આ બિલ ટુ – શિપ ટુ મોડેલ માં, માલનું બિલિંગ અને શિપિંગ ૨ રાજ્યોમાં અને ૨ પાર્ટી વચ્ચે થાય છે. લેવડ-દેવડ દરમિયાન વિવિધ કરો ની જટિલતા નિવારવા માટે, પહેલું ટ્રાન્ઝેક્શન કરપાત્ર થશે અને ત્યારપછીના વેચાણને માલની હેરફેર દરમિયાન કર માંથી મુક્તિ મળશે. આજે, બિલ ટુ – શિપ ટુ વ્યવહારો સામાન્ય ઘટના છે.

ચાલો આપણે ‘બિલ ટુ- શિપ ટુ’ વ્યવહારો ને ઉદાહરણ સાથે સમજીએ.

મહારાષ્ટ્ર સ્થિત હાર્ડવેર સમાન ના વ્યાપારી, ગણેશ ટ્રેડર્સ ને કર્ણાટક સ્થિત મારુતિ ટ્રેડર્સ તરફથી ઓર્ડર મળે છે. આ ઓર્ડર ૧૦૦ એલ્યુમિનિયમની નિસરણી સપ્લાય કરવાનો છે અને તેની સાથે તેને તમિલ નાડું સ્થિત પ્રાઈમ હાર્ડવેર્સ પર શિપ કરવાની સૂચના છે. પ્રાઈમ હાર્ડવેર્સ એ મારુતિ ટ્રેડર્સ ના એક ગ્રાહક છે.

આવા વ્યવહારોના બે તબક્કા છે:

  • વ્યવહારનો પહેલો તબક્કો – ગણેશ ટ્રેડર્સ અને મારુતિ ટ્રેડર્સ વચ્ચે:ગણેશ ટ્રેડર્સ નિસારણીઓ ના સપ્લાયર છે અને મારુતિ ટ્રેડર્સ ખરીદનાર છે. તદનુસાર, ગણેશ ટ્રેડર્સ એ મારુતિ ટ્રેડર્સ ના નામે વ્યવહાર નું બિલ બનાવે છે અને સૂચના પ્રમાણે માલ ને તમિલ નાડું માં પ્રાઈમ હાર્ડવેર્સ ને ત્યાં શિપ કરે છે.
  • • વ્યવહારનો બીજો તબક્કો – મારુતિ ટ્રેડર્સ અને પ્રાઈમ હાર્ડવેર્સ વચ્ચે: મારુતિ ટ્રેડર્સ સપ્લાયર છે અને પ્રાઈમ હાર્ડવેર્સ એ ખરીદનાર છે. મારુતિ ટ્રેડર્સ આ વ્યવહાર નું બિલ પ્રાઈમ હાર્ડવેર્સ ના નામે બનાવે છે, અને ટ્રક ની રસીદ (ગણેશ ટ્રેડર્સ દ્વારા ટ્રક માં શિપ થયેલ માલ) માં પ્રાઈમ હાર્ડવેર્સ ની તરફેણમાં સહી કરે છે. આ ટ્રક ની રસીદ (LR – લોરી રીસીપ્ટ) પ્રાઈમ હાર્ડવેર્સ ને માલની ડિલિવરી લેવાની સત્તા આપશે.

આપણે જી.એસ.ટી. માં બિલ ટુ-શિપ ટુ વ્યવહાર સમજવા આગળ વધીએ એ પહેલા, આવા વ્યવહારો પર હાલની પદ્ધતિ માં કેવી રીતે ટેક્સ લેવાય છે એ સમજીએ.

હાલની પદ્ધતિ: બિલ ટુ – શિપ ટુ વ્યવહારો પર ટેક્સ કેવી રીતે લેવાય છે

બિલ ટુ- શિપ ટુ વ્યવહારોમાં, પ્રથમ વેચાણ અને ત્યારપછીના (અનુગામી) વેચાણ હોય છે. હાલની પદ્ધતિમાં, વ્યવહારના બંને તબક્કામાં કર વસુલવામાં આવે છે – ગણેશ ટ્રેડર્સે મારુતિ ટ્રેડર્સ ને કરેલ પ્રથમ વેચાણ પર, અને ત્યારપછીના મારુતિ ટ્રેડર્સ થી પ્રાઈમ હાર્ડવેર્સ ને કરેલ વેચાણ પર.

