GST ઈનપુટ ટેક્સ ક્રેડીટ (ITC) નું રિવર્સલ
GST, 1 લી જુલાઇ, 2017 ના રોજ લાગુ પાડવામાં આવેલ એક વ્યાપક પરોક્ષ કર પ્રણાલી છે, જે એક વ્યવહારો પર આધારિત અને ટેક્નોલોગી પર આધારિત કર પ્રણાલી છે. GST હેઠળ, વ્યવસાયની સફળતા અને વિશ્વસનીયતા માટે અનુપાલન મહત્વનું પરિબળ બની જાય છે. GST અનુપાલન સ્વયં-નિરિક્ષણ પદ્ધતિના ખ્યાલ પર કાર્ય કરે છે, જે હેઠળ ઇનપુટ ટેક્સ ક્રેડિટ તમારા સપ્લાયરના અનુપાલન પર આધારિત રહેશે. આનો અર્થ એ થયો કે, તમારા સપ્લાયરને રીટર્ન ફાઈલ કરાવવું પડશે અને ટેક્સ ચુકવણીની સાથે સાથે આઉટવર્ડ સપ્લાઈ પણ જાહેર કરવી જોશે તેમજ સપ્લાયર્સ અને માલસામાન અને સેવાઓ મેળવનારા વચ્ચેના ઇનવોઇસ મેળવવામાં પડશે.
આ પહેલાંની કર પ્રણાલીનું એક વ્યાપક પ્રમાણમાં રૂપાંતરણ છે, જેમાં તમારા દ્વારા પ્રાપ્ત કરવામાં આવતી ઇનપુટ ક્રેડિટની કિંમત તમારા સપ્લાયર્સના અનુપાલન પર આધારિત ન રહેતી.
અમારા અગાઉના બ્લોગ્સ ‘GST ઇનપુટ ટેક્સ ક્રેડિટની સમજ [વીડીયો] અને ‘’તમારું GST રીટર્ન ફાઈલ કેવી રીતે કરવું’, માં, આપણે ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવવા માટે અને GST રીટર્ન કેવી રીતે ફાઈલ કરવું તે અંગેના મુદ્દાઓની ચર્ચા કરી છે.
આ બ્લોગમાં આપણે GST ઇનપુટ ટેક્સ ક્રેડિટ (ITC) ના રિવર્સલ અંગે ચર્ચા કરીશું, જે ફોર્મ GSTR-2 ના આધારે તમારા ઇ-ક્રેડિટ ખાતામાં અસ્થાયી રૂપે જમા કરવામાં આવેલ છે.
GST હેઠળ, જો તમારા સપ્લાયર માન્ય રીટર્ન (ટેક્સ ચુકવણી સાથે રીટર્ન આપવું) ભરવામાં નિષ્ફળ ગયા હોય, અથવા ઇનવર્ડ સપ્લાઈની વિગતો જાહેર ન કરી હોય (ફોર્મ GSTR-1) અને આઉટવર્ડ સપ્લાય તરીકે તમારા સપ્લાયર દ્વારા સ્વીકાર (ફોર્મ GSTR-1A) કરવામાં આવ્યો હોય, તો તમારા દ્વારા દાવો કરાયેલ ઈનપુટ ટેક્સ ક્રેડિટ રિવર્સ થઈ જશે અને તમને તે વ્યાજ સાથે કપાત કરવા માટે કહેવામાં આવશે.
ચાલો ઇનપુટ ટેક્સ ક્રેડિટના રિવર્સલ માટેની પદ્ધતિ અને સમયરેખાને સમજીએ :
• અંતિમ પાત્ર ક્રેડિટ (મેળ ખાતી ક્રેડીટ) અને વધ-ઘટ (ક્રેડિટનો તફાવત) નો વ્યવહાર.
• અનિયમિતતાને કારણે વધ-ઘટને મંજુરી આપવાની સમયરેખા.
• ITC નું રિવર્સલ, જો સમયની અંદર મંજુર કરવામાં ન આવે તો.
અંતિમ પાત્ર ક્રેડિટ (મેળ ખાતી ક્રેડીટ) અને વધ-ઘટ (ક્રેડિટનો તફાવત) નો વ્યવહાર.
