ટેક્સ રિફંડ એટલે એવી રકમ જે ટેક્સ ડિપાર્ટમેન્ટ તરફથી કરદાતા ને મળવાપાત્ર છે અથવા પરત કરવા યોગ્ય છે. અમુક શરતો ને આધીન જ રિફંડ માન્ય છે અને આવી શરતો ને આધીન જ ડીલરો ટેક્સ રિફંડ કલેઇમ કરી શકે છે જેમ કે ટેક્સ નું વધારાનું ચુકવણું, નિકાસ કરવામાં આવતા આઉટપુટ સપ્લાય પર વણ-વપરાયેલી ઇનપુટ ટેક્સ ક્રેડિટ, ઇનપુટ માલ પરના ટેક્સ નો દર આઉટપુટ માલ પરના ટેક્સ ના દર કરતા વધારે હોય (ઉલટ ડ્યૂટી સ્ટ્ર્કચર) વગેરે.

ચાલો પહેલા આપણે વર્તમાન પધ્ધતિ માં જે કિસ્સામાં ટેક્સ રિફંડ માન્ય છે તેને ટૂંકમાં સમજીએ.

વર્તમાન કર-પદ્ધતિ

હાલની ટેક્સ-પદ્ધતિ માં, નીચેના કિસ્સાઓમાં રિફંડ માન્ય છે:
એક્સાઇઝ (આબકારી)

નીચેના કિસ્સાઓમાં રિફંડ માન્ય છે:

 1. નિકાસ કરેલ અથવા નિકાસ કરેલ માલ ના ઉત્પાદન માટે વપરાયેલ ઇનપુટ (કાચો માલ) માલની ખરીદી પર ચુકવેલ ટેક્સ
 2. આઉટપુટ સપ્લાય માત્ર નિકાસ અથવા શૂન્ય દરના સપ્લાય હોવાથી ઇનપુટ ટેક્સ ક્રેડિટ

VAT

નીચેના કિસ્સાઓમાં રિફંડ માન્ય છે:

 1. નિકાસ થયેલ માલ ને ખરીદવા માટે VAT ચુકવેલ હોય
 2. વધારાની ઇનપુટ ટેક્સ ક્રેડિટ – મોટા ભાગના રાજ્યોમાં, મહિનામાં થયેલ વેચાણ પર ચૂકવવા પાત્ર કર કરતા જો ઇનપુટ ટેક્સ ક્રેડિટ વધી જાય, તો વધારાની ક્રેડિટ નાણાકીય વર્ષ ના અંત સુધી લઇ જય શકાય. નાણાકીય વર્ષના અંતે, ડીલર ને તે રકમ ને રિફંડ તરીકે ક્લેઇમ કરવા અથવા ઇનપુટ ટેક્સ ક્રેડિટ તરીકે કેરી ફોરવર્ડ કરવાનો વિકલ્પ હોય છે.

સર્વિસ ટેક્સ

નીચેના કિસ્સાઓમાં રિફંડ માન્ય છે:

 1. વધારે ચુકવેલ ટેક્સ, જ્યાં વધારાના ચુકવણાને ભવિષ્યની ટેક્સ લાયબિલિટી સામે એડજસ્ટ કરી શકાતું ના હોય
 2. જયારે એકઠી થયેલી ઇનપુટ ટેક્સ ક્રેડિટ આઉટપુટ સર્વિસ પુરી પાડવામાં ઉપયોગ થાય જે ટેક્સ ચૂકવ્યા વગર નિકાસ કરવામાં આવી હોય.

ચાલો હવે આપણે GST અંતર્ગત ટેક્સ રિફંડ વિષે સમજીએ.

GST કર પદ્ધતિ

GST કર પદ્ધતિમાં જે કિસ્સામાં ટેક્સ રિફંડ માન્ય છે તે વર્તમાન પદ્ધતિના નિયમોથી સમાન જ છે. નીચે GST હેઠળ રિફંડ માન્ય હોય તેવા સર્વ સામાન્ય કિસ્સાઓ દર્શાવ્યા છે:

