પ્રસ્તાવના

“મધ્યરાત્રિના સમયે, જ્યારે વિશ્વ ઊંઘે છે, ત્યારે ભારત જીવન અને સ્વતંત્રતા માટે જાગશે.”

આપણા પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુનાં 14 મી ઓગસ્ટ, 1947 ની મધ્યરાત્રિમાં બોલાયેલ આ શબ્દો – ભારતે બ્રિટિશ શાસનમાંથી સ્વતંત્રતા ને આવકારવા માટે પોતાને તૈયાર કરેલ છે – 70 વર્ષ પછી ફરી એક વખત સાચા સાબિત થશે, કારણ કે રાષ્ટ્ર એક નવા યુગની શરૂઆત કરવા માટે તૈયારી કરે છે – ટેક્સ ડુપ્લિકેશનમાંથી સ્વતંત્રતા, ટેક્સ જટિલતાઓમાંથી સ્વતંત્રતા અને કર ભ્રષ્ટાચારથી સ્વતંત્રતા ની આશા સાથે.

વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી સંસદમાં ઘંટડી વગાડીને 30 જૂનની મધરાતે GST નું સત્તાવાર રીતે સ્વાગત કરશે. પરંતુ પ્રશ્ન એ છે કે GST યુગમાં તમારા વ્યવસાયને અખંડિત રીતે આગળ વધારવા માટે શું તમે તૈયાર છો? શું તમે તમારું પ્રથમ GST ઇન્વૉઇસ 00:01 વાગ્યે પાસ કરી શકો છો? ટૂંકમાં જવાબ છે હા!

30 મી જૂનની મધરાતથી તમારા GST ઇન્વોઇસિંગને પ્રારંભ કરવા માટે અહીં એક ત્વરિત ચેક લિસ્ટ આપેલ છે – અમે તમને બતાવ્યું છે કે ટેલીના GST-રેડી પ્રોડક્ટ જીએસટી- રેડી પ્રોડક્ટ – ટેલી.ERP 9 પ્રકાશન 6 માં તમારું ઇન્વોઇસ કેવું દેખાશે.

GST શાસન માં ઇનવોઇસિંગ

આ આર્ટિકલમાં, અમે તમને નીચેના ઇન્વૉઇસેસ સમજાવીશું, જે તમારે GST શાસન દરમિયાન જરૂર પડશે:

 • ટેક્સ ઈન્વોઈસ
 • રિવર્સ ચાર્જ ઈન્વોઈસ
 • રિસિપ્ટ વાઉચર
 • નિકાસ ઈન્વોઈસ
 • ડિલિવરી ચલણ
 • સપ્લાય નું બિલ
 • ઉધાર નોંધ
 • જમા નોંધ
ટેક્સ ઈન્વોઈસ

જ્યારે રજિસ્ટર્ડ કરપાત્ર વ્યક્તિ કરપાત્ર માલ અથવા સેવાઓ પૂરી પાડે છે ત્યારે એક ટેક્સ ઇન્વોઇસ આપવામાં આવે છે. ઇનપુટ ટેક્સ ક્રેડિટ (ITC) નો દાવો કરવા માટે એક GST સુસંગત ઇનવોઇસ ઇશ્યૂ અને પ્રાપ્ત કરવી એ એક પૂર્વશરત છે. જો કોઈ ડીલર તેના ગ્રાહક (જે રજિસ્ટર્ડ કરપાત્ર વ્યક્તિ છે) માટે આ પ્રકારની ઈન્વોઈસ આપતું નથી – તેના ગ્રાહક દાવાપાત્ર ITC ગુમાવે છે અને વેપારી તેના ગ્રાહકોને ગુમાવે છે.

