હાલના કરવેરા કાયદા હેઠળ પહેલેથી જ રજીસ્ટર્ડ વ્યવસાયો માટે જરૂરી તાત્કાલિક કાર્યવાહી એ કામચલાઉ જીએસટી રજીસ્ટ્રેશન મેળવવાની છે; નક્કી કરો કે તે હજુ પણ જીએસટી હેઠળ ફરજિયાતપણે રજિસ્ટ્રેશન કરાવવા માટે જરૂરી છે – અને તે મુજબ, ક્યાં તો જીએસટી રજિસ્ટ્રેશનમાં માઈગ્રેટ કરો અથવા કામચલાઉ રજીસ્ટ્રેશન રદ કરવાના વિકલ્પનો ઉપયોગ કરો.

જો કે, જો તમે નવા વ્યવસાયિક હોય અથવા તમે અગાઉ અનરજિસ્ટર્ડ થયેલ હતા, પરંતુ નિયત થ્રેશોલ્ડ સીમાને કારણે હવે રજીસ્ટર કરવાને પાત્ર છો, તો તમારા માટે આગળનો માર્ગ છે – નવું જીએસટી રજિસ્ટ્રેશન.

આ પણ વાંચો: રજીસ્ટર્ડ ડીલર? જીએસટી માં કેવી રીતે પરિવર્તિત થવું તે શીખો.

તમારે નવું જીએસટી રજીસ્ટ્રેશન મેળવવા માટે તમારે શું જરૂર છે તે અહીં સમજાવેલ છે –

સ્ટેપ 1: તમારા રાજ્યની થ્રેશોલ્ડ લિમિટ તપાસો.

જીએસટી રજીસ્ટ્રેશન લેવા માટેની થ્રેશોલ્ડ લિમિટ નીચે મુજબ છે:

 • વિશિષ્ટ કેટેગરી ના રાજ્યો: (અરુણાચલ પ્રદેશ, આસામ, મણિપુર, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ, સિક્કિમ, ત્રિપુરા, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ) – રૂ. 10 લાખ
 • આ સિવાય ના ભારત ના રાજ્યો – રૂ. 20 લાખ

નોંધ: જમ્મુ-કાશ્મીર, ભલે શરૂઆતમાં જીએસટી મર્યાદા હેઠળ નહોતું, પરંતુ 5 મી જુલાઈ પછી જીએસટી ક્રાંતિ અપનાવેલ છે. જમ્મુ-કાશ્મીર માં થ્રેશોલ્ડ લિમિટ મહદંશે રૂ. 10 લાખ જ રહેશે.

સ્ટેપ 2: નવું જીએસટી રેજીસ્ટ્રેશન મેળવો

તમે નિયમિત ડીલરશીપ મેળવો કે સંયુક્ત (કોમ્પોઝિટ) યોજના પસંદ કરો, તમારે નવું composite scheme,જીએસટી રજિસ્ટ્રેશન મેળવવા માટે નીચેના પગલાં લેવાની જરૂર છે:

 • કોમનજીએસટી પોર્ટલ પર જાઓ
 • તમારે પાન, મોબાઇલ નંબર અને ઇ-મેલ આઈડી દાખલ કરીને ફોર્મ જીએસટી આરઈજી-01 નો ભાગ-A ભરવા અને સબમિટ કરવાની જરૂર છે. પાન ની જીએસટી પોર્ટલ પર ચકાસણી કરવામાં આવશે, જ્યારે મોબાઇલ નંબર અને ઇ-મેલ આઈડી વન-ટાઈમ પાસવર્ડ (ઓટીપી) દ્વારા ચકાસવામાં આવશે.
 • તે કર્યા પછી, તમે તમારા મોબાઇલ નંબર અને ઇ-મેઇલ પર એપ્લિકેશન રેફરન્સ નંબર મેળવશો.
 • પછી તમારે ફોર્મ જીએસટી આરઈજી-01 નો ભાગ- B ભરવો જોઈશે અને પ્રાપ્ત કરેલ એપ્લિકેશન રેફ્રન્સ નંબર દર્શાવો. ઉપરાંત, ફોર્મ સબમિટ કરતા પહેલા, તમારે નીચે વિભાગમાં જણાવેલ ઉલ્લેખિત અન્ય જરૂરી દસ્તાવેજો જોડવા પડશે
 • જો વધારાની માહિતી આવશ્યક હશે તો ફોર્મ જીએસટી આરઈજી-03 પોર્ટલ પરથી આપવામાં આવશે. ફોર્મ જીએસટી આરઈજી-03 મળ્યાની તારીખથી કામકાજના ૭ દિવસની અંદર જરૂરી માહિતી સાથે જીએસટી આરઈજી-04 ફોર્મ દ્વારા જવાબ આપવો પડશે.
 • જો તમે ફોર્મ જીએસટી આરઈજી-01 અથવા ફોર્મ જીએસટી આરઈજી-04 દ્વારા તમામ જરૂરી માહિતી પૂરી પાડી હશે તો ફોર્મ જીએસટી આરઈજી-06 માં રજિસ્ટ્રેશનનું પ્રમાણપત્ર ફોર્મ જીએસટી આરઈજી-01 અથવા જીએસટી આરઈજી-04 ફોર્મ માલ્યાની તારીખથી 3 દિવસની અંદર આપવામાં આવશે. તેમ છતાં જો સબમિટ કરેલી વિગતો સંતોષકારક ન હોય તો, રજિસ્ટ્રેશન એપ્લિકેશન ફોર્મ જીએસટી આરઈજી-05 દ્વારા નામંજૂર કરવામાં આવશે..
નવા જીએસટી રેજીસ્ટ્રેશન માટે જરૂરી દસ્તાવેજો નું ચેકલીસ્ટ

