(English) Language

 • English
 • Hindi
 • Marathi
 • Kannada
 • Telugu
 • Tamil
 • Gujarati

આ પોસ્ટ 28મી નવેમ્બર, 2016ના અપડેટ કરી છે.

દરેક વીતતા દિવસ સાથે આપણે જીએસટી શાસનની એક પગલું નજીક જઈ રહ્યા છીએ. જીએસટી બિલ રાષ્ટ્રપતિ દ્વારા મંજૂર થયું છે અને જીએસટી કાઉન્સિલ નિયમો રચવાની પ્રક્રિયામાં છે. વેપારોએ આ નવી કર પ્રણાલી માટે તૈયારીઓ શરૂ કરી છે, જીએસટી રજિસ્ટ્રેશન પ્રાપ્ત કરવીએ જીએસટી ટ્રાન્ઝિશન પ્રક્રિયાનુંપ્રથમ પગલું છે.

જીએસટીમાં નોંધણી માટે લાયેબિલિટી

પ્રદેશએકત્રિત ટર્નઓવર
નોર્થ ઈસ્ટ ઈન્ડિયા + સિક્કિમ, અને જમ્મુ- કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડરૂ. 10 લાખ
ભારતના બાકીના પ્રદેશોમાંરૂ. 20 લાખ

 

આ પરથી એ ખાતરી રહેશે કે ડીલર જે દિવસે રૂ. 20 લાખનું ટર્નઓવર પાર કરતાનીસાથે રજિસ્ટર્ડ થઇ જશે તેણે જીએસટી લાગુ કરવાનું શરૂ કરવું પડશે અને ઈનપુટ ટેક્સ ક્રેડિટનો સેટઓફફકરવા માટે હકદાર બનશે. હાલના બધા મોજૂદ રજિસ્ટર્ડ ડીલરોએ કોઈ પણ કાયદા હેઠળ (વેટ, એક્સાઈઝ, સર્વિસ ટેક્સ) જીએસટીમાં રજિસ્ટર કરાવવું જરૂરી છે.

મહત્ત્વપૂર્ણ નોંધઃ અહીં કોઈ પણ વેપાર પેઢીના ભારતભરના એકત્રિત ટર્નઓવર (કરપાત્ર, મુક્તિ અને નિકાસ પુરવઠાના મૂલ્ય સહિત) ધ્યાનમાં લેવાયું છે અને રાજ્યવાર નહીં..

દાખલો

હવે જોઈએ વેપારની લાયેબિલિટી જીએસટી હેઠળ કઇરીતે નોંધણી થશે..

સુપર કાર્સ લિ. કર્ણાટકમાં કાર ઉત્પાદન કરતી કંપની છે. તે કર્ણાટક અને દિલ્હીમાં સર્વિસ યુનિટ્સ પણ ધરાવે છે. વધારાની વિગતો નીચે કોષ્ટકમાં આપી છેઃ

બિઝનેસયુનિટ સ્થળપેન નંબરટર્નઓવર (રૂ)
સુપર કાર્સ લિકર્ણાટકAEHCS3476M125 લાખ
સુપર કાર્સ સર્વિસ લિ.કર્ણાટકAEHCS3476M20 લાખ
સુપર કાર્સ સર્વિસ લિ.દિલ્હીAEHCS3476M10 લાખ

દાખલા અનુસાર,

 • બધાં 3 યુનિટ્સ એકસમાન પેન AEHCS3476Mહેઠળ નોંધાયેલાં છે.
 • એકત્રિત ટર્નઓવરની ગણતરી કરવા માટે બધાં 3 યુનિટ્સ (કર્ણાટક અને દિલ્હીમાં સ્થિત સુપર કાર્સ લિ. અને સુપર કાર્સ સર્વિસ લિ.)નું ટર્નઓવર ધ્યાનમાં લેવાશે.
 • આથી એકત્રિત ટર્નઓવર રૂ. 155 લાખ (કર્ણાટકની સુપર કાર્સ લિ. રૂ. 125 લાખ + સુપર કાર્સ સર્વિસ લિ. રૂ. 20 લાખ + દિલ્હીની સુપર કાર્સ સર્વિસીસ લિ. રૂ. 10 લાખ) અને જીએસટીહેઠળ નોંધણી આવશ્યક છે.

રજિસ્ટ્રેશન કોને માટે ફરજિયાત છે?