તેમ છતાં, વ્યવહાર દરમિયાન એકથી વધારે વખત લેવાતો ટેક્સ ટાળવા માટે, ત્યારપછીના વેચાણ પર કરમુક્તિ આપેલી છે. જોકે આવી મુક્તિઓ, નિર્ધારિત ફોર્મ આપવા પર જ મળી શકશે. અનુગામી વેચાણ પર કરમુક્તિ મેળવવા માટે, પ્રથમ વિક્રેતાએ ડીક્લેરેશન ફોર્મ E1 આપવું પડશે, અને ખરીદનારે ૨% ના ઘટાડેલા દરે સી.એસ.ટી. લેવા માટે C -ફોર્મ આપવું પડશે.

ચાલો આપણે આને એક ચિત્ર સમજૂતી સાથે સમજીએ.

Bill to ship 1

ઉપરના દ્રષ્ટાંત માં, ગણેશ ટ્રેડર્સ એ મારુતિ ટ્રેડર્સ ના નામે બિલ બનાવે છે, અને પ્રાઈમ હાર્ડવેર ને ત્યાં માલ શિપ કરે છે. ગણેશ ટ્રેડર્સ મારુતિ ટ્રેડર્સ ને ફોર્મ E1 આપે છે અને મારુતિ ટ્રેડર્સ દ્વારા ૨% એ સી.એસ.ટી. મેળવવા માટે C -ફોર્મ આપવામાં આવે છે.ત્યારપછી, મારુતિ ટ્રેડર્સ પ્રાઈમ હાર્ડવેર્સ ના નામે ટેક્સ વસુલ કર્યા વગર C -ફોર્મ સામે બિલ બનાવે છે, અને ટ્રક રસીદ (LR) માં પ્રાઈમ હાર્ડવેર્સ ની તરફેણ માં સહી કરે છે.

જી.એસ.ટી. હેઠળ ના બિલ ટુ-શિપ ટુ વ્યવહારો માટે કાર્યપદ્ધતિ

જી.એસ.ટી. હેઠળ, માલના સપ્લાય નું સ્થળ રાજયન્તર્ગત છે કે આંતર-રાજ્ય એ નક્કી કરવું ખુબ જ મહત્વપૂર્ણ છે. તદનુસાર લાગુ પડતા કર વસૂલી શકાય છે. આપણે સપ્લાય ના સ્થળ વિષે બ્લોગ ‘જી.એસ.ટી. માં સપ્લાય નું સ્થળ શું છે’ માં ચર્ચા કરી હતી. .

જી.એસ.ટી. હેઠળ, માલના સપ્લાય નું સ્થળ રાજયન્તર્ગત છે કે આંતર-રાજ્ય એ નક્કી કરવું ખુબ જ મહત્વપૂર્ણ છે. Click To Tweet

જી.એસ.ટી. માં જો સપ્લાયર દ્વારા પ્રાપ્તકર્તાને સપ્લાય થયેલો માલ ત્રીજા વ્યક્તિ ની દિશામાં હોય, તો એ માની લેવામાં આવશે કે ત્રીજી વ્યક્તિએ માલ લીધેલો છે અને આવા ત્રીજા વ્યક્તિ ના વ્યાપારનું મુખ્ય સ્થળ એ જ સપ્લાય નું સ્થળ ગણાશે. ચાલો આપણે અને એક ઉદાહરણ સાથે સમજીએ.

ગણેશ ટ્રેડર્સ એ મહારાષ્ટ્ર સ્થિત એક હાર્ડવેર સામાન ના ડીલર છે. તેઓ કર્ણાટક સ્થિત મારુતિ ટ્રેડર્સ પાસેથી ૧૦૦ એલ્યૂમિનિયમની નિસરણી સપ્લાય કરવાનો ઓર્ડર મેળવે છે અને ઓર્ડર સાથે નીસરણીઓ ને તમિલ નાડું સ્થિત પ્રાઈમ હાર્ડવેર્સ પર શિપ કરવાની સૂચના પણ છે.

Bill to ship 2

આ ઉદાહરણમાં, મારુતિ ટ્રેડર્સ ની સૂચના પ્રમાણે ગણેશ ટ્રેડર્સ તમિલ નાડું સ્થિત પ્રાઈમ હાર્ડવેર્સ ને એલ્યૂમિનિયમ નિસરણીઓ શિપ કરે છે. અહીં, મારુતિ ટ્રેડર્સને ત્રીજી વ્યક્તિ તરીકે માનવામાં આવે છે. આથી, સપ્લાય નું સ્થળ ત્રીજી વ્યક્તિના વ્યાપારનું મુખ્ય સ્થળ એટલે કે કર્ણાટક થશે. તદનુસાર, ગણેશ ટ્રેડર્સ મારુતિ ટ્રેડર્સ ના બિલ પર આઈ.જી.એસ.ટી. વસૂલે છે. મારુતિ ટ્રેડર્સ અને પ્રાઈમ હાર્ડવેર્સ વચ્ચેનો આ લેવડ-દેવડ નો બીજો ભાગ આંતર-રાજ્ય થશે અને તેથી આઈ.જી.એસ.ટી. લાગશે.

