બેશક સૌથી મોટું અપ્રત્યક્ષ કર પરિવર્તન હવે થી થોડા જ સપ્તાહ માં આપણા પર લાગુ થશે. કાયદાના નિર્માતા તેની કલમો અને રૂપરેખા પર વિચાર-વિમર્શ કરી રહ્યા છે જેથી યોગ્ય કાયદાઓ પસાર કરી શકાય.

એમાં કોઈ શંકા નથી કે આ બજાર માં એક મહાન સમાનતા લાવનાર બનશે અને વ્યાપારીઓ માટે ભારતીય બજાર ખોલશે. આંતર-રાજ્ય વ્યાપાર ની સમસ્યાઓ દૂર થઇ જશે અને વર્તમાન પરિસ્થિતિ ની સરખામણીએ દરેક વ્યાપારી હવે વધારે ગ્રાહકો અને સપ્લાયરો સુધી પહોંચી શકશે. માત્ર અમુક જ વ્યક્તિઓ કરચોરી કે કાનૂની જોગવાઈઓ નો અનુચિત લાભ લઇ શકશે અને વધારે ઉદ્યોગો ખીલશે કારણ કે હરીફાઈ નું સ્ટાર સમાન થઇ જશે. વિવિધ કરો નું શોષણ કરીને એક જ કર પદ્ધતિ તરફ વળવામાં સમય અને અનુપાલન ની કિંમત ઘટી જશે.

સામાન્ય રીતે નાના ઉદ્યોગો ‘બધું પ્રામાણિક’ હોય છે અને મહદ અંશે ‘વધુ રોકડ પ્રવાહ ની સમસ્યાઓ’ થી પીડિત હોય છે.

It is indeed time for celebration. Except for the Small Businessman.Click To Tweet

ભલે વધતી સંબંધિત પ્રામાણિકતા સામાજિક લાંછન ને લીધે જ આવી હોય કે સમસ્યા ની ખબર પડતા તેને હલ કરવાની અસમર્થતા થી અથવા અપ્રમાણિકતા નો લાભ એટલો મોટી નથી કે લાલચ બની શકે, કે માત્ર મૂળ નૈતિક સૂત્ર ની કસોટી પૂરતા પ્રલોભન સાથે કરવામાં આવતી નથી એ વાસ્તવ માં એક વિવાદાસ્પદ મુદ્દો છે. આ બધા ને ખબર છે કે માઈક્રો લેન્ડિંગ ક્ષેત્ર બીજા ધિરાણ વ્યાપાર કરતા સૌથી વધારે પરત ચુકવણી નો અવકાશ રાખે છે.

સાથે જ, લઘુ ઉદ્યોગો રોકડ પ્રવાહ ની વારંવાર અસમતા સહન કરે છે. ત્યાં સુધી કે આપણા રોજિંદા જીવનક્રમ માં માલ વેચ્યા બાદ પેમેન્ટ આવવામાં એક અઠવાડિયા નું પણ જો મોડું થાય તો પણ ઘણી મુશ્કેલી ઉભી થઇ જાય છે. ધારો કે પરિવાર માં એક લગ્ન હોય? આ ચક્ર ને ઠીક થતા ઘણા સપ્તાહ લાગી જાય છે. આશાવાદી હરાજી કે માલ-સામાન ની ઓફર જે વધારે નફો મેળવી આપે છે અને તેમને આનો લાભ મેળવવા માટે પોતાના રોકડ વ્યવહારો માં સુધારો કરવો પડે છે. એક કર્મચારી ના ઘરમાં લગ્ન છે? તેમને સહાય કરવાની ઈચ્છા હોય તો પહેલા તેનું કેશ ફલૉ મેનેજમેન્ટ (રોકડ પ્રવાહ વ્યવસ્થા) કરવું પડે છે.

