GST હેઠળ ઇનપુટ ટેક્સ ક્રેડિટની જોગવાઈઓ ઇનવર્ડ સપ્લાય પર ટેક્સ ક્રેડિટને મંજૂરી આપવા માટેના પરિપ્રેક્ષ્ય સાથે રજુ કરવામાં આવેલ છે. હવે, કોઈપણ વ્યવસાયો બધી ઇનપુટ વસ્તુઓ અથવા ઇનપુટ સેવાઓ પર ઇનપુટ ટેક્સ ક્રેડિટનો દાવો કરી શકે છે, જે “ઉદ્યોગ દ્વારા વ્યવસાયના હેતુસર ઉપયોગમાં લેવામાં આવે છે અથવા વ્યવસાયને પ્રોત્સાહન આપવા” માટે ઉપયોગમાં લેવાય છે. સરળ શબ્દોમાં કહીએ તો, જો વેપારના હેતુ માટે કોઈપણ વસ્તુઓ અથવા સેવાઓનો ઉપયોગ કરવામાં આવે છે, તો આવા ઈનપુટ સ્સાપ્લય પર ચૂકવવામાં આવતા ટેક્સને ITC તરીકે મંજૂરી આપવામાં આવશે.

ભૂતકાળની પદ્ધતિની તુલનામાં જોઈએ તો આ વિશેષતા વ્યવસાયો માટે આ એક વરદાન છે. આ પહેલાં, ટેક્સ ક્રેડિટ માટે એવી જ ઇનપુટ વસ્તુઓ અથવા ઇનપુટ સેવાઓ પર મંજૂરી આપવામાં આવી હતી, જે સીધી રીતે આઉટપુટ અથવા આઉટપુટ સેવાઓ સાથે સંકળાયેલી હતી. ઉદાહરણ તરીકે જોઈએ તો, એક વેપારી તરીકે, કોઈપણ સામાનની ખરીદી પર ચૂકવવામાં આવેલા ઈનપુટ VAT, માત્ર જે તે વસ્તુના કરપાત્ર વેચાણ કરવા પર જ ક્રેડિટ તરીકે ઉપલબ્ધ હતું. જો કે, આ પદ્ધતિમાં જાહેરાતની સેવાઓ, માવજત ખર્ચ, વગેરે જેવા બિઝનેસ માટે કરવામાં આવતા ખર્ચ પર ચૂકવવામાં આવતા ટેક્સને ક્રેડિટ તરીકે માન્ય રાખવામાં આવ્યા ન હતા.

Confused by GST? We’ve simplified it for you

ઇનપુટ ટેક્સ ક્રેડિટ માટે આ નવી પદ્ધતિ “વ્યવસાયને પ્રોત્સાહન આપવા માટે” ની રજૂઆતથી કંપની કે ઉદ્યોગની કાર્યવાહીની કિંમતમાં ઘટાડો થશે અને તેની સીધી અસર વ્યવસાયના નફા પર પડશે. વ્યવસાય ખર્ચમાં ઇનપુટ ટેક્સ ક્રેડિટનો લાભ લેવા માટે નીચેના પાસાઓનું મહત્વ ધ્યાનમાં રાખવા જેવું છે:

1. રજિસ્ટર્ડ વ્યવસાયો સાથે જ વ્યવહાર કરો

જ્યારે તમે રજિસ્ટર્ડ વ્યવસાયો સાથે વ્યવહાર કરશો ત્યારે જ ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવવા માટે તમે પાત્ર ગણાશો તેથી, વ્યવસાયોને રજિસ્ટર્ડ હોય તેવા સપ્લાયર સાથે વ્યવહાર ભલામણ કરવામાં આવે છે.

આપણે જોઈએ તો કેટલાંક નાનાં બિઝનેસ ખર્ચ માટે, આપણે રજીસ્ટર ન હોય તેવા વેપારી સાથે પણ ટ્રાન્ઝેક્શન કરવું પડે છે. જો કે આવી ઇનવર્ડ સપ્લાય માટે પણ ITC ઉપલબ્ધ છે, અને તે મેળવી શકાય છે પરંતુ તે તમારા બોજમાં વધારો કરશે. કારણ કે તમારે રિવર્સ ચાર્જ મિકેનિઝમ માટે ટેક્સ ચૂકવવાની જરૂર પડતી હોવાથી કામચલાઉ રીતે તમારી રોકડ રકમ રોકાયેલી રહેશે, અને કરવેરાના ભરણા પછી જ તેન પર ક્રેડિટ ઉપલબ્ધ બને છે.