ઇનપુટ ટેક્સ ક્રેડિટની અંતિમ સ્વીકૃતિ અને વધ-ઘટ અંગેની જાણકારી GST MIS-1 ફોર્મમાં પ્રાપ્તકર્તાને અને GST MIS-2 ફોર્મમાં સપ્લાયરને જણાવવામાં આવશે.
GST MIS-1 ફોર્મ | પ્રાપ્તકર્તા |
---|---|
GST MIS-2 ફોર્મ | સપ્લાયર |
ચાલો આપણે આ એક ઉદાહરણ દ્વારા સમજીએ :
સુપર કાર્સ લિમિટેડની જુલાઈ મહિના માટે ઇનવર્ડ અને આઉટવર્ડ સપ્લાઈસ નીચે મુજબ છે,
ઇનવર્ડ સપ્લાઈસ | આઉટવર્ડ સપ્લાઈસ | ||||
---|---|---|---|---|---|
ઇનવોઇસ નં. | સપ્લાયરનું નામ | GST | બીલ | ગ્રાહક | GST |
6 | રત્ના સ્ટીલ્સ | 5000 | 1 | વિષ્ણુ મોટર્સ | 25,000 |
10 | રત્ના સ્ટીલ્સ | 10,000 | 2 | રવીન્દ્ર ઓટોમોબાઈલ | 6,000 |
સુપર કાર્સ લિમિટેડ અને રત્ના સ્ટીલ્સ દ્વારા જુલાઈ મહિના માટે ફાઈલ કરવામાં આવેલા રિટર્નની વિગતો નીચે મુજબ છે.
તારીખ | પાર્ટીનું નામ | ફોર્મસ | વિગતો |
---|---|---|---|
10 મી ઓગષ્ટ | રત્ના સ્ટીલ્સ | GSTR-1 ફોર્મ | રત્ના સ્ટીલ્સ સુપર કાર્સ લિમિટેડની આઉટવર્ડ સપ્લાઈસ અપલોડ કરે છે. ઇન્વોઇસ નંબર 10 અપલોડ નથી થતું. |
સુપર કાર્સ લિમિટેડ | સુપર કાર્સ વિષ્ણુ મોટર્સ અને રવીન્દ્ર ઓટોમોબાઇલ્સ સાથે થયેલા આઉટવર્ડ સપ્લાઈસ અપલોડ કરે છે. | ||
11 મી ઓગષ્ટ | સુપર કાર્સ લિમિટેડ | GSTR-2A ફોર્મ | રત્ના સ્ટીલ્સ દ્વારા GSTR-1 ફોર્મના આધારે સ્વચાલિત ઇનવર્ડ સપ્લાઈસ સ્ટેટમેન્ટ સુપર કાર્સ લિમિટેડને મોકલવામાં આવે છે. |
15 મી ઓગષ્ટ | સુપર કાર્સ લિમિટેડ | GSTR-2 ફોર્મ | સુપર કાર્સ લિમિટેડ ગુમ થયેલ ઇનવોઇસ નંબર 10 GSTR-2 ફોર્મમાં ઉમેરે છે અને રીટર્ન જમા કરે છે. ફોર્મ GSTR-2 ફોર્મના આધારે 15,000 રૂપિયાનું ITC સુપર કાર્સ લિમિટેડના ઈ-ક્રેડિટ ખાતામાં કામચલાઉ રૂપે જમા કરવામાં આવશે. |
17 મી ઓગષ્ટ | રત્ના સ્ટીલ્સ | GST-1A ફોર્મ | સુપર કાર્સ લિમિટેડ દ્વારા ઇનવોઇસ નંબર 10 ની વિગતો જે GSTR-1A ફોર્મમાં ઉમેરવામાં આવેલ છે તેને રત્ના સ્ટીલ્સ દ્વારા સ્વીકારવામાં આવી નથી. |
20 મી ઓગષ્ટ | રત્ના સ્ટીલ્સ | GSTR-3 ફોર્મ | સ્વચાલિત માસિક રીટર્ન રત્ના સ્ટીલ્સ દ્વારા ટેક્સ ચુકવણી સાથે જમા કરવામાં આવે છે. ઇનવોઇસ નંબર 10 અપલોડ ન થયેલ હોવાથી અને સ્વીકારવામાં ન આવેલ હોવાથી, ટેક્સ ચુકવણી માત્ર પ્રથમ આઉટવર્ડ સપ્લાઈસ પરની રહેશે, એટલે કે, 5,000 રૂપિયા. |
