1 જુલાઈ, 2017 ના રોજ GSTના આગમન સાથે, તમારી પાસે રહેલ તાત્કાલિક કરવા યોગ્ય કાર્ય ચોક્સાઇપૂર્વકના ઇન્વૉઇસેસ બનાવવાનું છે જે GST ટેક્સ ઇન્વૉઇસના નિર્ધારિત માપદંડ મુજબ હોય. GST ટેક્સ ઈન્વોઈસનો એક મહત્વનો ભાગ એ સપ્લાયર પર લીધેલા કરવેરા છે.

સપ્લાય પર એકત્રિત કરેલા કરના યોગ્ય મૂલ્યની ગણતરી કરવા માટે, સપ્લાય કરેલ માલ અથવા સેવાઓ પર લાગુ પડતા GST રેટ નક્કી કરવો એ મહત્વપૂર્ણ છે. યોગ્ય મૂલ્ય નક્કી કરવું પણ એટલું જ મહત્વનું છે, જેના પર નિયત દર લાગુ પડે છે. જો આ ન થાય તો તે બિનજરૂરી દાવા, વ્યાજની વસૂલાતમાં પરિણમી શકે છે, અને પ્રાપ્તકર્તા કદાચ સપ્લાય પરની ઇનપુટ ક્રેડિટ ગુમાવી શકે છે.

સપ્લાય પર લીધેલ ટેક્સ નું યોગ્ય મૂલ્ય નક્કી કરવા માટેની આ એક માર્ગદર્શિકા છે. જેના પર GST લાદવામાં આવે છે તે મૂલ્યને ટ્રાંઝેક્શન વેલ્યુ કહેવામાં આવે છે.

આ પણ વાંચો : માલ અને સર્વિસનો સપ્લાય: આનો અર્થ શું થાય?

ઇન્વૉઇસમાં જેના પર GST વસૂલવામાં આવે છે તે કિંમતની ગણતરી માટેનાં પગલાં

1.પ્લાય કરેલ માલ અને સર્વિસ ની કિંમત નક્કી કરો
2.કોઈ વધારાના ચાર્જ જેવા કે કમિશન, પેકીંગ તેમાં ઉમેરો
3.સપ્લાય પર લાગુ પડતા, GST સિવાયના અન્ય કોઈ ટેક્સ ઉમેરો
4.ઈન્વોઈસ માં દેખાડેલ ડિસ્કાઉન્ટ બાદ કરો

ઉદાહરણ: કર્ણાટકના રોહન પ્રા.લિ. કર્ણાટકમાં એક ડીલર, ડીસોઝા એન્ડ સન્સને 100 વોશિંગ મશીનો આપે છે. 1 વોશિંગ મશીનની કિંમત રૂ. 30,000 છે. રોહન પ્રા. લિ. રૂ. વોશિંગ મશીનની પેકિંગ માટે રૂ. 2,000 અને નૂર માટે રૂ. 8,000 લે છે. ડીસોઝા એન્ડ સન્સને રૂ. 10,000 નું ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે. વોશિંગ મશીનો પર લાગુ થતા GST નો દર 28% છે.
આ સપ્લાય માં જે કિંમત પર GST વસુલવામાં આવશે તે કિંમત શોધીએ.

વિગતજથ્થોભાવરકમ
વોશિંગ મશીન10030,00030,00,000
ઉમેરો: પેકીંગ ચાર્જ2,000
ઉમેરો: નૂર ચાર્જ8000
બાદ: ડિસ્કાઉન્ટ(-)10,000
કરપાત્ર મૂલ્ય30,00,000
CGST @14%4,20,000
SGST @ 14%4,20,000
કુલ ઈન્વોઈસ રકમ38,40,000

