એક સ્થાવર મિલકત એટલે મિલકતની એક એવી સ્થાવર વસ્તુ જે પોતાની જગ્યાએથી એને નષ્ટ કર્યા વગર હલતી નથી. જેમ કે, જમીનનો કોઈ અંશ અથવા કોઈ ઘર.

વર્તમાન ટેક્સ વ્યવસ્થામાં, કોઈ સ્થાવર મિલકતના સંબંધમાં પૂરી પાડવામાં આવેલ ટેક્સ યોગ્ય સેવાઓ સર્વિસ ટેક્સના અધીન છે.

સર્વિસ ટેક્સ, કેન્દ્રિય લેવી હોવાને લીધે, બધા ઉપર લાગુ થાય છે, ભલે પછી સેવા રાજ્યની અંદર આપવામાં આવી કે કોઈ બીજા રાજ્યને.

GST વ્યવસ્થામાં, સપ્લાય પર લાગતા ટેક્સની જાણ કરવા માટે આ નિર્ધારિત કરવું જરૂરી છે કે આપવામાં આવેલ પુરવઠો રાજ્યની અંદર (ઇન્ટરસ્ટેટ)નો છે અથવા રાજ્યની બહાર (ઇન્ટ્રાસ્ટેટ)નો. આનો નિર્ણય સપ્લાયની જગ્યાની જાણ કરીને કરી શકાય છે.

જો કોઈ સ્થાવર મિલકતના સંબંધમાં સેવાઓ આપવામાં આવતી હોય, તો સપ્લાયની જગ્યાની જાણ કરવા માટેના ખાસ નિયમો બનાવવામાં આવ્યા છે.આ નિયમો સેવાઓના સપ્લાયની જગ્યા નક્કી કરવાના સામાન્ય નિયમોને રદ્દ કરે છે.

સ્થાવર મિલકતના સંબંધમાં આપવામાં આવેલ સેવાઓના સપ્લાયની જગ્યા એ એવું સ્થાન હશે જ્યાં સ્થાવર મિલકત સ્થિત છે અથવા સ્થિત કરવાનો ઈરાદો છે.

સ્થાવર મિલકતના સંબંધમાં આપવામાં આવેલ સેવાઓના સપ્લાયની જગ્યા એ એવું સ્થાન હશે જ્યાં સ્થાવર મિલકત સ્થિત છે અથવા સ્થિત કરવાનો ઈરાદો છે. ટ્વીટ કરવા માટે ક્લિક કરો.Click To Tweet

આના ચાર દૃશ્યો હોઈ શકે છે:

1. કોઈ સ્થાવર મિલકતના સંબંધમાં સીધી પૂરી પાડવામાં આવેલ સેવાઓ

આમાં આર્કિટેક્ચર, ઇન્ટીરિયર ડેકોરેટર, સર્વેયર, એન્જિનિયર, વગેરે દ્વારા પૂરી પાડવામાં આવતી સેવાઓનો સમાવેશ છે

ઉદાહરણ સ્વરૂપ: રાજ હોટલ્સ, જેનું રજીસ્ટ્રેશન શિમલા, હિમાચલ પ્રદેશમાં થયું છે, દેહરાદૂન, ઉત્તરાખંડમાં એક હોટલ બનાવી રહી છે. હોટલનું ઇન્ટીરિયર ડેકોરેશન રવિ ઇન્ટીરિયર્સ દ્વારા કરવામાં આવી રહ્યું છે, જેમના વેપારની રજીસ્ટર્ડ જગ્યા દેહરાદૂન, ઉત્તરાખંડમાં છે.

ઇન્ટીરિયર ડેકોરેશન સેવાના સપ્લાય માટે,

સપ્લાયર (પુરવઠો પૂરો પાડનાર)નું સ્થાન: દેહરાદૂન, ઉત્તરાખંડ

સપ્લાય (પુરવઠો)નું સ્થાન: જો કે સેવા મેળવનાર રાજ હોટલ્સના વેપાર માટે રજીસ્ટર થયેલ જગ્યા શિમલા, હિમાચલ પ્રદેશ છે, સપ્લાયની જગ્યા હોટલની જગ્યા હશે, એટલે કે દેહરાદૂન, ઉત્તરાખંડ

આ ઇન્ટ્રાસ્ટેટ (રાજ્યોની વચ્ચે) સપ્લાય છે અને લાગુ થતો ટેક્સ CGST અને SGSG છે.

Place of Supply of Services_9

2. કોઈ સ્થાવર મિલકતમાં અસ્થાયી આવાસ

આમાં કોઈ હોટલ, મુસાફરખાનું, ગેસ્ટ હાઉસ, હોમ સ્ટે, ક્લબ, કેમ્પિંગની જગ્યા, હાઉસ બોટ, વગેરે દ્વારા પૂરો પાડવામાં આવતો આવાસ છે.

ઉદાહરણ સ્વરૂપ: શિમલા, હિમાચલ પ્રદેશમાં રાજ હોટલ્સ, શ્રી તારીકને આવાસ પૂરો પાડે છે. શ્રી તારીક એક સત્તાવાર સેમિનાર માટે જયપુર, રાજસ્થાનમાં એક રજીસ્ટર્ડ ડીલર છે.

સપ્લાયરનું સ્થાન: શિમલા, હિમાચલ પ્રદેશ

સપ્લાયનું સ્થાન: શિમલા, હિમાચલ પ્રદેશ.

આ ઇન્ટ્રાસ્ટેટ (રાજ્યોની વચ્ચે) સપ્લાય છે અને લાગુ થતો ટેક્સ CGST અને SGSG છે.