નિમ્નલિખિત પુરવઠાકારોની શ્રેણીઓ ગમે તેટલું ટર્નઓવર હોય તો પણ ફરજિયાત નોંધણી કરવાની રહેશેઃ

 • ઈન્ટરસ્ટેટ પુરવઠો કરતી કરપાત્ર વ્યક્તિ.
 • કેઝયુઅલ અને બિનનિવાસી કરપાત્ર વ્યક્તિઓ
 • રિવર્સ ચાર્જ હેઠળ કર ચૂકવવા પાત્ર વેપારો.
 • કરપાત્ર વ્યક્તિ વતી પુરવઠો કરતા એજન્ટ.
 • ઇનપુટ સર્વિસ ડિસ્ટ્રિબ્યુટર
 • ઈ-કોમર્સ મંચો પર વેંચાણકરતાઓપરેટરો
 • બધા ઈ-કોમર્સ ઓપરેટરો
 • ભારતની બહારથી ઓનલાઈન માહિતી અને ડેટાબેઝ પહોંચ અથવા રિટ્રાઈવલ સર્વિસીસ ભારતમાં નો- રજિસ્ટર્ડવ્યક્તિને પુરવઠો કરતી વ્યક્તિ.
 • ટીડીએસ કાપવા માટે જવાબદાર વ્યક્તિ

વર્તમાન સેન્ટ્રલ અને સ્ટેટ ટેક્સ હેઠળ નોંધણીકૃત ડીલરો માટે નોંધણી ફોર્મ્સ

 • સેન્ટ્રલ કે સ્ટેટ કર સત્તા સાથે રજિસ્ટર્ડ બધા ડીલરો અને પ્રમાણિત પેન ધરાવે તેઓ આપોઆપ માઈગ્રેટ થશે અને તેમને ફોર્મ જીએસટી આરઈજી 21માં રજિસ્ટ્રેશનનું પ્રોવિઝનલ સર્ટિફિકેટ અપાશે.
 • 6 મહિનામાં ડીલરોએ માહિતી અને દસ્તાવેજો સાથે જીએસટી પોર્ટલમાં ફોર્મ જીએસટી આરઈજી 20 આપવું આવશ્યક છે.
 • જો આપવામાં આવેલી માહિતી પૂર્ણ અને સંતોષકારક હોય તો ફોર્મ જીએસટી આરઈજી 6માં આખરી નોંધણી સર્ટિફિકેટ જારી કરાશે
 • જો સુપરત કરાયેલી વિગતો સંતોષકારક ન હોય તો ફોર્મ જીએસટી આરઈજી 23માં કારણ આપો નોટિસ આપવામાં આવશે અને પ્રોવિઝનલ નોંધણી રદ કરવા પૂર્વે સુનાવણી લેવાશે. જો કારણ દર્શાવોની સુનાવણી સફળ નહીં થાય અથવા જો નિર્ધારિત સમયમાં વિગતો પૂરી પાડવામાં નહીં આવે તો ફોર્મ જીએસટી આરઈજી 21માં આવેલું પ્રોવિઝનલ રજિસ્ટ્રેશન રદ કરાશે અનેફોર્મ જીએસટી આરઈજી 22મા આદેશ જારી કરાશે.

GST---Existing-Dealer-Registration

ટ્રાન્ઝિશન દરમિયાન જો કરપાત્ર વ્યક્તિએ જીએસટી હેઠળ નોંધણી કરાવવાનું આવશ્યક નહીં હોય પરંતુ અગાઉ નોંધણી (સેન્ટ્રલ અને સ્ટેટ કાયદો) કરાવી હોય તો તેની પાસે ફોર્મ જીએસટી આરઈજી 24 આપીને પ્રોવિઝનલ નોંધણી રદ કરવાનો વિકલ્પ છે.

Are you GST ready yet?

Get ready for GST with Tally.ERP 9 Release 6

220,332 total views, 88 views today

Yarab A

Author: Yarab A

Yarab is associated with Tally since 2012. In his 7+ years of experience, he has built his expertise in the field of Accounting, Inventory, Compliance and software product for the diverse industry segment. Being a member of ‘Centre of Excellence’ team, he has conducted several knowledge sharing sessions on GST and has written 200+ blogs and articles on GST, UAE VAT, Saudi VAT, Bahrain VAT, iTax in Kenya and Business efficiency.