સરકારે ડ્રાફ્ટ મોડેલ કાયદા માં આપેલ વિધાન માં જી.એસ.ટી. માટે અમુક પ્રસ્તાવ છે, જે ધીમેથી પરંતુ નિશ્ચિતપણે લગભગ બધા જ નાના ઉદ્યોગોને આખરે બંધ થવા તરફ લઇ જશે. આ સરકાર નો ઈરાદો નથી પણ કેવળ અન્ય સારા ઉદેશ્ય નું અણધાર્યું પરિણામ છે. આ સુધરી શકે તેમ પણ છે, પણ જો કારણો અને પરિણામો ની કદર કરવામાં આવે તો.

‘ઇનપુટ ટેક્સ ક્રેડિટ ખરીદનાર માટે તો જ પ્રાપ્ય બનશે જો સપ્લાયરે નિર્ધારિત સમય માં ટેક્સ ચુકવ્યો હશે’ એ નાના વ્યાપાર ને તેમના જીવન-ચક્ર માં ભોગવવી પડતી એક વ્યાજબી સમસ્યા છે. મોટા ભાગના (ભલે બધા નહિ) ને કરચોરી કરવાનો કે ન ચૂકવવાનો ખરાબ ઈરાદો રહેશે નહિ. અને વધુમાં સરકારને કોઈ અવગણી શકશે પણ નહિ. એવું બને કે ક્યારેક તેઓ અન્ય મુશ્કેલીઓ ને લીધે પેમેન્ટ કરવામાં વિલંબ કરે જે અમે ઉપર વર્ણવ્યા છે. ક્યારેક ‘સમય પર પોતાના કર્મચારીઓ ને પગાર ચૂકવવો’ અને ‘સરકારને વિલબિત ચુકવણું કરવા બદલ દંડ ભરવો’ એ વિષય માં જાગૃત રહે છે નહીંતર તેમને તેમના માણસો ગુમાવવા પડે છે. ક્યારેક પોતાના સપ્લાયર ને ચુકવણું કરવાનું દબાણ એ લોકો માટે કટોકટીભર્યું બને છે, નહિ તો તેમની માલ મળવાની સાયકલ તૂટી જાય છે અને તેમના ગ્રાહકોનો વ્યાપાર કાયમ માટે ખોઈ બેસે છે – આમ ફરી ‘વિલંબિત ચુકવણા માટેનો દંડ’ સ્વીકાર્ય બને છે. અને તેઓ ધીરે ધીરે આખરે ચૂકવે છે.

આના સંબંધિત અને વધારે ભયાનક જોગવાઈ એવી છે કે સરકાર એક ‘માન્યતા રેટિંગ’ બનાવવાનું વિચારે છે – જેમાં ખરીદી કરતા પહેલા તમે જાણી શકો કે એ સપ્લાયર ના ‘સારા કે ખરાબ’ રેટિંગ છે. એનો હેતુ કંઈક આવો છે – કારણ કે તમારી ઇનપુટ ટેક્સ ક્રેડિટ તમારા સપ્લાયર ની ગુણવત્તા પર નિર્ભર છે, તેથી તમે ‘નબળા’ રેટિંગ વાળા માણસો પાસેથી ખરીદી કરવાનું ટાળશો – મતલબ કે હવે લોકો ખરાબ રેટિંગ ટાળવા માટે શક્ય એટલા બધા જ પ્રયત્નો કરશે.

અને આ રેટિંગ ‘નબળા’ તમારી વિગત ભરવામાં થતા વિલંબ ને કારણે નહિ પરંતુ તમે ચુકવણી કરવામાં કરેલ ઢીલ ને કારણે છે.