આ માટેનું ઈન્વોઈસ નીચે મુજબ દેખાશે:

tax-invoice-calculation

સપ્લાય પછી લાગેલા વધારાના ચાર્જ કે ડિસ્કાઉન્ટ નું શું કરવું

કિંમત પરના ઉમેરા
  • વધારાના ચાર્જ
  • કોઈ રકમ જે તમારા (સપ્લાયર) દ્વારા ચુકવવાપાત્ર હોય પરંતુ પ્રાપ્તકર્તા દ્વારા ખર્ચાયેલ હોય, જેમ કે ટ્રાન્સપોર્ટેશન
  • વ્યાજ/ લેઇટ ફી/ વિલંબિત ચુકવણા માટે પ્રાપ્તકર્તા પર લાદેલ દંડ

આ કિસ્સાઓમાં, ઓરીજનલ ઈન્વોઈસ થી જોડાયેલ એક ઉધાર નોંધ (ડેબિટ નોટ) બનાવવી જોઈએ અને તે કિંમત ને આધારે GST લેવાવો જોઈએ.

ઉદાહરણ: ઉપરના ઉદાહરણના સપ્લાય પર, રોહન પ્રા. લિ. એ ડિસોઝા એન્ડ સન્સ પાસેથી 30 દિવસની સંધી મુદતની અંદર ચુકવણી કરવામાં નિષ્ફળ જવાથી રૂ. 60,000 પેનલ્ટી તરીકે વસુલે છે.
અહીં, રોહન પ્રા. લિ. એ નીચે બતાવ્યા મુજબ ગણતરી સાથે, ઉપરના ઈન્વોઈસ સામે ડેબિટ નોટ બનાવવી જોઈએ જેમાં 28% (વોશિંગ મશીન પર લાગુ પડતો દર) ના દરે GST ચાર્જ કરવો:

વિગતરકમ
વિલંબિત ચુકવણા માટે વસુલ કરેલ દંડ60,000
CGST @ 14%8400
SGST @ 14%8400
કુલ ડેબિટ નોટ મૂલ્ય76,800

ઉધાર નોંધ (ડેબિટ નોટ) નીચે મુજબ દેખાશે:

debit-note-values

કિંમત માંથી થયેલ કપાત

• સપ્લાય પછી આપેલ ડિસ્કાઉન્ટ. જો સપ્લાય પછી ડિસ્કાઉન્ટ આપવામાં આવે, તો ખાતરી કરો કે તે સપ્લાય પહેલાં જ માન્ય થયેલ છે અને કોઈ નિયત ઈન્વોઈસ સાથે લિંક કરી શકાય છે. આવું ડિસ્કાઉન્ટ ટ્રાન્ઝેક્શન મૂલ્યમાંથી બાદ કરી શકાય છે. આ માટે, ડિસ્કાઉન્ટ રકમ અને લાગુ પડતા GST માટે ક્રેડિટ નોટ જારી કરો.

ઉદાહરણ: રોહન પ્રા. લિ. અને ડિસોઝા એન્ડ સન્સના કરાર મુજબ, જો ડિસોઝા એન્ડ સન્સ ઓનલાઈન બૅન્કિંગ દ્વારા પુરવઠા માટે ચુકવણી કરે તો રોહન પ્રા. લિ. ઇન્વૉઇસ મૂલ્ય રૂ. 2,000 નું ડિસ્કાઉન્ટ ઓફર કરશે. તદનુસાર, શ્રી ડિસોઝા ઑનલાઇન બેંકિંગ દ્વારા ચૂકવણી કરે છે. આપવામાં આવેલ રૂ. 2,000 ના ડિસ્કાઉન્ટ માટે, શ્રી રોહન એ નીચે દર્શાવેલ વિગત સાથે ઓરિજિનલ ઈન્વોઈસ સામે ક્રેડિટ નોટ બનાવવી જોઈએ:

વિગતરકમ
ડિસ્કાઉન્ટ2000
CGST @ 14%280
SGST @ 14%280
કુલ ક્રેડિટ નોટ મૂલ્ય2560

ક્રેડિટ નોટ નીચે દર્શાવ્યા મુજબ દેખાશે:

revised-invoice-updated

Are you GST ready yet?

Get ready for GST with Tally.ERP 9 Release 6

217,228 total views, 181 views today