જીએસટી માં સૌથી મોટો ફેરફાર એ છે કે દૈનિક ધોરણે ખાતાઓને નિયમિતપણે જાળવી રાખવા પડશે અને અનુપાલન પરનું દબાણ ખૂબ જ ઓછું થશે કારણ કે તે સામાન્ય પ્રવૃત્તિ બની જશે. જો એકાઉન્ટ્સ નિયમિતપણે જાળવવામાં ન આવે તો તે મોટો તણાવ પેદા કરશે.

જો તમે વિવિધ પરિપાલન તરફ જોશો તો, કંપનીને નિયમિતપણે ફાઇલ કરવા જરૂરી રિપોર્ટ્સની સંખ્યા- મુખ્યત્વે ત્રણ રિપોર્ટ્સ જીએસટીઆર- 1, જીએસટીઆર-2 અને જીએસટીઆર-3 છે. પ્રથમ રિટર્ન ની છેલ્લો દિવસ દરેક મહિનાની 10 મી તારીખ છે, ત્યારપછી તમારે દરેક મહિનાની 15 મી તારીખ સુધીમાં દરેક વ્યક્તિએ તમારા વિશે જે રિપોર્ટ કર્યું છે તેની સાથે મેળ કરવાની જરૂર પડશે. પછી 17 મી તારીખની એક વચગાળાની તારીખ છે જે તમે હજી સુધી રિપોર્ટ કર્યું નથી તે તમારી પાસે આવે છે. આ તમારે દર મહિને કરવાનું છે. તે પછી તમારૂ જીએસટીઆર- 3, તમારી કર લાયબિલિટી અને રિટર્ન જે તમારે ચૂકવણી કરવાની જરૂર છે તે જનરેટ થશે.

આ પણ વાંચો: તમારા જીએસટી રિટર્ન કેવી રીતે ફાઈલ કરવા

જો કે, એ નોંધવું એકદમ અગત્યનું છે કે તમે દર મહિને કરની બાકી રકમ ચુકવશો. રિટર્ન ને માન્ય ગણવામાં આવે તે પહેલાં ચુકવણી આવશ્યક છે. તેથી એવું કહીને રિટર્ન ફાઈલ નહિ કરી શકો કે, “હું પછી ચૂકવીશ”.
એવું લાગે છે કે દરેક વ્યવસાયને તેમના વ્યવસાયની પાલન જરૂરિયાતોને ઓળખવાની, તેમના માટે કેટલી ઇનપુટ ઉપલબ્ધ છે તેની ખાતરી કરવી, ઇનપુટ ઉપલબ્ધ છે તેની ખાતરી કરવા માટે તેમને શું કરવાની જરૂર છે અને તેમની ખાતાંબુક રાખવા માટે તેમના એકાઉન્ટન્ટ પર પૂરેપૂરો આધાર રાખવાની જરૂર નથી. દરેક વ્યવસાયને ચોક્કસપણે જીએસટી એકાઉન્ટિંગ સૉફ્ટવેર રાખવાનીની જરૂર છે કારણ કે જીએસટીની રચના એવી છે કે તમે તમારૂ ફાઈલિંગ જાતે કરી શકતા નથી. તમારી પાસે સોફ્ટવેર હોવું આવશ્યક છે ભલે તે એક્સેલ હોય, પરંતુ ટેક્નોલોજી સોલ્યુશનની આવશ્યકતા છે.

અમારી સલાહ એ છે કે રૂ. 20 લાખની થ્રેશોલ્ડ વાળા નાના ઉદ્યોગો એ એકાઉન્ટિંગમાં મદદ કરવા માટે પરિવારના સભ્યો અને મિત્રો ની મદદ લેવી જોઈએ. કોઈપણ શિક્ષિત, બિન-કાર્યરત કુટુંબનો સભ્ય પાલનની સહાયતા માટે તાલીમ લઇ શકે છે. તેનો અર્થ એ કે વ્યવસ્થાપન પાસે વાસ્તવિક વ્યવસાય પર વિતાવવા માટે વધુ સમય છે અને પાલન પરનો સમય ઘટે છે.

પરિવર્તન સાથે અનુકૂલન

પરિવર્તન ની વાત જયારે આવે, તે માત્ર તમારી ખાતાંબુક પૂરતા મર્યાદિત નથી. જીએસટી સાથે, હું એક સંભવિત વ્યવહારિક પરિવર્તન નિર્દેશ કરવા માગું છું જે અમે આ પાલનની જરૂરિયાતમાંથી ઉદ્ભવે છે. ધારો કે હું એક વેપારી છું, હું A પાસેથી ચોક્કસ ચીજ ખરીદુ છું. મારે માત્ર એટલી જ જરૂર છે કે A તેના ટેક્સ ચૂકવે અને સરકાર સાથે સંવાદ કરે કે, “હા, આ મારી જવાબદારી છે.”

આ તબક્કે બે ચેક પોઈન્ટ છે જે આપણે ઉપયોગ કરી શકીએ છીએ. જો મને ખબર હોય કે A પૂરતી રીતે સદ્ધર છે અને તે તેના કર ચૂકવશે તો હું તેના જીએસટીઆર-1 નો ફાઇલ કરવા માટે રાહ જોઇશ અને જ્યારે હું મારા જીએસટીઆર-2A માં મારા ટ્રાન્ઝેક્શનને યોગ્ય રીતે જોઈ શકું ત્યારે જ હું તેને પેમેન્ટ કરીશ.

જો મને ખાતરી ન હોય કે તે પૂર્ણ સદ્ધર છે, તો હું તેના જીએસટીઆર-3 ફાઈલ કરવા સુધી રાહ જોઇશ, ખાતરી કરીશ કે તેમણે મને વેચેલ માલનો કર ચૂકવ્યો છે અને પછી જ તેને ચૂકવવા માંગીશ. આપણે તંત્રમાં આ કેસ્કેડીંગ જેવી પરિસ્થિતિ જોવાની શક્યતા છે, જે વાસ્તવમાં કાર્યકારી મૂડી ચક્રમાં વધારો કરશે અને પ્રમાણમાં સુસંગત સપ્લાયરોની સોદાબાજીની શક્તિમાં વધારો કરશે.

હું હંમેશા સુસંગત સપ્લાયર પાસેથી ખરીદી કરવા માંગીશ, અને હું જે નાના સપ્લાયરના વિશ્વાસપત્ર માટે સુનિશ્ચિત હોઉં, તેમના માટે હું મારી ચુકવણી શરતો લંબાવીશ જ્યાં સુધી મને ખાતરી ના થાય કે મારી ક્રેડિટ ઉપલબ્ધ છે. હું A ને આંશિક ચૂકવણી પણ કરી શકું અને તેને મારા ઈન્વોઈસ ના ટેક્સ ઘટકની ચૂકવણી નહીં કરું. જોકે, આ સુધારાઓ વ્યવસાય માટે ક્રેડિટ પ્રાપ્યતા વધારો સૂચવે છે અને કામગીરી નું એક વધારાનું સ્તર ઉમેરે છે.

 આ આર્ટિકલ શ્રી. મનીષ ચૌધરી, સીઈઓ, ટેલી એજ્યુકેશન, ટેલી સોલ્યુશન્સ પ્રાઇવેટ લિમિટેડની એક પેટાકંપની, દ્વારા લખાયેલ છે જે મૂળભૂત રીતે ‘ધ ઇકોનોમિક ટાઇમ્સ’ માં પ્રકાશિત કરવામાં આવ્યો હતો.

Are you GST ready yet?

Get ready for GST with Tally.ERP 9 Release 6

98,954 total views, 82 views today