જીએસટી દર જાહેર કરવામાં આવ્યા ત્યારથી, પેસેન્જર વાહનોના સંભવિત ખરીદદારો મૂંઝવણમાં છે કે જો તેઓ જીએસટી યુગમાં ખરીદી કરે તો શું તેઓ લાભ મેળવવા જઈ રહ્યા છે કે નુકસાન. આ બ્લોગમાં, જીએસટી કાઉન્સિલ દ્વારા જાહેર કરાયેલા જીએસટી રેટના આધારે, ઓટોમોબાઇલ સેક્ટરના ભાડાં વિષે ચર્ચા કરીશું.

જૂની પદ્ધતિના કરો
જૂની પદ્ધતિમાં, ઓટોમોબાઇલ સેક્ટરમાં – 12.5% થી 27% સુધી એક્સાઇઝ ડ્યુટી લાગતી હતી(એન્જિનની ક્ષમતા અને કારની સાઈઝ પર આધારિત); એક્સાઇઝના વધારાની ડ્યૂટી, એટલે કે એનસીસીડી 1% લેખે; ઓટોમોબાઇલ સેસ 0.125%; ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેસ – 1% થી 4% સુધી (કારના પ્રકાર પર આધારિત) અને આખરે સરેરાશ પર વેટ 14.5% લેખે – જે રાજ્ય-રાજ્ય માં અલગ છે.

ઑટોમોબાઈલ માટે જીએસટી રેટ

ગુડ

મોટર વિહિકલ્સ
જીએસટી,હેઠળ, મોટર વાહનો પર લાગુ કરાયેલા તમામ કરવેરાને, 28% ના સિંગલ ટેક્સ દર માં ગણવામાં આવશે જેમાં 1% થી 15% સુધી વધારાનો સેસ પણ હશે જે નીચે દર્શાવ્યા મુજબ જીએસટી કમ્પૅન્સેશન નિયમ દ્વારા નક્કી કરાયેલ છે –

ઓટોમોબાઇલ પ્રકારલંબાઈએંજિન કેપેસિટિસેસ દર
નાની કાર4મી થી ઓછી1200 સીસી થી ઓછી1%
નાની કાર4મી થી ઓછી1201 સીસી – 1500 સીસી3%
મીડ સેગ્મેન્ટ કાર4મી થી વધુ1500 સીસી થી ઓછી15%
મોટી કાર4મી થી વધુ1500 સીસી થી વધુ15%
હાઇડ્રોજન વાહન (ફ્યુલ સેલ ટેક્નોલોજી ને આધારે)4મી થી વધુ15%
મોટરસાયકલ350 સીસી થી વધુ3%
મોટર વિહિકલ (કેપેસીટી 10 થી 13 વ્યક્તિઓ)15%

પ્રારંભિક દ્રષ્ટિએ,કર વધારો થયો હોય એવું લાગતું નથી. પરંતુ જો આપણે વર્તમાન પદ્ધતિ અને જીએસટી પદ્ધતિ વચ્ચે મોટર વાહનો પર લાદવામાં આવેલા દરોની સરખામણી કરીએ તો –

વર્તમાન પદ્ધતિજીએસટી
કાર નો પ્રકારએક્સાઇઝ ડ્યૂટીએનસીસીડીઇન્ફ્રા સેસઓટોમોબાઇલ સેસવેટકુલ ટેક્સ (અંદાજિત)જીએસટીવધારાનો સેસકુલ ટેક્સ (અંદાજિત)
નાની કાર્સ12.5 %1 %1 %0.125 %14.5 %31 %28 %1% – 3%29 % –

    32 %

લક્ઝરી કાર્સ27 %1 %4 %0.125 %14.5 %51 %28 %15 %43 %

હાલના શાસનમાં વિવિધ કરવેરાના પ્રકારને કારણે, એક નાની કાર ખરીદનાર લગભગ 31% કરવેરાને પાત્ર છે, જ્યારે વૈભવી કાર ખરીદનાર લગભગ 51% ટેક્સ ને પાત્ર છે. જોકે, જીએસટી યુગમાં, કર હવે કાસ્કેડ થશે નહીં. સૌથી ઊંચા ટેક્સ સ્લેબ હેઠળ આવવા છતાં, નાના અને મધ્યમ કદના સેગમેન્ટના ઓટોમોબાઇલ્સ ખરીદદારો લગભગ સમાન કર ચુકવશે. જો કે વાસ્તવમાં, વૈભવી વાહનો ખરીદવાની ઇચ્છા ધરાવતા લોકો માટે ખરો વધારો હશે, જે ટેક્સ દરોમાં લગભગ 8 ટકા જેટલા પોઇન્ટ્સનો સંભવિત ઘટાડો માણી શકશે – અને જો આપણે વધુ ઑડિ અને મર્સીડીઝ ભારતના રસ્તાઓ પર જોઈએ તો એમાં કંઈ આશ્ચર્ય નહિ હોય.