 • ઇન્વર્ડ સપ્લાય પર અને/અથવા નિકાસ થયેલ સર્વિસ પર કે ઇનપુટ પર કે નિકાસ થયેલ માલ અને/અથવા સર્વિસ માં ઉપયોગ થયેલ ઇનપુટ પર ચુકવેલ ટેક્સ હોય. નોંધ લેશો કે જો માલ એક્સપોર્ટ ડ્યૂટી ને આધીન હોય તો રિફંડ માન્ય ગણાશે નહિ.
 • આઉટપુટ સપ્લાય નિકાસ થવાથી અથવા શૂન્ય રેટ વાળા સપ્લાય હોવાથી ઇનપુટ ટેક્સ ક્રેડિટ વણ-વપરાયેલ હોય.
 • ઉલટ ડ્યૂટી સ્ટ્રકચર ને લીધે વણ-વપરાયેલ ઇનપુટ ટેક્સ ક્રેડિટ. આ ત્યારે લાગે છે જયારે ઇનપુટ પર ટેક્સ નો દર આઉટપુટ સપ્લાય પર ના ટેક્સ ના દર કરતા વધારે હોય. હાલની કર પદ્ધતિ માં, રિફંડ માટે આ માન્ય નથી. તેમ છતાં, GST કર પદ્ધતિ માં આ કિસ્સો ટેક્સ રિફંડ કલેઇમ કરવાપાત્ર છે. આ કિસ્સામાં નોંધ લેશો કે, જયારે સપ્લાય શૂન્ય દર ના કે પૂર્ણ કરમુક્તિ વાળા હોય ત્યારે રિફંડ લાગુ પડતું નથી.

GST રિફંડ કલેઇમ કરવાની પ્રક્રિયા

1. રિફંડ લેવાની અરજી

ટેક્સ નું રિફંડ કે વ્યાજ કે અન્ય ચુકવેલ રકમ કલેઇમ કરનાર વ્યક્તિએ ફરજીયાત ફોર્મ GST RFD -૧ માં, ‘સંબંધિત તારીખ’ થી ૨ વર્ષ ની સમાપ્તિ પહેલા એક અરજી કરવી જોઈએ.
રિફંડ ના દરેક કિસ્સામાં ‘સંબંધિત તારીખ’ નીચે મુજબ હશે:

કિસ્સાસંબંધિત તારીખ
દરિયાઈ માર્ગે કે હવાઈ માર્ગે નિકાસ કરેલ માલએરક્રાફ્ટ કે જહાજ માં માલ ભરવામાં આવે છે તે ભારત છોડે તે તારીખ
જમીન માર્ગે નિકાસ કરેલ માલમાલ સરહદ પાર કરે તે તારીખ
પોસ્ટ દ્વારા નિકાસ કરેલ માલસંબંધિત પોસ્ટ ઓફિસ દ્વારા માલ રવાના કરવાની તારીખ
નિકાસ કરેલ સર્વિસ, જયારે પેમેન્ટ મળ્યા પહેલા સર્વિસ નો સપ્લાય પૂર્ણ થયેલ હોયપેમેન્ટ મળ્યાની તારીખ
નિકાસ કરેલ સર્વિસ, જયારે પેમેન્ટ એડવાન્સ માં – ઈન્વોઈસ આપ્યા તારીખ પહેલા જ – મળેલ હોયઈન્વોઈસ આપ્યાની તારીખ
વણ-વપરાયેલ ઇનપુટ ટેક્સ ક્રેડિટટેક્સ રિફંડ નો કલેઇમ કરવામાં આવે છે તે નાણાકીય વર્ષના અંતે

નોંધ: ઇલેક્ટ્રોનિક કેશ લેજર માં રહેલ રકમ ના રિફંડ નો કલેઇમ ફરજીયાત જે-તે માસિક રિટર્ન દ્વારા એટલે કે રેગ્યુલર ડીલર માટે ફોર્મ GSTR -3 માં અને કમ્પોઝિશન ડીલર માટે ફોર્મ GSTR -4 માં જ થવું જોઈએ.

GST અંતર્ગત રિફંડ ક્લેઇમ કરવા માટે જરૂરી દસ્તાવેજો

જો ટેક્સ રિફંડ તરીકે કલેઇમ કરેલ રકમ રૂ. ૫ લાખ થી ઓછી હોય – તો તે વ્યક્તિએ દસ્તાવેજો ને આધારે અથવા તેની પાસે રહેલ પુરાવા સાથે એક ડીક્લેરેશન કરવું જરૂરી છે જે એવી સ્પષ્ટતા કરતુ હોય કે રિફંડ તરીકે તેઓ જે ટેક્સ કે વ્યાજ કલેઇમ કરે છે તે અન્ય વ્યક્તિને પારીત કરેલ નથી.