ટૂંકમાં, જયારે આ જોગવાઈઓ ને એકસાથે લેતા, એક નાના વ્યાપારને પડતી કોઈ પણ મુશ્કેલી હવે ‘દ્રશ્યમાન અને જાહેર’ જાણકારી બનશે અને તેને અનુરૂપ સ્નોબોલ અસર થશે. તો હવે જયારે તમને કોઈ મુશ્કેલી પડશે તો તે આવતા મહિને વધારે મોટી બનશે કારણ કે તમારા ગ્રાહકો વધારે સુરક્ષિત વ્યવસાય કરશે અને અન્ય પાસેથી ખરીદશે (એ તથ્ય કે બજાર હવે ‘વધારે ખુલ્લી બજાર’ બની છે એ અહીં વરદાનરૂપ બનશે). આનાથી સીધી રીતે તમારી સમસ્યા વધશે, જેનાથી ચુકવણી માં વધારે મોડું થશે અને/અથવા તમારા રેટિંગ માં વધારે ઘટાડો આવશે, પરિણામે વધારે ને વધારે ગ્રાહકો ગુમાવવાનો સમય આવશે અને અંતે વ્યાપાર બંધ થઇ જશે.

નાના ઉદ્યોગો માટે ‘જી.એસ.ટી. ચૂકવવા માટે અને ખરાબ રેટિંગ ટાળવા માટે જરૂરી ઇમર્જન્સી ફન્ડ’ વ્યાજખોરી તરફ ધકેલશે અને કિંમત નો ભાર તમને લાંબા સમય સુધી સ્થિર રાખી શકશે નહિ. આ રીતે તેઓ અર્થશાસ્ત્ર ના પાયે વ્યવસ્થા કરવા માટે અસમર્થ થઇ જશે. હવે, જી.એસ.ટી. ના રાજ માં પોતાનો વ્યવસાય ચાલુ રાખવો એ એકદમ અઘરું થઇ જશે.

અને વિરોધાભાસ એ છે કે જી.એસ.ટી. પાસે અનુપાલન કિંમત ઘટાડવાની અપેક્ષા હતી.Click To Tweet

એમાં કોઈ શંકા નથી કે ખોટા બીલો પર કરેલા કપટપૂર્ણ દાવા માટે કરેલ ઇનપુટ ક્રેડિટ માટે ઇન્કાર કરવાનો સરકાર ને પૂર્ણ અધિકાર છે. સપ્લાયરો ની હાલની જોગવાઈઓ સાથે પોતાના સપ્લાયને જી.એસ.ટી.એન. સાથે રજીસ્ટર કરવાની જરૂરિયાત છે, અને આવા ઈન્વોઈસ પર જ ઇનપુટ ક્રેડિટ ઉપલબ્ધ હોવી એ પહેલાથી જ એક ગૂંચવાયેલ સમસ્યા છે. એવી માંગ સાથે કે દરેક વ્યાપારોએ ફરજીયાત તેમના ઈન્વોઈસ અપલોડ કરવા પડશે, તેમની સંપૂર્ણ જવાબદારી સ્થાપિત થાય છે અને તેમના પેમેન્ટ (અથવા સરકાર ની પેમેન્ટ માંગવાનો/એકઠું કરવાનો હક) લગભગ ચોક્કસ જ હોય છે.

એવી અફવા છે કે આવી કાયદામાં અસ્થિર જોગવાઈ નું મુખ્ય કારણ વિવિધ રાજ્યો માં આઈ.જી.એસ.ટી. વિતરણ ની સમસ્યા ને લીધે થાય છે, ખાસ કરીને જયારે કોઈ ચુકવવામાં નિષ્ફળ રહે છે. એની સાથે કામ કરવાનો બીજો ઉપાય સરકાર માટે હજી વિચાર હેઠળ છે, પરંતુ હાલનો ડ્રાફ્ટ કાયદો ઉપર જણાવેલ જોગવાઈઓ ને અહીં દર્શાવતો રહે છે – પરંતુ બિનસત્તાવાર જાહેરાત એવી છે કે આ સમસ્યા પછી હલ થઇ જશે અને પ્રથમ અમલીકરણ હાલના ડ્રાફ્ટ નિયમ સાથે થશે.