સુપર કાર્સ લિમિટેડ | તેમ છતાં રત્ના સ્ટીલ્સ દ્વારા ઇનવોઇસ નંબર 10 અપલોડ ન થયેલ હોવાથી અને સ્વીકારવામાં ન આવેલ હોવાથી, સુપર કાર્સ લિમિટેડને 15,000 રૂપિયાનું સપૂર્ણ ITC કામચલાઉ ધોરણે મેળવવા માટેનો દાવો કરવા મંજુરી આપવામાં આવશે. આથી, સુપર કાર લિમિટેડને GSTR-3 ફોર્મમાં સંપૂર્ણ ITC પર વિચારણા કર્યા બાદ ટેક્સની ચુકવણી 15,000 રૂપિયા રહેશે. |
ઉપરોક્ત કોષ્ટકમાં સમજાવ્યા પ્રમાણે, સુપર કાર્સ લિમિટેડના માસિક રીટર્ન GSTR-3 ફોર્મ GSTN દ્વારા સ્વતઃ રચાયેલ ટેક્સ ચુકવણી નક્કી કરવા માટે કામચલાઉ ITC ને ધ્યાનમાં લેશે. પરિણામે, સુપર કાર લિમિટેડની ટેક્સ ચુકવણી 16,000 રૂપિયા હશે.
20 મી ઓગષ્ટ મુજબ સુપર કાર્સ લીમીટેડનું માસિક રીટર્ન | |
---|---|
વિગતો | રકમ |
આઉટવર્ડ સપ્લાઈસ પર ટેક્સ ચુકવણી (25,000+6,000) | 31,000 |
ઇનવર્ડ સપ્લાઈસ પર ITC | 15,000* |
ટેક્સ ચુકવણી (ગોઠવણી બાદ) | 16,000* |
*કામચલાઉ ધોરણે મળેલ છે
જુલાઇના રિટર્ન ફાઈલની અંતિમ તારીખ જે 20 મી ઓગસ્ટ છે, એ દરમિયાન રત્ના સ્ટીલ્સ ઇનવોઇસ નં. 10 અપલોડ ન કરે અને સ્વીકારે (GSTR-1A ફોર્મ) નહી તો પણ સુપર કાર લિમિટેડ માટેના અંતિમ ITC ની લાયકાત નક્કી કરવા માટે ઇન્વૉઇસને સરખાવામાં આવશે. પરિણામે, 10,000 રૂપિયાનું ITC મિસમેચ થશે જેથી અંતિમ લાયકાત (મેળ ખાતી ક્રેડિટ) સાથે મિસમેચ થયેલ ITC અંગેની જાણ સુપર કાર્સ લિમિટેડને ઓગસ્ટ મહિનામાં GST MIS-1 ફોર્મમાં કરવામાં આવશે.
20 મી ઓગષ્ટથી જુલાઈ માટે રીટર્ન ફાઈલ કરવા માટે MIS-1 ફોર્મ | |
---|---|
વિગતો | રકમ |
અંતે પ્રાપ્ત થયેલ ITC | 5,000 |
ITC ની મિસમેચ | 10,000 |
મિસમેચના કારણે થયેલ વધ-ઘટની ભરપાઈ કરવાની સમયરેખા
GST MIS-2 ફોર્મમાં મળેલી ઇનપુટ ટેક્સ ક્રેડિટની મિસમેચને કારણે થયેલી વધઘટ સપ્લાયર દ્વારા સ્વીકારવી જરૂરી છે. સપ્લાયરને એ મહિના માટે આઉટવર્ડ સપ્લાઈસ માટે માન્યતાની વિગતો આપવી જરૂરી છે જે મહિના દરમિયાન મિસમેચ અંગેનો અહેવાલ ઉપલબ્ધ કરાવવામાં આવ્યો હોય. ઉદાહરણ તરીકે GST MIS-2 ફોર્મ ઓગસ્ટ મહિનામાં ઉપલબ્ધ કરવામાં આવ્યું છે. ઓગસ્ટ મહિના માટેના GSTR-1 ફોર્મમાં આઉટવર્ડ સપ્લાઈસની માન્યતાની વિગતો આપવી જરૂરી છે અને તેને 10 મી સપ્ટેમ્બર સુધીમાં ફાઈલ કરવી જોઈએ અને માસિક રીટર્ન 20 મી સપ્ટેમ્બર સુધીમાં ફાઈલ કરવું જોઈએ.
