માલ અને સર્વિસ ના સપ્લાય પર ના આપણા અગાઉ ના બ્લોગ માં: આપણે જે કન્સિડરેશન સાથે ના સપ્લાય ની ચર્ચા કરી હતી જે મોટે ભાગે દરેક વ્યાપાર ની ઓપરેશનલ પ્રવુતિઓ જેવી કે વેચાણ, ટ્રાન્સફર, વગેરે વિષે છે તેનો અર્થ શું છે.

આ બ્લોગ પોસ્ટ માં, આપણે ખાસ – અપવાદરૂપ કિસ્સા ની ચર્ચા કરીશું જે સપ્લાય નો હિસ્સો છે અને ટેક્ષેબલ છે:

  • કન્સિડરેશન વગર કરેલા સપ્લાય
  • કન્સિડરેશન સાથે કરેલા સપ્લાય, વ્યાપાર ની પ્રગતિ માટે કે વગર

કન્સિડરેશન વગર ના સપ્લાય

GST supply without consideration

નીચે દર્શાવેલી પ્રવુત્તિઓ કન્સિડરેશન વગર અને ટેક્સ ને પાત્ર સપ્લાય તરીકે ધ્યાને લીધેલ છે.

નોંધ: આપણા હવે પછીના બ્લોગ પોસ્ટ માં ‘સંબંધી વ્યક્તિ (રિલેટેડ પર્સન) અને અલગ વ્યક્તિ (ડિસ્ટિન્ક્ટ પર્સન) વચ્ચે ના માલ અને સર્વિસ ના કન્સિડરેશન વગર ના સપ્લાય’ નો મહત્વનો કિસ્સો સમજીશુ.

1. કાયમી ટ્રાન્સફર/ વ્યાપાર ની મિલકત નો નિકાલ કે જેના પર ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવેલ છે.

વ્યાપારની મિલકત ના ટ્રાન્સફર કે વેચાણ ની ઘટના માં એટલે કે કેપિટલ ગુડ્સ જેના પર ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવેલ હતી – આ ટ્રાન્ઝેક્શન ને સપ્લાય તરીકે ગણવો જોઈશે ભલે એ ક્લીઅર કે કન્સિડરેશન વગર ટ્રાન્સફર થઇ ગયેલા છે, અને આ વ્યાપાર જી.એસ.ટી. ચૂકવવા ને પાત્ર છે.

ઉદાહરણ

સુપર કાર્સ લી. એ રૂ. ૩,૦૦,૦૦૦ ના ૧૫ કોમ્પ્યુટર ખરીદ્યા અને રૂ. ૫૪,૦૦૦ નો જી.એસ.ટી. ચુકવ્યો. સુપર કાર્સ લી. એ રૂ. ૫૪,૦૦૦ ની ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવી. આ કોમ્પ્યુટરો વ્યાપાર ના ખાતાઓ અને રેકોર્ડ રાખવા માટે ઉપયોગ માં લેવાતા હતા.

થોડા વર્ષો ના ઉપયોગ પછી, સુપર કાર્સ લી. એ આ કોમ્પ્યુટરો ને તેમના કર્મચારીઓને કોઈ કિંમત લીધા વગર આપી દેવાનો નિર્ણય કર્યો.

જોકે આ કોમ્પ્યુટરો નો કોઈ અવેજ (કન્સિડરેશન) લીધા વગર જ નિકાલ કરવામાં આવ્યો હતો, તેમ છતાં સુપર કાર્સ લી. જી.એસ.ટી. ચુકાવવાને પાત્ર છે.

નોંધ: જયારે સંપૂર્ણ નિયમો ઉપલબ્ધ થશે, ત્યારે આવા સપ્લાય પર ટેક્ષેબલ વૅલ્યુ પર કેવી રીતે આવવું એના પર વધારે સ્પષ્ટતા કરવામાં આવશે.

2. પ્રિન્સિપાલ અને તેના એજન્ટ વચ્ચે માલ નો સપ્લાય

નીચે મુજબ ના કિસ્સાઓ માં માલ ના સપ્લાય ને કન્સિડરેશન વગર ટેક્ષેબલ સપ્લાય તરીકે ગણવામાં આવશે.

  • પ્રિન્સિપાલ દ્વારા તેના એજન્ટ ને સપ્લાય: જયારે એજન્ટ પ્રિન્સિપાલ ના વતી માલ નો સપ્લાય આપવાની બાંહેધરી આપે છે.
  • એજન્ટ દ્વારા પ્રિન્સિપાલ ને સપ્લાય: જયારે એજન્ટ પ્રિન્સિપાલ ના વતી આવો માલ લેવાની બાંહેધરી આપે છે

ઉદાહરણ

સુપર કાર્સ લી. શર્મા એજન્સી ને એજન્ટ તરીકે નીમે છે. તેઓ સુપર કાર્સ લી. એ સપ્લાય કરેલા સ્પેર પાર્ટ્સ સ્ટોર કરશે અને જયારે પણ સુપર કાર્સ લી. ને તેમના ડીલર પાસેથી કોઈ ઓર્ડર મળશે, તરત જ શર્મા એજન્સી ને માલ મોકલવાની સૂચના આપવામાં આવશે.

