આપણા અગાઉના બ્લોગ ‘GST માં ઇનપુટ સર્વિસ ડિસ્ટ્રીબ્યુટર (ISD) ની , સમજ’ માં આપણે GST માં ISD ની ભૂમિકા વિષે ચર્ચા કરી હતી. આ બ્લોગ માં આપણે ક્રેડિટ ની વહેંચણી માટે લાગુ પડતી વિવિધ શરતો અને વિવિધ એકમો (શાખાઓ) માં ક્રેડિટ ની વહેંચણી ની રીત વિષે સમજીશું.

ISD દ્વારા ઇનપુટ ટેક્સ ક્રેડિટ ની વહેંચણી માટે ની શરતો

ISD દ્વારા ઇનપુટ ટેક્સ ક્રેડિટ ની વહેંચણી માટે લાગુ પડતી શરતો નીચે મુજબ છે:

1.ISD ઈન્વોઈસ જે ‘માત્ર ઇનપુટ ટેક્સ ક્રેડિટ ની વહેંચણી માટે આપેલું’ એમ સ્પષ્ટ રીતે દર્શાવતું હોય તે ડિસ્ટ્રીબ્યુટર દ્વારા ક્રેડિટ ના પ્રાપ્તકર્તા ને આપેલું હોવું જોઈએ. જે એકમ (યુનિટ) ને ઇનપુટ ટેક્સ ક્રેડિટ વહેંચવામાં આવી છે તેને ‘ક્રેડિટ ના પ્રાપ્તકર્તા’ તરીકે ઓળખવામાં આવે છે. ટેક્સ ઈન્વોઈસ માં નીચે મુજબ ની વિગતો હોવી જોઈએ:

 • ઇનપુટ સર્વિસ ડિસ્ટ્રીબ્યુટર નું નામ, સરનામું અને GSTIN
 • અનુક્રમિક સીરીઅલ નંબર જેમાં માત્ર અક્ષરો અને/અથવા નંબરો જ હોય અને તે નાણાકીય વર્ષ માટે અનન્ય હોય./li>
 • ઇસ્યુ તારીખ
 • સર્વિસ સપ્લાયર નું નામ, સરનામું અને GSTIN જેના સંદર્ભે ક્રેડિટ વહેંચવામાં આવે છે અને આવા સપ્લાયર દ્વારા આપેલ ઈન્વોઈસ ની સીરીઅલ નંબર અને તારીખ
 • પ્રાપ્તકર્તા નું નામ, સરનામું અને GSTIN જેને આ ક્રેડિટ વહેંચવામાં આવે છે
 • વહેંચવામાં આવતી ક્રેડિટ ની રકમ, અને
 • સપ્લાયર ની અથવા તેના અધિકૃત પ્રતિનિધિ ની સહી અથવા ડિજિટલ સિગ્નેચર

2. વહેચેલ ક્રેડિટ ની રકમ વહેંચણી માટે ઉપલબ્ધ ક્રેડિટ ની રકમ થી વધવી જોઈએ નહિ

3. 3. વહેંચણી માટે એક મહિના માં ઉપલબ્ધ ઇનપુટ ટેક્સ ક્રેડિટ તે જ મહિના માં વહેંચવી જોઈએ, અને તેની વિગતો ફોર્મ GSTR -૬ માં આપવી જોઈએ.
4. 4. ઇનપુટ ટેક્સ ક્રેડિટ તે જ બ્રાન્ચ ને વંહેચાવી જોઈએ જેણે ઇનપુટ સર્વિસ લીધેલ હોય. ચાલો આપણે આને એક ઉદાહરણ સાથે સમજીએ

ઉદાહરણ તરીકે, ટોપ-ઈન-ટાઉન હોમ એપ્લાયન્સીઝ લી. એ બેંગ્લોર, કર્ણાટક માં આવેલ છે. તેમને મૈસોર (કર્ણાટક), ચેન્નાઇ (તમિલ નાડું) અને મુંબઈ (મહારાષ્ટ્ર) માં પોતાની શાખાઓ પણ છે. બેંગ્લોર નું યુનિટ એ હેડ ઓફિસ છે અને તે સામાન્ય સર્વિસો ને જથ્થા માં મેળવે છે જે અન્ય શાખાઓ દ્વારા પણ ઉપયોગમાં લેવાય છે.

ટોપ-ઈન-ટાઉન હોમ એપ્લાયન્સીઝ લી. (HO) ને રૂ. ૧,૦૦,૦૦૦ + રૂ.૧૮,૦૦૦ ની GST વાળી ઈન્વોઈસ મળે છે જે માત્ર માયસોર શાખાને આપેલ જાહેરાત સેવાઓ માટે છે.

રૂ. ૧૮,૦૦૦ ની કુલ ક્રેડિટ માત્ર માયસોર શાખાને જ વહેંચવામાં આવશે.

5. ક્રેડિટ ના એક કરતા વધારે કે બધા જ પ્રાપ્તકર્તા દ્વારા મેળવેલ ઇનપુટ સર્વિસ પર ચુકવેલ ટેક્સ ક્રેડિટ માત્ર આવા પ્રાપ્તકર્તાઓમાં જ અથવા બધા પ્રાપ્તકર્તાઓને વહેચાવી જોઈએ.