તેમ છતાં, આ કોઈ પછીથી હલ કરવા જેવી સમસ્યા નથી. ક્ષણિક મૃત્યુ જેવી કોઈ વસ્તુ હોતી નથી. પર્યાપ્ત નાના વ્યવસાયો ખોટી રીતે ‘બ્રાન્ડેડ’ બનશે કારણ કે ‘તેમની સાથે વ્યવહાર કરવામાં શા માટે જોખમ લેવું’ , અને ભવિષ્ય માં કાયદો બદલાય તો પણ તેઓ પુનઃ ઠીક થઇ શકશે નહિ. એથી ઉલટું સાચું થશે. જો સરકાર આ જોગવાઈ હોવા છતાં પણ છેતરપિંડી પકડી શકશે નહિ, તો ભવિષ્યમાં તેઓ એને ‘નિયંત્રિત કરવાના એકમાત્ર ઉપાય’ તરીકે શરુ કરશે.

માંગેલ પરિવર્તન એ છે કે – ‘માન્ય રિટર્ન’ ના સ્ટેટમેન્ટ સાથે ‘પેમેન્ટ’ ને જોડવું નહિ. ધારો કે ‘માન્ય રિટર્ન’ એ છે જે એની ગણતરી માં સાચું છે અને કરદાતા ની જવાબદારી દર્શાવે છે. અને ધારો કે સપ્લાયર નું ‘માન્ય રિટર્ન’ એના આધારે છે જેના પર ગ્રાહક ‘ઇનપુટ ક્રેડિટ’ લઇ શકે છે (આ હાલના કાયદાની જોગવાઈ માં છે, સિવાય કે એ ત્યારેજ ‘માન્ય’ ગણાશે જો એ પહેલેથી જ ચૂકવી દેવામાં આવ્યું હોય). જી.એસ.ટી. ની ત્રિકોણીય પ્રકૃતિને લીધે આ સામાન્ય પરિવર્તન કોઈ પણ રીતે વ્યાપાર ના રસ્તા ખોલશે, અનુપાલન માં સુધાર લાવશે અને નાટકીય રીતે છેતરપિંડી ને ઘટાડશે.

પેમેન્ટ ને ટેક્સ ક્રેડિટ સાથે જોડવું એ એક ભૂલ જ નહિ, પરંતુ એક મોટી નિયમ-વિરુદ્ધતા છે. Click To Tweet૩ વ્યાપાર ની સાંકળ લઈએ, હવે ધારો કે કંપની A ૧ કરોડ + ૨૦ લાખ નો જી.એસ.ટી. નું ઈન્વોઈસ (કુલ કિંમત ૧.૨ કરોડ) કંપની B પર લગાવે છે. કંપની A ૨૦ લાખ નો ટેક્સ સરકારને પણ આપે છે.

હવે કંપની B ૧.૨ કરોડ + ૨૪ લાખ નો જી.એસ.ટી. નું ઈન્વોઈસ (કુલ કિંમત ૧.૪૪ કરોડ) કંપની C પર લગાવે છે. કંપની B ૨૪ લાખ ચૂકવવા માટે અને ૨૦ લાખ ની ક્રેડિટ લેવા માટે હકદાર છે, અને તેથી તેને સરકારને ૪ લાખ ભરવા પડશે. તેમ છતાં, અમુક પરિસ્થિતિઓ ને લીધે તે ચૂકવી શકતા નથી.
હવે કંપની C ૧.૫ કરોડ + ૩૦ લાખ જી.એસ.ટી. (કુલ કિંમત ૧.૮ કરોડ) નું ઈન્વોઈસ લગાડે છે અને ધારો કે અહીં સાંકળ નો અંત છે. (એટલે કે, અંતિમ ગ્રાહક ને વેચાયું).

કંપની C ૨૪ લાખ ની ઇનપુટ ક્રેડિટ લીધા પછી ૩૦ લાખ – અથવા ચોખ્ખા ૬ લાખ ચૂકવવા માટે હકદાર છે. તેમ છતાં, કંપની B ના સમયસર ટેક્સ ન ચૂકવી શકવાના કારણે, આ ઇનપુટ ટેક્સ ક્રેડિટ મળશે નહિ અને કંપની C ને પુરા ૩૦ લાખ ચૂકવવા પડશે.