અને સુપર કાર્સ લી. વતી ઉત્પાદકો તરફથી કાચા માલ નો સપ્લાય મેળવવા માટે શર્મા એજન્સી ને સોંપવામાં આવેલ છે.

દાખલા તરીકે,

  • સુપર કાર્સ લી. એ પ્રિન્સિપાલ છે અને શર્મા એજન્સી એ એજન્ટ છે.
  • સુપર કાર્સ લી. દ્વારા શર્મા એજન્સી ને કરેલો સ્પેર પાર્ટ્સ નો સપ્લાય એ ટેક્ષેબલ સપ્લાય છે.
  • સુપર કાર્સ લી. વતી શર્મા એજન્સી દ્વારા કાચા માલ ની પ્રાપ્તિ અને ત્યાર પછીના શર્મા એજન્સી દ્વારા સુપર કાર્સ લી. ને કરેલા સપ્લાય એ ટેક્ષેબલ સપ્લાય થશે.

ઉપર મુજબના કિસ્સા માં લાયાબીલિટી કાં તો સુપર કાર્સ લી. અને શર્મા એજન્સી દ્વારા સંયુક્ત રીતે, અથવા બંને ની સ્વતંત્ર રીતે બનશે.

નોંધ: જયારે સંપૂર્ણ નિયમો જાહેર થશે, ત્યારે ટેક્સ ચુકવવાની લાયાબીલિટી પર વધારે સ્પષ્ટતા કરવામાં આવશે.

3. ટેક્ષેબલ વ્યક્તિ દ્વારા એક સંબંધિત વ્યક્તિ પાસેથી અથવા તેના અન્ય ભારત બહારના કોઈ એસ્ટાબ્લિશમેન્ટ પાસેથી, વ્યાપાર ની વૃદ્ધિ માટે કે તે દરમિયાન સર્વિસ ની આયાત.

આ સૂચવે છે કે ભારત બહાર રહેલા સંબંધિત વ્યક્તિ પાસેથી કન્સિડરેશન વગર આયાત કરેલી સર્વિસ તો જ જી.એસ.ટી. લેવા પાત્ર છે, જો એ વ્યાપાર ની વૃદ્ધિ માટે કે તે દરમિયાન હોય.

ઉદાહરણ ૧

સિંગાપોર સ્થિત એક બ્રાન્ચ ઓફિસ માં તેની હેડ ઓફિસ દ્વારા ઈન્ટીરીઅર ડિઝાઇન સર્વિસ મેળવવામાં આવે છે. આ ઈન્ટીરીઅર સર્વિસ એ ટેક્ષેબલ છે રિવર્સ ચાર્જ દ્વારા જી.એસ.ટી. ને પાત્ર છે.

આથી, અસંબંધિત વ્યક્તિ પાસેથી વ્યાપાર ની વૃદ્ધિ માટે કન્સિડરેશન વગર આયાત કરેલી સર્વિસ, અને વ્યક્તિગત ઉપયોગ માટે કન્સિડરેશન વગર સર્વિસ ની આયાત એ સપ્લાય નથી અને પરિણામે, એ જી.એસ.ટી. ને આધીન નથી.

ઉદાહરણ ૨

સિંગાપોર માં આવેલ હેડ ઓફિસ માં અંગત રહેઠાણ માટે કોઈ કન્સિડરેશન વગર, ઈન્ટીરીઅર ડિઝાઇન સર્વિસ. કારણ કે આ સર્વિસ વિનામૂલ્યે છે અને અંગત ઉપયોગ માટે છે, એ જી.એસ.ટી. ને આધીન નથી.

કન્સિડરેશન માટે કરેલા સપ્લાય, ભલે એ વ્યાપાર ની વૃદ્ધિ માટે કે તે દરમિયાન હોય કે નહિ.

GST supply whether or not in the course or for furtherance of business

કન્સિડરેશન માટે કરેલા સપ્લાય, ભલે એ વ્યાપાર ની વૃદ્ધિ માટે કે તે દરમિયાન હોય કે નહિ, તે ટેક્ષેબલ સપ્લાય તરીકે ગણાશે. આ સૂચવે છે કે વ્યાપાર ના હેતુથી કે અંગત ઉપયોગ માટે જો કોઈ સર્વિસ કન્સિડરેશન માટે આયાત કરેલી હોય, તો તે જી.એસ.ટી. ચૂકવવા ને આધીન છે.

ઉદાહરણ

સુપર કાર્સ લી. એ સિંગાપોર ના એક વિક્રેતા પાસેથી ૨૦,૦૦૦ SGD (સિંગાપોર ડોલર) ના કન્સિડરેશન (અવેજ) માં નેવિગેશન ડિઝાઇન સર્વિસ આયાત કર્યું છે.

હવે, સુપર કાર્સ લી. એ ઉપર કહેલી સર્વિસ ની આયાત પર રિવર્સ ચાર્જ પર જી.એસ.ટી. ચૂકવવા ને આધીન છે.

ટૂક સમયમાં આવે છે

  • સપ્લાય ને માલ કે સર્વિસ તરીકે કેવી રીતે નક્કી કરવું
  • મિક્સ સપ્લાય અને સંયુક્ત (કમ્પોઝિટ) સપ્લાય ની સમજ

Are you GST ready yet?

Get ready for GST with Tally.ERP 9 Release 6

40,458 total views, 22 views today