ખાતરી કરો કે તમે ટેક્સ ઇન્વોઇસમાં નીચેની જરૂરી માહિતી મેળવી રહ્યાં છો/h4>

 • ઈન્વોઈસ નંબર અને તારીખ
 • ગ્રાહક નું નામ
 • શિપિંગ અને બિલિંગ સરનામાં
 • ગ્રાહક અને કરદાતા નું GSTIN
 • સપ્લાય નું સ્થળ
 • HSN / SAC કોડ
 • કરપાત્ર કિંમત અને ડિસ્કાઉન્ટ
 • કર નો દર અને રકમ એટલે કે CGST + SGST (રાજયન્તર્ગત માટે) & IGST (આંતર-રાજ્ય માટે)
 • વસ્તુ ની વિગત એટલે કે વર્ણન, એકમ કિંમત અને જથ્થો

આપને ક્યાર સુધીમાં ટેક્સ ઈન્વોઈસ આપવાની જરૂર છે?

માલ ના સપ્લાય માટે

ટેક્સ ઈન્વોઈસ ફરજીયાત નીચે દર્શાવેલ ઘટના સમયે કે પહેલા અપાવવી જોઈએ:

 • માલનો નિકાલ, જ્યાં સપ્લાયમાં માલની હેરફેરનો સમાવેશ થાય છે
 • પ્રાપ્તકર્તાને માલની ડિલિવરી જ્યાં સપ્લાયમાં માલની હેરફેરનો સમાવેશ થતો ન હોય.
 • એકાઉન્ટ સ્ટેટમેન્ટ / પેમેન્ટ આપવું, જ્યાં સપ્લાય અવિરત હોય

સર્વિસ ના સપ્લાય માટે

ટેક્સ ઈન્વોઈસ ફરજીયાત નીચે દર્શાવેલ સમય મર્યાદામાં અપાવી જોઈએ:

 • સર્વિસ ના સપલયની તારીખ થી 30 દિવસની અંદર
 • સર્વિસ ના સપલયની તારીખ થી 45 દિવસની અંદર, જ્યાં સપ્લાયર કોઈ વીમાકર્તા કે બેન્કિંગ કંપની કે નાણાકીય સંસ્થા હોય

ટેક્સ ઇન્વોઇસની કેટલી નકલની જરૂર છે?

માલ ના સપ્લાય માટે

ઇન્વોઇસની ત્રણ નકલ આવશ્યક છે – ઓરિજિનલ, ડુપ્લિકેટ અને ત્રીજી નકલ.

 • ઓરિજિનલ ઈન્વોઈસ: ઓરિજિનલ ઈન્વોઈસ પ્રાપ્તકર્તાને આપવામાં આવે છે, અને ‘પ્રાપ્તકર્તા માટે ઓરિજિનલ’ તરીકે માર્ક કરવામાં આવે છે.
 • ડુપ્લિકેટ ઇન્વોઇસ: ડુપ્લિકેટ કૉપિ ટ્રાન્સપોર્ટરને આપવામાં આવે છે, અને તેને ‘ટ્રાન્સપોર્ટર માટે ડુપ્લિકેટ’ તરીકે માર્ક કરવામાં આવે છે. જો સપ્લાયરે ઇન્વોઇસ રેફરન્સ નંબર મેળવ્યું હોય તો તે જરૂરી નથી. સપ્લાયર જ્યારે GST પોર્ટલ પર તેના દ્વારા આપવામાં આવેલ ટેક્સ ઈન્વોઈસ અપલોડ કરે છે ત્યારે ઇન્વોઇસ રેફરન્સ નંબર મેળવી શકાય છે. તે ઈન્વોઈસ અપલોડ કર્યાની તારીખથી 30 દિવસ માટે માન્ય છે.
 • ત્રીજી નકલ: આ નકલ સપ્લાયર દ્વારા સાચવી રાખવામાં આવે છે, અને તેને ‘સપ્લાયર માટે ત્રીજી નકલ’ તરીકે માર્ક કરવામાં આવે છે.