ચાલો આપણે વિવિધ દ્રષ્ટાંતો દ્વારા વધારે ચર્ચા કરીએ.

દ્રષ્ટાંત ૧
વિગતસપ્લાયરત્રીજી પાર્ટીપ્રાપ્તકર્તાસપ્લાય નું સ્થળલેવડ-દેવડ નો પ્રકાર
રાજ્યમહારાષ્ટ્રમહારાષ્ટ્રકર્ણાટકમહારાષ્ટ્રરાજયન્તર્ગત
પાર્ટીનું નામગણેશ ટ્રેડર્સમારુતિ ટ્રેડર્સપ્રાઈમ હાર્ડવેર્સ

Bill to ship 3

આ ઉદાહરણમાં, મારુતિ ટ્રેડર્સ તરફથી મળેલ સુચનામાં, ગણેશ ટ્રેડર્સ એલ્યૂમિનિયમ નિસરણી કર્ણાટક સ્થિત પ્રાઈમ હાર્ડવેર્સ ને શિપ કરે છે. અહીં, મારુતિ ટ્રેડર્સને ત્રીજી વ્યક્તિ તરીકે માનવામાં આવે છે. તેથી, સપ્લાય નું સ્થળ ત્રીજી વ્યક્તિ ના વ્યાપારનું મુખ્ય સ્થળ એટલે કે મહારાષ્ટ્ર ગણાશે. તદનુસાર, ગણેશ ટ્રેડર્સ મારુતિ ટ્રેડર્સના બિલ પર સી.જી.એસ.ટી. + એસ.જી.એસ.ટી. વસુલે છે. મારુતિ ટ્રેડર્સ અને પ્રાઈમ હાર્ડવેર્સ વચ્ચેના વ્યવહારનો બીજો તબક્કો આંતર-રાજ્ય ગણાશે અને તેથી આઈ.જી.એસ.ટી. લાગશે.

દ્રષ્ટાંત ૨
વિગતસપ્લાયરત્રીજી પાર્ટીપ્રાપ્તકર્તાસપ્લાય નું સ્થળલેવડ-દેવડ નો પ્રકાર
રાજ્યમહારાષ્ટ્રકર્ણાટકકર્ણાટકકર્ણાટકઆંતર-રાજ્ય
પાર્ટી નું નામગણેશ ટ્રેડર્સમારુતિ ટ્રેડર્સપ્રાઈમ હાર્ડવેર્સ

Bill to ship 4

ઉપર દર્શાવેલ દ્રષ્ટાંત માં ત્રીજી પાર્ટી ના વ્યાપાર નું મુખ્ય સ્થળ કર્ણાટક છે અને સપ્લાય નું સ્થળ કર્ણાટક થશે. આ એક આંતર-રાજ્ય લેવડ-દેવડ છે, અને આઈ.જી.એસ.ટી. ને પાત્ર થશે. મારુતિ ટ્રેડર્સ અને પ્રાઈમ હાર્ડવેર્સ વચ્ચેની આ લેવડ-દેવડ નો બીજો તબક્કો આંતર-રાજ્ય બનશે અને આથી સી.જી.એસ.ટી.+એસ.જી.એસ.ટી. લાગુ પડશે.

સી.જી.એસ.ટી., એસ.જી.એસ.ટી. અને આઈ.જી.એસ.ટી. ને વિસ્તારથી સમજવા માટે આ બ્લોગ પોસ્ટ વાંચો.

ટૂંક સમયમાં આવે છે

સર્વિસ ના સપ્લાયના સ્થળ પર ના બ્લોગ

અમને તમારી મદદની જરૂર છે
કૃપા કરીને આ બ્લોગ પોસ્ટ પર તમારો ફીડબેક નીચેની કૉમેન્ટ્સ નો ઉપયોગ કરીને શેર કરો. વધુમાં, અમને જણાવો કે જી.એસ.ટી. સંબંધિત કયા વિષય પર વધુ જાણવામાં તમને રસ છે. અમે તેને અમારા કન્ટેન્ટ પ્લાન માં સમાવિષ્ટ કરવા ઉત્સુક છીએ.

શું તમને આ સહાયરૂપ લાગ્યું? નીચેના સોશિઅલ શેર બટન નો ઉપયોગ કરીને તેને અન્ય સાથે શેર કરો

Are you GST ready yet?

Get ready for GST with Tally.ERP 9 Release 6

119,068 total views, 38 views today