જો ટેક્સ રિફંડ તરીકે કલેઇમ કરેલ રકમ રૂ. ૫ લાખ થી વધારે હોય – તો રિફંડ માટેની અરજી નીચે દર્શાવેલ પુરાવા સાથે જોડેલ હોવી જોઈએ :

 1. તે વ્યક્તિ માટે આ રિફંડ મળવાપાત્ર છે એ રજુ કરતા દસ્તાવેજી પુરાવા.
 2. એવા દસ્તાવેજી કે અન્ય પુરાવા જે સ્થાપિત કરે કે આ રકમ તેમના દ્વારા ચુકવેલ છે અને ટેક્સ કે વ્યાજની રકમ અન્ય વ્યક્તિને પારીત કરવામાં આવેલ નથી.
2. રિફંડ નો ક્રમ

નિકાસ ના કારણે રિફંડ
જો માલ અને/અથવા સર્વિસ ની નિકાસ ના કારણે રિફંડ લેવાનું હોય, તો અધિકૃત અધિકારી કુલ રકમ ના ૯૦% રકમ રિફંડ કામચલાઉ ધોરણે ફોર્મ GST RFD -૪ માં આપશે. ત્યારપછી, રજુ કરેલા દસ્તાવેજો ની બરાબર ચકાસણી કરીને, અધિકારી રિફંડ કલેઇમ ના અંતિમ સેટલમેન્ટ માટેનો એક આદેશ આપશે.
કામચલાઉ રિફંડ નીચેની શરતો ને આધીન મંજુર કરવામાં આવશે:

 • રિફંડ કલેઇમ કરનાર વ્યક્તિ પર છેલ્લા ૫ વર્ષમાં રૂ. ૨૫૦ લાખ થી વધારે ની રકમની કરચોરી માટે મુકદ્દમો ચાલેલ નથી.
 • વ્યક્તિનું GST અનુપાલન રેટિંગ ૧૦ માંથી ૫ થી ઓછું નથી.
 • રિફંડ ની રકમ માટે કોઈ અનિર્ણિત અપીલ, રીવ્યુ કે ફેરતપાસ ચાલુ છે.

અન્ય કિસ્સા માં રિફંડ
જો અધિકારીને ક્લેઇમ કરેલ રકમ નો સંપૂર્ણ કે અમુક હિસ્સો રિફંડ કરવા લાયક જણાય તો તે ફોર્મ GST RFD -5 માં રિફંડ કરવાનો આદેશ આપશે. અરજી મળ્યા ના ૬૦ દિવસની અંદર જ આ કરવામાં આવશે. જો રિફંડ ૬૦ દિવસની અંદર મંજુર કરવામાં ન આવે તો ૬૦ દિવસની સમાપ્તિ થી ખરેખર રિફંડ માલ્યાના સમય નું વ્યાજ પણ ચુકવવામાં આવશે.

નોંધ: જો રિફંડ તરીકે કલેઇમ કરેલ રકમ રૂ. ૧૦૦૦ કરતા ઓછી હશે તો કોઈ રિફંડ આપવામાં આવશે નહિ.

GST રિફંડ ના અપવાદરૂપ કિસ્સાઓ

નીચે અમુક અપવાદરૂપ કિસ્સાઓ દર્શાવવામાં આવ્યા છે જેમાં GST અંતર્ગત રિફંડ માન્ય છે:

 1. માલના સપ્લાય પરનો ટેક્સ માનેલ નિકાસ તરીકે સંદર્ભિત કરેલ હોય. દાખલા તરીકે: કોઈ SEZ (સ્પેશ્યિલ ઇકોનોમિક ઝોન) કે EOU (એક્સપોર્ટ ઓરિએન્ટેડ યુનિટ) ને કરેલ માલ કે સર્વિસ નો સપ્લાય
 2. કોઈ જજમેન્ટ, ફરમાન, હુકમ કે કોઈ એપલેટ ઓથોરિટી, એપલેટ ટ્રીબ્યુનલ કે અન્ય કોર્ટ ના નિર્દેશ પર ટેક્સ રિફંડ ને પાત્ર હોય.
 3. એવા સપ્લાય પર ટેક્સ ચુકવેલ હોય જે આપેલ ન હોય – અધૂરો કે પુરેપુરો અને જેના માટે ઈન્વોઈસ આપવામાં આવી ન હોય. ઉદાહરણ તરીકે: કોઈ સપ્લાયરને ૨૮ નવેમ્બર ૨૦૧૭ ના રોજ પ્રાપ્તકર્તા પાસેથી એડવાન્સ મળેલ હોય પરંતુ અંતમાં કોઈ અસંમતિ ના કારણે તે શક્ય બન્યું ન હોય. નવેમ્બર ૨૦૧૭ નું રિટર્ન ફાઈલ કરતી વખતે સપ્લાયરે પ્રાપ્ત કરેલ એડવાન્સ નો ટેક્સ ભરવો પડશે. આ ટેક્સ રિફંડ મેળવવા પાત્ર છે.
 4. ખોટી રીતે ટેક્સ લીધેલ હોય અને રાજ્ય અથવા કેન્દ્ર સરકારને જમા કરેલ હોય – જો કોઈ વ્યક્તિએ આંતર-રાજ્ય સપ્લાય પર CGST અને SGST ચુકવેલ હોય અને રાજયાંન્તર્ગત સપ્લાય પર IGST ચુકવેલ હોય તો તે વ્યક્તિ યોગ્ય રીતે ટેક્સ ચૂકવાઈ ગયા પછી તેનું રિફંડ લેવા ને પાત્ર છે.
 5. ભારત બહાર પ્રવાસ કરતા યાત્રીઓ ને સપ્લાય કરેલ માલ પર ચુકવેલ IGST, જો માલ ભારત બહાર લઇ જવાતો હોય.

આવા રીફંડના કિસ્સાઓમાં ‘સંબંધિત તારીખ’ નીચે મુજબ છે:

કિસ્સાસંબંધિત તારીખ
માનેલ નિકાસ તરીકે ગણેલ માલમાનેલ નિકાસ ને સંબંધિત રિટર્ન ફાઈલ કરવાની તારીખ
કોઈ જજમેન્ટ, ફરમાન, હુકમ કે કોઈ એપલેટ ઓથોરિટી, એપલેટ ટ્રીબ્યુનલ કે અન્ય કોર્ટ ના નિર્દેશ પર ટેક્સ રિફંડ ને પાત્ર હોયજજમેન્ટ, ફરમાન, હુકમ કે નિર્દેશ સાથે સંદેશાવ્યવહાર ની તારીખ
કામચલાઉ રીતે ચુકવેલ ટેક્સઅંતિમ મૂલ્યાંકન પછીની ટેક્સ એડજસ્ટમેન્ટ ની તારીખ
સપ્લાયર સિવાય ના વ્યક્તિ ના કિસ્સામાંવ્યક્તિ દ્વારા માલ કે સર્વિસ પ્રાપ્ત કર્યા તારીખ
અન્ય કિસ્સાઓટેક્સ ચુકવણીની તારીખ

આવા અપવાદરૂપ કિસ્સાઓમાં રિફંડ કલેઇમ કરવાની પ્રક્રિયા ઉપર ના વિભાગમાં વર્ણવેલ રિફંડ ક્લેઇમ કરવાની પ્રક્રિયા જેમ જ રહેશે.

અમને તમારી મદદની જરૂર છે
કૃપા કરીને આ બ્લોગ પોસ્ટ પર તમારો ફીડબેક નીચેની કૉમેન્ટ્સ નો ઉપયોગ કરીને શેર કરો. વધુમાં, અમને જણાવો કે જી.એસ.ટી. સંબંધિત કયા વિષય પર વધુ જાણવામાં તમને રસ છે. અમે તેને અમારા કન્ટેન્ટ પ્લાન માં સમાવિષ્ટ કરવા ઉત્સુક છીએ.

શું તમને આ સહાયરૂપ લાગ્યું? નીચેના સોશિઅલ શેર બટન નો ઉપયોગ કરીને તેને અન્ય સાથે શેર કરો.

Are you GST ready yet?

Get ready for GST with Tally.ERP 9 Release 6

129,441 total views, 15 views today