સર્વિસ ના સપ્લાય માટે

ઈન્વોઈસ ની બે નકલ જરૂરી છે:

 • ઓરિજિનલ ઈન્વોઈસ :ટેક્સ ઈન્વોઈસ ની ઓરીજીનલ કોપી પ્રાપ્તકર્તાને આપવામાં આવે છે, અને તેને ‘પ્રાપ્તકર્તા માટે ઓરીજીનલ’ તરીકે માર્ક કરવામાં આવે છે.
 • ડુપ્લિકેટ નકલ: ડુપ્લિકેટ નકલ સપ્લાયર માટે છે, અને ‘સપ્લાયર માટે ડુપ્લિકેટ’ તરીકે માર્ક કરવામાં આવે છે.

ટેક્સ ઈન્વોઈસ બનાવવા માટેની લઘુત્તમ રકમ કેટલી છે?

જ્યારે 200 રૂપિયાથી ઓછી કિંમતનો માલ અથવા સર્વિસ આપવામાં આવે છે ત્યારે ટેક્સ ઈન્વોઈસ આપવાની જરૂરિયાત નથી જો:

 • પ્રાપ્તકર્તા રજીસ્ટર્ડ ના હોય
 • પ્રાપ્તકર્તા ને ઈન્વોઈસ ની જરૂર ન હોય (જો પ્રાપ્તકર્તા ઈન્વોઈસની માંગણી કરે તો ટેક્સ ઈન્વોઈસ આપવી જોઈએ)

જો કે, જેના માટે ટેક્સ ઇન્વોઇસ આપેલ ન હોય તેવા તમામ પ્રકારના સપ્લાય માટે એકીકૃત ટેક્સ ઈન્વોઈસ અથવા એકંદર ઈન્વોઈસ દરેક દિવસના અંત સુધીમાં તૈયાર કરવું જોઈએ.

GST-રેડી Tally.ERP 9 Release 6 માં રાજયન્તર્ગત વ્યવહારો માટે ટેક્સ ઈન્વોઈસ

રાજયન્તર્ગત વ્યવહારો ના કિસ્સામાં CGST અને SGST વસુલવામાં આવશે. રાજયન્તર્ગત વ્યવહારો માટે આપના ટેક્સ ઈન્વોઈસ નું ફોર્મેટ નીચે મુજબ છે –

1.

GST-રેડી Tally.ERP 9 Release 6 માં આંતર-રાજ્ય વ્યવહારો માટે ટેક્સ ઈન્વોઈસ

આંતર-રાજ્ય વ્યવહારો ના કિસ્સામાં, IGST વસુલવામાં આવશે. આંતર-રાજ્ય વ્યવહારો માટે આપના ટેક્સ ઈન્વોઈસ નું ફોરમેટ નીચે મુજબ થશે –

2.

GST-રેડી Tally.ERP 9 Release 6 માં બિલ-ટુ શિપ-ટુ વ્યવહારો માટે ટેક્સ ઈન્વોઈસ

એવા કિસ્સામાં જ્યાં માલ-સામગ્રી થર્ડ પાર્ટી ની સૂચના પર કન્સાઈની ને મોકલવામાં આવે છે, બિલ-ટુ-શિપ-ટુ દૃશ્ય ઉભું થશે. જો થર્ડ પાર્ટી એ તે જ રાજ્યમાં હોય તો, CGST અને SGST ચાર્જ કરવામાં આવશે, ભલે સામગ્રી અન્ય રાજ્યમાં મોકલવામાં આવે છે.

3

અનરજિસ્ટર્ડ ડીલર (URD) પાસેથી ખરીદી નું સંચાલન કરવું – રિવર્સ ચાર્જ ઈન્વોઈસ

રજિસ્ટર્ડ વ્યક્તિ જયારે ‘અનરજિસ્ટર્ડ ડીલર’ પાસેથી ખરીદી કરે એ કિસ્સામાં, પ્રાપ્તકરત દ્વારા ટેક્સ ચૂકવવામાં આવે છે, અને પ્રાપ્તકર્તાએ માલ અથવા સર્વિસની પ્રાપ્તિની તારીખ પર ઈન્વોઈસ આપવું જોઈએ.