હવે, જો કંપની B એ ટેક્સ ચુકવ્યો હોત, તો સરકાર દ્વારા લેવાયેલ કુલ ટેક્સ – કંપની આ પાસેથી ૨૦ લાખ, કંપની B પાસેથી ૪ લાખ અને કંપની C પાસેથી ૬ લાખ એટલે કુલ ૩૦ લાખ થશે.
આમ છતાં, કંપની B સમયસર ચૂકવી ન શકવાથી, સરકારે ખરેખર ૫૦ લાખ લીધેલ છે! કંપની A પાસેથી ૨૦ લાખ અને કંપની C પાસેથી ૩૦ લાખ.
આમ અચાનક, કંપની B ના ન ચુકવવાથી એ રેવેન્યુ ડિપાર્ટમેન્ટ માટે એક બોનસ સાબિત થશે!

ઉપરાંત, એ પૂર્ણ રીતે શક્ય છે કે કંપની B સ્વૈચ્છીક રીતે કે સરકારે લીધેલ રિકવરી દ્વારા ૪ લાખ નો ટેક્સ ભરી દે છે. તો હવે સરકારની કુલ વસૂલી ૫૦ લાખ થી પણ વધારે થઇ જશે!
કાયદાની આ અસંગતતા સ્વાભાવિક રીતે અસ્થિર બની જશે. અચાનક, કંપની B દ્વારા થયેલ નોન-પેમેન્ટ (જોકે ખોટું છે) રાષ્ટ્ર માટે સારું સાબિત થશે કારણ કે દેશની રેવેન્યુ (આવક) વધશે!
નિશ્ચિત રૂપથી આ કાયદાનો ઈરાદો નથી તેમજ તેને યોગ્ય પરિણામ તરીકે સમર્થન પણ આપી શકાય નહિ.

આ ખુબ જ મહત્વનું છે કે આપણે દરેક વ્યક્તિ, એક નાગરિક તરીકે, સરકાર ને એવો કાયદો બનાવવા મદદ કરીએ કે જે તેની ક્ષમતા અનુસાર લાભો આપે, નહિ કે એ એવી સમસ્યાઓ ઉત્પન્ન કરે જે એને ન કરવી જોઈએ.

વર્તમાન કાયદાઓ પહેલાથી જ કરચોરી સામે જબરદસ્ત સુરક્ષા પુરી પડે છે, માત્ર અમુક નાની નાની વસ્તુઓ ઠીક કરવાની જરૂર છે (ઉદા. તરીકે આઈ.જી.એસ.ટી.) – અને આ કૃત્રિમ અને અસ્થિર જોગવાઈઓ ની બદલે એવા સરળ નિયમ આવે જેમ કે ‘ઇનપુટ ટેક્સ ક્રેડિટ માત્ર જી.એસ.ટી.એન. સાથે રજીસ્ટર્ડ ઈન્વોઈસ પર જ લઇ શકાય. વાસ્તવ માં, વર્તમાન કાયદામાં ‘હાલમાં રજીસ્ટર્ડ ન હોય એવા ઈન્વોઈસ પર કામચલાઉ ઇનપુટ ક્રેડિટ’ ચાલે છે, અને વ્યાપાર આપણને આવી ‘સુવિધા’ જતી કરવા માટે ખુબ જ ખુશ થશે જો ‘પેમેન્ટ જોડાણ’ કાઢી નાખવામાં આવે.

ચાલો આપણે એવા જી.એસ.ટી. નિયમ માટે પ્રાર્થના કરીએ કે જેને આપણે ખુલ્લા હાથે સ્વાગત કરીએ નહિ કે જેના હેઠળ આપણે સંઘર્ષ કરવો પડે.

ભરત ગોયેન્કા
મેનેજીંગ ડાયરેક્ટર, ટેલી સોલ્યુશન્સ પ્રા. લી.

Are you GST ready yet?

Get ready for GST with Tally.ERP 9 Release 6

99,888 total views, 20 views today