MIS-2 પ્રાપ્ત થયાની તારીખ | ફોર્મ કે જેમાં માન્યતાની વિગતો આપવામાં આવી છે | રીટર્નમાં માન્યતાની વિગતો આપવાની તારીખ | માસિક રીટર્ન | ચુકવણી |
---|---|---|---|---|
ઓગષ્ટ | GSTR-1 ફોર્મ | 10મી સપ્ટેમ્બર | 20મી સપ્ટેમ્બર r | 20મી સપ્ટેમ્બર |
ઉપરના ઉદાહરણમાં ઓગસ્ટ મહિનામાં ઇન્વોઇસ નંબર 10 માટે 10,000 રૂપિયાની મિસમેચનો અહેવાલ સુપર કાર લિમિટેડ અને રત્ના સ્ટીલ્સ બંને માટે છે. ઓગસ્ટ મહિના માટેના GSTR-1 ફોર્મ ફાઈલ કરતા પહેલા રત્ના સ્ટીલ્સ દ્વારા આ વધઘટની જાણ સપ્ટેમ્બર મહિનાની 10 મી તારીખ સુધીમાં કરવી જોઇએ. જો તેને મંજુર કરવામાં આવે અને ઉપર જણાવેલ સમયના ગાળામાં વિગતો આપવામાં આવી હોય, તો સુપર કાર લિમિટેડની ઇનપુટ ટેક્સ ક્રેડિટ પ્રાપ્ત થશે નહી.
ITC નું રિવર્સલ, જો સમયમર્યાદા અંદર ભરપાઈ કરવામાં ન આવે તો,
જો નિર્દેશ કરાયેલા સમયગાળામાં મિસમેચ વ્યવહારોની ભરપાઈ કરવામાં ન આવે, તો આ થયેલી વધઘટની રકમ (જે કામચલાઉ ધોરણે જમા કરવામાં આવી હતી) પ્રાપ્તકર્તાની આઉટપુટ ટેક્સ ચુકવણી તરીકે ઉમેરવામાં આવશે. પ્રાપ્તકર્તા ઈનપુટ ટેક્સ ક્રેડિટ મેળવવાની તારીખથી ચૂકવણીની તારીખ સુધી 24% કરતા વધુ ન હોય તેવા દરે આવી રકમ પર વ્યાજ ચૂકવવા માટે જવાબદાર છે.
જો ઓગસ્ટ મહિનામાં થયેલા વધઘટના વ્યવહારોની ભરપાઈ કરવામાં નહી આવે અને રત્ના સ્ટીલ્સ દ્વારા 10 સપ્ટેમ્બરના રોજ અથવા તે પહેલાના તેની જાણ કરાય હોય, તો 10,000 રૂપિયાની ઈનપુટ ટેક્સ ક્રેડીટ (ઇનવોઇસ નંબર 10) સુપર કાર્સ લિમિટેડ માટે આઉટપુટ ટેક્સ ચુકવણી તરીકે ઉમેરવામાં આવશે. આ સપ્ટેમ્બરના મહિનામાં થશે, અને રીટર્ન આઉટપુટ ટેક્સ ચુકવણી સાથે 20 મી ઓક્ટોબર સુધીમાં ફાઈલ કરવું પડશે, સુપર કાર્સ લિમિટેડ પણ ITC નો લાભ લેવાની તારીખથી ચુકવણીની તારીખ સુધી મહત્તમ 24 ટકા વ્યાજ ચૂકવવા માટે જવાબદાર રહેશે.
અસાધારણ પરિસ્થિતિ
જો મિસમેચ અથવા વધઘટ ઇનપુટ ટેક્સ ક્રેડિટના અધિક દાવાને લીધે થઇ હોય તો, દાવાઓના ડુપ્લિકેશનના આધારે GST MIS-1 ફોર્મમાં પણ તેની જાણ કરવામાં આવશે. આ તે મહિનાની પ્રાપ્તકર્તાની આઉટપુટ ટેક્સ ચુકવણી તરીકે ઉમેરવામાં આવશે જેમાં વ્યાજ સહિત ડુપ્લિકેશન વ્યવહારો કરવામાં આવ્યા હોય છે.
