આ બ્લોગમાં, આપણે ફોર્મ જીએસટીઆર-૩બી અને ટેલી ના જીએસટી-રેડી સૉફ્ટવેર દ્વારા જીએસટીઆર ૩બી ભરવાની પ્રક્રિયા ને સરળ બનાવવા માટે આપવામાં આવતા ઉકેલ વિશે ચર્ચા કરીશું.

આવરી લેવાતા મુદ્દાઓ

ફોર્મ જીએસટીઆર ૩બી નો પરિચય
જીએસટી-રેડી ટેલી.ઈઆરપી ૯ રિલીઝ ૬ માં ફોર્મ જીએસટીઆર ૩બી માટેની જોગવાઈ છે?
જો હું જીએસટી-રેડી ટેલી ઈઆરપી ૯ રિલીઝ ૬ માં આવતી નવીનતમ સુવિધા માટે અપગ્રેડ ના કરાવું તો શું થાય? શું હું જીએસટીઆર ૩બી હજી ભરી શકું?
ટેલી.ઈઆરપી ૯ માં ફોર્મ જીએસટીઆર ૩બી.()

ફોર્મ જીએસટીઆર-૩બી નો પરિચય

અત્યાર સુધી, આપણે બધાને જાણ છે કે સરકારે જીએસટીઆર-૧ અને જીએસટીઆર-૨ સમયરેખાને હળવી બનાવેલ છે. પ્રથમ જીએસટી ૧ નું અપલોડ, સંભવતઃ, ઑક્ટોબર ૨૦૧૭ ના મહિનામાં થશે, જુલાઇ અને ઓગસ્ટ 2017 ના મહિના માટે અને બાકીની પ્રવૃત્તિઓ અને ઔપચારિકતાઓ ત્યાર પછી થશે.

જોકે, એનો અર્થ એ નથી કે તે સમય સુધી જીએસટીનું કલેક્શન અને ચુકવણીની થશે નહિ. અપેક્ષા એ છે કે જીએસટી હેઠળ નિયમિત રજિસ્ટર્ડ કરદાતાઓ તેમના , આઉટવર્ડ અને ઇનવર્ડ સપ્લાયની વિગતો જીએસટી-૩બી નામના સરળ ફોર્મમાં ભરશે અને તે રીટર્ન ફોર્મ મુજબ જીએસટી માટે ચુકવણી કરશે.

આ પણ વાંચો : ફોર્મ જીએસટી-૩બી ભરવાની સમજ

શું ટેલી ના જીએસટી સોફ્ટવેર માં ફોર્મ જીએસટી-૩બી ભરવાની સુવિધા છે?

Tally.ERP 9 Release 6 જીએસટી-૩બી માટે તૈયાર છે. તમે તેને હમણાં જ અથવા ટેલી.ઈઆરપી ૯ ની ઇન્ફોરમેશન પેનલ ના વર્ઝન અને અપડેટ વિભાગ માં ક્લિક કરીને ડાઉનલોડ કરી શકો છો.

અમારા ગ્રાહકો માટે, અમે ફોર્મ જીએસટી ૩ બી પ્રિન્ટ કરવાનો વિકલ્પ આપવાનું આયોજન કર્યું છે, જે એક વર્ડ ડોક્યુમેન્ટ બનાવશે. આ દસ્તાવેજમાં સમાન ફિલ્ડ્સ હશે, જે જીએસટીએન પોર્ટલમાં આવશ્યક છે, જેથી કરીને વપરાશકર્તાને જીએસટીએન પોર્ટલમાં વિગતો ભરવા માટે અનુકૂળતા રહે. આ તમને ફોર્મ જીએસટી ૩-બી પર નજર રાખવા માટે સર્વોચ્ચ વિશ્વાસ આપશે, તેની સમીક્ષા કરો અને પછી જીએસટીએન દ્વારા માગ્યા પ્રમાણે ૨૦મી ઓગસ્ટના સુધીમાં તેના મૂલ્યો ભરો

ફોર્મ જીએસટીઆર-૩બી ભરવા અને ફાઇલ કરવા માટે જીએસટીએન એક એક્સેલ ટેમ્પલેટ સાથે એક ઑફલાઇન ઉપયોગિતા પૂરી પાડી શકે છે. જો આવું થાય, તો અમે તે માટે પણ સપોર્ટ આપીશુ.

જો કે, માટે જીએસટીએન દ્વારા જનરેટ થયેલ ફોર્મ જીએસટીઆર ૩-બી સાથે તમે મહિના માટે ફાઇલ કરેલ ફોર્મ જીએસટીઆર-૩બી સાથે મેચ થાય તે વધુ મહત્વનું જે જણાય છે.

