આપણા અગાઉના બ્લોગ સપ્લાય પર કન્સિડરેશન (અવેજ) અને સર્વિસ ની આયાત વગર જી.એસ.ટી ની અસર, માં આપણે કન્સિડરેશન અને સર્વિસ ની આયાત વગર સપ્લાય વિષે ચર્ચા કરી હતી.

આ બ્લોગ માં, નીચેના વચ્ચે કન્સિડરેશન વગર સપ્લાય પર વિગતવાર ચર્ચા કરેલ છે:
• સંબંધી વ્યક્તિ
• અલગ વ્યક્તિ

સંબંધી વ્યક્તિ

સંબંધી વ્યક્તિ ની વ્યાખ્યા હાલના કસ્ટમ વેલ્યુએશન રૂલ્સ ને સમાન જ છે. સપ્લાય સંબંધી વ્યક્તિઓ ની વચ્ચે થયો ગણાય, જો માલ કે સર્વિસ નો સપ્લાય આમાંથી કોઈની વચ્ચે થયો હોય:

1.અધિકારી (ઓફિસર) કે એકબીજાના વ્યાપારના ડાયરેક્ટર: સપ્લાય માં, ખરેખર સપ્લાયર અને પ્રાપ્તકર્તા એકબીજાના વ્યાપાર ના ડાયરેક્ટર કે ઓફિસર હોય છે.Officers or directors of one another's businesses
ઉપર દર્શાવ્યા મુજબ, શ્રી. ગણેશ એ ગણેશ ટ્રેડિંગ લી. ના ડાયરેક્ટર છે, અને રાકેશ ટ્રેડિંગ લી. ના એક અધિકારી છે. શ્રી. રાકેશ એ રાકેશ ટ્રેડિંગ લી. ના ડાયરેક્ટર છે અને તેઓ ગણેશ ટ્રેડિંગ લી. ના એક અધિકારી પણ છે. તેથી, તેમની વચ્ચેનો કોઈ પણ સપ્લાય એ સંબંધી વ્યક્તિઓ વચ્ચેના સપ્લાય તરીકે ગણવામાં આવશે.

2. વ્યાપાર માં કાયદાકીય રીતે ભાગીદાર: સપ્લાયર અને પ્રાપ્તકર્તા બંને એક જ વ્યાપાર કે સંબંધિત વ્યાપાર માં ભાગીદાર છે.
Legally recognized partners in business
ઉપર દર્શાવ્યા મુજબ, શ્રી. ગણેશ અને શ્રી. રાકેશ બંને ગણેશ ટ્રેડિંગ લી. માં ભાગીદાર છે. શ્રી. ગણેશ અને શ્રી. રાકેશ વચ્ચે થયેલ કોઈ પણ સપ્લાય ને સંબંધિત વ્યક્તિઓ વચ્ચેના સપ્લાય તરીકે ગણવામાં આવશે.

3. નિયુક્ત અને કર્મચારી: નિયુક્ત અને કર્મચારી વચ્ચે નો કોઈ પણ માલ કે સર્વિસ નો સપ્લાય.Employer and employee
શ્રી. રાકેશ એ ગણેશ ટ્રેડિંગ લી. ના એક કર્મચારી છે. ગણેશ ટ્રેડિંગ લી. તરફથી શ્રી. રાકેશ ને થયેલ કોઈ પણ સપ્લાય એ સંબંધી વ્યક્તિઓ વચ્ચેના સપ્લાય તરીકે ગણવામાં આવશે.

4. સપ્લાયર કે પ્રાપ્તકર્તા પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ૨૫% કે તેથી વધુ આઉટસ્ટેન્ડિંગ વોટિંગ સ્ટોક કે શેર નું નિયંત્રણ કરે છે કે માલિકી ધરાવે છે.

ઉદાહરણ તરીકે, પ્રાપ્તકર્તા સપ્લાયર ના વ્યાપાર માં ૨૫% ઇકવીટી ધરાવે છે.

5.તેમનામાંથી કોઈ એક પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે બીજા ને કંટ્રોલ કરે છે: જો કોઈ પણ સપ્લાય માં, સપ્લાયર કે પ્રાપ્તકર્તા પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે બીજાને કંટ્રોલ કરે છે, તો આને સંબંધિત વ્યક્તિઓ વચ્ચેના સપ્લાય તરીકે ગણવામાં આવશે.