GST-રેડી Tally.ERP 9 Release 6 માં રિવર્સ ચાર્જ ઈન્વોઈસ

4

એડવાન્સ પેમેન્ટ નું સંચાલન – રિસિપ્ટ વાઉચર

કોઈ રજીસ્ટર્ડ વેપારીને સપ્લાય માટે એડવાન્સ પેમેન્ટ મળે ત્યારે તે વેપારીએ પ્રાપ્તકર્તા દ્વારા ચુકવેલ એડવાન્સ રકમ નું રિસિપ્ટ વાઉચર આપવું જોઈએ.

GST-રેડી Tally.ERP 9 Release 6 માં રિસિપ્ટ વાઉચર

5

અસરકારક રીતે નિકાસ નું સંચાલન – એક્સપોર્ટ ઈન્વોઈસ

એક્સપોર્ટ ઈન્વોઈસ માં, ટેક્સ ઈન્વોઈસ માં જરૂરી વિગતો ઉપરાંત નીચેની વિગતો નો પણ સમાવેશ થવો જોઈએ:

 • તેમાં ફરજીયાત “IGST ના પેમેન્ટ પર નિકાસ માટેનો સપ્લાય” અથવા “IGST ના પેમેન્ટ વગર બોન્ડ થવા બાંયધરીના પત્ર હેઠળ નિકાસ માટેનો સપ્લાય” શબ્દો હોવા જોઈએ.
 • પ્રાપ્તકર્તા નું નામ અને સરનામું
 • જે દેશમાં માલ પહોંચાડવાનો છે તે દેશનું નામ
 • ડિલિવરી સરનામું

GST-રેડી Tally.ERP 9 Release 6 માં નિકાસ ઈન્વોઈસ

6

ડિલિવરી ચલણ ક્યારે આપવું?

ડિલિવરી ચલણ અમુક ખાસ વ્યવસાયિક કિસ્સાઓ માં આપી શકાય જેવા કે –

 • પ્રવાહી ગેસ નો સપ્લાય, જ્યાં સપ્લાયર ના વ્યવસાય સ્થળે માલ ના નિકાલ ના સમયે જથ્થો જ્ઞાત ના હોય
 • જોબ વર્ક માટે માલ નું પરિવહન
 • સપ્લાય સિવાયના કારણથી માલનું પરિવહન થતું હોય
 • અન્ય કોઈ સૂચિત સપ્લાય

GST-રેડી Tally.ERP 9 Release 6 માં ડિલિવરી ચલણ

7

સપ્લાય નું બિલ ક્યારે આપવું?

નીચેના કિસ્સાઓમાં રજિસ્ટર્ડ સપ્લાયર દ્વારા સપ્લાયનું બિલ આપવામાં આવે છે:

 • મુક્તિપાત્ર માલ અથવા સેવાઓનો સપ્લાય
 • સપ્લાયર કમ્પોઝિશન સ્કીમ અંતર્ગત ટેક્સ ચુકવતા હોય

ટેક્સ ઇન્વોઇસની જેમ જ, જ્યારે આપવામાં આવતા માલ અથવા સેવાઓની કિંમત 200 રૂપિયાથી ઓછી હોય ત્યારે તેનું બિલ આપવાની જરૂર નથી, સિવાય કે પ્રાપ્તકર્તા બિલ માટે આગ્રહ રાખે. તેમ છતાં, વ્યવસાયિક દિવસના અંતે જે સપ્લાય ના બિલ આપેલ નથી એવા દરેક સપ્લાયનું એકીકૃત બિલ તૈયાર કરવું જોઈએ.

GST-રેડી Tally.ERP 9 Release 6 માં સપ્લાય નું બિલ

8

પહેલેથી જ અપાયેલ ટેક્સ ઇન્વોઇસના મૂલ્યોમાં કેવી રીતે ફેરફાર કરવા?

ઇનવોઇસમાં વસુલ કરેલ કરપાત્ર મૂલ્ય અથવા GSTમાં ફેરફાર કરવા માટે, સપ્લાયર દ્વારા ડેબિટ નોટ (ઉધાર નોંધ) અથવા પૂરક ઈન્વોઈસ અથવા ક્રેડિટ નોટ (જમા નોંધ) આપવી આવશ્યક છે.