Place of Supply of Services_10

3.કોઈ કાર્યક્રમનું આયોજન કરવા માટે કોઈ સ્થાવર મિલકતમાં આવાસ

આમાં કોઈ સત્તાવાર, સામાજિક, સાંસ્કૃતિક, આધ્યાત્મિક કે વ્યવસાયિક કાર્યક્રમ આયોજિત કરવા માટે આવાસ પૂરો પાડવો સામેલ છે.

ઉદાહરણસ્વરૂપ: ગુરુગ્રામ, હરિયાણામાં એક રજીસ્ટર્ડ ડીલર, મુકેશ ઓટોમોબાઇલ્સ પ્રાઈવેટ લિમિટેડ 3 દિવસ માટે એક સત્તાવાર કોન્ફરન્સ માટે શિમલા, હિમાચલ પ્રદેશમાં રાજ હોટલ્સનો એક કોન્ફરન્સ હોલ બુક કરાવે છે.

સપ્લાયરનું સ્થાન: શિમલા, હિમાચલ પ્રદેશ

સપ્લાયનું સ્થાન: શિમલા, હિમાચલ પ્રદેશ.

આ ઇન્ટ્રાસ્ટેટ (રાજ્યોની વચ્ચે) સપ્લાય છે અને લાગુ થતો ટેક્સ CGST અને SGSG છે.

Place of Supply of Services_11

4. ઉપર દર્શાવેલ સેવાઓની પૂરક કોઈ અન્ય સેવાઓ

ઉદાહરણસ્વરૂપ: મુકેશ ઓટોમોબાઇલ્સ પ્રાઈવેટ લિમિટેડ, શિમલા, હિમાચલ પ્રદેશમાં રાજ હોટલ્સમાં કોન્ફરન્સ હોલ બુક કરતાંની સાથે સત્તાવાર કોન્ફરન્સ માટે પોતાના મહેમાનો માટે ભોજન અને પેય પદાર્થોનો ઓર્ડર કરે છે.

સપ્લાયરનું સ્થાન: શિમલા, હિમાચલ પ્રદેશ

સપ્લાયનું સ્થાન: શિમલા, હિમાચલ પ્રદેશ

આ ઇન્ટ્રાસ્ટેટ (રાજ્યોની વચ્ચે) સપ્લાય છે અને લાગુ થતો ટેક્સ CGST અને SGSG છે.

Place of Supply of Services_12

જેવી કે ઉપર ચર્ચા કરવામાં આવી, વર્તમાન વ્યવસ્થામાં, સ્થાવર મિલકતોના સંબંધમાં આપવામાં આવેલ સેવાઓ પર સર્વિસ ટેક્સ લગાડવામાં આવે છે. કારણ કે સર્વિસ ટેક્સ એક સેન્ટ્રલ લેવી છે, પ્રાપ્ત કરેલ સેવાઓ પર ઈનપુટ ક્રેડિટ, પ્રદાન કરેલ સેવાઓની જવાબદારી પ્રમાણે રાખી શકાય છે, તે કયા રાજ્યથી સંબંધિત છે, તેનો કોઈ ફર્ક નથી પડતો.

ઉપર આપવામાં આવેલ ઉદાહરણને જોતા, વર્તમાન વ્યવસ્થામાં, હરિયાણામાં મુકેશ ઓટોમોબાઇલ્સ પ્રાઈવેટ લિમિટેડ હિમાચલ પ્રદેશમાં હોટલ ખર્ચ પર ચૂકવેલ ટેક્સનું ઈનપુટ ક્રેડિટ લઇ શકે છે. જો કે, GST ના યુગમાં, સ્થાવર મિલકતના સંબંધમાં આપવામાં આવેલ સેવાઓના સપ્લાયની જગ્યા સ્થાવર મિલકતનું સ્થાન છે. આનો અર્થ છે કે આવી પરિસ્થિતિઓમાં લાગુ થતો ટેક્સ CGST અને SGST હશે.

ધ્યાન રાખો કે એક રાજ્યનું CGST અને SGST ક્રેડિટને બીજા રાજ્યની જવાબદારી નક્કી કરવા માટે કામમાં ના લઇ શકાય. આવી સ્થિતિમાં, જ્યારે કોઈ રજીસ્ટર્ડ વ્યક્તિ કોઈ અલગ રાજ્યમાં સ્થાવર મિલકતની સેવાઓ લે છે તો તે વ્યક્તિ બીજા રાજ્યમાંથી લીધેલ તે સેવા પર ઈનપુટ ક્રેડિટ લઇ શકશે નહિ. આ રીતે, GST વ્યવસ્થામાં, મુકેશ ઓટોમોબાઇલ્સ પ્રાઈવેટ લિમિટેડ, જે હરિયાણામાં રજીસ્ટર્ડ છે, તે હિમાચલ પ્રદેશમાં ચૂકવેલ CGST અને SGST ઈનપુટ ક્રેડિટ નહિ લઇ શકે.

પંક્તિ-માં-આગળ: ઘટનાઓના સંબંધમાં સેવાઓની સપ્લાયની જગ્યા

અમને તમારી મદદની જરૂર છે

મહેરબાની કરીને નીચે કોમેન્ટ દ્વારા આ બ્લોગ પોસ્ટ પર તમારી પ્રતિકિયા શેર કરો. અમને એ પણ જણાવો GST ને લગતા કયા વિષય પર તમને વધુ જાણવાની ઈચ્છા છે, તેનો સમાવેશ અમારી યોજનામાં કરીને અમે ખુશ થઈશું.

આ મદદગાર રહ્યું? નીચે આપેલ સોશિયલ શેર બટન દ્વારા આને બીજા લોકો સાથે શેર કરો.

Are you GST ready yet?

Get ready for GST with Tally.ERP 9 Release 6

94,306 total views, 47 views today