1. જયારે સપ્લાયમાં માલની હેરફેર ન થતી હોય, ત્યારે પ્રાપ્તકર્તા ને મળેલ ડિલિવરી સમયે માલનું જે સ્થળ હોય તે સપ્લાય નું સ્થળ ગણાશે.

ઉદાહરણ તરીકે: રેક્સ કાર્સ જેમનું વ્યાપારનું રજીસ્ટર્ડ સ્થળ ચેન્નાઇ, તમિલ નાડું માં છે, તેઓ માયસોર, કર્ણાટક માં એક શોરૂમ શરુ કરે છે. તેઓ તે જગ્યામાં માયસોર, કર્ણાટક ના રોહન જનરેટર્સ પાસેથી એક પ્રિ-ઇન્સ્ટોલ્ડ જનરેટર ખરીદે છે.

સપ્લાયર નું સ્થળ: માયસોર, કર્ણાટક

સપ્લાય નું સ્થળ: જનરેટર ના સપ્લાય માં તેની હેરફેર કરવાની જરૂર નથી. આથી સપ્લાય નું સ્થળ માયસોર, કર્ણાટક થશે.

આ એક રાજયન્તર્ગત સપ્લાય છે અને આથી લાગુ પડતા ટેક્સ છે CGST અને SGST.

જયારે સપ્લાયમાં માલની હેરફેર ન થતી હોય, ત્યારે પ્રાપ્તકર્તા ને મળેલ ડિલિવરી સમયે માલનું જે સ્થળ હોય તે સપ્લાય નું સ્થળ ગણાશેClick To Tweet

GST for transactions involving no movement of goods

2.જયારે માલ એ સાઈટ પર જ એસેમ્બલ કે ઇન્સ્ટોલ કરવામાં આવે ત્યારે એસેમ્બલી કે ઈન્સ્ટોલેશન નું સ્થળ એ જ સપ્લાય નું સ્થળ ગણાશે.
જયારે માલ એ સાઈટ પર જ એસેમ્બલ કે ઇન્સ્ટોલ કરવામાં આવે ત્યારે એસેમ્બલી કે ઈન્સ્ટોલેશન નું સ્થળ એ જ સપ્લાય નું સ્થળ ગણાશે.Click To Tweet

ઉદાહરણ તરીકે: રેક્સ કાર્સ જેમનું વ્યાપારનું રજીસ્ટર્ડ સ્થળ ચેન્નાઇ, તમિલ નાડું માં છે, તેઓ હૈદરાબાદ, તેલંગણા માં એક નવી બ્રાન્ચ શરુ કરે છે. તેઓ તે બ્રાન્ચમાં ઇન્સ્ટોલ કરવા માટે રોન લિફ્ટ્સ પાસેથી એક લિફ્ટ ખરીદે છે જેમનું વ્યાપારનું રજીસ્ટર્ડ સ્થળ ચેન્નાઇ, તમિલ નાડું માં જ છે.

સપ્લાયર નું સ્થળ: ચેન્નાઇ, તમિલ નાડું

સપ્લાય નું સ્થળ: લિફ્ટ ને રેક્સ કાર્સ ની ઇમારત માં જ એટલે કે હૈદરાબાદ, તેલંગણા માં એસેમ્બલ અને ઇન્સ્ટોલ કરવાની છે. આથી સપ્લાય નું સ્થળ હૈદરાબાદ, તેલંગણા થશે.

આ એક આંતર-રાજ્ય સપ્લાય છે અને આથી લાગુ પડતો ટેક્સ છે IGST.

Determining GST for goods assembled or installled

3. જયારે માલ ને વહન કરવાના વાહન પર જ માલ નો સપ્લાય કરવામાં આવે ત્યારે જે સ્થળે માલને જહાજ પર લેવામાં આવ્યો હોય તે સ્થળ જ સપ્લાય નું સ્થળ ગણાશે
જયારે માલ ને વહન કરવાના વાહન પર જ માલ નો સપ્લાય કરવામાં આવે ત્યારે જે સ્થળે માલને જહાજ પર લેવામાં આવ્યો હોય તે સ્થળ જ સપ્લાય નું સ્થળ ગણાશે.Click To Tweet

ઉદાહરણ તરીકે: એક વ્યક્તિ કલકત્તા થી હૈદરાબાદ ફ્લાઇટ માં જતી વખતે જહાજ માં જ ઈન-ફ્લાઇટ શોપિંગ કેટલોગ માંથી એક પાવર-બેન્ક ખરીદે છે. તે એરલાઇન્સ નું વ્યાપારનું રજિસ્ટર્ડ સ્થળ કલકત્તા છે અને પાવર-બેન્ક કલકત્તા માંથી જ જહાજ પર લેવામાં આવી છે.

સપ્લાયર નું સ્થળ: કલકત્તા, વેસ્ટ બંગાળ

સપ્લાય નું સ્થળ: કલકત્તા, વેસ્ટ બંગાળ

આ એક રાજયન્તર્ગત સપ્લાય છે અને આથી લાગુ પડતા ટેક્સ છે CGST અને SGST.

GST for goods supplied on board a mode of conveyance

Are you GST ready yet?

Get ready for GST with Tally.ERP 9 Release 6

112,211 total views, 57 views today