ખાતરી કરો કે તમે નીચે દર્શાવેલ જીએસટી રજીસ્ટ્રેશન માટેની જરૂરિયાતો સંતોષો છો.

 • પાન
 • કોન્ટેક્ટ ડિટેલ્સ – ઇમેઇલ આઈડી, કોન્ટેક્ટ નંબર.
 • ફોટોગ્રાફ્સ: માલિક, ભાગીદાર, મેનેજિંગ ટ્રસ્ટી, કમિટી વગેરે. અધિકૃત સહી કરનાર.
 • કરદાતાનું બંધારણ: ભાગીદારી ખત, નોંધણી પ્રમાણપત્ર અથવા બંધારણના અન્ય પુરાવા
 • મુખ્ય / વ્યવસાયના વધારાના સ્થળનો પુરાવો:
  • પોતાની જગ્યા માટે – તાજેતરની પ્રોપર્ટી ટેક્સ રિસિપ્ટ અથવા મ્યુનિસિપલ ખાતા નકલ અથવા વીજળી બિલની નકલ જેવું જગ્યાના માલિકીના ટેકામાં કોઈ પણ દસ્તાવેજ
  • ભાડા પર અથવા ભાડાપટ્ટા ની જગ્યા માટે – માલિકની (મકાનમાલિક) દસ્તાવેજો જેવા કે તાજેતરના પ્રોપર્ટી ટેક્સ રસીદ અથવા મ્યુનિસિપલ ખાતા નકલ અથવા વીજળી બિલની નકલ જેવી ભાડા / પટ્ટા કરારની નકલ.
 • બેન્ક એકાઉન્ટ સંબંધિત પ્રુફ : બેંક પાસ બુકના પ્રથમ પેજની સ્કેન કરેલી નકલ અથવા બેંક સ્ટેટમેન્ટ
 • મુખત્યાર (ઓથોરાઇઝેશન) ફોર્મ: પ્રત્યેક અધિકૃત સહીકર્તા માટે, અધિકૃત કૉપિ અથવા નિયત ફોર્મેટમાં મેનેજિંગ કમિટી અથવા બોર્ડ ઓફ ડિરેક્ટર્સના રિઝોલ્યુશનની એક નકલ અપલોડ કરો.
ચોક્કસ કરપાત્ર વ્યક્તિઓ માટે નવા રજીસ્ટ્રેશન માટેના ફોર્મ્સ
ફોર્મ નં.ફોર્મ નો પ્રકાર
ફોર્મ જીએસટી આરઈજી-07ટેક્સ ડિડક્ટર અથવા ટેક્સ કલેક્ટર એટ સોર્સ તરીકે રજીસ્ટ્રેશન માટેની અરજી
ફોર્મ જીએસટી આરઈજી-09નોન રેસિડેન્ટ કરપાત્ર વ્યક્તિ માટે રજીસ્ટ્રેશન માટેની અરજી
ફોર્મ જીએસટી આરઈજી-09એબિન-કરપાત્ર ઑનલાઇન પ્રાપ્તકર્તાને ભારત બહારના સ્થળથી ઓનલાઇન માહિતી અને ડેટા બેઝ એક્સેસ અથવા પુનઃપ્રાપ્તિ (રીટરીવલ) સેવાઓ પૂરી પાડતી વ્યક્તિ માટે રજીસ્ટ્રેશન માટેની અરજી

Are you GST ready yet?

Get ready for GST with Tally.ERP 9 Release 6

235,240 total views, 103 views today

Pramit Pratim Ghosh

Author: Pramit Pratim Ghosh

Pramit, who has been with Tally since May 2012, is an integral part of the digital content team. As a member of Tally’s GST centre of excellence, he has written blogs on GST law, impact and opinions - for customer, tax practitioner and student audiences, as well as on generic themes such as - automation, accounting, inventory, business efficiency - for business owners.