2. GSTIN સાથે કંપનીના નામમાં ટેક્સ ઇન્વોઇસ

ખાતરી કરો કે ટેક્સ ઇન્વોઇસ કંપનીના નામે જ બનાવવામાં આવ્યું છે અને એ પણ ખાતરી કરો કે ટેક્સ ઇન્વોઇસમાં GSTINનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ ખૂબ જ અગત્યનું છે કારણ કે ITC ત્યારે જ મેળવી શકાય છે અને તે સપ્લાયર અને પ્રાપ્તકર્તા વચ્ચેના ઇન્વોઇસ પર આધારિત છે.

3. યોગ્ય GSTIN નો ઉલ્લેખ કરો

જો તમારો વ્યવસાય અનેક રાજ્યોમાં કાર્યરત હોય અને તમે એક કરતા વધુ નોંધણી કરાવી હોય, તો એ ખાતરી કરો કે કોઈપણ ખર્ચ માટે સ્થાનિક રાજ્ય GSTIN નો ઇનવોઇસમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ઉદાહરણ તરીકે, જો તમે કર્ણાટક અને મહારાષ્ટ્ર બંનેમાં નોંધણી કરાવી છે. તો મહારાષ્ટ્રમાં તમે કરેલા ખર્ચ માટે, મહારાષ્ટ્રના રજીસ્ટ્રેશન નંબર આપવા પડશે. તેનું કારણ એ છે કે વ્યવસાય માટે કરવામાં આવતા અમુક ચોક્કસ ખર્ચ જેવા કે, હોટેલમાં રોકાણ, કાર્યક્રમો, ખાદ્ય ખર્ચાઓ વગેરે જેવા વિશિષ્ટ પ્રકારના વ્યવસાયના ખર્ચને હંમેશા રાજ્ય અંતર્ગત સપ્લાય ગણવામાં આવે છે અને તે મુજબ જ CGST + SGST વસૂલવામાં આવે છે. ક્રોસ-સ્ટેટ ITC (CGST + SGST) એડજસ્ટમેન્ટ પરના વર્તમાન પ્રતિબંધને ધ્યાનમાં રાખીને, અલગ રાજ્યના GSTIN નંબરનો ઉલ્લેખ કરવાથી તમને આવકની સપ્લાય પર ITC નો લાભ લેવાથી પ્રતિબંધિત કરવામાં આવશે.

4. નકારાત્મક યાદીમાં ઉલ્લેખ કરવામાં આવેલ સપ્લાયનું ધ્યાન રાખો

જોકે, GST દરેક ઈનવર્ડ સપ્લાય માટે ITC ને મંજૂરી આપે છે, પરંતુ અમુક ચોક્કસ પ્રકારની સપ્લાય પર ઇનપુટ ટેક્સ ક્રેડિટની મંજૂરી આપવામાં આવી નથી. માટે તેની ખાતરી કરો અને આવી સપ્લાયને ઓળખો, અને ITC માટે દાવો કરવામાં આવે તે પહેલા યોગ્ય રિવર્સલ કરવામાં આવ્યું છે તેનું ધ્યાન રાખો. નહીતર તમને વ્યાજ સાથે રિવર્સ ITC માટે કહેવામાં આવી શકે છે. નેગેટિવ લિસ્ટમાં દર્શાવેલ સપ્લાય વિષે વધુ માહિતી મેળવવા માટે, કૃપા કરીને ITC માટે દાવો કરવા માટે તમારી ચેકલિસ્ટ શીર્ષકનો બ્લોગ વાંચો.

ઉપરોક્ત સૂચિત માર્ગદર્શિકામાં કોઈ પણ પ્રકારની ક્ષતિને પરિણામે બિઝનેસમાં ITC નું સીધું નુકસાન થશે. તેથી, વ્યવસાયોએ પોતાને મેળવવાપાત્ર નીતિઓની સમીક્ષા કરવી જોઈએ અને GST ની જોગવાઈઓ મુજબ પોતાની નીતિઓમાં ફેરફાર કરવો જરૂરી છે. આમ કરવાથી, ટેક્સ ક્રેડિટના ફાયદા મેળવી શકાશે અને ITC ને કારણે થતી કોઈપણ પ્રકારની ખોટ ટાળી શકાશે અને લાભ મેળવી શકાશે.

Are you GST ready yet?

Get ready for GST with Tally.ERP 9 Release 6

102,028 total views, 58 views today