ઉદાહરણ તરીકે, જુલાઈ માસ માટે અધિક દાવો કરવામાં આવે છે, જે ઓગસ્ટમાં ફાઈલ કરવામાં આવે છે અને ઓગસ્ટમાં GST MIS-1 ફોર્મમાં વધઘટના વ્યવહારો થાય છે. ઓગસ્ટ મહિનાના રિટર્નમાં આઉટપુટ ટેક્સની ચુકવણી વ્યાજ સહિત ઉમેરવામાં આવશે જે રીટર્ન 20 મી સપ્ટેંબર સુધીમાં ફાઈલ કરવું પડશે.
સારાંશ
સમયસર અનુપાલન માટે અને ઇનપુટ દાવાના રિવર્સલને ટાળવા માટે ટેક્નોલોજી મહત્વની ભૂમિકા ભજવશે. તમે જે GST સૉફ્ટવેરનો ઉપયોગ કરો છો તે, સમાધાનના સ્વયંસંચાલન અને ઇન્વૉઇસને સરખાવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. તે સીસ્ટમના અસાધારણ અહેવાલોને લીધે ઉતપન્ન થતી ભૂલ ચૂકને ઝડપી સુધારવા માટે તમને મદદ કરશે.
તમારો સમયસર રોકડ પ્રવાહ અને સંચાલન તમારા વિક્રેતાની અનુપાલન શિસ્ત પર આધારિત હશે. ખાતરી કરો કે તમારા વિક્રેતાઓ GST ના મહત્વ વિષે જ્ઞાન ધરાવે છે. ઉપરાંત, તમારા વિક્રેતાના અનુપાલનના ઇતિહાસની સમીક્ષા કરવી અને આમ કરતા રહેવાથી તે તમને વધુ સારી રીતે તૈયાર કરવા અને તમારા ઇનપુટ ટેક્સ ક્રેડિટનું રક્ષણ કરવામાં સહાય કરશે.
111,675 total views, 7 views today

Author: Yarab A
Yarab is associated with Tally since 2012. In his 7+ years of experience, he has built his expertise in the field of Accounting, Inventory, Compliance and software product for the diverse industry segment. Being a member of ‘Centre of Excellence’ team, he has conducted several knowledge sharing sessions on GST and has written 200+ blogs and articles on GST, UAE VAT, Saudi VAT, Bahrain VAT, iTax in Kenya and Business efficiency.Tags In

Yarab A
5 Comments
Comments are closed.
Subscribe to our newsletter
Latest on GST
Categories
- GST Billing (12)
- GST Compliance (9)
- E-Commerce under GST (7)
- GST E-way Bill (34)
- GST Fundamentals (57)
- Input Tax Credit (16)
- GST Procedures (21)
- GST Rates (10)
- GST Registration (25)
- GST Returns (50)
- GST Sectorial Impact (15)
- GST Software Updates (26)
- GST Transition (21)
- GST Updates (31)
- Opinions (26)
- Uncategorized (1)
Hello sir/Madam,
while Recording reverse of Input Tax Credit.
while giving back the credit to current Asset. we will pass the following journal
Increase of input tax credit and purchase from unregistered Dealer and we will be
selecting for eg
Dr. CGST Rs 140.00
Dr. SGST Rs 140.00
CR. Current Asset Rs 280.00
after passing this entry if you check
display Day book for this particular entry
you find only Rs140.00 and not Rs 280.00
for this transaction.
kindly check and Confirm
Increase of tax liability
Cr. CGST Payable Rs 140.00
Cr. SGST Payable Rs 140.00
DR. Current Asset Rs 280.00
You need to view the Daybook in detailed mode : ALter + F1
sir i m Ayurveda medicine mfg, i have stock of medicine on 30th june,
1) how can i claim input tax
2) how can i CAN show sale invoice both in IGST,SGST AND CGST
3) ANY STOCK AVAILABLE WITH DEALERS/STOCKIST HOW CAN I ISSUE CREDIT NOTE AND HOW CAN I CLAIM IT IN INPUT TAX
Please read ITC on Closing Stock GST Invoice and Credit Note