ઇલેક્ટ્રિક વાહનો
જોકે, એ નોંધવું રસપ્રદ છે કે ઇલેક્ટ્રિક વાહનો માટે જીએસટી ના અલગ દર રજૂ કરવામાં આવ્યો છે – જે 12% જીએસટી પર રાખવામાં આવ્યા છે. ઇલેક્ટ્રિક વાહનો પર પરંપરાગત રીતે 6% ના ઘટાડેલી એક્સાઇઝ ડ્યુટી અને મોટાભાગનાં રાજ્યોમાં 5% ના ઘટાડેલા વેટ રેટનો આનંદ પણ રહેલ છે – અને તે લાભ ચોક્કસપણે જીએસટી યુગમાં પણ ચાલુ રહેશે. એકંદરે, જીએસટીના ઘટાડો, સમગ્ર ભારતમાં ઇલેક્ટ્રિક ગતિશીલતાને પ્રોત્સાહન આપશે, અને તે પર્યાવરણને અનુકૂળ તકનીકીઓને પ્રોત્સાહન આપતી સરકારનો એક સ્પષ્ટ સંકેત છે.

બેડ

હાયબ્રીડ વાહનો
તે જોતાં કે હાયબ્રીડ વાહનો ઇલેક્ટ્રિક પાવર અને પરંપરાગત બળતણના મિશ્રણ પર ચાલે છે, એટલે કે પેટ્રોલ અથવા ડીઝલ – તે ખરેખર આશ્ચર્યજનક છે કે હાયબ્રીડ વાહનોને, ક્ષમતાને ધ્યાનમાં લીધા વગર 15% ના સૌથી વધુ સેસ દર પર મૂકવામાં આવ્યા છે. હકીકત એ છે કે બંને મીડ-સેગમેન્ટના હાઇબ્રિડ વાહનો (1500 સીસીથી ઓછા) તેમજ હાઇ-સેગમેન્ટ હાઇબ્રિડ વાહનો (1500 સીસીથી વધુ) હવે અસરકારક રીતે 43% નો ટેક્સ લેશે – જે મોટાભાગના હાઇબ્રિડ વાહન નિર્માતાઓ, તેમજ ગ્રાહકો કે જે હાયબ્રીડ વાહનો ખરીદવાનું આયોજન કરતા હશે તેમના માટે ઘટાડો કરેલ નથી.

અગ્લી

ઓટો પાર્ટ્સ
ઓટોમોબાઇલ સેગમેન્ટની તદ્દન સામે, વેપારીઓ કાર પાર્ટ્સ, ટ્રેક્ટર પાર્ટ્સ અને કાર એક્સેસરીઝ માટે જાહેર કરેલ જીએસટી રેટ્સથી ખુશ નથી, જે 28% ની સૌથી ઊંચા સ્લેબ રાખવામાં આવ્યા છે. હાલના શાસનમાં, મોટાભાગના રાજ્યોમાં સ્પેર પાર્ટ્સ માટે 12.5 % એક્સાઇઝ અને 5 %ના વેટનો સમાવેશ થાય છે, જે અસરકારક રીતે 18.13 % થાય છે તે જીએસટી શાસનમાં 28 ટકા સુધી વધે છે. આ વધારાથી સ્પેર પાર્ટ્સ બિઝનેસના વિકાસને અસર કરવાની સંભાવના છે અને તે ઉદ્યોગને મોટા પાયે અસર કરી શકે છે.

ઉપસંહાર

કાસ્કેડિંગ ટેક્સને દૂર કરવાના કારણે નોંધપાત્ર ફાયદા થશે, પરંતુ ઇનપુટ, એટલે કે પાર્ટ્સ પરના, ઊંચા કરવેરાના કારણે એકંદરે ઉદ્યોગોને અસર થઈ શકે છે. વૈભવી વાહનો અને ઇલેક્ટ્રિક વાહનો ફાયદામાં રહેતા, હાલની ટેક્ષેસન સ્થિતિ જાળવતા સ્ટાન્ડર્ડ વિહિકલ્સ અને ઓટો પાર્ટ્સ નુકસાની માં હોવાથી, જીએસટી રેટ નિશ્ચિત રીતે ઓટોમોબાઇલ ઇન્ડસ્ટ્રી માટે મિશ્ર પ્રતિસાદ મેળવશે.

Are you GST ready yet?

Get ready for GST with Tally.ERP 9 Release 6

69,223 total views, 24 views today