પ્રત્યક્ષ (ડાયરેક્ટ) કંટ્રોલ

One of them directly or indirectly controls the other
ઉપર દર્શાવ્યા મુજબ, ગણેશ ટ્રેડિંગ લી. એ રાકેશ ટ્રેડિંગ લી, ની ઇકવીટી ધરાવે છે. ગણેશ ટ્રેડિંગ અને રાકેશ ટ્રેડિંગ વચ્ચે નો સપ્લાય કે સંબંધિત છે કારણ કે ગણેશ ટ્રેડિંગ લી એ પ્રત્યક્ષ રીતે રાકેશ ટ્રેડિંગ લી. ના વ્યાપાર ને કન્ટ્રોલ કરે છે.

પરોક્ષ (ઈન્ડાયરેક્ટ) કંટ્રોલ

One of them directly or indirectly controls the other
ઉપર દર્શાવ્યા મુજબ, ગણેશ ટ્રેડિંગ લી. એ રાકેશ ટ્રેડિંગ લી. માં ઇકવીટી ધરાવે છે. રાકેશ ટ્રેડિંગ લી. એ મેક્સ ટ્રેડિંગ લી. માં ઇકવીટી ધરાવે છે. તો ગણેશ ટ્રેડિંગ લી. અને મેક્સ ટ્રેડિંગ લી. વચ્ચે નો કોઈ પણ સપ્લાય એ સંબંધિત ગણાશે. કારણ કે, ગણેશ ટ્રેડિંગ લી. પરોક્ષ રીતે મેક્સ ટ્રેડિંગ લી. ના વ્યાપાર ને ‘રાકેશ ટ્રેડિંગ’ ના વ્યાપારી ઇન્ટરેસ્ટ દ્વારા મેક્સ ટ્રેડિંગ લી. માં કંટ્રોલ કરે છે.

6. બંને ને કોઈ ત્રીજો વ્યક્તિ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કન્ટ્રોલ કરે છે: જો કોઈ સપ્લાય માં, સપ્લાયર અને પ્રાપ્તકર્તા પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કોઈ ત્રીજા વ્યક્તિ દ્વારા કંટ્રોલ કરવામાં આવતા હોય.Both of them are directly or indirectly controlled by a third person
ઉપર દર્શાવેલ ચિત્ર સમજૂતી માં, ગણેશ ટ્રેડિંગ લી. એ રાકેશ ટ્રેડિંગ લી. અને મેક્સ ટ્રેડિંગ. લી. માં ઇકવીટી ધરાવે છે. રાકેશ ટ્રેડિંગ લી. અને મેક્સ ટ્રેડિંગ લી. વચ્ચે નો સપ્લાય સંબંધિત ગણાશે કારણ કે તે બંને ગણેશ ટ્રેડિંગ લી. દ્વારા કન્ટ્રોલ થાય છે.

7. તેઓ બંને ભેગા મળીને ત્રીજા વ્યક્તિ ને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કન્ટ્રોલ કરે છે: જો કોઈ સપ્લાય માં, સપ્લાયર અને પ્રાપ્તકર્તા બંને ભેગા મળીને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ત્રીજા વ્યક્તિ ને કન્ટ્રોલ કરે છે.Together they directly or indirectly control a third person
ઉપર દર્શાવ્યા મુજબ, રાકેશ ટ્રેડિંગ લી. મેક્સ ટ્રેડિંગ લી. માં ૮૦% અને ગણેશ ટ્રેડિંગ લી. માં ૩૦% ઇકવીટી ધરાવે છે.

મેક્સ ટ્રેડિંગ લી. ગણેશ ટ્રેડિંગ લી. માં ૭૦% ઇકવીટી ધરાવે છે. હવે,આ સાથે રાકેશ ટ્રેડિંગ લી ને ગણેશ ટ્રેડિંગ ઉપર કંટ્રોલ છે અને તેમની વચ્ચે થતો સપ્લાય એ સંબંધિત વ્યક્તિઓ વચ્ચેના સપ્લાય તરીકે ગણાશે.

8. તેઓ એક જ પરિવાર ના સભ્યો છે: એક જ પરિવાર ના સભ્યો વચ્ચે થતા સપ્લાય ને સંબંધિત વ્યક્તિઓ વચ્ચે ના સપ્લાય તરીકે ગણવામાં આવશે.

