય.

ત્યારબાદ: માલ ના સપ્લાય નું સ્થળ નક્કી કરવા માં – માલ ની હેરાફેરી સમાવિષ્ટ.

Are you GST ready yet?

Get ready for GST with Tally.ERP 9 Release 6

104,138 total views, 32 views today