ઇનપુટ ટેક્સ વહેંચણી ની પદ્ધતિ
પ્રાપ્તકર્તાઓના આગળના વર્ષ ની ટર્નઓવર ને આધારે પ્રો રેટા એટલે કે ભાગે પડતી વહેંચણી થવી જોઈએ. આગળના નાણાકીય વર્ષના ટર્નઓવર ની ગેરહાજરીમાં, જે મહિનામાં ITC વહેંચાયેલ હતી તેના છેલ્લા ક્વાર્ટર (ત્રિમાસ) ના ટર્નઓવર ને ગણતરીમાં લેવું જોઈએ.

આ ઉદાહરણ ને આપણે વિસ્તારથી સમજીએ

વહેંચવા માટેની ક્રેડિટ ની રકમRs.90,000
ક્રેડિટ પ્રાપ્તકર્તાની સંખ્યામાયસોર અને ચેન્નાઇ
આગળના નાણાકીય વર્ષ (PY) માં માયસોર યુનિટ નું સરેરાશ ટર્નઓવરRs.60 Lakhs
આગળના નાણાકીય વર્ષ (PY) માં ચેન્નાઇ યુનિટ નું સરેરાશ ટર્નઓવરRs.90 Lakhs
બધા જ ક્રેડિટ પ્રાપ્તકર્તાઓનું સરેરાશ ટર્નઓવરRs.150 Lakhs

રૂ. ૯૦,૦૦૦ નું ક્રેડિટ નીચેની પદ્ધતિ થી વહેંચવામાં આવશે:

ISD

6. સપ્લાયર દ્વારા ISD ને આપવામાં આવતી ‘ઉધાર નોંધ’ ના હિસાબે વધારાની ઇનપુટ ટેક્સ ક્રેડિટ ની રકમ દરેક પ્રાપ્તકર્તા ના તે જ પ્રમાણ માં હોવી જોઈએ જે મૂળ ઈન્વોઈસ માં વહેંચવામાં આવતી ઇનપુટ ટેક્સ ક્રેડિટ માં હતી. વહેંચણી પોઇન્ટ નંબર ૫. માં દર્શાવેલ પદ્ધતિ પ્રમાણે જ થવી જોઈએ.

7. જો કોઈ કારણસર પહેલેથીજ વહેંચાયેલ ઇનપુટ ટેક્સ ક્રેડિટ ઘટી જાય, તો ક્રેડિટ ના ઘટાડા માટે એક ISD ક્રેડિટ નોટ (જમા નોંધ) આપવી જોઈએ. ISD ક્રેડિટ નોટ માં નીચેની વિગતો સમાવિષ્ટ થવી જોઈએ:

 • ISD નું નામ, સરનામું અને GSTIN
 • અનુક્રમિક સીરીઅલ નંબર જેમાં માત્ર અક્ષરો અથવા નંબરો અથવા ખાસ સંકેતો જેવા કે હાઈફન અથવા ડેશ (-) કે સ્લેશ (/) કે તેમનું મિશ્રણ જ હોય અને તે નાણાકીય વર્ષ માટે અનન્ય હોય.
 • ઇસ્યુ તારીખ
 • પ્રાપ્તકર્તા નું નામ, સરનામું અને GSTIN જેને આ ક્રેડિટ વહેંચવામાં આવે છે
 • વહેંચવામાં આવતી ક્રેડિટ ની રકમ, અને
 • ISD ની અથવા તેના અધિકૃત પ્રતિનિધિ ની સહી અથવા ડિજિટલ સિગ્નેચર

8. સપ્લાયર દ્વારા ISD ને અપાતી ક્રેડિટ નોટ (જમા નોંધ) ના હિસાબે ઘટાડવી પડે તેવી ઇનપુટ ટેક્સ ક્રેડિટ ની રકમ દરેક પ્રાપ્તકર્તા ના તે જ પ્રમાણ માં હોવી જોઈએ જે મૂળ ઈન્વોઈસ માં વહેંચવામાં આવતી ઇનપુટ ટેક્સ ક્રેડિટ માં હતી. વહેંચણી પોઇન્ટ નંબર ૫. માં દર્શાવેલ પદ્ધતિ પ્રમાણે જ થવી જોઈએ.

9. આ રીતે વહેંચાયેલ ઘટાડાની રકમ નીચે મુજબ હોવી જોઈએ:

 • જે મહિનામાં ક્રેડિટ નોટ રિટર્ન માં ફોર્મ GSTR – ૬ માં સમાવિષ્ટ થઇ હતી તેમાં વહેંચાયેલ રકમ માંથી ઘટાડવી જોઈએ
 • જો આ રીતે વહેંચાયેલ રકમ નેગેટિવ હોય તો પ્રાપ્તકર્તા ની આઉટપુટ ટેક્સ લાયબિલિટી માં તે ઉમેરવી જોઈએ .

Are you GST ready yet?

Get ready for GST with Tally.ERP 9 Release 6

70,009 total views, 6 views today