અલગ વ્યક્તિ

કોઈ ટેક્ષેબલ વ્યક્તિ જેણે એ જ રાજ્ય માં કે અલગ રાજ્ય માં રજીસ્ટ્રેશન લીધેલું છે કે લેવું છે તેને અલગ વ્યક્તિ (ડિસ્ટિંકટ પર્સન) તરીકે વ્યખાયિત કરી શકાય. અથવા કોઈ વ્યક્તિ નું મહેકમ (એસ્ટાબ્લિશમેન્ટ) જેણે એક રજીસ્ટ્રેશન લીધેલું છે કે લેવાની જરૂર છે, અને બીજા રાજ્યમાં પણ તેનું એસ્ટાબ્લિશમેન્ટ છે.

તેમના દરેક રજીસ્ટ્રેશન અને એસ્ટાબ્લિશમેન્ટ એક અલગ વ્યક્તિ (ડિસ્ટિંકટ પર્સન) તરીકે ગણાશે, અને તેમની વચ્ચે ના કોઈ પણ સપ્લાય ટેક્ષેબલ થશે.

આથી, નીચેના બે કિસ્સામાં, કોઈ પણ સ્ટોક ટ્રાન્સફર કે બ્રાન્ચ ટ્રાન્સફર પણ ટેક્ષેબલ થશે

1.ઇન્ટ્રા-સ્ટેટ સ્ટોક ટ્રાન્સફર: માત્ર ત્યારે જ, જયારે કોઈ એક એન્ટિટી પાસે એક રાજ્ય માં એક કરતા વધારે રજીસ્ટ્રેશન હોય.

ઉદાહરણ તરીકે

સુપર કાર્સ પ્રા. લી. એ કર્ણાટક સ્થિત એક કાર ઉત્પાદન કરતુ એકમ (યુનિટ) છે. તેઓ કર્ણાટક માં એક સર્વિસ યુનિટ પણ ધરાવે છે. સુપર કાર્સ પ્રા. લી. એ ઉત્પાદન અને સર્વિસ યુનિટ એ બંને માટે અલગ રજીસ્ટ્રેશન લીધેલ છે.

સુપર કાર્સ પ્રા. લી. ના ઉત્પાદન યુનિટ અને સર્વિસ યુનિટ બંને એક ડિસ્ટિન્ક્ટ પર્સન તરીકે ગણવામાં આવશે, અને તેમની વચ્ચેનો કોઈ પણ સપ્લાય, અવેજ (કન્સિડરેશન) વગર, ટેક્ષેબલ થશે.

2.ઇન્ટર સ્ટેટ સ્ટોક ટ્રાન્સફર: અલગ અલગ રાજ્ય માં આવેલ બે એન્ટિટી વચ્ચે થતા ટ્રાન્સફર ટેક્ષેબલ થશે.

ઉદાહરણ તરીકે

સુપર કાર્સ પ્રા. લી. એ કર્ણાટક સ્થિત એક કાર ઉત્પાદન કરતું યુનિટ છે. તેઓ દિલ્હી માં એક સર્વિસ યુનિટ પણ ધરાવે છે.

સુપર કાર્સ પ્રા. લી. ના ઉત્પાદન યુનિટ અને દિલ્હી સ્થિત સર્વિસ યુનિટ બંને એક ડિસ્ટિન્ક્ટ પર્સન તરીકે ગણવામાં આવશે, અને તેમની વચ્ચે થતા સપ્લાય, અવેજ (કન્સિડરેશન) વગર, ટેક્ષેબલ થશે.

નોંધ: જયારે સંપૂર્ણ નિયમો ઉપલબ્ધ થશે ત્યારે આવા સપ્લાય ની ટેક્ષેબલ વેલ્યુ પર કેવી રીતે આવવું તેના પર વધારે સ્પષ્ટતા કરવામાં આવશે.

Are you GST ready yet?

Get ready for GST with Tally.ERP 9 Release 6

74,493 total views, 57 views today

Yarab A

Author: Yarab A

Yarab is associated with Tally since 2012. In his 7+ years of experience, he has built his expertise in the field of Accounting, Inventory, Compliance and software product for the diverse industry segment. Being a member of ‘Centre of Excellence’ team, he has conducted several knowledge sharing sessions on GST and has written 200+ blogs and articles on GST, UAE VAT, Saudi VAT, Bahrain VAT, iTax in Kenya and Business efficiency.