ડેબિટ નોટ (ઉધાર નોંધ) / પૂરક ઈન્વોઈસ- આને ઓરીજનલ ઇનવોઇસમાં વસૂલવામાં આવેલ કરપાત્ર મૂલ્ય અને / અથવા GSTમાં વધારો દર્શાવવા માટે સપ્લાયર દ્વારા આપવામાં આવે છે.

ક્રેડિટ નોટ (જમા નોંધ) / સુધારેલ ઈન્વોઈસ – આ નોટ ઓરિજનલ ઈન્વોઈસમાં વસુલ કરેલ કરપાત્ર મૂલ્ય અને / અથવા GSTમાં ઘટાડો દર્શાવવા માટે સપ્લાયર દ્વારા આપવામાં આવે છે. ક્રેડિટ નોટ 30 મી સપ્ટેમ્બરના રોજ અથવા તેના પહેલાં જારી કરવી આવશ્યક છે – નાણાકીય વર્ષના અંતમાં કે જેમાં સપ્લાય આપવામાં આવ્યો હતો અથવા સંબંધિત વાર્ષિક રિટર્ન ફાઇલ કરવાની તારીખ, જે પહેલાં હશે તેના પછી આવે તે.

ડેબિટ નોટ અને ક્રેડિટ નોટ માં આવરી લેવાતી વિગતો:

ડેબિટ નોટ, પૂરક ઇન્વૉઇસ અને ક્રેડિટ નોટમાં નીચેની વિગતોનો સમાવેશ થવો આવશ્યક છે:

 • દસ્તાવેજનો પ્રકાર મુખ્યત્વે સૂચિત થવો જોઈએ, જેમ કે ‘સુધારેલ ઈન્વોઈસ’ અથવા ‘પૂરક ઈન્વોઈસ’
 • સપ્લાયર નું નામ, સરનામું અને GSTIN
 • એક ક્રમિક સિરિયલ નંબર જેમાં માત્ર મૂળાક્ષરો અને/અથવા નંબર કે વિશિષ્ટ અક્ષરો હાયફન “-” અથવા સ્લેશ “/” જ હોય અને નાણાકીય વર્ષ દરમિયાન અનન્ય હોય.
 • દસ્તાવેજ આપ્યાની તારીખ
 • જો પ્રાપ્તકર્તા રજીસ્ટર્ડ હોય તો તેમનું નામ, સરનામું અને GSTIN/યુનિક ID નંબર
 • જો પ્રાપ્તકર્તા રજીસ્ટર્ડ ન હોય તો પ્રાપ્તકર્તા નું નામ, સરનામું અને ડિલિવરી નું સરનામું – રાજ્ય ના નામ અને કોડ સાથે
 • ઓરીજનલ ટેક્સ ઈન્વોઈસ અથવા સપ્લાય ના બિલ નો સિરિયલ નંબર અને તારીખ
 • માલ કે સર્વિસ ની કરપાત્ર કિંમત, ટેક્સ નો દર અને પ્રાપ્તકર્તા પાસેથી લીધેલ કે આપેલ ટેક્સ ની રકમ
 • સપ્લાયર કે તેના અધિકૃત પ્રતિનિધિ ની સહી અથવા ડિજિટલ સિગ્નેચર

GST-રેડી Tally.ERP 9 Release 6 માં ક્રેડિટ નોટ

9

GST-રેડી Tally.ERP 9 Release 6 માં ડેબિટ નોટ

10

Are you GST ready yet?

Get ready for GST with Tally.ERP 9 Release 6

215,305 total views, 39 views today

Pramit Pratim Ghosh

Author: Pramit Pratim Ghosh

Pramit, who has been with Tally since May 2012, is an integral part of the digital content team. As a member of Tally’s GST centre of excellence, he has written blogs on GST law, impact and opinions - for customer, tax practitioner and student audiences, as well as on generic themes such as - automation, accounting, inventory, business efficiency - for business owners.