જો જીએસટી-રેડી ટેલી.ઈઆરપી રિલીઝ ૬ મારફત કરવામાં આવે તો ફોર્મ જીએસટીઆર-૩ સાથે ફોર્મ જીએસટીઆર ૩બી ને મેચ કરવાનું સરળ બનશે કારણ કે ડેટાના સ્ત્રોત સમાન છે. અન્યથા, જીએસટીઆર ૧ અને ૨ ફાઈલ કરવાની ઔપચારિકતા પૂર્ણ કરવા પર, એકવાર જીએસટીઆર ૩ જનરેટ થયા બાદ, જો કોઈ મિસમેચ જણાય હોય તો કરદાતા દ્વારા વધારાનો ટેક્સ ચૂકવવો પડશે. અથવા રિફંડના કિસ્સામાં, તે આઈટીસી તરીકે ઉપલબ્ધ કરવામાં આવશે, જેનો ભાવિ લાયબિલિટી સામે એડજસ્ટ કરવા માટે દાવો કરી શકાય છે.

ટેલી.ઈઆરપી ૯ રિલીઝ ૬ માં જીએસટીઆર-૩બી વિષે વધુ માહિતી માટે, કૃપા કરીને ટેલી.હેલ્પ ની મુલાકાત લો.

જો હું જીએસટી-રેડી ટેલી.ઈઆરપી ૯ રિલીઝ ૬ ની નવીનતમ સુવિધા પર અપગ્રેડ ના કરું તો શું થાય? તો પણ હું ફોર્મ જીએસટીઆર-૩બી ફાઈલ કરી શકું?

અમે ભલામણ કરીએ છીએ કે તમે જીએસટી-રેડી ટેલી.ઈઆરપી ૯ રિલીઝ ૬ ની નવીનતમ સુવિધા પર ઉપલબ્ધ થતા જ જલદી અપગ્રેડ કરો. આ સુનિશ્ચિત કરશે કે તમે એક જ રિપોર્ટમાંથી ફોર્મ જીએસટીઆર-૩બી ફાઇલ કરવા માટે બધી જ આવશ્યક માહિતી મેળવી શકો છો. જો કે, ઘણાં કારણો અને નિર્ભરતાઓ હોઈ શકે છે, જેના કારણે તમે તાત્કાલિક નવીનતમ પ્રસ્તાવમાં જઈ શકતા નથી. ચિંતા કરવાની કંઈ જરૂર નથી. તમારા ફોર્મ જીએસટીઆર-૩બી ફાઇલ કરવા માટે જરૂરી ડેટા ટેલી.ઈઆરપી ૯ માં જ ઉપલબ્ધ છે.

જો તમે ટેલી.ઇઆરપી ૯ નું નીચલું રિલીઝ વાપરો છો, અને ફોર્મ જીએસટીઆર-૩બી ફાઈલ કરવાનું વિચારો છો, તો બધી જ સંબંધિત માહિતી જીએસટીઆર-૧ અને જીએસટીઆર-૨ માં ઉપલબ્ધ હશે જે પહેલાના રિલીઝ માં આપેલ હશે.

• બસ જીએસટીઆર-૧/જીએસટીઆર-૨ રિપોર્ટ ઓપન કરો અને વી: ડિફોલ્ટ વ્યૂ પર ક્લિક કરો.
• વર્ગીકૃત માહિતી મેળવવા માટે F1: ડીટેઇલ્ડ ક્લિક કરો..

જો તમારે વધુ માહિતી જેવી કે રાજ્ય-દીઠ કે ઈન્વોઈસ-દીઠ જોઈતી હોય તો, સંબંધિત વર્ગીકરણ પર એન્ટર દબાવો.

જો કે બધી જ માહિતી વિવિધ ટેબલ માં ફેલાયેલી હોય, તે તમારા માટે જીએસટી-રેડી સોફ્ટવેર ટેલી.ઇઆરપી ૯ માંથી જ ઉપલબ્ધ રહેશે

આના પર વધુ માહિતી જલ્દી જ help.tallysolutions.com પર ઉપલબ્ધ કરવામાં આવશે.

ટેલી.ઇઆરપી ૯ માં ફોર્મ જીએસટીઆર-૩બી

ઉપસંહાર

અમે જીએસટીની આ યાત્રા પર તમારી સાથે જ ચાલીએ છીએ અને ખાતરી આપીએ છીએ કે ટેલી.ઇઆરપી ૯ દરેક તબક્કામાં તમારી બધી જીએસટી પાલનની જરૂરીયાતોને ટેકો આપવા માટે તૈયાર છે અને અમે સરકાર દ્વારા સૂચવેલ નવીનતમ ઉન્નતીકરણો પર તમને જાણ કરતા રહીશું.

Are you GST ready yet?

Get ready for GST with Tally.ERP 9 Release 6

281,519 total views, 101 views today

Avatar

Author: Shailesh Bhatt